ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS: રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં મહિલાઓએ મચાવ્યો હોબાળો - 7 FEBRUARY 2023 TODAY

GUJARAT BREAKING NEWS 7 FEBRUARY 2023 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 7 FEBRUARY 2023 TODAY NEWS LIVE UPDATE

By

Published : Feb 7, 2023, 7:09 AM IST

Updated : Feb 7, 2023, 9:09 PM IST

21:08 February 07

મહિલાઓએ પ્રમુખ અને ચીફ ઓફિસર સામે બંગડીઓ ફેંકી નોંધાવ્યો વિરોધ

પાટણ :રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં મહિલાઓએ મચાવ્યો હોબાળો. પીવાના પાણીના મુદ્દાને લઈને મહિલાઓએ મચાવ્યો હોબાળો. રાધનપુરના પરા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી નથી મળતું લોકોને પાણી. મહિલાઓએ પ્રમુખ અને ચીફ ઓફિસર સામે બંગડીઓ ફેંકી નોંધાવ્યો વિરોધ.

19:42 February 07

ભવનાથ મેળામાં મહિલા સાધ્વી અને નાગા સંન્યાસી વચ્ચે ઘર્ષણ

ભવનાથ મેળામાં મહિલા સાધ્વી અને નાગા સંન્યાસી વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. મહિલા સાધ્વી જયશ્રી કાનંદગીરી પર નાગા સંન્યાસી દ્વારા કરવામાં આવેલા હુમલામાં સાધ્વી ઘાયલ થયા હતા. હાલ જયશ્રી કાનંદગીરીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

16:24 February 07

કેબિનેટ બેઠકમાં G 20 બાબતે ચર્ચા

ગાંધીનગર: કેબિનેટ બેઠકમાં G 20 બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આજથી 3 દિવસ સુધી કચ્છના ધોરડો ખાતે ટુરિઝમ બાબતે ચર્ચા કરવામાં આવશે. સ્ક્રેપ પોલીસી અંતર્ગત 201 જેટલા ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જંત્રી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી છે. હવે નવી તારીખોમાં નવા રેટ મુજબ દસ્તાવેજ માટે રકમ ચૂકવવી પડશે.

15:44 February 07

અમદાવાદમાં U20 અને G20 અંતર્ગત રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ જાહેર જનતા માટે બંધ રહેશે

અમદાવાદમાં U20 અને G20 અંતર્ગત રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ જાહેર જનતા માટે બંધ રહેશે. 9 તારીખે સાંજે 4 થી રાત્રે 8 સુધી બંધ રહેશે. U20માં પધારતા તમામ મહાનુભાવો અટલ બ્રિજની મુલાકાત લેશે. જેને લઈને શહેરની જનતાને 9 તારીખે બપોર બાદ પ્રવેશ મળશે નહીં.

14:52 February 07

રાહુલ ગાંધીનું અદાણી મુદ્દે નિવેદન - દેશ જાણવા માંગે છે કે અદાણીના વડાપ્રધાન સાથે કેવા સંબંધો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે યુવાનો પૂછી રહ્યા છે કે શું આપણે પણ અદાણી જેવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગીએ છીએ. તે જે ધંધામાં હાથ નાખે છે તેમાં તે સફળ થાય છે. તેમણે કહ્યું કે પહેલા અદાણી વિશ્વના અમીરોમાં 609મા નંબર પર હતા, એવો કયો જાદુ થયો કે નવ વર્ષમાં તે બીજા નંબર પર પહોંચી ગયા. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે રસ્તા પર ચાલો અને પૂછો કે કોણે બનાવ્યું છે, તો અદાણીનું નામ સામે આવશે. દેશ જાણવા માંગે છે કે અદાણીના વડાપ્રધાન સાથે કેવા સંબંધો છે.

14:48 February 07

રાહુલ ગાંધીનું અગ્નિવીર પર નિવેદન

રાહુલ ગાંધીએ કહ્યું કે સેનાના લોકો કહી રહ્યા છે કે અજીત ડોભાલે સેના પર અગ્નિવીર સ્કીમ થોપી છે. સમાજમાં ઘણી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે. અજીત ડોભાલનું નામ લેવા પર શાસક પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમે તેમનું નામ ન લઈ શકો. રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓ તેને કેમ લઈ શકતા નથી. તેઓ ઘરમાં નથી.

14:33 February 07

સંસદમાં રાહુલ ગાંધીનું નિવેદન- ભારત જોડો યાત્રા દરમિયાન ઘણું શીખવા મળ્યું

સંસદમાં રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું કે યાત્રા દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાનો અને તેમની સમસ્યાઓ સાંભળવાનો મોકો મળ્યો. તેમણે કહ્યું કે હવે તમે અગ્નિવીર યોજનાના વખાણ કર્યા છે, પરંતુ સેનાની ભરતી માટે સવારે ચાર વાગ્યે રસ્તા પર દોડી રહેલા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. આ લોકો કહે છે કે અમને ચાર વર્ષ પછી સેનામાંથી કાઢી મુકવામાં આવશે.

13:37 February 07

વર્ષ 2010ના કેસમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 6 મહિનાની સજા

સોમનાથ: મારામારીના જુના કેસમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દોષિત જાહેર થયા છે. કોર્ટે વિમલ ચુડાસમાને 6 મહિનાની સજા ફટકારી છે. થોડા વર્ષો પૂર્વે માળીયા તાલુકામાં મારામારીની ઘટના બની હતી. જેમાં વિમલ ચુડાસમા આરોપી તરીકે દર્શાવાયા હતા. આજે માળિયા હાટીના કોર્ટે વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યા. કોર્ટે સજાને લઈને કોઈ અંતિમ હુકમ જાહેર કર્યો નથી. વર્ષ 2010માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને વિમલ ચુડાસમા અને ફરિયાદીઓ વચ્ચે મારામારી થઈ હતી.

13:01 February 07

જી 20ના સભ્યો ચાર્ટડ એરબસમાં ભુજ એરપોર્ટ પહોચ્યા

કચ્છ: આજથી 3 દિવસ માટે કચ્છના ધોરડો ખાતે G-20 સમિટનો પ્રારંભ થશે. જી 20ના સભ્યો ચાર્ટડ એરબસમાં ભુજ એરપોર્ટ પહોચ્યા. ભુજ એરપોર્ટ પર જી 20ના સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ બહાર સાંસ્કૃતિક રાસ ગરબાનું આયોજન કરાયું. 20 દેશોના 100થી વધુ ડેલિગેટ પોલીસ બંદોબસ્ત સાથે 5 વોલ્વો બસમાં બેસીને ધોરડો પહોંચશે. આજે સાંજે મુખ્ પ્રધાન સાથે તથા અન્ય પ્રધાનો સાથે ધોરડોમા બેઠક યોજી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.

12:04 February 07

લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

12:01 February 07

જી20ના સભ્યો ટુંક સમયમાં ભુજ એરપોર્ટ પહોંચશે

કચ્છ: જી20ના સભ્યો ટુંક સમયમાં ભુજ એરપોર્ટ આવશે. એરપોર્ટ બહાર સાંસ્કૃતિક રાસ ગરબાનું આયોજન કરાયું છે. કચ્છ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ રાષ્ટ્રધ્વજ સાથે આવકારવા તૈયાર છે. 20 દેશોના 100થી વધુ ડેલિગેટને પોલીસ બંદોબસ્ત સાથે 5 વોલ્વો બસમાં બેસીને પહોંચશે

11:54 February 07

મહાનગર પાલિકાની મુખ્ય કચેરીની બિલ્ડીંગ પર શ્વાનનો આંટા મારતો વીડિયો વાયરલ

સુરત:મહાનગર પાલિકાની મુખ્ય કચેરીની બિલ્ડીંગ પર શ્વાનનો આંટા મારતો વીડિયો વાયરલ થયો છે. શ્વાન પકડવા એજન્સીઓ પાછળ લાખો ખર્ચ કરવા છતાં પરિણામ શૂન્ય. વેડ રોડ ખાતે એક સાથે 8 લોકોને શ્વાન દ્વારા બચકા ભરવાની ઘટનાઓ બની હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર કામગીરી નહી કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

11:47 February 07

વડોદરાના સમિયાલા ગામના 90 પરિવારોની જમીન સંપાદન

વડોદરા: સમિયાલા ગામના 90 પરિવારોની જમીન સંપાદન કરવામાં આવી હતી. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેમાં જમીન કપાતમાં તમામ પરિવારોને મકાન કે વળતર ન ચૂકવતા અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતાં વિરોધ કરી રહ્યા છે. આ તમામ પરિવારના સભ્યો આમરણાંત ઉપવાસ પર બેઠા હોવાની માહિતી સામે આવી છે.

11:47 February 07

ગુજરાત કૉંગ્રેસ દ્વારા ગાંધીઆશ્રમથી કોચરબ આશ્રમ સુઘી પદયાત્રાનું આયોજન

અમદાવાદ:ગુજરાત કૉંગ્રેસ દ્વારા ગાંધીઆશ્રમથી કોચરબ આશ્રમ સુઘી પદયાત્રાનું આયોજન કરાયું. જુનિયર ક્લાર્ક પેપરલીક થવા બાબતે "હાથ સે હાથ જોડો" પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા, કાર્યકર્તા સહિતના લોકો આ પદયાત્રામાં જોડાશે. અંદાજિત 6 કિમી જેટલી પદયાત્રા યોજાશે. કાઁગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા અમિત ચાવડા પદયાત્રામાં જોડાશે.

11:46 February 07

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂના સેવન સાથે દર્દીઓની તપાસ કરતો મેડિકલ ઓફિસર ઝડપાયો

રાજકોટઃરાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર દારૂના સેવન સાથે દર્દીઓની તપાસ કરતો હતો. સમગ્ર મામલે સિવિલ અધિક્ષકે તપાસ કમિટીની રચના કરી. તપાસ કમિતિનો રિપોર્ટ આવ્યા બાદ તબીબ સામે કાર્યવાહી થશે.

11:36 February 07

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈ બાબા સોસાયટીમાં મોબાઈલ ચોર પકડાયો

સુરત:પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈ બાબા સોસાયટીમાં મોબાઈલ ચોર પકડાયો હતો. વહેલી સવારે બે ચોર ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરવા આવ્યા હતા. ઘર માલિક બૂમાબૂમ કરતા સોસાયટીના લોકોએ એક ચોરને પકડી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ મોબાઈલ ચોરને પકડી પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો.

11:33 February 07

સુરતમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા 300 કરોડનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિ ITની રેડ

સુરત:ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા અડાજણ ખાતે 300 કરોડનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિ ઉમર જનરલના 15 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ-કાપડ મેન્યુફેક્ચરિંગ-એક્સપોર્ટ, રીઅલ એસ્ટેટના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.

10:16 February 07

ઘાટલોડિયામાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ કર્યો આપઘાત

અમદાવાદ :ઘાટલોડિયામાં પતિના ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાત કર્યો છે. પરિણીતાના પિતાએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. લગ્નના 4 વર્ષના સમયગાળામાં પતિએ ત્રાસ આપ્યો. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી પતિની અટકાયત કરી છે.

10:05 February 07

બગસરા ડેપીની બગસરા રાજકોટ એસટી બસને નડ્યો અકસ્માત

અમરેલી :બગસરા ડેપીની બગસરા રાજકોટ એસટી બસને વડીયા થી રાજકોટ જતા દેવળા વચ્ચે અકસ્માત થયો હતો. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણમા સામેથી લોડિંગ વાહન આવતા ઘટના બની હતી. એસટી ડ્રાઇવરની સમય સુચકતાને લઈ મોટી દુર્ઘટના ટળી બસ રોડ નીચે ઉતરી ગઈ હતી. એસટી બસમાં વિદ્યાર્થીઓ સહિત 70 આસપાસ પ્રવીસીઓ સવાર હતા. ડ્રાઇવરની સમય સુચકતાને લઈ મોટી દુર્ઘટના ટળી કોઈને કંઈજ ઇજા નહિ.

09:40 February 07

ભારતીય વાયુસેના C-17NDRF ની શોધ અને બચાવ ટીમો સાથે તુર્કી જવા રવાના થઈ

ભારતીય વાયુસેના C-17 નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની શોધ અને બચાવ ટીમો સાથે તુર્કી જવા રવાના થઈ હતી. આ એરક્રાફ્ટ એક મોટા રાહત પ્રયાસનો એક ભાગ છે જે IAF દ્વારા અન્ય ભારતીય સંસ્થાઓ સાથે હાથ ધરવામાં આવશે.

09:27 February 07

રાજકોટના જાગનાથ વિસ્તારમાં યુવાનની હત્યા

રાજકોટ : જાગનાથ વિસ્તારમાં 32 વર્ષીય યુવાનની હત્યા થઈ છે. ગાળો બોલવા બાબતે આરોપી વિજયે કમલને ગળાના ભાગે છરી મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં A ડિવિઝન પોલીસે આરોપી વિજયને રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

09:17 February 07

સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું અચાનક મોત

સુરત : ક્રિકેટ રમતી વેળાએ અચાનક બેભાન થઇ ઢળી પડતા યુવાનનું અચાનક મોત થયું હતું .યુવક મોતને ભેટ્યો છે. શેખપુરનો યુવક સેલૂટ ગામના મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. મૃતક યુવકનું નામ કિશન પટેલ હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી.

07:42 February 07

JEE Main result 2023 જાહેર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE Main Session 1 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેઇઇ મેઇન્સ સત્ર 1ની પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તેઓ NTAની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. JEE Mains Result જોવા માટે વિદ્યાર્થીઓને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડશે. લાખો વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન્સ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

06:40 February 07

BREAKING NEWS: તુર્કી-સીરિયામાં અત્યાર સુધીમાં 3800ના મોત

દક્ષિણ-પૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયાના કેટલાક શહેરો સોમવારે વહેલી સવારે તીવ્ર ભૂકંપની ઝપટમાં આવ્યા હતા, જેના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં જાન-માલનું નુકસાન થયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોને કંઈપણ વિચારવાનો અને સમજવાનો મોકો મળ્યો ન હતો. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 3800થી વધુ લોકોના મોત થયા છે. એવી આશંકા છે કે આ વિનાશમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.

Last Updated : Feb 7, 2023, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details