વારાણસી :જ્ઞાનવાપી કેસમાં (Gnanavapi Masjid Case) આજે ફરી સુનાવણી થઈ (Gyanvapi Case Today Hearing) શકે છે. આજે શિવલિંગની કાર્બન ડેટિંગ પર નિર્ણય આવી શકે છે. જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે દરમિયાન જાણવા મળેલી પહોળાઈ, લંબાઈ, ઊંડાઈ અને આસપાસના વિસ્તારની તપાસ કાર્બન ડેટિંગ અથવા આધુનિક રીતે કરવામાં આવશે કે કેમ તે અંગે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશ શુક્રવારે ચુકાદો સંભળાવી શકે છે.
જ્ઞાનવાપી કેસની આજે ફરી સુનાવણી થશે :વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ શૃંગાર ગૌરી કેસમાં (Varanasi Gnanavapi Masjid Case) આજે મહત્વનો નિર્ણય આવી શકે છે. આ ઉપરાંત આજે શ્રૃંગાર ગૌરીની (Gyanvapi Case Hearing) નિયમિત મુલાકાત અને જ્ઞાનવાપીમાં અન્ય દેવી-દેવતાઓની સુરક્ષા માટેની અરજી પર પણ કોર્ટ આજે સુનાવણી કરે તેવી શક્યતા છે. શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કોમ્પ્લેક્સ કેસમાં પાંચ મહિલા વકીલોમાંની એક રાખી સિંહે કહ્યું હતું કે, શિવલિંગની કાર્બન ડેટિંગ એ ધર્મ વિરોધી કૃત્ય છે અને તમામ સનાતનીઓ (હિંદુ)ની ભાવનાઓ અને માન્યતાઓની મજાક ઉડાવે છે.