ગાંધીનગરઃ ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને લઈને સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ (Hardik Patel Will Join BJP Today) આજે (2 જૂને) ભાજપમાં જોડાશે. 2 જૂને નીકળેલા હાર્દિક પટેલના કાર્યક્રમ મુજબ તેણે સવારે 9 વાગ્યે તેના ઘરે દુર્ગા પૂજાનું આયોજન કર્યું છે. દુર્ગા પૂજા બાદ હાર્દિક સ્વામિનારાયણ જશે અને ગાય પૂજા કરશે.
આ પણ વાંચો:Gujarat Assembly Election 2022 કૉંગ્રેસના 2 નેતાઓને લાગ્યો કેસરિયો રંગ...
હાર્દિક પટેલે PM મોદી વિશે ટ્વિટ કર્યું :ભાજપમાં જોડાતા પહેલા, હાર્દિક પટેલે પીએમ મોદી વિશે ટ્વિટ કર્યું છે. તેણે ટ્વીટ કરતા લખ્યું કે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ માટે કામ કરીશ. તમને જણાવી દઈએ કે, તેમણે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.