વારાણસી: જ્ઞાનવાપી સંકુલમાં મા શ્રૃંગાર ગૌરીની દરરોજ પૂજા કરવાની અને અન્ય દેવતાઓની જાળવણી કરવા માટે દાખલ કરવામાં આવેલા કેસ (Gyanvapi Masjid Case)ની સુનાવણી આજે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વાસની કોર્ટમાં સુનાવણી (Gyanvapi Masjid Case Hearing)હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આવતીકાલ સુધી ચુકાદો અનામત રાખ્યો છે. દાવાની જાળવણી પર પ્રથમ સુનાવણી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં સિવિલ પ્રોસિજર (CPC)ના ઓર્ડર 7 નિયમ 11 હેઠળ યોજાઈ હતી. કોર્ટે વાદી-પ્રતિવાદી બંને પક્ષોને સાંભળ્યા હતા.
આ પણ વાંચો-આ રીતે 353 વર્ષ પહેલા શરુ થયો જ્ઞાનવાપી વિવાદ, રાજા હરિશ્ચંદ્રએ કરાવ્યું હતું નિર્માણ