વારાણસી : જ્ઞાનવાપી શૃંગાર ગૌરી કેસમાં ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) સંકુલનો સર્વે ચાલી રહ્યો છે. કેમ્પસના ઘણા ભાગોનું સર્વેક્ષણ કરવાનું બાકી છે. જ્યારે સર્વે માટે આપવામાં આવેલ સમય પુરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં ASIએ આઠ સપ્તાહનો વધારાનો સમય માંગ્યો હતો. કોર્ટે તેની સંમતિ આપી દીધી છે. સર્વેની પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે.
મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવ્યો :મંગળવારે જિલ્લા ન્યાયાધીશ કોર્ટમાં સર્વે માટે સમય વધારવાની માગણી કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ પહેલા મુસ્લિમ પક્ષે કોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો અને સર્વેની મુદત ન વધારવાની અપીલ કરી હતી. મુસ્લિમ પક્ષે આક્ષેપ કર્યો હતો કે, એએસઆઈનો સર્વે માત્ર હાલના માળખા અને અન્ય બાબતોની તપાસ માટે છે, પરંતુ પરવાનગી વિના ખોદકામ કરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. કાટમાળ પણ હટાવવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી.
અન્ય અરજીઓ પર પણ સુનાવણી હાથ ધરાશે : કોર્ટે સુનાવણી માટે 8મી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. આ અંગેની સુનાવણી આજે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે એએસઆઈને સર્વે માટે આઠ સપ્તાહનો વધારાનો સમય આપવાની મંજૂરી આપી છે. આ સિવાય એક વધારાના કેસની પણ આજે સુનાવણી થવાની છે. આમાં રાખી સિંહની અરજી પર સુનાવણી થવાની છે. જેમાં સર્વે દરમિયાન મળેલી વસ્તુઓની જાળવણી અને સુરક્ષા માટે મુસ્લિમ પક્ષના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.
સર્વેની સમયમર્યાદા 2 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ : વારાણસી કોર્ટ દ્વારા 21 જુલાઈના રોજ સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ 24મી જુલાઈના રોજ સવારે 7:00 કલાકે સર્વે શરૂ કર્યા બાદ બપોરે 12:00 વાગ્યા સુધી સર્વે ચાલ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલાની પ્રયાગરાજ હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને 3 ઓગસ્ટે કોર્ટે સર્વે ચાલુ રાખવાનો આદેશ આપ્યો. સર્વે 4 ઓગસ્ટથી શરૂ થયો હતો અને કોર્ટ પાસે 3 થી 4 અઠવાડિયાનો વધારાનો સમય માંગ્યો હતો. રિપોર્ટ દાખલ કરવાનો આદેશ પ્રથમ કોર્ટે 4 ઓગસ્ટે જ આપ્યો હતો. 2 સપ્ટેમ્બરે ચાર સપ્તાહનો સમય પૂર્ણ થયો છે. આ પછી કોર્ટે સમય વધારવાની માંગ કરતા 8 અઠવાડિયાનો વધારાનો સમય માંગ્યો હતો.
- Gyanvapi ASI Survey : જ્ઞાનવાપી કેમ્પસમાં સતત 33 દિવસથી સર્વે ચાલું, જાણો પ્રોગ્રેસ રિપોર્ટ...
- Gyanvapi Shringar Gauri Case: જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેની કાર્યવાહી મંગળવારે પણ યથાવત