- સાબરમતી આશ્રમને તોડીને મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય
- સીએમ ગેહલોતે સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા નિર્ણય પર હસ્તક્ષેપ કરવો
જયપુર: CM અશોક ગેહલોતે(CM Ashok Gehlot) જણાવ્યું કે, લોકો આ સાબરમતી આશ્રમ પવિત્ર સ્થળે આવે છે. તે જોવા માટે કે ગાંધીજી કેવી રીતે સાદું જીવન જીવે છે અને તેમ છતાં સમાજના દરેક વર્ગને સાંકળીને એક વિશાળ સ્વતંત્રતા ચળવળ શરૂ કરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે સમાજ ખૂબ વિભાજિત હતો.
આ પણ વાંચો:પ્રદુષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવવા બાબતે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી
સાબરમતી આશ્રમ સંવાદિતા અને બંધુત્વના વિચારો માટે જાણીતો
ગાંધીજીએ પોતાના અમૂલ્ય જીવનના 13 વર્ષ આશ્રમમાં વિતાવ્યા છે. સાબરમતી આશ્રમ સંવાદિતા અને બંધુત્વના વિચારો માટે જાણીતો છે. દેશ-વિદેશના લોકો અહીં કોઇપણ વર્લ્ડ ક્લાસ બિલ્ડીંગ જોવા માંગતા નથી. મુલાકાતીઓ આ સ્થળની સરળતા અને આદર્શોની પ્રશંસા કરે છે, તેથી તેનું નામ આશ્રમ છે. સંગ્રહાલય કહેવાય તેવી જગ્યા નથી.
આ પણ વાંચો:કાર્યકરતાઓ અને લેખકોએ સાબરમતી આશ્રમના વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કર્યો
આશ્રમની ગરિમાને નષ્ટ કરવુંએ આપણા રાષ્ટ્રપિતાનું અપમાન છે
આશ્રમની ગરિમા અને ગૌરવને નષ્ટ કરવુંએ આપણા રાષ્ટ્રપિતાનું અપમાન છે. એવું લાગે છે કે, આ નિર્ણય ગાંધીજી સાથે સંબંધિત દરેક વસ્તુને બદલવા માટે રાજકીય હેતુથી લેવામાં આવ્યો છે. આવી કોઈપણ ક્રિયા ઇતિહાસમાં નીચે જશે અને ભવિષ્યની પેછીઓ જેમને આપણા સમૃદ્ધ વારસા, સંસ્કૃતિ અને પરંપરાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને માફ નહીં કરે CM ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા નિર્ણય પર હસ્તક્ષેપ કરવો જોઈએ અને નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ અને ઇતિહાસિક આશ્રમની સુરક્ષા કરવી જોઈએ.