- ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે આપ્યા આદેશ
- જામનગર જિલ્લામાં વરસાદના કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડવાનો આપ્યો આદેશ
- લોકોને સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જણાવ્યું
- જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને આપી સૂચના
LIVE UPDATE : જૂઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથ વિધી - CM bhupendra patel
15:15 September 13
ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે આપ્યા આદેશ
14:27 September 13
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા
13:35 September 13
જામનગર જિલ્લામાં વરસાદના કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ
- ગુજરાતના નવા વરાયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદના કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય
- લોકોને સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે
12:52 September 13
ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા સર્કિટ હાઉસ
- ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા સર્કિટ હાઉસ
12:27 September 13
અમિત શાહ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
- ગોરધન ઝડફિયા પહોંચ્યા એરપોર્ટ
- અમિત શાહ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
12:27 September 13
ગાંધીનગર : કાર્યકારી સીએમ વિજય રૂપાણીએ સીએમ સ્ટાફ સાથે કરી મુલાકત
- ગાંધીનગર : કાર્યકારી સીએમ વિજય રૂપાણીએ સીએમ સ્ટાફ સાથે કરી મુલાકત
- તમામને આપી શુભેચ્છાઓ
- સીએમ રૂપાણી તમામનો આભાર માન્યો
- સીએમ તરીકે વિજય રૂપાણીએ 5 વર્ષ અને 36 દિવસ સુધી સત્તામાં રહ્યા.
11:52 September 13
ભુપેન્દ્ર પટેલ મહોરું, પાછળથી અમિતશાહ અને સી.આર.પાટીલ સરકાર ચલાવશે : ઇસુદાન ગઢવી
- ભુપેન્દ્ર પટેલ મહોરું, પાછળથી અમિતશાહ અને સી.આર.પાટીલ સરકાર ચલાવશે : ઇસુદાન ગઢવી
- ભુપેન્દ્ર પટેલ રબ્બર સ્ટેમ્પ
- નીતિન પટેલ વહીવટી કુશળતામાં સી.આર.પાટીલ કરતા ચઢિયાતા
11:35 September 13
ગુજરાતના નવા CMની શપથવિધિમાં આવવાનું થયું છે : ગોવા CM
- ગોવા CMએ આપ્યું નિવેદન
- ગુજરાતના નવા CMની શપથવિધિમાં આવવાનું થયું છે
- ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ આપવા માટે આવ્યો છું
- ગુજરાતના વિકાસ માટે કામ કરવાની જવાબદારી તેમના શિરે છે
- તેમને બહુત બહુત શુભકામનાઓ આપું છું
- તેમના નેતૃત્વમાં ગુજરાત સરકાર મોટું કામ કરશે
- પાર્ટીએ જે નિર્ણય કર્યો છે ગુજરાતના હિતમાં જ લેવામાં આવ્યો છે
11:08 September 13
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી
- ગુજરાતના નવા વારાયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી.
10:59 September 13
નવા મુખ્યપ્રધાનની શપથવિધિ કાર્યક્રમમાં ગોવાના CM પ્રોમોદ શાવંત થોડીવારમાં એરપોર્ટ બહાર આવશે
- નવા મુખ્યપ્રધાનની શપથવિધિ કાર્યક્રમમાં ગોવાના CM પ્રોમોદ શાવંત થોડીવારમાં એરપોર્ટ બહાર આવશે
- એરપોર્ટ પર ઢોલ નગારા સાથે કરવામાં આવશે સ્વાગત
10:40 September 13
નીતિન પટેલે જણાવ્યું હતું કે ભુપેન્દ્ર પટેલ મારા એક સારા મિત્ર છે અને પારિવારિક સંબંધ ધરાવે છે
- ગુજરાતના ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કર્યા બાદ હાલ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે.
- નીતિન પટેલે જણાવ્યું હતું કે ભુપેન્દ્ર પટેલ મારા એક સારા મિત્ર છે અને પારિવારિક સંબંધ ધરાવે છે.
- હાલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે મારામાં નારાજગી છે, પરંતુ નારાજગીની કોઈ વાત જ નથી.
- હું ભુપેન્દ્રસિંહભાઈની સાથે જ છું. પક્ષમાં બધાને બધુ મળે એ શક્ય નથી. ભાજપે મને ઘણું બધું આપ્યું છે.
09:23 September 13
અમદાવાદ: નવા CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નીતિન પટેલના નિવાસસ્થાને
- અમદાવાદ: નવા CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નીતિન પટેલના નિવાસસ્થાને
- શુભેચ્છા મુલાકાત કરવા પહોંચ્યા ભુપેન્દ્ર પટેલ
07:05 September 13
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે
- ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે
- જેમાં કર્ણાટકના બસવરાજ બોમાઈ, ગોવાના પ્રમોદ સાવંત, આસામના હિમતા બિશવા શરમા, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે.
06:58 September 13
ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં લેશે શપથ
- ભુપેન્દ્ર પટેલ શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને અન્ય પાંચ રાજ્યના મુખ્યપ્રધાની હાજરીમાં લેશે શપથ.
- ભુપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં કેન્દ્રિયગૃહપ્રધાન અમિત શાહ હાજરીમા લેશે શપથ.
- આવતીકાલે 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ સમારોહમાં આપશે હાજરી
- MPના CM શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શપથ સમારોહમાં આપશે હાજરી
- ગોવાના CM પ્રમોદ સાવંત અને આસામના CM હિમતા બિશવા શરમા શપથ સમારોહમાં આપશે હાજરી
- હરિયાણાના મનોહરલાલ ખટટર પણ આવશે શપથ સમારોહમાં.
06:52 September 13
ભૂપેન્દ્ર પટેલ CM બનતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ટ્વીટ કરીને પાઠવી શુભકામના
- ભૂપેન્દ્ર પટેલ CM બનતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ટ્વીટ કરીને પાઠવી શુભકામના
- કહ્યું- અનુભવી નેતૃત્વથી ગુજરાત પ્રગતિના સોપાનો સર કરે
06:35 September 13
LIVE UPDATE :ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે આપ્યા આદેશ
- અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલ અને ભાજપના નેતાઓ વચ્ચે સર્કિટ હાઉસ બંધ બારણે બેઠક
- ભુપેન્દ્ર પટેલ, CR પાટીલ, ભુપેન્દ્ર યાદવ અને કેન્દ્રી નિરીક્ષકો વચ્ચે
- અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બેઠક