વારાણસી:જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદમાં (Gyanvapi Masjid Case) જિલ્લા કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, કોર્ટે કમિશ્નરની બદલીની અરજીને કારી કાઢી છે. કોર્ટે બે મુદ્દા પર નિર્ણય કરવાનો છે. કોર્ટે કમિશ્નરને હટાવવાની મુસ્લિમ પક્ષની માંગને ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા કોર્ટ કમિશ્નરની સાથે બે નવા વકીલોનો પણ ઉમેરો કર્યો છે. કોર્ટે સમગ્ર મસ્જિદ સંકુલનો સર્વે કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી મસ્જિદના કમિશનની કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સર્વે ચાલુ રહેશે. 17 મે પહેલા અહીં ફરીથી સર્વે હાથ ધરવામાં આવશે.
કોર્ટ કમિશન્રને હટાવવામાં આવશે નહીં :કોર્ટે મુસ્લિમ પક્ષકારોને ઝાટકો આપ્યો અને આદેશ આપ્યો કે, કોર્ટ કમિશ્નરને હટાવવામાંં આવશે નહીં. એટલું જ નહીં, મસ્જિદમાં સર્વેની કામગીરી 17 મે પહેલા પૂર્ણ કરવામાં આવશે. 56(c)ના આધારે મુસ્લિમ પક્ષકારોએ કોર્ટ કમિશ્નરને બદલવાની માંગ કરી હતી, જેને સિવિલ જજે ફગાવી દીધી હતી. મુસ્લિમ પક્ષે 61(c)ના આધારે મસ્જિદની અંદરના સર્વેનો વિરોધ કર્યો હતો.
કોર્ટ ખાલી કરાવવામાં આવી :ચુકાદા પહેલા કોર્ટ ખાલી કરી દેવામાં આવી છે. પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હિંદુ-મુસ્લિમ પક્ષના વકીલો કોર્ટમાં હાજર :જ્ઞાનવાપી મસ્જિદ પર કોર્ટ થોડીવારમાં પોતાનો ચુકાદો સંભળાવશે. આ દરમિયાન કોર્ટ સંકુલની સુરક્ષા સઘન કરવામાં આવી છે. હિંદુ અને મુસ્લિમ એમ બન્ને પક્ષના વકીલો કોર્ટમાં હાજર છે. આ દરમિયાન કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ રવિ કુમાર દિવાકરે પોતાનો આદેશ ટાઈપ કરી લીધો છે.
કોર્ટે નિર્ણય અનામત રાખ્યો :જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદમાં જિલ્લા કોર્ટે ત્રણ દિવસની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો આપશે. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ભોંયરામાં વીડિયોગ્રાફી થશે? સર્વે માટે નિયુક્ત કરાયેલા કોર્ટ કમિશ્નરની બદલી થશે કે નહીં? આ બધા પર કોર્ટનો નિર્ણય આવશે. કોર્ટમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પહેલા કોર્ટનો નિર્ણય 12 વાગ્યા સુધીમાં આવવાનો હતો, પરંતુ હવે નિર્ણય લંચ પછી આવશે. ન્યાયાધીશ હવે ચુકાદો લખી રહ્યા છે.
જસ્ટિસ રવિ કુમાર દિવાકર ચુકાદો સંભળાવશે :શ્રૃંગાર ગૌરી અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચેના પરિસરના ભોંયરામાં સર્વે અને વિડિયોગ્રાફી કરવા માટે સિવિલ જજ (સિનિયર ડિવિઝન)ની કોર્ટમાં બુધવારે ત્રીજા દિવસે સુનાવણી પૂર્ણ થઈ હતી. કોર્ટે 12મી મેના રોજ એટલે કે આજ માટે ચુકાદો અનામત રાખ્યો હતો. સિવિલ જજ રવિ કુમાર દિવાકરની કોર્ટના આદેશથી જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે માટે નિયુક્ત કરાયેલા કોર્ટ કમિશ્નર અજય કુમાર મિશ્રાને બદલવાની અંજુમન પ્રજાતનિયા મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સંબંધિત કોર્ટથી લઈને સમગ્ર સંકુલમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
કમિશ્નરને બદલવાની માંગ : અગાઉ બે કલાક સુધી ચાલેલી સુનાવણીમાં એડવોકેટ સુધીર ત્રિપાઠીએ કોર્ટ કમિશ્નરની બદલી સામે વાંધો ઉઠાવીને જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પણ સર્વે અને વીડિયોગ્રાફી થવી જોઈએ તેવો આગ્રહ કર્યો હતો. આ માટે તેમણે ભૂતકાળમાં પણ અપીલ કરી હતી, જેના સંદર્ભમાં સર્વે પંચનો આદેશ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે મસ્જિદના ભોંયરાના સર્વે અને વિડિયોગ્રાફીથી જ ખબર પડશે કે અંદર મસ્જિદ છે કે મંદિર અને શણગાર ગૌરી સિવાય અન્ય દેવી-દેવતાઓ છે કે કેમ. આવી સ્થિતિમાં, કોર્ટે વહીવટીતંત્રને આદેશ આપવો જોઈએ કે સર્વે પંચને ભોંયરામાં પહોંચવામાં મદદ કરે.