નવી દિલ્હી:આ વર્ષે 15મી ઓગસ્ટના દિવસે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ (75th independence day) રહ્યા છે ત્યારે આ અંતર્ગત 75માં સ્વતંત્રતા દિવસ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 'હર ઘર તિરંગા' ઝુંબેશની (har ghar tiranga campaign ) શરૂઆત કરી છે, જેના ભાગરૂપે (flag folding ceremony) નાગરિકોને 13 અને 15 ઓગસ્ટની વચ્ચે તેમના ઘરે રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવા અથવા લહેરાવવાની વિનંતી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રએ ત્રિરંગાને યોગ્ય રીતે ફોલ્ડ કેવી રીતે કરવો તે અંગેની માર્ગદર્શિકા (indian flag folding procedure) પણ શેર કરી છે.
આઝાદીના 75 વર્ષ:દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે કેન્દ્રની 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) પહેલનો ભાગ 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત ગયા મહિને કરવામાં આવી હતી. આ ઝુંબેશની શરૂઆત કરતા PM મોદીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે તે "રાષ્ટ્રધ્વજ સાથે અમારું જોડાણ વધુ ગાઢ કરશે".