ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે ગુરુ પ્રદોષ વ્રત, આ મૂહુર્તમાં કરો શિવ પૂજા, જાણો આ વ્રતનું મહત્વ

મહા મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત (guru pradosh vrat 2023) 02 ફેબ્રુઆરી, ગુરુવારે છે. આ ગુરુ પ્રદોષ વ્રત છે. ગુરુ પ્રદોષ વ્રતનું પાલન કરીને અને શિવની ઉપાસના કરીને ઈન્દ્રએ અસુરો પર વિજય મેળવ્યો હતો. (guru pradosh vrat katha) જે લોકો પોતાના શત્રુઓ પર જીત મેળવવા માંગતા હોય તેમણે (Significance of Guru Pradosh Vrat) ગુરુ પ્રદોષ વ્રતનું પાલન કરવું જોઈએ.

આજે ગુરુ પ્રદોષ વ્રત, આ મૂહુર્તમાં કરો શિવ પૂજા, જાણો આ વ્રતનું મહત્વ
આજે ગુરુ પ્રદોષ વ્રત, આ મૂહુર્તમાં કરો શિવ પૂજા, જાણો આ વ્રતનું મહત્વ

By

Published : Feb 2, 2023, 10:31 AM IST

અમદાવાદ:મહા મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત (Pradosh Vrat) ખૂબ જ મહત્વનુ વ્રત છે. આ વર્ષે પ્રદોષ વ્રત 02 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે છે. આ ગુરુ પ્રદોષ વ્રત (Guru Pradosh Vrat) છે. આ દિવસે ઉપવાસની સાથે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વખતે ગુરુ પ્રદોષની પૂજા માટે અમૃત-સર્વોત્તમ મુહૂર્ત બન્યુ છે. ગુરુ પ્રદોષનું વ્રત રાખીને અને શિવ (Loard Shiva) ની ઉપાસના કરીને ઈન્દ્રએ અસુરો પર વિજય મેળવ્યો હતો. જે લોકો પોતાના શત્રુઓ પર જીત મેળવવા માંગતા હોય તેમણે ગુરુ પ્રદોષ વ્રત કરવું જોઈએ. આ દિવસે શિવ મંત્રોનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગુરુ પ્રદોષ વ્રત 2023 પૂજા મૂહુર્ત:02 ફેબ્રુઆરીના રોજ પ્રદોષ વ્રતની પૂજા માટેનો શુભ સમય સાંજે 06 કલાક 01 મિનિટ થી રાત્રે 08 કલાક 38 મિનિટ સુધીનો છે. આ સમયે અમૃત-શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 06 કલાક 01 મિનિટ થી સાંજે 07 કલાક 39 મિનિટ સુધીનો છે. આ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ પણ વાંચો: Daily Horoscope: આજે આ રાશિના લોકો માટે ખૂબ આનંદથી પસાર થશે દિવસ

ગુરુ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે રવિ યોગ અને સર્વાર્થ સિધ્ધિ યોગ:પ્રદોષ ત્રયોદશીની તિથીમાં રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ 03 ફેબ્રુઆરીએ સવારે 06 કલાક 18 મિનિટથી 07 કલાક 08 મિનિટ સુધી છે. એ જ રીતે રવિ યોગ પણ એક જ સમયે 06 કલાક 18 મિનિટથી 07 કાલક 08 મિનિટ સુધી છે.

રુદ્રાભિષેક માટે છે શુભ દિવસ:02 ફેબ્રુઆરીએ ગુરુ પ્રદોષ વ્રતનો દિવસ રૂદ્રાભિષેક માટે પણ શુભ છે. આ દિવસે સવારથી કૈલાસ પર શિવવાસ છે, જે સાંજના 4 કલાક 26 મિનિટ સુધી ચાલે છે. ત્યાર બાદ નંદી ઉપર શિવવાસ થશે. રુદ્રાભિષેક માટે કૈલાસ અને નંદી પરના શિવવાસ શુભ માનવામાં આવે છે.

ગુરુ પ્રદોષ વ્રતનુ મહત્વ:પૌરાણિક કથા અનુસાર, દેવતાઓ વૃતાસુરના આતંકથી પરેશાન હતા. તે શિવનો ભક્ત હતો. તેને હરાવવા માટે દેવરાજ ઈન્દ્રએ ગુરુ પ્રદોષ વ્રત રાખ્યું સાથે જ નિયમો અને વિધિ વિધાન અનુસાર ભગવાન શિવની પૂજા કરી. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઈન્દ્રને શત્રુ પર વિજયનું વરદાન આપ્યું. આ પછી ઈન્દ્રએ વૃતાસુરને હરાવીને સ્વર્ગમાં શાંતિ સ્થાપી. આ કારણથી શત્રુઓ પર વિજય મેળવવા માટે ગુરુ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details