નવી દિલ્હી: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી સુરક્ષીત બહાર કાઢવામાં આવેલા 41 કામદારો ગુરુવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતાં, આ દરમિયાન દરેકના ચહેરા પર ખુશી દેખાતી હતી. ત્યાર બાદ તેમને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. વાસ્તવમાં, રેસ્ક્યુ ઓપરેશન પછી દરેકને ઋષિકેશ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કામદારોના બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ઈસીજી રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેમને ઘરે જવા દેવામાં આવ્યા. ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પણ કામદારો સાથે દિલ્હી પહોંચ્યા હતા.
આ તમામ કામદારોને દેહરાદૂનથી હવાઈ માર્ગે દિલ્હી એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. સિલ્ક્યારા ટનલમાં લાગેલી તમામ બચાવ ટીમોએ ઉત્તમ કામગીરી કરી હતી, જેના કારણે તમામ 41 કામદારો ટનલમાંથી બહાર આવી શક્યા છે. રેસ્ક્યુ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ હિંમત ન હારી અને વધારે મહેનત અને વિશ્વાસ સાથે કામ કરતી રહી અને આખરે તેમની મહેનત ફળી.
હું સંતોષ અનુભવું છું. મને ક્યાંય જવાની ઉતાવળ નથી, હું માત્ર ખૂબ જ હળવાશ અને ખુશી અનુભવું રહ્યો છું. મેં હમણાં જ બચાવાયેલા લોકો સાથે મુસાફરી કરી છે અને હું ખુશ છું." - આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ
તમામ 41 કામદારોનું સફળ રેસ્ક્યૂ: આપને જણાવી દઈએ કે 12 નવેમ્બરના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલની અંદર એક ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 41 કામદારો ફસાયા હતા. 17 દિવસ સુધી ચાલેલા ઓપરેશન બાદ તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ કામગીરીમાં ઘણા ફેરફારો થયા હતા. હાલના મશીનો ઉપરાંત ઘણા મશીનો વિદેશથી પણ આયાત કરવામાં આવ્યા હતા. વિદેશના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી હતી. અંતે, તમામ કામદારોને રેટ હોલ માઈનિંગની મદદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
- ઉત્તરકાશીની ટનલમાંથી બહાર આવેલા બિહારના પાંચ કામદારો પટના પહોંચ્યા, એરપોર્ટ પર કરાયું સ્વાગત
- ઉત્તરકાશી ટનલ રેસક્યૂ: આજે દિલ્હીની રેટ માઈનર્સની ટીમ સાથે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કરશે મુલાકાત