- સોશિયલ મીડિયા પર હરિદ્વાર મહાકુંભની તુલના મરકઝ સાથે કરાઈ
- સોશિયલ મીડિયા પરના વીડિયો પર CM તીરથસિંહ રાવતે કર્યું નિવેદન
- મરકઝ એક હોલમાં હતું અને મહાકુંભનું શાહી સ્નાન 16 ઘાટ પર થાય છેઃ તીરથસિંહ
દહેરાદૂન (ઉત્તરાખંડ): સોમવતી અમાસ પર હરિદ્વારા મહાકુંભમાં બીજા શાહી સ્નાનમાં 31 લાખ લોકોએ ગંગાની આસ્થાની ડૂબકી લગાવી હતી. હરકી પૌડી પર ઉમટેલી શ્રદ્ધાળુઓના ભીડના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ ભીડની તુલના ગયા વર્ષે દિલ્હીમાં નિઝામુદ્દીન દરગાહમાં મરકઝ સાથે કરી હતી, જેનો જવાબ મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે આપ્યો છે.
આ પણ વાંચોઃઆજે બુધવારે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન, અખાડાની ડૂબકીનો આ ક્રમ હશે
મરકઝ એક હોલમાં હતું અને અહીં ફરવાની જગ્યા પણ નહતી પણ કુંભમાં એવું નથીઃ તીરથસિંહ
શાહી સ્નાન પૂર્ણ થયા બાદ સોમવારે સાંજે મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે વર્ચ્યૂઅલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે કહ્યું હતું કે, મહાકુંભની તુલના મરકઝ સાથે કરી ન શકાય. કારણ કે, મરકઝ એક હોલની અંદર હતું. તે હોલમાં ફરવાની જગ્યા પણ નહતી. દરેક લોકો એક જ હોલમાં સુતા હતા. દરેક લોકો એકબીજાથી અડીને સુતા હતા, પરંતુ કુંભમાં એવું નથી.
આ પણ વાંચોઃમહાકુંભમાં લોકોની શ્રદ્ધા આશ્ચર્યજનક છે: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
હરિદ્વાર કુંભની તુલના મરકઝ સાથે ન થઈ શકેઃ તીરથસિંહ
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, હરિદ્વારમાં 16 ઘાટ છે અને મહાકુંભ માત્ર હરિદ્વાર શહેરમાં જ નહીં, પરંતુ ઋષિકેશથી લઈને નીલકંઠ સુધી ફેલાયેલો છે. તેવામાં ઘણા ઘાટ સ્વર્ગ આશ્રમ, ત્રિવેણી ઘાટ અને લક્ષ્મણ ઝૂલા પણ અહીં છે. લોકો એક જ જગ્યાએ સ્નાન નહતા કરી રહ્યા. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અખાડામાં પણ શાહી સ્નાનનો સમય આપવામાં આવ્યો હતો. એટલે જ આની તુલના મરકઝ સાથે કઈ રીતે કરી શકાય? હરિદ્વાર કુંભની તુલના મરકઝ સાથે ન થઈ શકે.