ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નડિયાદ ફાયર વિભાગ જાગ્યું, ફાયર સેફ્ટી વગરની છ એક જેટલી દુકાનોને સીલ કરી - બ્રેકિંગ ન્યૂઝ

GUJARAT BREAKING NEWS 7 JANUARY 2023 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 7 JANUARY 2023 TODAY NEWS LIVE UPDATE

By

Published : Jan 7, 2023, 7:12 AM IST

Updated : Jan 7, 2023, 8:00 PM IST

19:57 January 07

આજે રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે બંધ

અમરેલી: અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રેલવે દ્વારા 7 કલાક સુધી બંધ રહેશે. આજે રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ થશે. રાજુલા નજીક ભાવનગર હાઇવે ઉપર આવેલ 11 નંબર ફાટક ઉપર રેલ્વે વિભાગ રીપેરીંગ કામગીરી કરશે. સોમનાથ,પોરબંદર, જવા માટે વિકટર ગામ પાસેથી ડુંગર ગામ ક્રોસ કરી રાજુલા પાસ કરવાનું રહેશે. 7 કલાક માટે ડ્રાઇવર્જન રાખવા માટે રેલવે તંત્ર દ્વારા તમામ વિભાગને જાણ કરવામાં આવી છે.

19:30 January 07

શહેરની અન્ય કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ રેસિડેન્સિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં પણ કાર્યવાહી કરાશે

ખેડા: અમદાવાદની દુર્ઘટના બાદ નડિયાદ ફાયર વિભાગ સફાળુ જાગ્યું. ફાયર સેફ્ટી વગર ચાલતાં કોમર્શિયલ કોમ્પલેક્ષમા પહોંચી કામગીરી હાથ ધરી છે. ઢળતી સંઘ્યાએ નડિયાદના સ્ટેશન રોડ પર આવેલ કોમર્શિયલ કોમ્પલેક્ષમા પહોંચી કામગીરી હાથ ધરી અને છ એક જેટલી દુકાનોને સીલ મારી દીધા. શહેરની અન્ય કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ રેસિડેન્સિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં પણ કાર્યવાહી કરાશે.

19:17 January 07

દુર્લભ ગણાતું ઘોરખોદયુ ભાગ્યે જ જોવા મળતું હોય

અમરેલી: અમરેલીની ધારી ગીર પૂર્વ બે ડાલા મથા સાવજોની વર્ચસ્વની લડાઈમાં તકરાર થતા "ઘોરખોદયુ" ઇજાગ્રસ્ત થયું. દલખાણીયા રેન્જમાં આવેલ કાંગસા રેવન્યુ વિસ્તારની આ ઘટના છે. પીઠના ભાગે ઘોરખોદયુ ઇજાગ્રસ્ત થતા વનવિભાગ દ્વારા પકડી સારવાર આપી. જસાધાર એનીમલ વનપ્રાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયુ. દુર્લભ ગણાતું ઘોરખોદયુ ભાગ્યે જ જોવા મળતું હોય છે. વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત અનુસૂચિ 1માં રક્ષિત છે.

17:52 January 07

આ અકસ્માતને પગલે અનેક કન્ટેનર દરિયામાં ગરકાવ થયા

કચ્છ: મુન્દ્રા પોર્ટ નજીકની ખાનગી જેટી પર મોટુ જહાજ નમી ગયુ. વિદેશથી કન્ટેનર લઇ આવેલા જહાજને નુકશાન થયું હતું. મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ પર બની ધટના. કન્ટેનર લોડીગ-અનલોડીંગ કરવા સમયે જહાજ એક તરફ નમી ગયુ. અકસ્માતને પગલે અનેક કન્ટેનર દરિયામા ગરકાવ થયા.

17:46 January 07

10 થી 20 ટકાના વ્યાજે પૈસા ધિરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે

સાબરકાંઠા: ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા ધિરનાર સામે પોલીસે લાલ આંખ કરી. 10 થી 20 ટકાના વ્યાજે પૈસા ધિરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. A ડિવિઝન ખાતે યોજાશે તાલુકા કક્ષાનો લોક દરબાર. હવે પઠાણી ઉઘરાણી કરનાર સામે લોક દરબારમાં પણ રજુઆત કરી શકાશે.

17:31 January 07

મધ્યપ્રદેશથી ચોરી અને ધાડ પાડનાર પાંચેય આરોપની કરાઈ ધરપકડ

સુરત: સુરતમાં પાંડેસરા, સરોલી અને કડોદરામાં એકગેંગે દ્વારા ચોરી અને ધાડ પાડવામાં આવી હતી. ભેસ્તાન ,સોમેશ્વરમાં ચોરી અને ધાડના બનાવ બન્યા હતા. આ ગુન્હા સાથે સંકળાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. જે આધારે પોલીસે મધ્યપ્રદેશથી આ પાંચે આરોપની ધરપકડ કરી છે. આ તમામ આરોપી સાથે પોલીસે 2 લાખ 75 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ આજે આરોપની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી કરી છે.

16:36 January 07

બારડોલી નગરપાલિકાના 67 જેટલી મિલકતો સીલ કરવામાં આવશે

બારડોલી: બારડોલી નગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફટી સર્ટિફિકેટ ન હોવાથી કોમર્શિયલ બિલ્ડીંગ અને હાઇરાઇઝ બિલ્ડીંગોને સીલ કરવામાં આવી રહી છે. નગરની 67 જેટલી મિલકતો સીલ કરવામાં આવશે.

15:51 January 07

કાનૂની સહાયને બદલે ફોજદારી કેસોમાં જરૂરિયાતમંદ અરજદારોને કાનૂની સહાય પૂરી પડાશે

મહીસાગર: મહીસાગરના લુણાવાડામાં કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર સિસ્ટમની કચેરીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જીલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન એચ.એ.દવે દ્વારા જિલ્લા સ્તરની લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમની કચેરી કાર્યરત કરવામાં આવી. જિલ્લાના તમામ વરિષ્ઠ ન્યાયાધીશ તથા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ, વકીલો પણ ઉપસ્થિત રહ્યા. લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલમાં લીગલએ ડિફેન્સ કાઉન્સિલ એસ.એ.પટેલ ડેપ્યુટી લીગલ એ ડિફેન્સ કાઉન્સેલ પી.આર.દવે તથા આસિસ્ટન્ટ લીગલ એડ કાઉન્સિલ જે એસ પંડ્યાની નિમણૂક કરાઈ. LADCSએ પ્રવર્તમાન કાનૂની સહાયને બદલે ફોજદારી કેસોમાં જરૂરિયાતમંદ અરજદારોને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની નવી રચના છે

15:15 January 07

પૈસાની માંગણી કરતા બે નકલી પત્રકારોની કરાઈ ધરપકડ

પાટણ:પાટણ પોલિસે બે તોડબાજ પત્રકારોને ઝડ્પયા. વેપારીને દોરી લેવાને બહાને બોલાવી પૈસાની માંગણી કરી હતી. ચાઈનીઝ દોરીનો વેપાર કરનાર ઈસમ પાસે 50 હજાર રૂપિયા માંગ્યા હતા. વેપારી સાથે મારમારી કરી રોકડ અને ફોન ઝૂંટવી લીધો. વેપારીએ A ડિવિઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી બે તોડબાજ પત્રકારોને પકડ્યા. મન્સૂરી તોફિક અને સૈયદ મુર્તુઝઅલી નામના બે નકલી પત્રકારોની ધરપકડ કરી. ચાઈનીઝ દોરી વેચનાર વેપારીની પણ પોલિસે ધરપકડ કરી છે.

14:47 January 07

પવનમાં મંડપ ઉડતા પાઈપ કિશોરીના માથામાં વાગતા થઈ ઈજા

સાબરકાંઠા: પ્રાંતિજની શેઠ.પી.એન્ડ.આર હાઈસ્કૂલમાં યોજાયેલા ICDSના કાર્યક્રમમાં મંડપ પડતા કિશોરીને ઈજા થઈ છે. કાર્યક્રમ શરુ થવા પહેલા પવનમાં મંડપ ઉડતા પાઈપ કિશોરીના માથામાં વાગતા ઈજા થઈ છે. કિશોરીને માથાના ભાગે ઈજા બાદ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. કિશોરીના માથે 6 ટાંકા આવ્યા. ICDS વિભાગ દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

13:52 January 07

આરોપી પાસેથી 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ મળી કુલ 79250નો મુદામાલ કબજે કર્યો

સુરત: ઇન્દોરથી ચરસની ડીલવરી કરવા આવેલા એક ઈસમને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ મળી કુલ 79250નો મુદામાલ કબજે કર્યો હતો, તેમજ જથ્થો આપનાર અને મંગાવનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ દરમ્યાન ચરસનો જથ્થો મંગાવનાર આરોપીને SOG પોલીસે એક પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો.

13:48 January 07

ટ્યુશનના શિક્ષક દ્વારા સુષ્ટ્રી વિરુદ્ધ કૃત્ય કરતા માતા પિતાએ કરી પોલીસ ફરિયાદ

સુરત: ડિંડોલી વિસ્તારમાં 8 વર્ષના છોકરા પર શિક્ષકે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ટ્યુશનમાં જતા વિદ્યાર્થી પર ઘટના ઘટી. ટ્યુશનના શિક્ષક દ્વારા સુષ્ટ્રી વિરુદ્ધ કૃત્ય કરતા માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. ડીંડોલી પોલીસે ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી છે. વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી પણ માતા પિતા નોકરી કરતા હોવાથી બાળકને ટ્યુશન મોકલતા હતા.

12:46 January 07

કંપનીના કર્મચારીઓએ ડોલથી આગ ઓલવવાના પ્રયત્ન કર્યા

પંચમહાલ: કાલોલની ઇનોક્સ કંપનીમાં યુનિટ 3 માં વિકરાળ આગ લાગી. આગ લાગી તે યુનિટમાં થિનર અને કલર લેવા જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગ વધુ વિકરાળ બની. કાલોલ-હાલોલ સહિત ખાનગી કંપનીના ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા. કંપનીના કર્મચારીઓ ડોલથી આગ ઓલવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ફાયર સેફટીનો અભાવ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું. આગ લાગવાનું કારણ અકબંધ છે.

12:42 January 07

ચાઇનીઝ દોરીના જથ્થાના વેંચાણમાં 2 આરોપીની કરી ધરપકડ

પંચમહાલ: LCBએ ગોધરામાંથી 47,000નો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો. 2 આરોપીની ધરપકડ કરી ગોધરા ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 246 ફિરકી ચાઈનીઝ દોરીનો જથ્થો જાણબાર વેચાઈ રહ્યો હતો.

12:34 January 07

સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત

સાબરકાંઠા: વડાલીના ધામડી ગામે શ્રીમદ ભાગવત કથાનો પુર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. હિરાબા માટે બે મીનીટ મૌન પાડી શ્રદ્ધાંજલી અપાઈ. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. ધામડી અન્નક્ષેત્ર આશ્રમ દ્રારા ભાગવત કથાનું આયોજન કરાયુ છે.

12:27 January 07

વાડી વિસ્તારમાં ખેડૂતના ખુલ્લા કૂવા માંથી સિંહોના મૃતદેહ મળી આવ્યા

અમરેલી: ખાંભા વિસ્તારમાં દેશની શાન ગણાતા સાવજોના મૃતદેહ મળ્યા. વાડી વિસ્તારમાં ખેડૂતના ખુલ્લા કૂવા માંથી સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. ખાંભા તુલસીશ્યામ રેન્જના કોટડા ગામના ખુલ્લા કૂવામાં સિંહણ,સિંહના મોત મળ્યા છે. પાણી ભરેલા કૂવા માંથી સિંહોના મૃતદેહ બહાર કઢાયા છે. સિંહ પાણીના ભરેલા કૂવામાં જીવ બચાવવા હવાતિયાં મારતો વીડિયો વાયરલ થયો છે. બને સિંહ સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં ચિંતા જોવા મળી છે. સિંહોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે.

12:19 January 07

વધુ સારવાર માટે આધેડને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

રાજકોટ: રાજકોટમાંઆધેડને પૂર્વ પ્રેમિકાએ પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વસ્તિક વિલામાં રેહતા આધેડ વયના રાજેશભાઈ રામાણીને વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગીતા નામની દાહોદની મહિલાએ જીવતા સળગાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુ સારવાર માટે આધેડને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

12:13 January 07

ફાયર વિભાગની ટીમ પહેલા 108 સ્થળ પર પહોંચી

ભાવનગર: મહુવા નજીક ભાવનગર હાઈવે પર એસન્ટ કારનો અકસ્માત થયો છે. કાર અચાનક રોંગ સાઈડમાં ઘસી ગઈ હતી. રોંગ સાઈડમાં ઉભા ટેન્કર સાથે અથડાઇ હતી ત્યારબાદ અકસ્માતમાં અચાનક કારમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે કારચાલક કારમાં જ સળગી ઉઠતા મોત થયું. ફાયર વિભાગની ટીમ મોડી પહોંચી. ફાયર વિભાગની ટીમ પહેલા 108 સ્થળ પર પહોંચી હતી.

12:07 January 07

અનુભવી પોલીસ કર્મીઓએ PCR વાનમાં ફરજિયાત નોકરી કરવી પડશે

સુરત:સુરત પોલીસ કમિશનર દ્રારા એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. ખાખીની ગરિમા જાળવી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. અનુભવી ડી સ્ટાફ કર્મીઓને PCRમાં નોકરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. અનુભવી પોલીસ કર્મીઓએ PCR વાનમાં ફરજિયાત નોકરી કરવી પડશે.

12:03 January 07

દહેજમાં 5 લાખ લઈને આવશે તો જ ઘરમાં રાખીશ તેવી મળી ધમકી

સુરત: સુરતમાંપરિણીતાને મહેણા ટોણા મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. એટલું જ નહી દહેજમાં 5 લાખ લઈને આવશે તો જ ઘરમાં રાખીશ તેમ કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ દરમ્યાન પત્નીએ પોતાના બીમાર પતિના ખબર અંતર પૂછવા ફોન કર્યો તો ફોન પર જ ત્રણ વખત તલાક બોલી દીધા હતા. જેથી પરિણીતાએ આ સમગ્ર મામલે પતિ સહીત સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

11:08 January 07

રાજકોટમાં 12 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

રાજકોટ :12 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. શહેરના ડી.એચ કોલેજના ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવ યોજાશે. 16 દેશોના 41 પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેશે.

11:03 January 07

વાદોડરના અલકાપુરી વિસ્તારમાંથી બે શખ્સો માદક પદાર્થ સાથે થઈ ધરપકડ

વડોદરા: વાદોડર એસઓજીની કાર્યવાહી, શહેરના અલકાપુરી વિસ્તારમાંથી બે શખ્સો માદક પદાર્થ હસીસ(ચરસ) સાથે ધરપકડ થઈ છે.3 કિલો 80 ગ્રામ જેની કિંમત રૂપિયા 4.62 લાખ સાથે કુલ અન્ય ચીજ વસ્તુઓ મળી 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

10:23 January 07

બાળાઓ પાસે આચાર્ય-શિક્ષકોએ ઈંટ અને બ્લોક ઉપડાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

રાજકોટ : કોઠારિયામાં નારાયણનગર કન્યાશાળાની બાળાઓ પાસે આચાર્ય-શિક્ષકોએ ઈંટ અને બ્લોક ઉપડાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયાને પગલે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.

10:14 January 07

ખંભાળિયા-જામનગર હાઇવે પર ઇકો કારમાં લાગી આગ

દ્વારકા :ખંભાળિયા - જામનગર હાઇવે પર ઇકો કારમાં આગ લાગી હતી. આગમાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઇકો કારમાં અંદર દારૂની બોટલો પણ હતી. ખંભાળિયા ફાયરની ટીમ દ્વારા કારમાં લાગેલ આગને કાબૂમાં લીધી હતી. આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં દારૂની અનેક બોટલો પણ બરેલી હાલતમાં જોવા મળતા અનેક પ્રશ્ન ઉદભવ્યા છે.

10:08 January 07

સાબરકાંઠાના ઇડર ગઢ પર આરોહણ અવરોહણની સ્પર્ધાને હરી જંડી અપી

સાબરકાંઠા :સાબરકાંઠાના ઇડર ગઢ પર આરોહણ અવરોહણની હરી જંડી અપી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું. ગુજરાતભર માંથી 279 સપર્ધકો એ ભાગ લીધો છે. જેમાં 172 ભાઈઓ અને 107 બહેનો છે. રાજ્યના અલગ અલગ જિલ્લા ના સ્પર્ધકોએ ભાગ લીધો છે. ત્રણ વર્ષથી આરોહણ અને અવરોહણની સ્પર્ધા યોજાઈ રહી છે. ગુજરાતમાં ગિરનાર પર્વત બાદ ઇડરમાં સ્પર્ધા યોજાઈ રહી છે.

09:35 January 07

અમદાવાદના ગિરિધર નગર પાસે ગ્રીન આર્કેડમાં લાગી આગ

અમદાવાદ :અમદાવાદના ગિરિધર નગર પાસે ગ્રીન આર્કેડમાં આગ લાગી. 11 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ચાર વ્યક્તિઓ દાજી જવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગેસ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન મનાય છે.

07:28 January 07

રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે T20 મેચ

રાજકોટ : રંગીલા રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમનાર છે. ત્યારે રાજકોટમાં રમનારા મેચ નિર્ણાયક રહેશે. અત્યાર સુધી બંને ટીમ દ્વારા એક એક મેચ જીતવામાં આવ્યો છે. તેવામાં રાજકોટમાં હવે ત્રીજો T20 મેચ રમવાનો છે. જે ટીમ આ મેચ જીતશે તે સિરીઝ ઉપર કબજો કરશે. જેને લઇને બંને ટીમો દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે. આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ આ T-20મેચ શરૂ થશે. જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ સજ્જ છે.

06:25 January 07

વિશ્વ ભારત તરફ મોટી આશા સાથે જોઈ રહ્યું છે, ‘ગ્લોબલ સાઉથ’નો અવાજ બનવાની આપણી ફરજ છે : વિદેશ પ્રાધાન જયશંકર

વિદેશ પ્રાધાન એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે વિકાસશીલ દેશો અથવા ‘ગ્લોબલ સાઉથ’નો અવાજ બનવાનું ભારતનું કર્તવ્ય છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સ્વામી મહારાજની શતાબ્દી ઉજવણી નિમિત્તે અમદાવાદની સીમમાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે એક કાર્યક્રમને સંબોધતા જયશંકરે કહ્યું કે, હાલમાં વિકાસશીલ દેશો ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે અને તેઓ ભારત તરફ મોટી આશાઓ સાથે જોઈ રહ્યા છે. અગાઉ, વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત ‘ગ્લોબલ સાઉથ’ના દેશોને એકસાથે લાવવા અને વિવિધ વૈશ્વિક પડકારો પર તેમની સામાન્ય ચિંતાઓ, રુચિઓ અને દ્રષ્ટિકોણને શેર કરવા માટે 12 અને 13 જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિટનું આયોજન કરશે.

Last Updated : Jan 7, 2023, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details