નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પર પાકિસ્તાનના એક પત્રકારે સનસનાટીભર્યા આરોપ (nusrat mirza pak journo on hamid ansari ) લગાવ્યા છે. તેનું કહેવું છે કે, તેને ઘણી ગોપનીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. પાકિસ્તાની પત્રકારના આ દાવા અંગે ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને કોંગ્રેસ પાસેથી ખુલાસો માંગ્યો છે. હામિદ અંસારીએ (Hamid Ansari on pakistani journalist) આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
મારી વિરુદ્ધ જૂઠાણું: અંસારીએ કહ્યું, (information shared by hamid ansari) "મીડિયા અને ભાજપના સત્તાવાર પ્રવક્તા દ્વારા મારી વિરુદ્ધ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. જાણીતી હકીકત એ છે કે, ભારતના VP દ્વારા વિદેશી મહાનુભાવોને આમંત્રણો સામાન્ય રીતે વિદેશ મંત્રાલય દ્વારા સરકાર સાથે પરામર્શમાં હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, મેં 11મી ડિસેમ્બર 2010ના રોજ આતંકવાદ પરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સામાન્ય પ્રથાની જેમ આમંત્રિતોની યાદી આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવી હશે. મેં તેને (પાકિસ્તાની પત્રકાર)ને ક્યારેય આમંત્રણ આપ્યું નથી અને ન તો મળ્યા છે.
આ પણ વાંચો:સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજુર, કોર્ટ ગાદલું આપવા સહમત
પત્રકારે કહ્યું હતું કે તે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન પાંચ વખત ભારતની મુલાકાતે આવ્યો હતો અને અહીંથી એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ માહિતી પોતાના દેશની ગુપ્તચર સંસ્થા ISIને આપી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાની કથિત ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેણે અન્સારીના આમંત્રણ પર ભારતની મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. ભાટિયાએ કહ્યું હતું કે જો કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત તત્કાલિન ઉપાધ્યક્ષ, સત્તાધારી પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર મૌન રહે છે, તો તે તેમના આ "પાપો" ની કબૂલાત સમાન હશે.