જલપાઈગુડી (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ અકસ્માતમાં (Bikaner-Guwahati Express accident in West Bengal) અત્યાર સુધીમાં 9 લોકોના મોત (9 killed in train accident) થયા છે અને 45 થી વધુ લોકો ઘાયલ થયા છે.
PM મોદીએ મમતા બેનર્જી સાથે વાત કરી
વડાપ્રધાન નરેેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સાથે વાત (PM Narendra Modi spoke to Mamata Banerjee) કરી અને જલપાઈગુડી દુર્ઘટાના વિશે પૂછપરછ કરી. રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો (Railways announced helpline number) છે. 9 મુસાફરોના મોત થયા છે. સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર 45થી વધુ લોકો ઘાયલ થયાની આશંકા છે.
બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આમાંથી કેટલાક તો પલટી પણ ગયા હતા. ઘાયલોમાં 7 લોકોને NBMCH, 7 લોકોને મેનાગરી RH અને 28 લોકોને જલપાઈગુડી SSH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલ્વે પ્રધાન વૈષ્ણવ પોતે ઘટનાસ્થળે જઈ રહ્યા છે. રેલ્વે મંત્રાલયે વળતરની જાહેરાત કરી છે .
દુર્ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા
જલપાઈગુડી ટ્રેન દુર્ઘટના અંગે ન્યૂઝ એજન્સી PTIએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે. ઘાયલોની સંખ્યા અંગે અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી.
PM મોદીએ ટ્વીટ કર્યું
વડાપ્રધાન નરેેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, તેમણે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને અકસ્માત અંગે સંપૂર્ણ માહિતી મેળવી છે. તેમની સંવેદના પીડિત પરિવારો સાથે છે.
મમતા બેનર્જીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઘાયલોને વહેલી તકે સારવાર મળે. રાજ્યના મુખ્યાલયથી સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
રાજનાથ સિંહે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઉત્તર બંગાળ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત હૃદયદ્રાવક છે. તેમની સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. રક્ષા પ્રધાને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
જલપાઈગુડીમાં રાહત અને બચાવ કાર્યની દેખરેખ