ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horrible Accident: ગુરુગ્રામમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈવ, બેકાબૂ ઓઈલ ટેન્કરે બે વાહનોને લીધા અડફેટે, 4ના કરુણ મૃત્યુ - કાર સળગી ઉઠી

દિલ્હી-જયપુર હાઈવે પર ગુરુગ્રામમાં અતિ ઝડપી અને બેકાબૂ ટેન્કરે બે વાહનોને અડફેટે લીધા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 નાગરિકોના મૃત્યુ થયા છે. વાંચો ગમખ્વાર અકસ્માત વિશે વિગતવાર

ગુરુગ્રામમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈવ
ગુરુગ્રામમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈવ

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 4:27 PM IST

ગુરુગ્રામઃ દિલ્હી-જયપુર હાઈવે પર ગુરુગ્રામ ખાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક અતિ ઝડપે ચાલતું ઓઈલ ટેન્કર બેકાબૂ બની ગયું હતું. આ બેકાબૂ ટેન્કરે બે વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક કાર અને પિકઅપ વાનનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 4 નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

બેકાબૂ ઓઈલ ટેન્કરઃ પોલીસ અધિકારી અનુસાર જયપુરથી આવી રહેલ ટેન્કર બેકાબૂ થયું હતું. આ ટેન્કર ડિવાઈડર કુદાવીને સામેથી આવતી કાર સાથે અને પિકઅપ વાનને ટકરાયું હતું. ટેન્કરની ટક્કર એટલી ભયાનક હતી કે કાર સળગી ઉઠી હતી. કારમાં રહેલા સીએનજી સીલિન્ડરને પરિણામે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના જવાનો આવી પહોંચ્યા હતા. જો કે ફાયર ડિપાર્ટમેન્ટ કારમાં સવાર 3 મુસાફરોને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ડ્રાઈવર ફરારઃ ઓઈલ ટેન્કર કારને ટક્કર માર્યા બાદ એક પિકઅપ વાન સાથે અથડાયું હતું. આ પિકઅપ વાનનો ડ્રાયવર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ગમખ્વાર અકસ્માત બાદ ઓઈલ ટેન્કરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ આ ફરાર ડ્રાઈવરને શોધી રહી છે.

અકસ્માતોની વણઝારઃ ઉલ્લેખનીય છે કે દિલ્હી જયપુર હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે. જેમાં બુધવારે રાત્રે પણ આ સ્થળે મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 મુસાફરોના મૃત્યુ થયા હતા. જેમાં એક મહિલા અને 5 વર્ષની છોકરી મૃત્યુ પામ્યા હતા. આ બંનેના મૃત્યુ પણ વાહનમાં આગ લાગવાને પરિણામે થયા હતા.

  1. Bhavnagar News: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, એકનું કરૂણ મૃત્યુ
  2. Jamnagar News : કાલાવાડ હાઈવે પર ઈકો અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ધર્મગુરૂનું મૃત્યુ થતા સમગ્ર પંથક શોકગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details