- ગુરુગ્રામમાં બે બાળકો સહિત 5 લોકોની ક્રૂર હત્યા
- હત્યારાએ સરેન્ડર કર્યું
- પોલીસે તપાસ શરૂ કરી
ગુરુગ્રામ: રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે એક વ્યક્તિએ 5 લોકની હત્યા કરી દીધી હતી.શખ્સે તેની પુત્રવધૂ અને ભાડૂતો સહિત કુલ પાંચ લોકોની હત્યા કરી હતી. આરોપીએ તેના ભાડૂત પરિવારના ચાર સભ્યોની હત્યા કરી હતી. તેણે પોતાની પુત્રવધૂને પણ મોતને ઘાટ ઉતારી દીધો.ઘટનાને અંજામ આપ્યા બાદ વ્યક્તિ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, મૃતકોમાં બે બાળકો પણ છે.
અનૈતિક સંબંધના શકમાં હત્યા
ગુરુગ્રામના એક મકાનમાલિકને (Land Lord) શંકા હતી કે તેની પુત્રવધૂ અને ભાડૂત વચ્ચે અનૈતિક સંબંધ છે, જે પછી મકાનમાલિકે તેની પુત્રવધુ અને ભાડૂતની હત્યા કરી દીધી હતી. મકાન માલિકે અનૈતિક સંબંધોની શંકામાં તેની પુત્રવધૂ, ભાડૂત, ભાડૂતની પત્ની અને તેના બે બાળકોની ક્રૂર હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ, મકાન માલિકે પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર ઘટના વિશે માહીતી આપી હતી.