- ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળ્યા
- મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિને પણ મળ્યા
- કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરી
ન્યૂઝ ડેસ્ક: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પહેલીવાર મુખ્યપ્રધાન બન્યા બાદ દિલ્હી જશે. નવી દિલ્હીની એક દિવસીય તેમની આ મુલાકાતે હશે. પહેલા તેઓ અનેકવાર દિલ્હી જઇ ચૂક્યા છે, પરંતુ ગુજરાતમાં મુખ્યપ્રધાનનો ચાર્જ સંભાળ્યા બાદ તેમની આ મુલાકાત વિશેષ સાબિત થઈ શકે છે. તેમણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ત્યારબાદ સાંજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે નવા ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ હમણાં જ સંભાળ્યો
ભૂપેન્દ્ર પટેલે નવા ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ હમણાં જ સંભાળ્યો છે. તેમને ગણતરીના જ દિવસો થયા છે ત્યારે તેમના મંત્રીમંડળમાં પણ તમામ પ્રધાનોની નવ નિયુક્તિ કરવામાં આવી છે. 2022ની ચૂંટણી પહેલા ગુજરાતના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. ત્યારે તેમની પહેલી વાર મુલાકાત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સાથે થઇ હતી. મુખ્યપ્રધાન બન્યા બાદ રાષ્ટ્રપતિ સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે. તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી ભાજપના નેતૃત્વએ ગુજરાતની લગામ ભૂપેન્દ્ર પટેલને સોંપી છે. તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુને પણ મળ્યા હતા. જે રીતે ગુજરાતમાં પરિવર્તન આવ્યું તેને જોતા આ વિશેષ મુલાકાત પણ કહી શકાય છે.
આ પણ વાંચો:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે