- ભારત રત્ન, મહાન વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr APJ Abdul Kalam)ની આજે જન્મજયંતી
- કલામના નેતૃત્વમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાએ (Defense Research and Development Organization) સૌથી વધુ ઘાતક હથિયાર પ્રણાલીઓનો દેશમાં જ વિકાસ કર્યો હતો
- 15 ઓક્ટોબર 1931ના દિવસે જન્મેલા કલામ દેશના યુવાનોને દેશની સાચી મુડી માનતા હતા અને બાળકોને હંમેશા મોટા સપના જોવા માટે પ્રેરિત કરતા હતા
હૈદરાબાદઃ ઈતિહાસમાં 15 ઓક્ટોબરનો દિવસ ભારતના મિસાઈલ અને પરમાણુ હથિયાર કાર્યક્રમને લોખંડી અને અભેદ બનાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ (APJ Abdul Kalam)ના જન્મદિવસ તરીકે નોંધાયેલો છે. ખૂબ જ સહજ અને સરળ વ્યક્તિત્વવાળા મૃદુભાષી કલામના નેતૃત્વમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાએ (Defense Research and Development Organization) સૌથી વધુ ઘાતક હથિયાર પ્રણાલીઓનો દેશમાં જ વિકાસ કર્યો હતો. 15 ઓક્ટોબર 1931ના દિવસે જન્મેલા કલામ દેશના યુવાનોને દેશની સાચી મુડી માનતા હતા અને બાળકોને હંમેશા મોટા સપના જોવા માટે પ્રેરિત કરતા હતા.
આ પણ વાંચો-મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ : રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી
ડો. કલામ 5 વર્ષની ઉંમરે ઘરનું ગુજરાન ચલાવવામાં પિતાની મદદ કરતા હતા
તમિલનાડુના નાના શહેર રામેશ્વરમાં જન્મેલા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr APJ Abdul Kalam)ના પિતા પાસે પોતાના પરિવારનું પાલન કરવા માટે ફક્ત એક બોટનો સહારો હતો. ડો. કલામ નાનપણથી જ ઘણા મહેનતુ હતા. 5 વર્ષની ઉંમરમાં તેમણે પરિવારનું પાલનપોષણ કરવામાં પોતાના પિતાનો સહયોગ શરૂ કરી દીધો હતો. તેઓ સ્કૂલ જવાની સાથે જ છાપું વેંચીને પિતાની મદદ કરતા હતા.
આ પણ વાંચો-International Non Violence Day : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr APJ Abdul Kalam) સાથે જોડાયેલી કેટલીક વાતો
- ડો. કલામ ભૌતિકશાસ્ત્ર અને ગણિતથી પ્રભાવિત હતા.
- ડો. કલામે વર્ષ 1954માં સંત જોસેફ કોલેજ, ત્રિચુરાપલ્લીમાંથી સ્નાતકનું ભણતર પૂર્ણ કર્યું હતું.
- વર્ષ 1955માં તેમણે મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો.
- ડો. કલામે ભારતીય વાયુ સેનાના ફાઈટર પાઈલટ બનવાની તક ગુમાવી દીધી હતી. તેઓ આ યાદીમાં નવમા સ્થાન પર હતા અને માત્ર 8 જ લોકોને પ્રવેશ આપવાનો હતો. એટલે પહેલા 8 શોર્ટલિસ્ટ ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી હતી.
- વર્ષ 1960માં ડો. કલામ DRDOના એરોનોટિકલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (Aeronautical Development Foundation) સાથે જોડાઈ ગયા.
- વર્ષ 1969માં ડો. કલામને સેટેલાઈટ લોન્ચ વાહનો માટે પ્રોજેક્ટ નિદેશક બનાવવામાં આવ્યા હતા અને તેમણે ઈસરોમાં સ્થળાંતર કરી દીધું હતું. કલામના નિર્દેશનમાં આ પ્રોજેક્ટ સફળ થયો. તેઓ રોહિણી સેટેલાઈટ શ્રૃંખલાને પૃથ્વીની કક્ષામાં લોન્ચ કરવામાં સક્ષમ હતા.
- ડો. કલામને બેલેસ્ટિક મિસાઈલો અને લોન્ચ વાહન ટેક્નોલોજી પર તેમના નિરંતર સફળ કામના કારણે તેમને ભારતના 'મિસાઈલ મેન' તરીકે ઓળખવામાં આવે છે.
ડો. કલામ તમામ પુરસ્કારોથી સન્માનિત થયા, ફિલ્મ પણ બની
- ડો. કલામે ભારતની પરમાણુ ક્ષમતાઓ અને પોખરણ- 2 પરમાણુ પરિક્ષણો (1998)માં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
- ડો. કલામને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન (1997) સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેમના અન્ય પુરસ્કારોમાં પદ્મભૂષણ (1981) અને પદ્મવિભૂષણ (1990) સામેલ છે.
- રસપ્રદ વાત એ છે કે, તેમને 40 યુનિવર્સિટીના ડોક્ટરેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેમના જીવનથી પ્રેરિત થઈને આઈ એમ કલામ નામની એક બોલિવુડ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.
- ડો. કલામ ભારત અને વિશ્વભરમાં લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે.
- 25 જુલાઈ, 2002ના દિવસે કલામ વિશ્વના સૌથી મોટા લોકશાહી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. પોતાના સરળ સ્વભાગના કારણે તેમને 'પીપલ્સ પ્રેસિડન્ટ' તરીકે ઓળખવામાં આવતા હતા.
- રાષ્ટ્રપતિ ડો. કલામના દિલમાં વિદ્યાર્થીઓ અને બાળકો માટે એક નરમ સ્થાન હતું. તેમણે લાખો યુવા, બાળકોને પ્રેરિત કર્યા હતા. દેશભરમાં તેમના પ્રવાસ દરમિયાન યુવા બાળકોના પ્રશ્નોના જવાબ આપતા અને તેમની સાથે મુલાકાત કરતા હતા. તેમનું માનવું હતું કે, બાળકો કોઈ પણ રાષ્ટ્રના ભવિષ્ય છે.
- ન્યૂ યોર્કમાં જેએફકે એરપોર્ટ પર ડો. કલામની તપાસ કરાતા ભારતે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિરોધ કર્યો હતો.
- તેમને એક પત્રકારે પૂછ્યું હતું કે, તેમને કઈ રીતે યાદ કરવા જોઈએ. એક વૈજ્ઞાનિક, એક રાષ્ટ્રપતિ કે એક શિક્ષક તરીકે અને તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે, હું પહેલા એક શિક્ષક તરીકે અને પછી કોઈ અન્ય વ્યક્તિ તરીકે યાદ હોવો જોઈએ.
- ડો. કલામના સ્વિત્ઝર્લેન્ડ પ્રવાસને દેશમાં વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમના સન્માનમાં આ જાહેરાત સ્વિસ સરકાર દ્વારા એક મહાન વ્યક્તિત્વના દુઃખદ નિધન પછી કરવામાં આવી હતી.
- ડો. કલામે તમિલમાં ખૂબ જ સારી કવિતાઓ લખી અને તેમને સંગીત વાદ્યયંત્ર, વિણા વગાડવાનો ઘણો શોખ હતો.
- રાષ્ટ્રપતિના સમયગાળા દરમિયાન ડો. કલામને પ્રતિભા પાટિલના રાષ્ટ્રપતિ પદ પછી ફરીથી કાર્યાલયમાં સામેલ થવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. જોેક, તેમણે વિનમ્રતા સાથે ઈનકાર કરી દીધો હતો.
- ડો. કલામ ભારતમાં પહેલા અવિવાહિત રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક હતા.
- ડો. કલામ ભારતના માત્ર ત્રણ રાષ્ટ્રપતિઓમાંથી છે, જેમને રાષ્ટ્રપતિ ચૂંટાયા પહેલા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ડો. કલામે ડો. વિક્રમ સારાભાઈને પોતાના ગુરુ માન્યા હતા. તેમણે સલાહ અને સમર્થન માટે ભારતીય મૂળના આ મહાન વૈજ્ઞાનિક તરફ પ્રયાણ કર્યું હતું.
- ડો. કલામની પહેલો મોટો પ્રોજેક્ટ, SLV 3, નિષ્ફળ રહ્યો અને વેરવિખેર થઈ ગયો.
- તેમણે વર્ષ 2003 અને 2006માં 2 વખત MTV યુથ આઈકન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- પોતાના અંતિમ દિવસે તેઓ શિલાંગના IIMમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેઓ સેંકડો વિદ્યાર્થીઓને ભાષણ આપવા ઉભા થયા હતા. ત્યારે તેમને કાર્ડિયક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા.
- ડો. કલામે સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.
- તેમણે પોતાનું રાષ્ટ્રપતિ વેતન દાનમાં આપી દીધું હતું. તેમણે PURA નામનું એક ટ્રસ્ટ બનાવ્યું હતું અને આ ટ્રસ્ટને પોતાનું વેતન દાનમાં આપતા હતા.
- તેમણે ઈવેન્ટ્સ દરમિયાન વિશેષ ખુરશીઓમાં બેસવાથી ઈનકાર કર્યો હતો. કારણ કે, તેઓ એક વિનમ્ર વ્યક્તિ હતા અને તેમણે હંમેશા સમાનતાને પ્રોત્સાહન આપ્યું હતું.
- ડો. કલામે પોતાની કારકિર્દીની શરૂઆત એક છાપું વેચનારા બાળક તરીકે કરી હતી અને વિશ્વના સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રપતિ બન્યા હતા.
- તેમણે પોતાના જીવન દરમિયાન સ્થાનિક અને વૈશ્વિક સ્તર પર લાખો લોકોને બદલવા અને પ્રેરણા આપવા દરમિયાન અનેક વસ્તુઓને અનુસરી અને તેને આગળ વધારવા અંગે વિચાર્યું હતું.
- ડો. કલામ નિષ્ફળતાઓનો સંપૂર્ણ દોષ લે છે, પરંતુ જ્યારે ટીમે ડો. કલામના નેતૃત્વમાં કંઈ પણ હાંસલ કર્યું તો તેમણે પોતાની ટીમને સમગ્ર શ્રેય આપ્યો હતો.
- તેમણે પોતાની આત્મકથા, વિંગ્સ ઓફ ફાયર પણ પ્રકાશિત કરી હતી, જેમાં અરૂણ તિવારી સહ-લેખક હતા. આ તેમના બાળપણ, તેમના વ્યક્તિગત જીવન અને તેમની કારકિર્દીનું વિસ્તૃત વિવરણ આપે છે. આનું ફ્રેન્ચ અને ચીની સહિત 13 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે.
- તેઓ એક ઉત્સાહી વાચક અને લેખક હતા. તેમણે પરમાણુ ટેક્નોલોજી અને આધ્યાત્મિક અનુભવો સહિત વિવિધ વિષયો પર લગભગ 15 પુસ્તકોનું લેખન કર્યું છે.
ડો. કલામે 15 પુસ્તકો લખ્યાઃ
- વિંગ્સ ઓફ ફાયર (પોતાની આત્મકથા) (Wings of Fire (own autobiography)
- 2020- અ વિઝન ફોર ન્યૂ મિલેનિયમ (2020- A Vision for the New Millennium)
- એનવિઝનિંગ એન ઈમ્પેયર્ડ નેશન (Envisioning an Impaired Nation)
- ઈગ્નાઈટેડ માઈન્ડ્સ (Ignited Minds)
- માય જર્ની (My Journey)
- ડેવલપમેન્ટ ઓફ ફ્લૂઈડ મેકેનિક્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી (Development of Fluid Mechanics and Space Technology)
- ધ લ્યૂમિનસ સ્પાર્ક્સ (The Luminous Sparks)
- ધ લાઈફ ટ્રી (The Life Tree)
- મિશન ઈન્ડિયા (Mission India)
- ચિલ્ડ્ર્ન આસ્ક કલામ (Children Ask Kalam)
- ઈન્ડોમિટેબલ સ્પિરિટ (Indomitable Spirit)
- ગાઈડિંગ સોલ્સ (Guiding Souls)
- ઈન્સ્પાઈરિંગ થોટ્સ (Inspiring Thoughts)
ડો. કલામની બાયોપિકની સ્ટ્રિમિંગ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr APJ Abdul Kalam)ની જયંતીને ફિલ્મ્સ ડિવિઝન પણ વિશેષ રીતે ઉજવે છે. ફિલ્મ્સ ડિવિઝન પોતાની વેબસાઈટ અને યુ-ટ્યૂબ ચેનલ પર ડો. કલામની બાયોપિકની સ્ટ્રિમિંગ કરી રહ્યું છે. પંકજ વ્યાસ દ્વારા નિર્દેશિત પીપલ્સ પ્રેસિડન્ટ (52 મિનીટ/અંગ્રેજી/2016), ભારત રત્ન ડો. અબ્દુલ કલામના જીવન અને કાર્યોને સમર્પિત છે. વૃત્તચિત્રમાં તેમની શાનદાર કારકિર્દીમાં અનેક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો છે. આમાં ભારતીય એરોસ્પેસ વિજ્ઞાન કાર્યક્રમની સફળતામાં ડો. અબ્દુલ કલામની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ બતાવવામાં આવ્યું છે.