હૈદરાબાદઃગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ(Guwahati Bikaner Express derailed) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ(Guwahati Bikaner Express Domohani West Bengal) 15633ના 4-5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
Guwahati-Bikaner Express derailed રેલવે વિભાગે જાહેર કરી સહાય
જો કે રેલવે વિભાગે આ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયા જ્યારે સામાન્ય ઇજાગ્રસ્તોને 25,000 રુપિયાની સહાય જાહેર કરી છે.
ખરાબ વાતાવરણના કારણે સર્જાઇ ઘટના
દોમોહાની રેલની ઘટના આજે સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. દુર્ઘટના બાદના સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે દોમોહાનીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ખરાબ વાતાવરણના કારણે આ ઘટના બની છે તેવું જાણવા મળી રહ્યું છે.