ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આઝાદીના 75 વર્ષ 2 ભાઈઓનું થયું મિલન ને પછી થયું એવું....

1947માં ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી, પરંતુ તે (brothers met after 74 years at kartarpur) સમયે દેશની આઝાદીની સાથે જ દેશના ઘણા પરિવારોમાં એવા વિખવાદો હતા કે સમાધાન થતા 75 વર્ષ લાગ્યા હતા. મોહમ્મદ સાદિક અને હબીબનો પરિવાર તેનું ઉદાહરણ છે. શ્રી કરતારપુર સાહિબમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે છૂટા પડી ગયેલા બે ભાઈઓ હબીબ અને સાદિક ખાનની મુલાકાત ખૂબ જ ભાવુક હતી.

આઝાદીના 75 વર્ષ 2 ભાઈઓનું થયું મિલન ને પછી થયું એવું....
આઝાદીના 75 વર્ષ 2 ભાઈઓનું થયું મિલન ને પછી થયું એવું....

By

Published : May 26, 2022, 9:29 AM IST

અમૃતસરઃભારતને 1947માં અંગ્રેજોથી આઝાદી મળી હતી, પરંતુ તે સમયે (brothers met after 74 years at kartarpur) દેશની આઝાદીની સાથે જ દેશના ઘણા પરિવારોમાં એવી અલગતા આવી ગઈ હતી કે, સમાધાન થતા 75 વર્ષ લાગ્યા હતા. મોહમ્મદ સાદિક અને હબીબનો પરિવાર તેનું ઉદાહરણ છે. શ્રી કરતારપુર સાહિબમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે છૂટા પડી ગયેલા બે ભાઈઓ હબીબ અને સાદિક ખાનની મુલાકાત (kartarpur corridor brothers met) ખૂબ જ ભાવુક હતી.

આઝાદીના 75 વર્ષ પછી મળ્યા બે ભાઈ અને...

પાકિસ્તાન એમ્બેસીનો સંપર્ક: બંને ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા ત્યારે તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. હબીબ ઉર્ફે સિક્કા ખાન તેના ભાઈને મળવા પાકિસ્તાન ગયો હતો. મંગળવારે બંને ભાઈઓ ઈન્ટરનેશનલ અટારી બોર્ડર થઈને ભારત પહોંચ્યા હતા. હબીબે સાદિક સાથે તેના ફૈસલાબાદના ઘરે ઘણા દિવસો વિતાવ્યા. સાદીકે હબીબને પાકિસ્તાન લાવવા માટે પાકિસ્તાન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો:8 વર્ષની ઉંમરે 25 ભાષા સીખી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

હબીબને પાકિસ્તાન મોકલવા વિનંતી: પાકિસ્તાને ઈન્ડિયન એમ્બેસીને હબીબને પાકિસ્તાન મોકલવા વિનંતી કરી હતી. ભારત સરકારે માનવતાના આધારે હબીબને તેના ભાઈને મળવા પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપી હતી. મંગળવારે અટારી બોર્ડર પહોંચેલા સાદીકે કહ્યું કે, હવે પરિવારમાં કોઈ વડીલ નથી. ભાઈ, દિલ ખોલીને નવી-જૂની વાતો કરી. તે બે મહિનાના વિઝા પર ભારત આવ્યો છે. અત્યારે ભાઈ સાથે અહીં જ રહેશે, પછી ભાઈને ત્યાં લઈ જવો છે, હવે તેઓ ક્યારેય એકબીજાથી અલગ નહીં થાય.

આ પણ વાંચો:વિધાનસભામાં શાસક-વિપક્ષ બાખડ્યા, અખિલેશે કહ્યું,આ બનાવવા તમે તમારા પિતા પાસેથી પૈસા લાવો છો?

બાકીનું જીવન ભાઈ સાથે વિતાવવા માંગુ છુંઃ ખરેખર, 10 જાન્યુઆરીએ હબીબ અને સાદિક મળ્યા હતા, જેઓ પાકિસ્તાનમાં ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા ગયા હતા. એકબીજાને મળીને બંને ભાઈઓ ખૂબ રડ્યા. સાદિક પાકિસ્તાનના ફૈસલાબાદનો વતની છે અને હબીબ પંજાબના બથિદા જિલ્લાનો રહેવાસી છે. હબીબે કહ્યું કે મોટા ભાઈ સાદિક ભાગલા પછીના રમખાણોમાં ખોવાઈ ગયા હતા. ઘણી શોધખોળ કરી, પણ ન મળી. આજે આપણે સાથે છીએ. સાદીકે કહ્યું કે તે બાકીનું જીવન તેના ભાઈ સાથે વિતાવવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details