ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UK Electoral Register Hack : હેકર્સ લાખો બ્રિટિશ મતદારોની માહિતી મેળવી શકે છે - ચૂંટણી પંચ - બ્રિટિશ મતદારોની માહિતી

યુકેમાં સાઈબર એટેક થયા બાદ ચૂંટણી પંચે આ અંગે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મોટાભાગની માહિતી પહેલાથી જ સાર્વજનિક ડોમેનમાં છે. 2014 અને 2022 ની વચ્ચે મતદાન કરવા માટે નોંધાયેલા લોકોના નામ અને સરનામાંનો ઉપયોગ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે થાય તેવી શક્યતા નથી.

UK Electoral Register Hack
UK Electoral Register Hack

By

Published : Aug 9, 2023, 8:31 PM IST

લંડન : યુકેના ચૂંટણી નિરીક્ષકે મંગળવારે જણાવ્યું હતું કે, ચૂંટણી રજિસ્ટરની એક્સેસ મળ્યા બાદ હેકર્સ પાસે લાખો બ્રિટિશ મતદારોની માહિતી હોઈ શકે છે. જોકે સુરક્ષા ભંગ થયાની જાણ થયાના લગભગ એક વર્ષ પછી તેઓએ આ નિવેદન આપ્યું હતું.

ચૂંટણી પંચે માફી માંગી : ચૂંટણી પંચે સુરક્ષા ભંગ બદલ માફી માંગી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મોટાભાગની માહિતી પહેલાથી જ સાર્વજનિક ડોમેનમાં છે. 2014 અને 2022 ની વચ્ચે મત આપવા માટે નોંધાયેલા લોકોના નામ અને સરનામાંનો ઉપયોગ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે પ્રતિકૂળ આરોપીઓ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા નથી.

શોન મેકનાલીનું નિવેદન : કમિશનના ચીફ એક્ઝિક્યુટિવ શોન મેકનાલીએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, યુકેની લોકશાહી પ્રક્રિયા નોંધપાત્ર રીતે વિખરાયેલી છે. તેના મુખ્ય પાસાઓ કાગળના દસ્તાવેજીકરણ અને ગણતરી પર આધારિત રહે છે. આનો અર્થ એ છે કે, પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે સાયબર અટેકનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ હશે.

જ્યારે કમિશન જાણે છે કે હેકર કઈ સિસ્ટમ જોઈ શકે છે. ત્યારે તે જાણતું નથી કે કઈ ફાઈલ એક્સેસ કરવામાં આવી હતી. સાયબર હુમલા બાદ કમિશનની માહિતી ટેકનોલોજી સુરક્ષામાં સુધારો કરવામાં આવ્યો છે.-- શોન મેકનાલી (કમિશનના ચીફ એક્ઝિક્યુટિવ)

સુરક્ષા ભંગ :કમિશને ગયા ઓક્ટોબરમાં સુરક્ષા ભંગ શોધ કર્યાના ત્રણ દિવસમાં માહિતી કમિશનરની ઓફિસને સુરક્ષા ભંગની જાણ કરી હતી. એક મીડિયા માધ્યમે કમિશનને ટાંકીને જણાવ્યું હતું કે, તેઓએ હુમલાની જાણ જનતાને તરત જ કરી ન હતી. કારણ કે, તેઓ હેકર્સની એક્સેસ તોડવાની, ભંગની મર્યાદા નક્કી કરવાની અને સુરક્ષા સુધારવા માટે ICO અને નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર સાથે કામ કરવાની જરૂર હતી.

40 મિલિયન લોકોની માહિતી : રાજકીય દાનની મંજૂરી છે કે કેમ તે ચકાસવા માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણી રજિસ્ટરની સંદર્ભ નકલોને હેક કરવામાં આવી છે. દરેક રજિસ્ટરમાં લગભગ 40 મિલિયન લોકોની માહિતી છે. હેકર્સ પાસે કમિશનની ઈમેલ સિસ્ટમ પણ હતી. માહિતી કમિશનરની ઓફિસે જણાવ્યું હતું કે, તેઓ હજુ પણ હેકની તપાસ કરી રહ્યા છે.

  1. Pakistan news: પાકિસ્તાનના બલુચિસ્તાનના પંજગુરમાં વિસ્ફોટમાં યુસી ચેરમેન સહિત 7ના મોત
  2. ZUCK MUSK Cage Fight: એલોન મસ્ક સામે ફાઈટ કરવા માટે માર્ક ઝકરબર્ગની તૈયારી, જાણો જુ-જિત્સુ અને કેજ ફાઈટ શું છે

ABOUT THE AUTHOR

...view details