બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક સાત માળની ઈમારતમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
બાંગ્લાદેશના ઢાકામાં સાત માળની ઈમારતમાં વિસ્ફોટ, 14 લોકોના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત - undefined
22:50 March 07
બાંગ્લાદેશના ઢાકામાં સાત માળની ઈમારતમાં વિસ્ફોટ, 14 લોકોના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
22:48 March 07
પૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા કેસ બાબતે વધુ તપાસ શરૂ
ગાંધીનગર : પૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા કેસ બાબતે વધુ તપાસ શરૂ. સી.આઇ. ડી. ક્રાઇમ દ્વારા પ્રદીપ શર્માના નિવાસ સ્થાને સી.આઇ. ડી. ટીમ નું સર્ચ ઓપરેશન. ૨ મોબાઈલ અને તેમના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા. ગુનાના કેસને સંબધિત કોઈ પણ પુરાવા ન મળ્યા હોવાની સી.આઇ. ડી દ્વારા કરાઈ જાહેરાત.
22:03 March 07
ખેડૂતોએ તંત્ર પાસે યોગ્ય વળતર ચૂકવવા કરી માંગ
સુરત : જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરમાં વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરોને કર્યા તહેસ નહેસ. કેરી,શાકભાજી,ઘઉં સહિતનાં પાકોને પહોચ્યું ભારે નુકશાન. કમોસમી વરસાદથી ઘઉં અને કેરીના ૮૦ ટકા પાકને થયું છે નુકશાન. ખેડૂતોના પાકને નુકશાન થતાં ખેડૂતો થયાં પરેશાન. સુરતના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદની જોવા મળી વધુ અસર. ખેડૂતોએ તંત્ર પાસે યોગ્ય વળતર ચૂકવવા કરી માંગ.
21:06 March 07
બે કોરોના પોજીટીવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું
અમરેલી : જિલ્લામાં ફરી કોરોનાની એન્ટ્રી જોવા મળી રહી છે. જિલ્લામાં બે કોરોના પોજીટીવ કેસ નોંધાયા છે. લાંબા સમય બાદ કોરોના સંક્રમણની એન્ટ્રી થઈ છે. બે કોરોના પોજીટીવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે તો બીજા દર્દીને હોમ કોરોનટાઇન છે.
20:10 March 07
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ
અમરેલી : લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બપોર બાદ લાઠીના ગ્રામ્ય પંથકમાં શરૂ થયો કમોસમી વરસાદ. લાઠીના દુધાળા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૃ થયો છે. ગાજ વીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ છે.
17:47 March 07
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી
અમદાવાદ : ખાડીયા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી રહી છે. યંત્રોના ચિત્રો પર ચાલતું જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે. ધાર્મિક ચીઝ વસ્તુ વેચવાનું અને ભેટ આપવાના બહાને રમાતો હતો જુગાર. LED સ્કિન પર દર 15 મિનિટે ડ્રો કરી રમાંડતો હતો જુગાર. દસ ગણા રૂપિયા જીતવાની લાલચ આપી જુગારધામ ચાલતું હતું. પોલીસે 16 આરોપીઓની ધરપકડ કરી. નિમેષ ચૌહાણ નામનો શખ્સ રાયપુર આકાશેઠ કુવાની પોળમાં ચલાવતો જુગારધામ. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
16:11 March 07
ખાંભાના ઇંગોરાળા નાની ધારી વચ્ચે કેન્દ્ર બિંદુ નોંધાયું
અમરેલી : અમરેલી જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 2:32 વાગે ભૂકંપ અનુભવાયો હતો. 1.4 તીવ્રતાનો આચકો આવ્યો હોવાની શક્યોતાઓ છે. ખાંભાના ઇંગોરાળા નાની ધારી વચ્ચે કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
15:45 March 07
ATSને બાતમી મળી હતી, જેમાં આધારે કાર્યવાહી કરાઈ
ગુજરાત ATS એ ઝડપેલાં ડ્રગ્સ મામલે DGP ની પ્રેસ યોજાઇ. DGP વિકાસ સહાયની ગુજરાત ATS ખાતે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ થઇ. ATSને બાતમી મળી હતી, જેમાં આધારે કાર્યવાહી કરાઈ હતી. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન હતું. મધદરિયેથી 425 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું હતું. 61 કિલો જેટલામાદક પદાર્થ સાથે 5 ઈરાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. ICGS મીરાંબહેન તથા ICGS અભીક શીપ દ્વારા પાર પાડવામાં આવ્યું ઓપરેશન. ઓખા નજીકથી બોટ મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઉત્તર ભારતની કોઈ ગેંગને આ ડ્રગ્સ આપવાના હતા. ઈરાનના કોનારક ચબહારથી બોટ નીકળી હતી.
12:33 March 07
જોધપુરમાં તાલીમ અર્થે SMCની મોકલાઈ
સુરત:સુરતમાં વધતા જતા ડોગ બાઈટના કેસને લઈને SMC ની એક ટીમને જોધપુર મોકલવામાં આવી હતી. જોધપુરમાં કઈ રીતે રખડવા શ્વાનને રાખવામાં આવે છે અને તેને સમજવા માટે ત્યાં આપણી ટીમ ગઈ હતી. ત્યાં 10×10 ના 35 રૂમ બનાવામાં આવ્યા છે. તેમાં 40 થી 45 શ્વાનને રાખવામાં આવે છે. ત્યાં સેંટર હોમ જેવું બનાવામાં આવ્યું છે એટલેકે, ત્યાં ઈજગ્રસ્ત શ્વાનોની સારવાર કરવામાં આવે છે. બાકીના શ્વાનોને ત્યાં ખુલી જગ્યાઓમાં રાખવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા 31 માર્ચ સુધીમાં લગભગ રોજ 30 જેટલાં શ્વાનોને રસી આપવા આવે છે.
12:00 March 07
સદનસીબે કોઈ વાહન ચાલક સામે ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
અમરેલી: રાજુલાના છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ ચાલકનો અકસ્માત સર્જાયો. રાજુલાના સવિતા નગરથી સતડીયા જતા રોડ ઉપર શીતળાઈ માતાજીના મંદિર નજીક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતા ફોરવીલ ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો. ફોરવીલ ચાલકોનો આબાદ બચાવ થયો છે. જોકે સદનસીબે કોઈ વાહન ચાલક સામે ન હોવાથી મોટી દુર્ઘટના ટળી.
11:14 March 07
ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકશાનીનો સર્વે કરાશે
ગાંધીનગર:ગુજરાતમાં ફરી સર્વે થશે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ગૃહમાં જાહેરાત કરાઈ. રાઘવજી પટેલે કૃષિ સર્વેની જાહેરાત કરી. રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં પડેલા વરસાદના કારણે સર્વે થશે. ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકશાનીનો સર્વે કરવામાં આવશે.
11:10 March 07
મહિલા દિન નિમિતે મહિલા ધારાસભ્યો ને વધારાની ગ્રાન્ટ ફાળવવાની માંગ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ ગૃહની કામગીરી મહિલા ધારાસભ્યોને સોંપી. અધ્યક્ષ તરીકે ધારાસભ્ય સંગીતા પટેલે ગૃહનું સંચાલન સંભાળ્યું. મહિલા ધારાસભ્યો ગૃહમાં બજેટ પર ચર્ચા કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે મહિલા દિન નિમિતે સરકાર મહિલા ધારાસભ્યો ને વધારાની ગ્રાન્ટ ફાળવે તેવી માંગ કરાઈ.
10:16 March 07
લાલ ડુંગળી બાબતે સરકારની 70 લાખની સહાયની જાહેરાત
ગાંધીનગર: ગુજરાતમાં ડુંગળીના ભાવ બાબતે 116 નિયમ મુજબ ચર્ચા કરવામાં આવી. લાલ ડુંગળી બાબતે સરકાર 70 લાખની સહાયની જાહેરાત કરશે. રેલવે નિકાસ માટેની અલગ જાહેરાત,રોડ ટ્રાન્સપર્ટ થી નિકાસ થશે તો 750 રૂપિયા મેટ્રિક ટનની સહાય, રેલવેમાં 1150 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન સહાય, દેશ બહાર ડુંગળી નિકાસ કરશે તો 10,00,000 મર્યાદામાં સબસિડી, કુલ 20 કરોડની ડુંગળીની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી.
09:49 March 07
પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારોને 300 રૂપિયા પ્રતિ દિવસની સહાય
ગાંધીનગર: પાકિસ્તાનમાં જે માછીમારો મૃત્યુ પામે એમને મુખ્યમંત્રી રાહત સહ્યમાંથી 4,00,000 ની સહાય આપવામાં આવે છે. પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારોને 300 રૂપિયા પ્રતિ દિવસની સહાય ચુકવવામાં આવે.
09:31 March 07
વિધાસભાની પ્રશ્નોત્તરીમાં ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો
ગાંધીનગર: રાજ્યના ખેડૂતોની વિગતો ગુજરાત વિધાસભાની પ્રશ્નોત્તરીમાં આવી. વર્ષ 2015-16 દરમિયાન નોંધાયેલ ખેડૂતોના આંકડા સામે આવ્યા. ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો તરીકે નોધાયા છે. વર્ષ 2015-16માં 4,35,016 ખેડૂતો વધ્યા. મોટા ખેડૂત 39,888 હતા જેમાં 8883 ખેડૂતો ઘટાડો થયો. મધ્યમ ખેડૂતોમાં 16,782 ઘટયા. જ્યારે શ્રીમંત, નાના અને અર્ધ મધ્યમના ખેડૂતોમાં વધારો થયો.
09:21 March 07
100 કિલો કેસુડાના ફૂલથી ધારાસભ્યો રમશે હોળી
ગાંધીનગર: ધારાસભ્યોની હોળી ઉજવણીનું સ્થળ બદલવામાં આવ્યું. હવે ખુલ્લા મેદાનમાં ઉજવણી થશે. કેસૂડાંના ફૂલથી હોળી ઉજવવામાં આવશે. 100 કિલો કેસુડાના ફૂલથી રમવામાં આવશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રધાનો અને ધારાસભ્યો ઉજવશે હોળી.
08:36 March 07
વિધાનસભામાં હોળીના પર્વની ઉજવણીનો લેવાયો હતો નિર્ણય
ગાંધીનગર: મંગળવારે 15મી વિધાનસભામાં હોળીના પર્વની ઉજવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. 8મી માર્ચના રોજ ધુળેટી પર્વ છે. આ હોળી પર્વની ઉજવણીમાં રાજ્યના મુખ્યપ્રધાનો, મંત્રીમંડળના સભ્યો તેમજ ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો જોડાવાના છે.
06:56 March 07
ગ્રામજનોએ તેમને સલામત સ્થળે ખસેડ્યા
આંધ્ર પ્રદેશ: નંદ્યાલ જિલ્લાના પેદ્દા ગુમ્માદાપુરમ ગામના રહેવાસીઓને વાઘના ચાર બચ્ચા મળી આવ્યા હતા. ગ્રામજનોએ તેમને સલામત સ્થળે ખસેડ્યા અને વન અધિકારીઓને જાણ કરી.
06:13 March 07
BREAKING NEWS: ભારતીય જળસીમામાથી બોટ સાથે 61 કિલો હેરોઇન ઝડપી પાડ્યું
ગુજરાત: ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મધદરિયેથી 425 કરોડ થી વધુનું ડ્રગ્સ પકડયું. 61 કિલો જેટલામાદક પદાર્થ સાથે 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી. વધુ તપાસ માટે ક્રૂ મેમ્બર અને બોટને ઓખા બંદર પાસે લઈ જવાયા. ભારતીય જળસીમામાથી બોટ સાથે 61 કિલો હેરોઇન ઝડપી પાડ્યું. આઇસીજીએસ મીરાંબહેન તથા આઇસીજીએસ અભીક શીપ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું. છેલ્લા 18 મહિનામાં કોસ્ટગાર્ડ અને ATS એ સંયુકત ઓપરેશન કરી 407 કિલો ડ્રગ્સ પકડયું, પકડાયેલ ડ્રગ્સ ની બજાર કિંમત 2355 કરોડની છે.