ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નકલી રેમડેસીવીર કેસની તપાસ કરવા માટે ગુજરાત પોલીસ પહોંચી જબલપુર - Black market of Remdesivir

ગુજરાત પોલીસની ટીમ બુધવારના રોજ ઓમતી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે. જ્યાં ગુજરાત પોલીસ નકલી રેમડેસીવીર કેસની તપાસ અને વિગતો મેળવી રહી છે. આ પહેલા મંગળવારની રાત્રે સિટી હોસ્પિટલના સંચાલક સરબજીત સિંહ મોખાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર NSA હેઠળ ગુનો નોંધ્યો હતો.

નકલી રેમડેસીવીર કેસ
નકલી રેમડેસીવીર કેસ

By

Published : May 12, 2021, 4:55 PM IST

  • નકલી રેમડેસીવીર કેસની તપાસ કરવા માટે ગુજરાત પોલીસ પહોંચી જબલપુર
  • સરબજીત સિંહ મોખા અને દેવેશ ચૌરસિયાની ધરપકડ
  • પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

મધ્ય પ્રદેશ : નકલી રેમડેસીવીર ઇન્જેક્શન મામલે ઇન્દોર અને જબલપુરમાં ગુજરાત પોલીસે ધામા નાંખ્યા છે. 10 સભ્યોની ટીમ બુધવારના રોજ જબલપુરના ઓમતી પોલીસ સ્ટેશન પર પહોંચી હતી. આ ટીમ દ્વારા જબલપુર પોલીસ પાસેથી જાણકારી મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો -મોરબી પોલીસે નકલી રેમડેસીવીર વેચતાં 6ની કરી ધરપકડ

સિટી હોસ્પિટલના સંચાલક સહિત 3 લોકોની કરાઇ ધરપકડ

નકલી રેમડેસીવીર ઇન્જેક્શન ગુજરાતથી લાવીને મધ્ય પ્રદેશમાં મોકલવા મામલે મુખ્ય આરોપી સપન જૈનની થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસે જબલપુરના આધારતાલથી ધરપકડ કરી હતી, જ્યારે મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા સરબજીત સિંહ મોખા અને દેવેશ ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -મોરબીમાં 58 લાખની કિંમતના નકલી રેમડેસીવીર ઇન્જેકશનના જથ્થા પર ગુજરાત પોલીસનો પંજો

પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

સરબજીત સિંહ મોખા અને દેવેશ ચૌરસિયાની ધરપકડ કર્યા બાદ, હવે તેમની પૂછપરછ કરવા માટે મોરબી જિલ્લા પોલીસ જબલપુર પહોંચી હતી. નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કેસમાં પોલીસ બન્ને આરોપીના રિમાન્ડ મેળવી શકે છે. હાલ ગુજરાત પોલીસની ટીમે જબલપુરમાં ઘામા નાંખ્યા છે અને આ કેસની વિગતો એકઠી કરી રહી છે. આ સાથે કોર્ટ પાસે પોલીસે આ આરોપીઓના રિમાન્ડ મેળવવા અરજી કરી છે.

આ પણ વાંચો -58 લાખનો નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો

સ્પેશિયલ ટીમની મદદ કરવાનો SP સિદ્ધાર્થ બહુગુણાએ ભરોસો આપ્યો

જબલપુર પહોંચીને પાલીસની સ્પેશિયલ ટીમની મદદ કરવાનો SP સિદ્ધાર્થ બહુગુણાએ ભરોસો આપ્યો છે. SPએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ ગુજરાત પોલીસ જબલપુર આવી છે, તેમને જે પણ મદદની જરૂર હશે, એ તમામ મદદ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ઇનપુટના એક્સચેન્જની જરૂર પડશે તો એ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો -કડીના મેડિકલ સંચાલક યુસુફે મોરબીથી 700 નકલી રેમડેસીવીર ખરીદ્યા

સરબજીતસિંહ મોખા અને દેવેશ ચૌરસિયાને જેલ હવાલે કર્યા

નકલી રેમેડેવીસીર ઈન્જેક્શન કેસમાં જબલપુર સિટી હોસ્પિટલના સંચાલકો સરબજીતસિંહ મોખા અને દેવેશ ચૌરસિયા સામે કાર્યવાહી કરવા માટે રસુકા(રાષ્ટ્રીય સુરક્ષા કાનુન) અંતર્ગત જેલ મોકલવામાં આવ્યો છે. જબલપુરમાં પોલીસ વહીવટી તંત્રની આ કાર્યવાહીને કારણે ખળભળાટ મચ્યો છે.

જબલપુરમાં ઇન્જેક્શનના બે કાર્ટૂન લગાવાયા હતા

પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કેટલાક મહત્ત્વના ઘટસ્ફોટ થયા છે. જેમાં 23 અને 28 એપ્રિલના રોજ ઈન્દોરથી રેમડેસીવીર ઈન્જેક્શનનાં બે કાર્ટૂન બસ મારફતે જબલપુર લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સર્બજિતસિંહ મોખાના જણાવ્યા મુજબ, દેવેશ ચૌરસિયા આ કાર્ટૂન લેવા ગયા હતા. કાર્ટૂન લીધા બાદ દેવેશ ચૌરસિયા સિટી હોસ્પિટલ લાવ્યો અને સરબજીતસિંહ મો ખાની ઓફિસમાં મૂકી દીધા હતા. સપન જૈને આ દવાઓની ચૂકવણી કરી હતી. આ અંગે સિટી હોસ્પિટલ પાસે કોઈ રેકોર્ડ ન હતો.

આ પણ વાંચો -લખનઉ: નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા વ્યક્તિની કરવામાં આવી ધરપકડ

વિહિપને સંગઠનમાંથી કરી હાંકલપટ્ટી

સરબજીત VHP ( વિશ્વ હિન્દુ પરિષદ ) સાથે જોડાયો હતો, પરંતુ તેના પર કેસ દાખલ થવાને કારણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરબજીત સિંહ મોખાને સંગઠનના દરેક પદથી મુક્ત કર્યા છે. પ્રાંત મંત્રી રાજેશ તિવારીને સરબજીતને દરેક પદ પરથી મુક્ત કરવાની જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ સરબજીત સિંહ મોખાનું નામ રેમડેસીવીર ઇન્જેક્શનની લેવડદેવડમાં સામે આવ્યું તો લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જે કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details