અમદાવાદ : પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે ત્યારે તેને લઇને ગાંધીનગરના કમલમ ખાતે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલાં પોસ્ટરો લગાવી દેવાયા હતા.
ભાજપ પાર્ટીમાં જોડાણ પહેલા હાર્દિક પટેલે કર્યું આ ખાસ કામ
ગુજરાતમાં પાટીદાર આંદોલન થકી યુવા ચહેરો બનેલા યુવા નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.
ઘરમાં પૂજા અર્ચના કરવામાં આવી -હાર્દિક પટેલે જણાવ્યું કે, દરેક સમાજ કે રાજનૈતિક જીવનની અંદર વ્યક્તિનો એક ઉદ્દેશ્ય હોય છે કે રાષ્ટ્રની સેવા થાય, પ્રદેશની સેવા થાય, જનતાની સેવા થાય, સમાજની સેવા થાય. આજે હું એક નવા અધ્યાયની સેવા કરવા જઈ રહ્યો છું, ત્યારે સ્વાભાવિક છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાલી રહેલા ભગીરથ કાર્યોમાં રામસેતુની ખિસકોલી બનીને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ. આજે મારા નિવાસ સ્થાને મા દુર્ગાનું પૂજન એટલા કરવામાં આવ્યું કે, રાજ્યના સુખાકારી અને સમુદ્ધિમા વધારો થાય.
12 વાગ્યે કેસરીયો ધારણ કરશે - ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો ખેસ ધારણ કરીશું. પાર્ટી માટે વધુ સારી રીતે સેવા કેમ કરી શકાય એના માટેનો પ્રયાસ કરીશું. ભરોસો છે કે સારું કામ કરીએ એટલે ધણા બધાનો સહયોગ મળે જાહેર જીવન હોય કે સમાજિક હોય કે રાજકીય જીવન હોય, આ તમામ પરિબળોની અંદર તમે નેતૃત્વ કરો એટલે તમને ફાયદો થાય છે.