- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) આજે 71મો જન્મદિવસ છે
- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, એમ. વેંકૈયા નાયડુ, રાજ્યોના મુખ્યપ્રધાન સહિત વિપક્ષી દળોના નેતાઓ પણ વડાપ્રધાનને શુભેચ્છા આપી રહ્યા છે.
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress leader Rahul Gandhi) પણ ટ્વિટ પર લખ્યું, હેપ્પી બર્થ ડે મોદીજી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ત્યારે દેશવિદેશથી લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આજે આખું સોશિયલ મીડિયા વડાપ્રધાનને શુભેચ્છાથી ભરાઈ ગયું છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, એમ. વેંકૈયા નાયડુ, રાજ્યોના મુખ્યપ્રધાન સહિત વિપક્ષી દળોના નેતાઓ પણ વડાપ્રધાનને શુભેચ્છા આપી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આજે ભાજપ સેવા અને સમર્પણ અભિયાન ચલાવી રહ્યું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના ઉત્તમ આરોગ્ય અને દિર્ઘાયુ હોવાની પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો-હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ: પીએમ મોદી
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી
તો ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું હતું કે, અંત્યોદયથી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. પ્રભુ શ્રીરામની કૃપાથી તમને દિર્ઘાયુ અને સારું આરોગ્ય મળે. આજીવન માં ભારતીની સેવાનું પરમ સૌભાગ્ય તમને મળતું રહે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે મોદીજી.
આ પણ વાંચો-PM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાનને શુભેચ્છા આપી તેમના વખાણ કર્યા
તો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ વડાપ્રધાનને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને એવું સશક્ત અને નિર્ણાયક નેતૃત્વ મળ્યું છે, જેણે દાયકાઓથી પોતાના અધિકારોથી વંચિત કરોડો ગરીબોને વિકાસની મુખ્યધારાથી જોડીને ન માત્ર તેમને સમાજનમાં ગરિમામય જીવન આપ્યું, ઉલટાનું પોતાના અથાગ પરિશ્રમથી વિશ્વભરને એ બતાડી દીધું કે, એક પ્રજાવસ્તલ નેતૃત્વ કેવું હોય છે.
આ સાથે જ અમિત શાહે વડાપ્રધાનના દિર્ઘાયુ હોવાની પ્રાર્થના કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ન માત્ર દેશને સમયથી આગળ વિચારવા અને પરિશ્રમની પરાકાષ્ઠાથી સંકલ્પને સિદ્ધ કરવાનો વિચાર આપ્યો, ઉલટાનું તેને ચરિતાર્થ પણ કરી બતાવ્યું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને સમર્પણે દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ પેદા કર્યો છે, જેનાથી આજે દેશ નીત નવા કિર્તીમાન સ્થાપિત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે.