આણંદ: ગુજરાતના આણંદ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલે તપાસ દરમિયાન એક ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે રોકવાને બદલે કોન્સ્ટેબલન પર ટ્રક ચઢાવી તેને કચડી નાખ્યો (Anand police constable murder) હતો.
હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતમાં પણ પોલીસકર્મીને કચડી નાખવામાં આવ્યો હોસ્પિટલમાં મૃત્યુ ઃએસપી અજિત રાજને જણાવ્યું હતું કે, આ ઘટના બોરસદ શહેર નજીક હાઈવે પર સવારે 1 વાગ્યાની આસપાસ બની હતી. કોન્સ્ટેબલ કરણ સિંહ રાજ (40)એ કન્ટેનર ટ્રકને રોકવાનો સંકેત આપ્યો પરંતુ ટ્રક ડ્રાઈવરે રાજને વાહનથી કચડી (Anand hit and run) નાખ્યો. "રાજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને સવારે 11.30 વાગ્યે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃમુસેવાલા મર્ડરઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર ઠાર, 1 ગ્રામીણ ઈજાગ્રસ્ત
ટ્રક ડ્રાઈવર સ્થળ પર વાહન છોડીને ભાગી ગયો હતો અને તેની શોધ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ટ્રકમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી. ઘટના સમયે કોન્સ્ટેબલ રાજ બોરસદ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા અને વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. જ્યારે રાજે એક કન્ટેનર ટ્રકને રોકવાનો ઈશારો કર્યો ત્યારે તે ન રોકાઈ. "કોન્સ્ટેબલ અને તેની સાથે ગ્રામ રક્ષક દળના જવાને ખાનગી વાહનમાં ટ્રકનો કેટલાક કિલોમીટર સુધી પીછો કર્યો અને તેને આગળ નીકળી ગયો, 'રાજે નીચે ઉતરીને ટ્રક ડ્રાઈવરને રોકવાનો ઈશારો કર્યો. ટ્રક રોકાવાને બદલે તેમની ઉપર ચડાવી દીધો હતો.
હરિયાણામાં DSPની હત્યા ઃડીએસપી હત્યા કેસમાં (dsp murder case in nuh) હરિયાણા પોલીસે ડમ્પર ચાલકની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પકડાયેલા ડમ્પર ચાલકનું નામ મિત્તર (dumper driver arrested in haryana dsp murder) જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે મિત્તરની રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ગંગોરા ગામમાંથી ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એ જ મિત્તર હતો જેણે ડીએસપી સુરેન્દ્ર સિંહને ડમ્પરથી કચડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમાં ઈક્કર નામના આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ડમ્પર ચાલકની રાજસ્થાનથી ધરપકડ આ પણ વાંચોઃHowrah hooch tragedy: નકલી દારૂના કારણે 9 લોકોના મોત, ઝૂંપડપટ્ટીમાં વેચાતો હતો ઝેરી દારુ
પોલીસે ઠક્કરને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર લીધા છે. હરિયાણા પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે 10 ટીમો બનાવી છે. આ ઉપરાંત હરિયાણા પોલીસે નુહ પોલીસનો કાફલો વધારવાનો નિર્ણય કર્યો છે. નુહમાં લગભગ 800 થી 900 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. લગભગ 300 જવાન નૂહ આવ્યા છે. ટૂંક સમયમાં બાકીના 500 થી 600 જવાન પોતાની ફરજ સંભાળશે. જે ડમ્પર વડે ડીએસપી સુરેન્દ્ર સિંહને કચડી નાખવામાં આવ્યા હતા, પોલીસે તે ડમ્પર કબજે કર્યું છે.