ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડ: ધર્મનગરી જોશીમઠમાં ભૂસ્ખલન મામલે PMOએ આજે બોલાવી હાઈલેવલ મીટિંગ - undefined

રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ઇન્ડિયન ટિમ મેચ જીતતા યુવાન ઉત્સાહમાં આવી ગ્રાઉન્ડની અંદર સુધી પહોંચ્યો
રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ઇન્ડિયન ટિમ મેચ જીતતા યુવાન ઉત્સાહમાં આવી ગ્રાઉન્ડની અંદર સુધી પહોંચ્યો

By

Published : Jan 8, 2023, 6:34 AM IST

Updated : Jan 8, 2023, 4:00 PM IST

15:58 January 08

ઉત્તરાખંડ: ધર્મનગરી જોશીમઠમાં ભૂસ્ખલન મામલે PMOએ આજે બોલાવી હાઈલેવલ મીટિંગ

ઉત્તરાખંડ: ધર્મનગરી જોશીમઠમાં ભૂસ્ખલનનો મામલો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં પીએમઓમાં હાઈલેવલ મીટિંગ થવાની છે. આ બેઠકમાં જોશીમઠના મુદ્દા પર ચર્ચા થશે. જોશીમઠ સંકટ વચ્ચે વડાપ્રધાન કાર્યાલયમાં યોજાનારી આ બેઠકમાં પીએમ મોદીના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે.

15:19 January 08

સુરતના બિલ્ડરનું અપહરણ કરી કરોડો રૂપિયાના બિટકોઇન તેમજ લાખો રૂપિયા રોકડાની લૂંટ કરવા મામલો

સુરતના બિલ્ડરનું અપહરણ કરી કરોડો રૂપિયાના બિટકોઇન તેમજ લાખો રૂપિયા રોકડાની લૂંટ કરવા મામલે 70 સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા છે. આ મામલામાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું 11 ફેબ્રુઆરી 2018ના રોજ ગાંધીનગર કોબા સર્કલ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. અને રૂપિયા 12 કરોડની કિંમતના બિટકોઇન અને રોકડા રૂપિયા 78 લાખની લૂંટ કરી હતી. આ અંગે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે ગુનો નોંધાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.જેમાં 150થી વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.તેમાં 8 સાક્ષીઓ એવા છે જેમણે મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદનો આપ્યાં છે. તે પણ હોસ્ટાઇલ થઈ જતાં કોર્ટે પોલીસને ઠપકો પણ આપ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટે નોટિસ પાઠવવાનો હુકમ કરતાં કાનૂની જંગમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનો વિજય થયો છે.

14:42 January 08

કંઝાવાલા કેસમાં મોટો ખુલાસો, આરોપીને યુવતી કાર નીચે ફસાઈ છે તેની જાણ હતી, પરંતુ ડરના માર્યો કાર ચલાવતો રહ્યો

કંઝાવાલા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. તેણે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે અંજલિ તેની કારની નીચે ફસાઈ ગઈ છે, તે જાણતો હતો પરંતુ તે ડરના માર્યા કાર ચલાવતો રહ્યો. આ દરમિયાન કંઝાવાલા સુધીના માર્ગ પર તેણે ઘણી વખત યુ-ટર્ન કર્યા.

13:29 January 08

વ્યાજખોરોના લીધે ગરીબ પરિવાર રોડ પર ભટકવા મજબૂર બન્યા

દ્વારકા: ખંભાળિયા પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી. રૂપિયા 7,50,000 વ્યાજે આપી પઠાણી વ્યાજ સહિત રૂપિયા 1,12,25000 વસૂલનાર આરોપી હમીર જોધા ચાવડા અને અર્જુન હમીર ચાવડા ને ઝડપ્યા હતા, તો અન્ય કેસમાં પઠાણી વ્યાજ ઉઘરાવતી મહિલા રેશમા સુંભાનિયાને પણ જેલમાં ધકેલી હતી. વ્યાજખોર મહિલાએ ગરીબ વ્યક્તિને રૂપિયા 1,76,000 આપ્યા બાદ 1,20,000 જેટલી રકમ વસૂલી ધમકી આપી તેમનું મકાન પણ પોતાના નામે કરાવી લીધું. ગરીબ પરિવાર રોડ પર ભટકવા મજબૂર બન્યા, આ સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ સામે આવ્યો. ખંભાળિયા PI ડી.એમ.ઝાલાની ટીમે એ વ્યાજખોર સામે કાર્યવાહી કરતા વ્યાજખોરોમાં ફફડાટ બોલી ગયો હતો.

13:23 January 08

સમાજને વ્યાજખોરો માંથી મુક્તિ મળે એવી મુહિમ શરૂ થઈ

સુરત:ગુજરાત ભરમાં તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા એક અઠવડિયાથી વ્યાજખોરો સામે મુહિમ ચાલુ કરાય છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત અનેક પરિવારોને વ્યાજ માંથી મુક્ત થવાનો મોકો મળ્યો. આગળ પણ આ મુહિમ ચાલુ રહેશે. ગયા અઠાડિયા બેઠકમાં મે પોલીસ ને સૂચન કર્યું છે. PI , DYSP, SP કે CP પોતે ઉંડાણ સુધી જાય. સમાજને વ્યાજખોરો માંથી મુક્તિ મળે એવી મુહિમ શરૂ થઈ છે. હવેનું અઠવાડિયામાં પોલીસ ઓફિસરો લોકો વચ્ચે જશે અને આ લડાઇને મજબૂત કરાશે. કોઈ પણ વ્યાજખોરો હેરાન કરતા હોય તેવા લોકોની ફરિયાદ કરો તેવી અપીલ ગૃહ રાજ્યપ્રઘાન હર્ષ સંઘવી દ્વારા કરાય.

12:59 January 08

કોઠારીયા સોલ્વન્ટ નજીક જુના જકાતનાકા નજીક મૃતદેહ મળ્યો

રાજકોટ: રાજકોટમાંઅઢીવર્ષની બાળકીનો ઝાળી વચ્ચે મૃતદેહ મળ્યો. કોઠારીયા સોલ્વન્ટ નજીક જુના જકાતનાકા નજીકની આ ઘટના છે. પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ઘરી છે.

12:43 January 08

દૂધના સેમ્પલ લીધા પછી જ ચકાસણી થશે અને જાણ થશે કે આ ડુપ્લિકેટ છે કે નહીં

મહીસાગર: મહીસાગરના લુણાવાડામાં ડુપ્લિકેટ દૂધ વેચાણ અંગેની માહિતી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને મળતા સેમ્પલ લેવામાં આવ્યા. માધવ ડેરી ફાર્મ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દૂધના સેમ્પલ મેળવી કરી કાર્યવાહી હાથ ધરી. દૂધના સેમ્પલ લીધા પછી જ ચકાસણી થશે અને જાણ થશે કે આ ડુપ્લિકેટ છે કે નહીં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દૂધના નમૂના લીધા બાદ કોઠંબા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

12:23 January 08

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મીની દેશી દારૂની ફેક્ટરી ઉપર સીધી રેડ

અમરેલી: અમરેલી ખાંભાના આંબલીયાળા ગામની સિમ વિસ્તારમાં દેશી દારૂની મોટી ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી. આંબલીયાળા ગામની સિમ વિસ્તારમાં 620 લીટર દેશી દારૂ મળી આવ્યો. બેરલ,ટાંકી,ગેસના ચૂલા,ગેસ સિલિન્ડર, ટેમ્પો,સહિત દેશી દારૂ બનાવવા માટેની તમામ ચીજ વસ્તુ મોટા પ્રમાણમાં મળી આવી. દેશી દારૂ સાથે બે આરોપીને દબોચી લીધા. કુલ રૂ.3,79,342 નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC) દ્વારા મીની દેશી દારૂની ફેક્ટરી ઉપર સીધી રેડ કરતા જિલ્લા પોલીસ બેડામાં પણ ફફડાટ થયો છે.

11:31 January 08

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે AC સ્લીપર બસો શરૂ કરાશે

સુરત: ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીનાથદ્રારા તથા પાલીતાણા જતા યાત્રાળુઓ માટે ખુશ ખબર છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે AC સ્લીપર બસો શરૂ કરાશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હસ્તે લીલી ઝંડી આપી શુભારંભ કરાશે. આ બસો સુરતથી શ્રીનાથદ્વારા જવા માટે બપોરના 3 વાગે ઉપડીને રાત્રે 2:20 વાગે પહોચશે. પાલીતાણા માટે સાંજે 6:45 વાગે ઉપડીને રાત્રે 3:45 વાગે પહોચશે, જયારે શ્રીનાથદ્રારાથી સુરત આવવા માટે રાત્રે 8:00 વાગે,તથા પાલીતાણાથી સુરત આવવા માટે રાત્રે 7:00 વાગે ઉપડશે.

11:24 January 08

અંબાજી ગબ્બર રોપ-વે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે

અંબાજી:અંબાજી ગબ્બર રોપ વે આવતીકાલે બંધ રહેશે. અંબાજીમાં ગબ્બર રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે. યાત્રીકો માટે ગબ્બર રોપવે બંધ રહેશે. મેન્ટનન્સને પગલે ગબ્બર રોપ વે 5 દીવસ બંધ રહેશે. તારીખ 9 / 1 / 23 થી 13/1/23 સુધી 5 દિવસ રોપ વે બંધ રહેશે. 14 / 1 / 23 થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ થશે. અંબાજી ગબ્બર રોપ-વે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે. ગબ્બર ચાલતા જવાના 999 પગથીયા છે અને ઉતરવાના 765 પગથીયા છે. ગબ્બર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના તમામ દર્શન ખુલ્લા રહેશે. વર્ષમાં વાર્ષિક અને અર્ધ વાર્ષિક સમય પ્રમાણે યાત્રીકોની સલામતી માટે રોપ-વેની મરામત થતી હોય છે.

11:20 January 08

ફાયર સેફટીના અભાવને લઈ ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

મહીસાગર: લુણાવાડા નગરપાલિકા ફાયર સેફ્ટીને લઈ એકશન મોડમાં આવી છે. ફાયર સેફટીના અભાવને લઈ ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. એપાર્ટમેન્ટ સહિત દુકાનોમાં ફાયર સેફટી ન હોય તેની સામે મોટી કાર્યવાહી કરાઈ. લુણાવાડા નગરપાલિકા વિસ્તારોમાં આવેલ એપાર્ટમેન્ટ સહિતને સીલ કરવામાં આવ્યા. લુણાવાડા નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાં ફાયર સુવિધાની વ્યવસ્થા ન કરનાર સામે કાર્યવાહી કરાઈ. આસ્થા, સત્વ, એવમ, શાંતિવન બાગે મુફદલ એપાર્ટમેન્ટ અને દુકાન સહતિ 6ને સિલ કરવામાં આવ્યા.

10:34 January 08

પોરબંદરમાં દરીયાઈ સ્વિમિંગ કોમ્પિટિશનનું કરાયું આયોજન

પોરબંદર: પોરબંદરમાં દરીયાઈ સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં 60 વર્ષથી ઉપરની ઉંમરમાં એક વૃદ્ધ સ્પર્ધકને દરિયામાં હાર્ટ એટેક આવતા વૃદ્ધને સારવાર અર્થે 108 મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ આ વૃદ્ધને મૃત જાહેર કર્યા છે. મૃતક સ્પર્ધક પ્યારેલાલ વસંતલાલ જખોડિયા અમદાવાદના રહેવાસી હતા.

09:58 January 08

અંગત અદાવતમાં હત્યા કર્યા હોવાનું આવ્યું સામે

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વિમલનાથ સોસાયટી પાછળ મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગયો છે. અંદાજે બે થી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવી નાશી છૂટયા. અંગત અદાવતમાં હત્યા નીપજાવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. B ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

09:49 January 08

બે વર્ષ બાદ કરાયું આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ 2023નું આયોજન

અમદાવાદ:આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્થાને CM ભુપેન્દ્ર પટેલે કર્યુ છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું ન હતું

09:17 January 08

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન કરાશે

અમદાવાદ: આજથી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ 2023નો પ્રારંભ થયો છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ઉદ્ઘાટન કરાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દેશ વિદેશથી અનેક પતંગબાજો કાર્યક્રમમાં હાજર રહેશે. આ ઉપરાંત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

09:00 January 08

આરોપી પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કુવામાં નાખી

અમદાવાદ: અમદાવાદના નિકોલમાં હત્યાનો બનાવ બન્યો છે. પત્નીએ પ્રેમી અને બહેનપણી સાથે મળી પતિની હત્યા કરી. આરોપી પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કુવામાં નાખી દીધી. પત્નીના અનૈતિક સંબંધોની જાણ પતિને થતા હત્યા કરી નાખી. નિકોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

07:56 January 08

ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા વડોદરા મેરેથોનના મંચ પરથી ફ્લેગ ઓફ કરાયું

વડોદરા:એમ.જી.વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2023માં 5 કિલોમીટરની દોડને CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું. હેરીટેક મેરેથોનનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા વડોદરા મેરેથોનના મંચ પરથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે. મેરેથોનની 42 km,21km,10km દોડને પ્રસ્થાન કરાવ્યા બાદ દોડવીરોનો ઉત્સાહ વધારવા ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ દોડમાં જોડાયાં. શહેરના વિવિધ માર્ગો પરથી દોડવીરો પસાર થઈ રહ્યા છે.

07:01 January 08

ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કર્ણાટક: શ્રી રામ સેનાના બેલાગવી પ્રમુખ રવિકુમાર કોકિતકર અને ડ્રાઈવર પર બદમાશોએ ગોળી મારી હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસ કરવા માટે હોસ્પિટલ પહોંચી હતી.

06:23 January 08

કોરોનાના બે વર્ષ બાદ ગુજરાતમાં ફરી કાઇટ ફેસ્ટિવલ શરૂ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

રાજકોટ:રાજકોટનાખંડેરી સ્ટેડિયમમાં ઇન્ડિયન ટિમ મેચ જીતતા યુવાન ઉત્સાહમાં આવી ગ્રાઉન્ડની અંદર સુધી પહોંચી ગયો હતો. યુવકે ગ્રાઉન્ડની અંદર જ ગુલાંટ લગાવી, તેમજ ટીમના ખેલાડીઓને મળવા પહોંચ્યો, જ્યારે બાઉન્સરોએ યુવકને રોકીને ગ્રાઉન્ડ બહાર કાઢ્યો હતો.

Last Updated : Jan 8, 2023, 4:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details