ગુજરાત

gujarat

પંજાબ કોંગ્રેસ કેપ્ટન અમરિંદરસિંહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશેઃ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત

By

Published : Aug 25, 2021, 4:08 PM IST

પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસણનો અંત લાવવા માટે પંજાબ કૉંગ્રેસના સિદ્ધુ જૂથના નેતા દહેરાદૂન પહોંચી ચૂક્યા છે. પંજાબ કૉંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુ જૂથથી તૃપ્ત રાજેન્દ્ર બાજવા, સુખજિંદર રંધાવા, સુખ સરકારિયા, ચરનજીત સિંહ ચન્ની તેમજ ત્રણ ધારાસભ્ય દહેરાદૂન આવ્યા છે. આ લોકો થોડીકવારમાં કૉંગ્રેસ મહાસચિવ હરીશ રાવત સાથે મુલાકાત કરવા પહોંચશે. તેમની મુલાકાત કરવા માટે પહોંચેલા હરીશ રાવતે કહ્યું કે તેઓ સમસ્યાનો ઉકેલ લાવશે.

પંજાબ કોંગ્રેસ કેપ્ટન અમરિંદરસિંહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશેઃ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત
પંજાબ કોંગ્રેસ કેપ્ટન અમરિંદરસિંહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશેઃ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત

  • પંજાબ કોંગ્રેસમાં ભારે વિખવાદની સ્થિતિ
  • પંજાબ પ્રભારી હરીશ રાવતને મળ્યાં સિદ્ધુ જૂથના પ્રધાનો
  • જોકે નેતૃત્વ પરિવર્તનની વાત ફગાવતાં કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવત

દહેરાદૂન: પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલું રાજકીય ઘમાસાણ હવે દહેરાદૂન દરબારમાં પહોંચી ચૂક્યું છે. પંજાબ કૉંગ્રેસના સિદ્ધુના જૂથના નેતા દહેરાદૂન પહોંચી ચૂક્યા છે. થોડીકવારમાં કૉંગ્રેસ મહાસચિવ હરીશ રાવત સાથે મુલાકાત કરશે અને પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવત સાથે મુલાકાત કરીને પોતાની વાત રાખશે. એવા સમાચાર છે કે કેપ્ટન અમરિંદર સિંહથી નારાજ આ નેતા પંજાબના કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી હરીશ રાવત સાથે મુલાકાત કરશે અને પોતાનો પક્ષ રજૂ કરશેે. એવા પણ સમાચાર છે કે કેપ્ટન અમરિંદરસિંહથી નારાજ આ નેતા પંજાબના કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી હરીશ રાવત સાથે નેતૃત્વ પરિવર્તનની માગ કરશે. મુલાકાત પહેલાં હરીશ રાવતે કહ્યું કે, તેમની જે પણ નારાજગી હશે તેનું સમાધાન કાઢવામાં આવશે.

બધી બાબતો પરિવારની અંદરની છે, નીપટાવીશુંઃ રાવત

સમગ્ર વિખવાદને લઇને હરીશ રાવતે નિવેદન આપ્યું હતું કે કે 'આ એક પરિવારનો મુદ્દો છે અને આ મુદ્દાને ઉકેલી લેવામાં આવશે. બળવાના જે કારણો હશે તે કારણોના ઊંડાણમાં જઇશું અને સમાધાન કાઢીશું. બધી બાબતો પરિવારની અંદર શાંતિથી નીપટાવી લેવામાં આવશે. આ મારા માટે પણ ચિંતાનો વિષય છે અને પંજાબના બધા નેતાઓને માટે પણ ચિંતાનો વિષય છે. મને એવું લાગે છેકે બધાં તેના પર વિચાર કરી રહ્યાં છે. જે લોકો મને મળવા આવી રહ્યાં છે તે પોતાની વાત રજૂ કરી શકે છે. આ બળવો નથી તેમણે તેમની વ્યથા જણાવી છે. તેનો વાતચીતથી મુદ્દા હલ કરવામાં આવશે. જ્યાં સમસ્યા હશે ત્યાં સૌને જણાવીશું કે શું થઈ શકે છે. આવનારી ચૂંટણી અમે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં જ લડીશું. કોઈપણ પ્રકારનું નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું નથી. નવજોત સિંહ સિદ્ધુ અલગ વાતાવરણમાંથી આવ્યાં છે, જેથી તેમને થોડોક સમય એ સમજવામાં લાગી શકે છે, પરંતુ સિદ્ધુ હોય કે હરીશ રાવત, અમરિંદર સિંહ હોય કે બાજવા આ તમામ લોકો કૉંગ્રેસના જૂના સૈનિકો છે. આ કારણે કોઈપણ પ્રકારનું સંકટ પંજાબ સરકાર પર નથી. તેઓ અહીં ધારાસભ્યો અને મંત્રીઓ સાથે વાત કરીને હાઈકમાન્ડને સંપૂર્ણ વાતથી વાકેફ કરાવશે.'

દહેરાદૂન પહોંચ્યાં સિદ્ધુ જૂથના નેતા

પંજાબ કૉંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુ જૂથથી તૃપ્ત રાજેન્દ્ર બાજવા, સુખવિંદર રંધાવા, સુખ સરકારિયા, ચરનજીતસિંહ ચન્ની અને ત્રણ ધારાસભ્ય દહેરાદૂન આવી પહોંચ્યા છે. આ લોકો થોડીકવારમાં દહેરાદૂનમાં દહેરાદૂન ISBTની પાસે એક હોટલમાં કૉંગ્રેસ મહાસચિવ અને પંજાબ ઇન્ચાર્જ હરીશ રાવત સાથે મુલાકાત કરશે.

CM કેપ્ટન અમરિંદરસિંહની મુશ્કેલીઓ વધી

પંજાબમાં કૉંગ્રેસ માટે એકવાર ફરી મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહની વિરુદ્ધ વિદ્રોહ કરનારા 4 પ્રધાન આજે દહેરાદૂનમાં પંજાબના પ્રભારી હરીશ રાવત સાથે મુલાકાત કરવા પહોંચી ચૂક્યાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તૃપ્ત રાજેન્દ્રસિંહ બાજવાના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યોની એક બેઠક થઈ હતી, જેનાથી સિદ્ધુ અને 4 વર્કિંગ પ્રેસિડન્ટે અંતર રાખ્યું હતું. જો કે બાદમાં બાજવાના ઘરે થયેલી બેઠકમાં સામેલ કેટલાક ધારાસભ્યોએ કૉંગ્રેસ મુખ્યમથકે પહોંચીને નવજોતસિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી. સિદ્ધુના ખાસ મનાતા પ્રધાન પંજાબના પ્રભારી હરીશ રાવત સાથે મુલાકાત કરીને પોતાની વાત રાખશે. કહેવામાં આવી રહ્યું છે કે હરીશ રાવતને મળીને 4 કેબિનેટપ્રધાન અને કેટલાક ધારાસભ્યો સીધા દિલ્હી પહોંચશે.

આ પણ વાંચોઃ સિદ્ધુ જૂથે કેપ્ટન અમરિંદર સામે મોરચો માંડ્યો, જાણો આ છે મતભેદ...

આ પણ વાંચોઃ નવજોતસિંહ સિદ્ધુના સલાહકારોની ટિપ્પણીએ રાજકીય ઉથલપાથલ સર્જી દીધી

ABOUT THE AUTHOR

...view details