હૈદરાબાદઃસાઉથ સિનેમામાંથી રિલીઝ થયેલી સુપરહીરો ફિલ્મ હનુમાન આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. પ્રશાંત વર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'હનુમાન' પોતાની રજૂઆતથી દર્શકોને આકર્ષી રહી છે. દર્શકો દિલ ખોલીને ફિલ્મની કહાની અને વીએફએક્સનો આનંદ લઈ રહ્યા છે. આ જ કારણ છે કે માત્ર 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 4 દિવસમાં જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હનુમાન ફિલ્મ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ગુંટુર કરમની સાથે મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ થઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી હનુમાન ગુંટુર કરમને રોજની કમાણીમાં ખૂબ પાછળ છોડી રહી છે. આ ટ્રેન્ડ પાંચમા દિવસની કમાણીથી શરૂ થયો હતો અને સાતમા દિવસે પણ ચાલુ રહ્યો છે.
ગુંટુર કરમ 200 કરોડની કમાણી કર્યા પછી પણ હનુમાનથી પાછળ : ગુંટુર કરમ અને હનુમાને 18 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર એક સપ્તાહ પૂર્ણ કર્યું હતું. એક અઠવાડિયામાં મહેશ બાબુની ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયા અને હનુમાન 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ગઈકાલે (7મા દિવસે), ગુંટુર કરમે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂપિયા 100 કરોડના આંકડાને સ્પર્શ કર્યો હતો, જ્યારે હવે હનુમાન ઘરેલુ કલેક્શનમાં રૂપિયા 100 કરોડના આંકડાથી દૂર છે.