કોરોનાના નવા પોઝિટિવ કેસ મામલે દેશમાં ગુજરાત 7 મા સ્થાને - New cases of corona in Maharashtra
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર નવા કોરોનાના કેસ મામલે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને, છત્તસગઢ બિજા સ્થાને છે, જ્યારે ગુજરાત 7 મા સ્થાને છે.
કોરોનાના નવા પોઝિટિવ કેસ મામલે દેશમાં ગુજરાત 7 મા સ્થાને
By
Published : Apr 1, 2021, 3:47 PM IST
|
Updated : Apr 1, 2021, 4:19 PM IST
દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
દેશમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ મામલે ગુજરાત 7 મા સ્થાને
પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જ્યારે બીજા સ્થાને છત્તીસગઢ
હૈદરાબાદઃ દેશમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં બુધવારે કોરોનાના 2360 કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધું 39,544 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છત્તીસગઢમાં પણ કોરોનાના રેકોર્ડબ્રેક 4,563 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં સૌથી વધું કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
કોરોનાના નવા કેસમાંથી 84.61 ટકા કેસ ફક્ત 8 રાજ્યોમાંથી સામે આવ્યાં
આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકની દેશમાં જેટલા કોરોનાના કેસ સામે આવ્યાં છે, તેમાંથી 84.61 ટકા કેસ તો ફક્ત 8 રાજ્યોમાંથી સામે આવ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મામલે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર, બીજા સ્થાને છત્તિસગઢ અને ત્રીજા સ્થાને કર્ણાટક છે. જ્યારે ગુજરાત 8 માં સ્થાને છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 459 લોકોના મોત થયા છે. કોરોનાથી મોત મામલે પણ મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યારે પંજાબ બીજા અને છત્તીસગઢ ત્રીજા સ્થાને છે.
રાજ્ય
કોરોના નવા કેસ
મોત
મહારાષ્ટ્ર
39,544
227
છત્તીસગઢ
4,563
28
કર્નાટક
4,225
26
પંજાબ
2,944
55
કેરલ
2,653
15
તમિલનાડુ
2,579
19
ગુજરાત
2,360
09
મધ્યપ્રદેશ
2,332
09
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો
ગુજરાતમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે, જેને લઈ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યૂની અવધી પણ વધારવામાં આવી છે. ત્યારે છત્તીસગઢમાં પણ જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈ છત્તીસગઢના કેટલાય જિલ્લામાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. દેશમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. કોરોના રસીકરણના નવા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢમાં 31 માર્ચ સુધીમાં 18 લાખ 62 હજાર 119 લોકોને કોરોના રસી લગાવવામાં આવી છે.