ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાર્દિક પંડ્યાનો સમય ખરાબ, કસ્ટમ વિભાગે હાર્દિક પાસેથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત કરી

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)મુશ્કેલીમાં પડ્યો છે. મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યાને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર ત્યારે રોકાયો હતો જ્યારે તેની પાસેથી પાંચ કરોડની બે ઘડિયાળ(Two watches worth five crores) મળી આવી હતી. UAEમાં ICC T20 વર્લ્ડ કપમાં ભાગ લીધા બાદ તે સ્વદેશ પરત ફર્યો હતો.

હાર્દિક પંડ્યાનો સમય ખરાબ કસ્ટમ વિભાગે હાર્દિક પાસેથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત કરી
હાર્દિક પંડ્યાનો સમય ખરાબ કસ્ટમ વિભાગે હાર્દિક પાસેથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત કરી

By

Published : Nov 16, 2021, 11:51 AM IST

  • ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં પડ્યો
  • સ્ટમ વિભાગે હાર્દિક પાસેથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત કરી
  • UAEમાં ICC T20 વર્લ્ડ કપમાં ભાગ લીધા બાદ તે સ્વદેશ પરત ફર્યો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના(Indian cricket team) ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા(Hardik Pandya) મુશ્કેલીમાં પડ્યો છે. કસ્ટમ વિભાગે (Custom section)હાર્દિક પાસેથી 5 કરોડની 2 ઘડિયાળો (Two watches worth five crores)જપ્ત કરી છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, હાર્દિક પાસે આ ઘડિયાળોનું બિલ નહોતું કે તેણે તેના સામાનમાં આ અંગે કોઈ જાહેરાત કરી ન હતી.

5 કરોડ રૂપિયાની બે ઘડિયાળ મળી આવી

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર પહોંચ્યો હતો. એરપોર્ટ પર કસ્ટમ વિભાગ (Custom section)દ્વારા હાર્દિક પંડ્યાની તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન તેની પાસેથી 5 કરોડ રૂપિયાની બે ઘડિયાળ મળી આવી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને આ ઘડિયાળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

આ મામલે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી

હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળો સંબંધિત કોઈ બિલ પણ નહોતું. આ પછી કસ્ટમ વિભાગે હાર્દિક પાસેથી ઘડિયાળો લઈ લીધી હતી. તેણે તેમને પોતાના કબજામાં લીધા છે. આ મામલે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પાસેથી પણ લક્ઝરી ઘડિયાળો મળી આવી હતી

અગાઉ નવેમ્બર 2020માં હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા(Krunal Pandya) પાસેથી પણ લક્ઝરી ઘડિયાળો મળી આવી હતી. ત્યારબાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ તેને રોક્યો હતો. જે બાદ આ મામલો કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપમાં ફ્લોપ રહ્યા હતો

T20 વર્લ્ડ કપમાં, હાર્દિક પંડ્યા તેની ખરાબ ફિટનેસ અને ફોર્મ બંનેથી નિરાશ થયો હતો. 5 મેચની ત્રણ ઇનિંગ્સમાં પંડ્યાએ 34.50ની એવરેજથી માત્ર 69 રન બનાવ્યા હતા. આખી ટુર્નામેન્ટમાં તેણે માત્ર ચાર ઓવર નાંખી અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. શરૂઆતની મેચોમાં તેની ફિટનેસ પર પણ ઘણા સવાલો ઉભા થયા હતા. ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે તેને ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચોઃઅંગ્રેજોના જમાનાની વ્યવસ્થા ખતમ: હવે 24 કલાક થશે પોસ્ટમોર્ટમ, મનસુખ માંડવિયાએ આપી માહિતી

આ પણ વાંચોઃયુપીને મોટી ભેટ : વડાપ્રધાન મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું કરશે ઉદ્ઘાટન

ABOUT THE AUTHOR

...view details