ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Cyclone Biporjoy Update: રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, હવામાન વિભાગે આપી માહિતી - Meteorological department forecast

2021માં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત તૌકતેએ વિનાશ સર્જ્યો હતો. બે વર્ષ બાદ રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ગુજરાતમાં 9 થી 12 જૂન દરમિયાન વાવાઝોડાનો ખતરો રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Biporjoy Update : હવામાન વિભાગે આપી "બિપરજોય"ની માહિતી,જુઓ આ ખાસ અહેવાલ
Cyclone Biporjoy Update : હવામાન વિભાગે આપી "બિપરજોય"ની માહિતી,જુઓ આ ખાસ અહેવાલ

By

Published : Jun 7, 2023, 12:52 PM IST

Updated : Jun 7, 2023, 1:54 PM IST

અમદાવાદ:આબોહવા પરિવર્તનને કારણે દર વર્ષે ઘણા ચક્રવાત પૃથ્વીના જીવન ચક્રને અસર કરે છે. મનુષ્ય સહિત વૃક્ષો, પ્રાણીઓ અને અન્ય જીવોને મોટું નુકસાન વેઠવું પડે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતની મોસમ પરાકાષ્ઠા પર છે. સામાન્ય રીતે ચક્રવાત એપ્રિલથી ડિસેમ્બર મહિનાની વચ્ચે હોય છે. જ્યારે મેથી નવેમ્બર મહિનામાં તે ચરમસીમાએ હોય છે. અગાઉ મે 2021 માં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત તૌકતેએ રાજ્યમાં ભારે વિનાશ સર્જ્યો હતો. બે વર્ષ બાદ રાજ્યમાં વધુ એક તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે.

"બિપરજોય" ત્રાટકશે ? : ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે પલટો જોવા મળી રહ્યો છે. જૂનના પ્રથમ દસ દિવસમાં ગુજરાત પર એક સાથે બે ચક્રવાત ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાત તરફ બિપરજોય વાવાઝોડું આવી રહ્યું છે. હવામાનની આગાહી કરતી એજન્સીઓ મુજબ 5 થી 7 જૂન આસપાસ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાત પરિભ્રમણ વિકસિત થવાનું છે.

હવામાન વિભાગની આગાહી:8 જૂનથી 10 જૂન સુધી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે જ્યારે ગુજરાતમાં 9 થી 12 જૂન દરમિયાન ખતરો રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 65 થી 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉપરાંત આગામી પાંચ દિવસમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસારચોમાસું 4 જૂને ભારતમાં પ્રવેશવાનું હતું. ત્યારે ગઈકાલથી રાજ્યમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બફારો વધશે:અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. પરિણામે તાપમાન નીચું હોવા છતાં અસહ્ય ભેજનો અહેસાસ થઈ રહ્યો છે. વધતા તાપમાનના કારણે લોકો પરસેવો વળી રહ્યા છે. હજુ આગામી પાંચ દિવસ સુધી બફારામાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

  1. Gujarat Weather : ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ
  2. Gujarat Weather: કમોસમી વરસાદનું કારણ મળ્યું, 45 દિવસના માવઠાએ મૌસમની સાયકલ ખોરવી
Last Updated : Jun 7, 2023, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details