ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસ માટે રવાના થયાં વડાપ્રધાન મોદી

વડાપ્રધાન તેમના બાંગ્લાદેશ પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. તે બે દિવસ માટે બાંગ્લાદેશ જઈ રહ્યા છે. કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે. તે 10 વાગ્યા સુધીમાં ઢાકા પહોંચશે.

By

Published : Mar 26, 2021, 8:45 AM IST

Updated : Mar 26, 2021, 10:37 AM IST

PM Modi
PM Modi

  • કોવિડ-19 મહામારી બાદ વડાપ્રધાન મોદીની પ્રથમ વિદેશ યાત્રા
  • વડાપ્રધાન મોદી પ્રવાસ દરમિયાન વિવિધ કરારો પર હસ્તાક્ષર કરશે
  • મોદી મુજીબુર્રહમાનના સ્મારકની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વ્યક્તિ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસ માટે બાંગ્લાદેશ રવાના થયા છે. મોદી સવારે 10 વાગ્યે ઢાકા પહોંચશે. મળતી માહિતી મુજબ, મોદીની મુલાકાત દરમિયાન વિવિધ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવી ઘોષણાઓ પણ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી પ્રવાસ દરમિયાન વિવિધ કરારો પર હસ્તાક્ષર કરશે

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુક્રવારના પ્રવાસ દરમિયાન વિવિધ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. સાથે જ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવી ઘોષણાઓ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: કોરોના કાળ બાદ પ્રથમ વખત વિદેશ પ્રવાસ પર બાંગ્લાદેશ જશે વડાપ્રધાન મોદી

મોદી મુજીબુર્રહમાનના સ્મારકની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વ્યક્તિ

શ્રૃંગલાએ કહ્યું કે, મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપાડા ખાતેના બંગબંધુ શેઠ મુજીબુર્રહમાનના સ્મારકની પણ મુલાકાત લેશે. તે સ્થાનની મુલાકાત લેનાર તે પ્રથમ પ્રતિષ્ઠિત ભારતીય વ્યક્તિ હશે.

બન્ને દેશો વચ્ચે વિશેષ સંબંધો પર ભાર મૂકવામાં આવશે

કોવિડ-19 મહામારી બાદની તેમની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. શ્રૃંગલાએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, આ પ્રવાસ ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન બન્ને દેશો વચ્ચે વિશેષ સંબંધો પર ભાર મૂકવામાં આવશે.

વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસ માટે બે મંદિરો શણગારવામાં આવ્યા

વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ માટે દક્ષિણ-પશ્ચિમમાં આવેલા બે મંદિરોને શણગારવામાં આવ્યા છે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આ મંદિરોમાં પૂજા-અર્ચના કરશે. ઇશ્વરીપુર ગામના પ્રાચીન જેશોરેશ્વરી કાલી મંદિરના પૂજારી દિલીપ મુખર્જીએ કહ્યું કે 'અમે આ ઐતિહાસિક મંદિરમાં મોદીને આવકારવાની બધી તૈયારી કરી લીધી છે. અમને આશા છે કે, તેઓ ભારત અને બાંગ્લાદેશના લાખો લોકો માટે પ્રાર્થના કરશે.

આ પણ વાંચો: 26 માર્ચે બાંગ્લાદેશના 50મા આઝાદી દિવસ પર વડાપ્રધાન કરશે મુલાકાત

કોરોના અગાઉ મોદીની દર વર્ષે 10થી વધુ વિદેશ યાત્રાઓ
મોદીને વડાપ્રધાન બન્યાને 6 વર્ષ 10 મહિના થઈ ચૂક્યા છે. તેમણે 26 મે, 2014ના રોજ પ્રથમવાર અને 30 મે, 2019ના રોજ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. વડાપ્રધાન કાર્યાલયની વેબસાઈટ પર રહેલી જાણકારી અનુસાર, 2014થી નવેમ્બર 2019 સુધી તેઓ 59 વખત વિદેશ યાત્રાએ ગયા હતા.

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી

આ 5 રાજ્યોમાં મોદીએ નવેમ્બર 2016થી લઈને માર્ચ 2017 વચ્ચે 38 પ્રવાસ કર્યા હતા. તેમાંથી સૌથી વધુ 27 પ્રવાસ એકલા ઉત્તરપ્રદેશમાં કર્યા હતા. ચૂંટણીમાં ભાજપાએ ત્યાંની 403 સીટોમાંથી 325 સીટો જીતી હતી. ભાજપા 5માંથી 4 રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. એકલા પંજાબમાં તેણે સરકાર ગુમાવવી પડી હતી.

છેલ્લે નવેમ્બર 2019માં વિદેશ પ્રવાસ કર્યો હતો
વડાપ્રધાન મોદીનો છેલ્લો વિદેશ પ્રવાસ 13થી 15 નવેમ્બર 2019માં બ્રાઝિલનો હતો. એ સમયે મોદી બ્રિક્સમાં સામેલ થવા ગયા હતા. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી માત્ર છ મહિનામાં જ તેમણે 10 વિદેશ પ્રવાસ કર્યા. એ દરમિયાન તેઓ 13 દેશોની મુલાકાતે ગયા હતા.

Last Updated : Mar 26, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details