- PM મોદીના 71માં જન્મદિવસની તૈયારી શરૂ
- ગુજરાતના ગામડાઓમાં થશે અનોખી ઊજવણી
- 17 સ્પ્ટેમ્બર ના છે વડાપ્રધાનનો જન્મ દિવસ
ન્યુઝ ડેસ્ક: 17 સ્પ્ટેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસને ખાસ બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એક અનોખો કાર્યક્રમ કરવાની તૈયારીમાં છે. ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે PM મોદીના જન્મદિવસે ગુજરાતના 7100 ગામડાઓમાં 'રામધૂન કાર્યક્રમ' યોજવામાં આવશે".
ગુજરાત બનશે રામ ધૂનમાં મગ્ન
જેના અંતર્ગત સાંજના 7 વાગ્યે આ ગામડાઓમાં રામધૂનનો સાદ ગુંજશે. વધુમાં તેમણે જણાવ્યું કે," દરેક કાર્યકર્તાએ દરેક બૂથ પર ઓછામાં ઓછા 50 લોકોના ફોનમાં NAMO APP ડાઉનલોડ કરવાની રહેશે. આ સાથે જ 10 લોકોએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાથી જોડાવા માટે પણ કહેવામાં આવ્યું છે. સી.આર.પાટીલે જણાવ્યું કે, "9 ઑક્ટોબરના દિવસે જ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં અને 9 ઑક્ટોબરે તેના 20 વર્ષ પૂર્ણ થશે".
આ પણ વાંચો : કેરળમાં 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના નવા 31,445 કેસ નોંધાયા, 215ના મોત