ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરતમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ - undefined

GUJARAT BREAKING NEWS 7 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 7 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Dec 7, 2022, 6:47 AM IST

Updated : Dec 7, 2022, 10:35 PM IST

22:02 December 07

સુરતમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ

સુરત:સુરતમાં કતારગામ વિસ્તારમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી.

21:21 December 07

રખિયાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પડ્યા, 5.69 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

અમદાવાદ: રખિયાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પડ્યા છે. ચકુડિયા મહાદેવ મંદિર નજીકથી 32 જુગારીઓની ધરપકડ કરી છે. તેમાં 20 મોબાઈલ, 4 રીક્ષા, 5 મોટર સાયકલ અને રોકડ સહિત 5.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. અબુદલ શેખ નામનો વ્યકિત જુગારધામ ચલાવતો હતો.

21:14 December 07

ગુજરાતમાંથી મહારાષ્ટ્ર મોકલવામાં આવતું ડ્રગ્સ ગુજરાત STએ ઝડપી પાડ્યું

વડોદરા: વડોદરાના સિંધરોટમાંથી ડ્રગ્સ બનાવવાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાત STની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન વડોદરા અને આસપાસના વિસ્તારમાં સંતાડવામાં આવેલા ડ્રગ્સના જથ્થાને કબજે કરવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાત STની ટીમે આરોપી શૈલેષ કટારિયાની પૂછપરછમાં વધુ 25 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. આત્યર સુધીમાં કબજે કરવામાં આવેલું 100 કિલોથી વધુનું ડ્રગ્સ મહારાષ્ટ્ર જવાનું હતું. જેને STએ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

20:49 December 07

અમરેલીમાં મત ગણતરીના કારણે અમદાવાદને જોડતો લાઠી રોડ બંધ

અમરેલી:અમરેલીમાં મતગણતરીના કારણે અમદાવાદને જોડતો લાઠી રોડ આખા દિવસ માટે બંધ કરાવ્યો છે અને આ રૂટના વાહનો માટે અલગ-અલગ ચાર વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. અમરેલી લાઠી રોડ પર રેલ્વે ફાટકથી કોલેજ સુધી કોઈપણ વાહનોને સવારથી જ એન્ટ્રી નહીં મળે.

20:21 December 07

ટીમ ઈન્ડિયા સાત વર્ષે ફરી સિરીઝ હારી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ વન-ડે સિરીઝ રમાઈ રહી છે. જેમાં આજે બીજી મેચ મીરપુરમાં રમાઈ ગઈ હતી. જેમાં બાંગ્લાદેશે 5 રને જીત મેળવીને સિરીઝ કબજે કરી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશમાં સતત બીજીવાર વન-ડે સિરીઝ હારી છે

19:45 December 07

સાબરકાંઠાના ઇડરના માઢવામાં યુવક પર થયો હુમલો

સાબરકાંઠા: સાબરકાંઠાના ઇડરના માઢવામાં હુમલો થયો. ડ્રિપ ઇરીગેશનમાં કામકાજ મામલે બોલાવાયા બાદ હુમલો થયો. અચાનક હુમલાના પગલે યુવકની સ્થિતિ ગંભીર બની છે. સામાજીક કારણસર હુમલો થયાની આશંકા છે. પોલીસ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છેે.

17:43 December 07

અમદાવાદ ટ્રાફિક પોલીસે કરી ગેરકાયદેસર દબાણ મામલે કાર્યવાહી

અમદાવાદ: ટ્રાફિક પોલીસની ગેરકાયદેસર દબાણ મામલે કાર્યવાહી કરી. ચમનપુરાથી સંતોષી માંના મંદિર સુધીના દબાણો દૂર કરાયા. રોડ પર મુકાયેલા સામાન અને વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે 4 કેસ કર્યા. રસ્તાની બંને બાજુ દબાણના કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનોને અગવડ પડતી હતી.

17:19 December 07

દિલ્હી મનપામાં 15 વર્ષ પછી થયું સત્તા પરિવર્તન

દિલ્હી: AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે. ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો. આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 250 સીટમાં AAPને 134 જીતી છે, જે બહુમત કરતા 8 વધું છે. જ્યારે ભાજપે 104 સીટ જીતી છે, કોંગ્રેસે 9 અને 3 સીટ પર અપક્ષના ઉમેદવારે જીત મેળવી છે.

17:10 December 07

અમરેલીમાં આવતી કાલે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે

અમરેલી: અમરેલીમાં આવતી કાલે પ્રતાપ રાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જીલ્લાની પાંચ વિઘાનસભાની મતગણતરી હાથ ધરવામાં આવશે. ચુંટણી તંત્ર સંપુર્ણ તૈયારીઓ હાથ ઘરવામા આવી. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોડૅન કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

16:52 December 07

મણીનગર BRTS બસ સ્ટેન્ડ પાસે BRTS બસમાં લાગી આગ

અમદાવાદ: અમદાવાદનામણીનગર BRTS બસ સ્ટેન્ડ પાસે BRTS બસમાં આગ લાગી છે. એક સાથે બે BRTS બસમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી.

16:47 December 07

પરીણામ પહેલા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ કરી બેઠક

અમદાવાદ: પરીણામ પહેલા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક યોજાઈ હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ. પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં મતદાનના આંકડાનું વિશ્લેષણ કરાયું. 125 બેઠકના લક્ષ્યાંક સામે મતદાન મુજબ કેટલી બેઠક મળે છે તેનું આંકલન કરવામાં આવ્યું. સંભવિત પરિણામ બાદના કાર્યક્રમોનું પણ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું.

16:09 December 07

જીત્યા પછી મારા કાર્યકરો કહેશે તો ભાજપમાં જઈશ: મધુ શ્રીવાસ્તવ

વડોદરા: વડોદરામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા માહોલ ગરમાયો છે. તથા આવતીકાલે પરીણામ આવશે અને હું જીતવાનો છું તેમ જણાવ્યું છે. જેમાં મારી સામે ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ હોય હું લડતો રહીશ. તેમણે કહ્યું કે, શેર અકેલા હી લડતા હૈ લડતા રહેગા, ભાજપે મારો ઉપયોગ કરી ને છોડી દીધો છે.

15:39 December 07

લોકગાયક દેવાયત ખવડ ફરી આવ્યા વિવાદમાં

રાજકોટ: લોકગાયક દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યો છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

15:06 December 07

આવતીકાલે અમદાવાદ, સુરતમાં થશે મતગણતરી

ગાંધીનગર: પી. ભારતી મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી છે. સવારે 8 કલાકે 37 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં 3 અને સુરતમાં 2 જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે અન્ય તમામ જિલ્લામાં 1-1 કેન્દ્રો પર ગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરીમાં તમામ કર્મચારીની નિમણુક કરવામાં આવી છે. કાઉન્ટીંગમાં 2 માઇક્રો બોઝરવર રાખવામાં આવશે. આખી પ્રક્રિયા કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે. 8 વાગ્યે પોસ્ટલ બેલેટ અને 8.30 કલાકે EVM ગણતરી હાથ ધરવામાં આવશે, 3 લેયરમાં સુરક્ષા હશે આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમની નજીક CRPF ટીમ, કાઉન્ટીંગ આગળ SRPFની ટીમ, પોલીસ બહારની બાજુ ઊભા રાખવામાં આવશે.

14:43 December 07

સાબરકાંઠામાં આવતીકાલે ગુરુવારે 4 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે

સાબરકાંઠા: આવતીકાલે ગુરુવારે ચાર વિધાનસભાની મતગણતરી હિંમતનગર પોલીટેકનિક ખાતે હાથ ધરાશે. હિંમતનગર વિધાનસભામાં 29 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ઈડર વિધાનસભામાં 30 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ખેડબ્રહ્મા વિધાનસભામાં 28 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. પ્રાંતિજ વિધાનસભામાં 26 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. વિધાનસભા દીઠ 12 ટેબલ પર મતગણતરી કરાશે. દરેક ટેબલ પર ગણતરી સુપરવાઈઝર, આસિ. સુપરવાઈઝર અને માઇક્રો ઓબઝર્વર ત્રણ કર્મચારી હશે.

14:35 December 07

સુરતના નટવર નગરમાં કુમાર કાનાણીએ ચાલતું ડિમોલેશન અટકાવ્યું

સુરત: સીમાડા નાકા નટવર નગરમાં ડિમોલેશન ચાલતું હતું. તે દરમિયાન કુમાર કાનાણી આવી પહોંચ્યા અને ડીમોલેશન અટકાવ્યું હતું. એસએમસીના અધિકારીઓને ના પાડતા ડિમોલેશન અટકાવ્યું હતું.

13:36 December 07

પરેશ રાવલની મુશ્કેલીમાં વધારો, ચૂંટણી રેલી દરમિયાન બંગાળીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ

બોલિવૂડ એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારમાં અભિનેતાએ બંગાળીઓ પર ટિપ્પણી કરી હતી જેના કારણે તેની મુશ્કેલી વધી રહી છે. અહેવાલો અનુસાર લેફ્ટના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. નેતાએ અભિનેતા પર ગુજરાતમાં ભાજપની ચૂંટણી રેલી દરમિયાન બંગાળીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

12:29 December 07

દિલ્હીમાં MCD ચૂંટણીમાં ભાજપ અને AAP વચ્ચે ટક્કર, AAP 132 બેઠકો સાથે આગળ

ભાજપ અને AAP વચ્ચે જોરદાર રસાકસી

ભાજપ-104 તથા AAP-132 બેઠકો પર કરી રહી છે લીડ

કોંગ્રેસ 11 બેઠકો પર આગળ

12:25 December 07

અમદાવાદમાં કોલસા વિતરણમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત મામલે 33 ડાયરેક્ટરો અને હોદ્દેદારો સામે કાર્યવાહી

અમદાવાદમાં ઔદ્યોગિક એકમોને કોલસા વિતરણમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત મામલે કાર્યવાહી

એજન્સીઓના 33 ડાયરેક્ટરો અને હોદ્દેદારો સામે કાર્યવાહી

33 લોકો સામે ગુનો નોંધી 5 લોકોને સીઆઇડી ક્રાઇમે કર્યા ડિટેઇન

સરકારી પોલીસીનો ભંગ કરી આચરી હતી છેતરપીંડી

ખોટા ડોયુમેન્ટ આધારે કરાયો હતો ગોટાળો

પાંચેય આરોપીની અટકાયત બાદ કરાઈ રહી છે કાર્યવાહી

12:11 December 07

દિલ્હીમાં MCD જીતનો ઉત્સવ ગુજરાત પ્રદેશ કાર્યાલય પર ઉજવાયો

ગુજરાત વિધાનસભાના પરિણામ પહેલા આમ આદમી પાર્ટીએ વિજય ઉત્સવ ઉજવ્યો

દિલ્હીમાં MCD જીતનો ગુજરાત પ્રદેશ કાર્યાલય પર ઉત્સવ

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રહ્યા હાજર

11:48 December 07

ATSએ વડોદરા સયાજીગંજ વિસ્તારના વધુ એક પ્રોસેસિંગ યુનિટ ઝડપી પાડ્યું, 100 કિલો કેમિકલ કબ્જે કર્યું

વડોદરા સિંઘરોડમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપી પાડવાનો મામલો

ગઈકાલે ATSએ વડોદરા સયાજીગંજ વિસ્તારના વધુ એક પ્રોસેસિંગ યુનિટ ઝડપી પાડ્યું

મનુભાઈ ટાવરમાંથી 100 કિલો કેમિકલ કબ્જે કર્યું

100 કિલો જેટલા કેમિકલમાંથી એમ.ડી ડ્રગ્સ બનવવામાં આવતું હતું.

11:05 December 07

રેપો રેટમાં 0.35% નો વધારો, લોન લેવી થશે મોંઘી

મિડલ ક્લાસને વધુ એક ઝટકો

RBIએ ફરી રેપો રેટમાં કર્યો 0.35% નો વધારો

RBIની જાહેરાત બાદ હવે લોન લેવી થશે મોંઘી

10:57 December 07

મીરાબાઇ ચાનુએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, કિરણ રિજિજુએ પાઠવી શુભેચ્છા

ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક માટે પોતાનો મજબૂત દાવો દાખવ્યો છે. મંગળવારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે અહીં કુલ 200 કિલોનો ભાર ઉપાડ્યો. મીરાબાઈ છેલ્લા કેટલાક સમયથી કાંડાની ઈજાથી ઝઝૂમી રહી હતી પરંતુ તેમ છતાં તે મેડલ જીતવામાં સફળ રહી હતી. તેણે સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉપાડ્યું.

10:33 December 07

આજથી દિલ્હીમાં શિયાળુ સત્ર શરૂ, સંસદ સત્ર પહેલા પીએમ મોદીનું નિવેદન-યુવા સાંસદો વધુ ચર્ચામાં ભાગ લે

આજથી દિલ્હીમાં શિયાળુ સત્ર શરૂ

29 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સંસદ સત્ર

સંસદ સત્ર પહેલા પીએમ મોદીનું નિવેદન

યુવા સાંસદો વધુ ચર્ચામાં ભાગ લે"

"શિયાળુ સત્ર ઘણું મહત્વનું "

"માત્ર હોબાળો થવાથી નુકસાન થાય છે"

"લોકતંત્ર માટે આ ખૂબ જરૂરી છે"

"જી 20ની આગેવાની મળી તે ગોરવની વાત"

"આ સત્રમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે

09:59 December 07

PM મોદી 4 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આપશે હાજરી

PM મોદી વધુ એક વખત 14 ડિસેમ્બરના રોજ આવશે ગુજરાતની મુલાકાતે

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આપશે હાજરી

દેશ-વિદેશમાંથી સ્વામિનારાયણ સંસ્થાના મહંતો રહેશે હાજર

09:58 December 07

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અંબાજીના પ્રવાસે, માતાજીના મંદિરે ધજા રોહણ કર્યું

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અંબાજીના પ્રવાસે

ધર્મપત્ની હેતલબેન પટેલ સાથે મા અંબાના દરબારમાં પહોંચ્યા

મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોએ કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી કર્યું સ્વાગત

નિજ મંદિરમાં પૂજા અર્ચના સહિત કપૂર આરતી કરી મા અંબાના આશીર્વાદ લીધા

ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી

ભટ્ટજી મહારાજ ના આશીવાર્દ લીધા અને રક્ષાપોટલી પણ બંધાવી

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે માતાજીના મંદિરે ધજા રોહણ કર્યું

ધર્મપત્ની સાથે ધજાને માતાજીના શિખરે ચઢાવી ધન્યતા અનુભવી

08:31 December 07

દિલ્હીમાં આજથી સંસદનુ શિયાળુ સત્ર, સરકાર દ્વારા કુલ 19 બિલ રજૂ કરવામાં આવશે

ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. વિપક્ષ દ્વારા લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે. ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તૈયારી ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શિયાળુ સત્રમાં આ વખતે જે બિલ રજૂ થવાના છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર દ્વારા કુલ 19 બિલ રજૂ કરવામાં આવશે. તેમાંથી ત્રણ જૂના છે, જ્યારે 16 નવા બિલ રજૂ કરવામાં આવશે. અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે તે ગૃહને ખોરવી નહીં નાખે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર પણ સ્પીકર દ્વારા મંજૂર કરાયેલા દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

08:31 December 07

આંબેડકર યુનિ. અને આફ્રિકાની રોવુમા યુનિ. વચ્ચે MOU, કલા, સંસ્કૃતિ, શિક્ષણ ક્ષેત્રે વ્યાપ વધશે

આંબેડકર યુનિ. અને આફ્રિકાની રોવુમા યુનિ. વચ્ચે MOU

અનેક અભ્યાસક્રમો માટે થયા કરાર

કલા, સંસ્કૃતિ, શિક્ષણ ક્ષેત્રે વ્યાપ વધશે

08:31 December 07

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ, કુલ 37 મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે

કુલ 37 મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી માટેની ચૂંટણી પંચે પૂર્ણ કરી તમામ તૈયારીઓ

તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

08:27 December 07

નીચા મતાદાન બાબતે સી.આર.પાટીલની બેઠક, જિલ્લાવાર પક્ષની સ્થિતિની ચૂંટણી બાદ સમીક્ષા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે નીચા મતદાન બાબતે જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરી છે. જેમાં નીચા મતદાન અંગેના જિલ્લા ભાજપના પ્રમુખો સાથે વિગતે ચર્ચા કરવામાં આવી તેમજ જિલ્લાવાર પક્ષની સ્થિતિની ચૂંટણી બાદ સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લાવાર મેળવી રહેલી બેઠકો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે.

08:26 December 07

મતગણતરીના દિવસ માટે સુરત કલેકટરનું જાહેરનામું, ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ

મતગણતરીના દિવસ માટે સુરતના કલેકટરનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ ગણતરી કેન્દ્રો પર પ્રવેશ પાસ વિના પ્રવેશ મળશે નહી તવું ફરમાન જણાવ્યું છે. ઉમેદવારો અને મતગણતરી એજન્ટ માટે પણ પ્રવેશ પાસ ફરજીયાત કહ્યું છે. જે જાહેરનામાં જણાવ્યું છે કે, મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ,કોર્ડલેસ ફોન સહીતની વસ્તુ પર અને મતગણતરી કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. સુરતની SVNIT કોલેજ અને ગાંધી કોલેજ ખાતે મતગણતરી થશે.

07:25 December 07

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મતગણતરી, 250 વોર્ડ પર 1349 ઉમેદવારો મેદાને

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. MCD ચૂંટણીના એક્ઝિટ પોલમાં લગભગ તમામ સર્વે એજન્સીઓએ AAPની જીત અને BJP શાસનના અંતની આગાહી કરી છે. MCD ચૂંટણીને મોટે ભાગે AAP, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય હરીફાઈ તરીકે જોવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 250 વોર્ડ છે અને 1349 ઉમેદવારોનું ભાવિ EVMમાં બંધ છે. મતગણતરી માટે 42 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

06:43 December 07

આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી, 1621 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે ત્યારે અમદાવાદમાં 21 વિધાનસભા બેઠકો પરના EVM અમદાવાદ ખાતેના 3 કાઉન્ટિંગ સેન્ટરોના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતદાન ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે. આ ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ, 23 કાઉન્ટિંગ રૂમ અને મોનીટરીંગ માટે CCTV કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. CCTV કંટ્રોલ સેન્ટર ખાતે કર્મચારીઓ સતત તમામ સ્ટ્રોંગ રૂમની બહાર નજર પણ રાખી રહ્યાં છે. સાથે જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે.

Last Updated : Dec 7, 2022, 10:35 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details