ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણીના પરિણામ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે અંબાજી પહોંચી માતાજીની કરી પૂજા અર્ચના - news update

GUJARAT BREAKING NEWS 6 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 6 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Dec 6, 2022, 6:32 AM IST

Updated : Dec 6, 2022, 10:13 PM IST

21:57 December 06

ચૂંટણીના પરિણામ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે અંબાજી પહોંચી માતાજીની કરી પૂજા અર્ચના

અંબાજી :વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા CM ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે પહોંચ્યા હતા અને મા અંબાનાં આશીર્વાદ લીધા હતા. CM ભુપેન્દ્ર પટેલ ધર્મપત્ની હેતલબેન પટેલ સાથે માં અંબાના દરબારમાં પહોંચ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોંએ કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સ્વાગત કર્યું. નિજ મંદિરમાં પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માં અંબા ના આશીર્વાદ લીધા. ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડીને સ્મુર્તિ ચિન્હ અર્પણ કર્યું. મુખ્યપ્રઘાનએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીવાર્દ લીધા અને રક્ષાપોટલી પણ બંધાવી હતી.

18:23 December 06

રાજકોટના જસદણમાં વાયરલ ઓડિયો મામલે કુંવરજી બાવળિયાએ કર્યો મોટો આક્ષેપ

રાજકોટ: રાજકોટના જસદણમાં વાયરલ ઓડિયો મામલે કુંવરજી બાવળિયાએ મોટો આક્ષેપ કર્યો છે. બાવળિયાએ કહ્યું કે, ગજેન્દ્ર રામાણી અને નગર પાલિકાના પ્રમુખ સભ્યો સહિતની ટોળકી પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. જય ભોલે નાથ જેવી સાંકેતિક ભાષામાં કોંગ્રેસના ઉમેદવાર ટેકો આપતા હતા. આ બાબતે મેં અગાઉ પણ હાઇકમાન્ડના ફરિયાદ કરી છે, છતાં કોઈ પગલાં લેવાયા નોતા જેની અસર ચૂંટણી ઉપર જોવા મળી, પ્રદેશ નેતા ભરત બોઘરાને લઈને પણ પ્રહાર કર્યા છે. આ બધા પાછળ ભરત બોઘરાં પણ સામેલ છે, કુંવરજી બાવળિયા ફરી પાછી હાઈકમાંડને રજૂઆત કરશે.

18:06 December 06

TMC નેતા સાકેત ગોખલેને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

અમદાવાદ: TMC નેતા સાકેત ગોખલેને કોર્ટમાં રજુ કરાયો. સાયબર ક્રાઇમ દ્વારા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મોરબી દુર્ઘટનાને લઈ સાકેત ગોખલેએ ટ્વીટ કર્યું હતું. PM મોદી પર વિવાદિત ટ્વીટ કરતા ધરપકડ કરાઇ છે. સાયબર ક્રાઇમે 3 દિવસના રિમાન્ડની માગ કરી છે. આરોપી સાકેતના 8 ડિસેમ્બરે બપોરે 12 વાગે સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

17:11 December 06

પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીની ઉજવણીમાં હાજરી આપવા આવશે PM નરેન્દ્ર મોદી

અમદાવાદ: અમદાવાદમાં 14મી તારીખે BAPS દ્વારા પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવા આવી રહ્યા છે.

16:35 December 06

AAP આવતીકાલે બુઘવારે મનાવશે વિજય ઉત્સવ

અમદાવાદ: આમ આદમી પાર્ટી આવતીકાલે બુઘવારે વિજય ઉત્સવ મનાવશે. આવતીકાલે દિલ્હી નગરપાલિકા ચુંટણીનું પરીણામ છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ ઉજવાશે. LED સ્ક્રીન લગાવી લાઈવ પરિણામ જોવા મળશે. ગુજરાત વિધાનસભા આમ આદમી પાર્ટીનાં તમામ ઉમેદવારને આમંત્રણ આપવામાં આવ્યું છે.

16:20 December 06

અમદાવાદમાં અસામાજિક તત્વોના આંતકથી સ્થાનિકોમાં દેહસતનો માહોલ

અમદાવાદ: વાડજમાં અસામાજિક તત્વોનો આંતક વઘી ગયો છે. સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના વીડિયો મૂકી લોકો ભય ફેલાવી રહ્યા છે. લુખ્ખા તત્વોના આંતકથી સ્થાનિકોમાં દેહસતનો માહોલ છે. રાત્રિના સમયે તલવારો અને હથિયારો લઈને વિસ્તારમાં આંતક ફેલાવી રહ્યા છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ભાઇપુરામાં બૂટલેગરો દ્વારા દુકાનદારો પર હુમલો કરાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

16:09 December 06

વન્ય પ્રાણીના શિકાર માટે નીકળેલા 3 આરોપીને તાપીના SOG પોલીસે પકડ્યા

તાપી: તાપીના SOG પોલીસે ડોલવણ તાલુકાના કાળીકાકર ડુંગરના રિઝર્વ ફોરેસ્ટ માંથી ત્રણ આરોપીને ઝડપી લીધા છે. વન્ય પ્રાણીના શિકાર માટે નીકળેલા 3 આરોપીને દેશી હાથ બનાવટની સિંગલ બેરલ બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યા છે. SOG પોલીસે વિજય કોંકણી, રાકેશ કોંકણી અને સચિન કોંકણીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. SOG પોલીસે કુલ 10 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે.

15:55 December 06

સુરતના ખટોદરામાં કાપડની ફેક્ટરીમાં લાગી આગ

સુરત:ઉધના ખટોદરા નવજીવન સર્કલ પાસે ઉધના વાહન ડેપોની સામે ઈશિતા ફેશન નામના શો રૂમમાં આગ લાગી હતી. સાડી,લેડીસ કુર્તા, ગ્રાઉન સહિતની લેડીસ કપડાંના શો રૂમમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો.

15:17 December 06

સુરતમાં આંગળામાં રમતા બાળકનું મોટર સાયકલ પર કરાયું અપહરણ

સુરત:સચિન GIDC વિસ્તારમાંથી 4 વર્ષના બાળકના અપહરણ બાદ છુટકારો મળ્યો. સંતોષ નામના વ્યક્તિએ આંગળામાં રમતા બાળકનું મોટર સાયકલ પર અપહરણ કર્યુ હતું. પોલીસએ સીસીટીવીના આધારે આરોપીને શોધી અપહરણ કરતા પાસેથી બાળકને મુક્ત કરાવ્યો. સચિન GIDC પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

15:07 December 06

વડોદરાના સિંઘરોટ બાદ સયાજીગંજમાં પકડાયું દ્રગ્સ

વડોદરા: વડોદરાના સિંઘરોટ બાદ અન્ય દ્રગ્સ પકડાતા ATSએ તપાસ હાથ ઘરી છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધાર્યું છે. ATSની ટીમ સયાજી ગંજ વિસ્તારના પાયલ કોમ્પલેક્ષમાં પહોચીને આરોપી શૈલેષને સાથે રાખી તપાસ શરુ કરી છે. શૈલેષ ફેક્ટરીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. પાયલ કોમ્પલેક્ષની દુકાનથી કેમિકલના બે કેરબા મળી આવ્યા. સિંધરોટની સીમમાં થી પકડાયેલા ગોડાઉનમાંથી 500 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. પાંચ આરોપીઓની ATSએ ધરપકડ કરી હતી.

14:24 December 06

બેલેટ પેપર, EVMના મતોની ગણતરી સાથે થશે

બેલેટ પેપર, EVMના મતોની ગણતરી સાથે થશે

અગાઉ સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરાતી હતી

બેલેટ પેપરની ગણતરી માટે અલગ ટેબલ મુકાશે

14:20 December 06

અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના વધુ એક વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન

અમદાવાદ: શહેરની નામાંકિત મેડિકલ કોલેજના વધુ એક 26 વર્ષનાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. કપિલ પરમાર નામના એમડીના વિદ્યાર્થીએ હોસ્ટેલનાં પોતાના રૂમમાં રવિવારે ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઇને જીવન ટૂંકાવી લીધું છે. શાહીબાગ પોલીસનાં જણાવ્યા પ્રમાણે, નોબલનગરનો આ વિદ્યાર્થી પોતાના રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

13:55 December 06

જબરદસ્તી ધર્માંતરણ ભારતના બંધારણના વિરુદ્ઘ - સુપ્રીમ કોર્ટ

બળજબરીથી ધર્માંતરણના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ વખતે પણ કોર્ટે બળજબરીથી ધર્માતરણને ગંભીર સમસ્યા ગણાવતાં કહ્યું કે, જબરદસ્તી ધર્માંતરણ ભારતના બંધારણના વિરુદ્ઘ છે. 14 નવેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને તેને રોકવાની યોજના વિશે પૂછ્યું હતું અને તેને એફિડેવિટ દાખલ કરવામાં કહ્યું હતું.

13:20 December 06

ગાંધીનગરમાં EVM મશીનને સ્ટ્રોંગ રુમમાં સીલ કરાયા, સેકટર 15માં થશે મતગણતરી

ગાંધીનગર 5 બેઠકોની મતગણતરી સેકટર 15માં થશે

EVM મશીનને સ્ટ્રોંગ રુમમાં કરાયા સીલ

CRPFનો કાફલો સ્ટ્રોંગ રુમની બહાર તૈનાત

13:20 December 06

ગુજરાતમાં કમોસમી વરસાદની ભીતિ, 11થી 15 ડિસેમ્બર વચ્ચે થઈ શકે છે માવઠું

રાજ્યમાં રાજકીય ગરમાવા વચ્ચે ઠંડીનો ચમકારો

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર

કડકડતી ઠંડીમાં માવઠાની પણ આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ

11થી 15 ડિસેમ્બર માવઠાની આગાહી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે

13:20 December 06

વડોદરાના સોખડા મંદિરમાં સમાધિ સ્થળે તાળું મારી દર્શનથી અટકાવ્યાનો આક્ષેપ

વડોદરાના સોખડા મંદિર ફરી વિવાદમાં

સમાધિ સ્થળે તાળું મારી દર્શનથી અટકાવ્યાનો આક્ષેપ

પ્રબોધ સ્વામીને દર્શનથી અટકાવ્યા હોવનો આક્ષેપ

13:20 December 06

8 ડિસેમ્બરે મતગણતરીને લઈને ભાજપના એજન્ટોની ટ્રેનિંગ બેઠક

મતગણતરીને લઈ ભાજપની તૈયારી

ભાજપના એજન્ટોની ટ્રેનિંગ બેઠક યોજાઈ

600થી વધુ અનુભવી કાર્યકર્તાઓ હાજર

13:11 December 06

કોંગ્રેસ 100થી વધુ સીટ સાથે સરકાર બનાવશે, AAP ડબલ આંકડામાં પણ નહીં આવે- મોઢવાડિયા

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાનું મોટું નિવેદન

એક્ઝિટ પોલ ખોટા સાબિત થશેઃ મોઢવાડિયા

"કોંગ્રેસ 100થી વધુ સીટ સાથે સરકાર બનાવશે"

AAPની વાતને મોઢવાડિયાએ હાસ્યાસ્પદ કહી

''AAP ડબલ આંકડામાં પણ નહીં આવે''

12:24 December 06

કોઈ નવી પાર્ટી 15 થી 20 ટકા વોટ શેર લે છે તો તે ખૂબ જ મોટી વાત- કેજરીવાલ

મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલના પરિણામો આવી ચૂક્યા છે. જેને લઈને અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ગુજરાતના પરિણામોને સકારાત્મક બતાવ્યા છે. તેમણે જણાવ્યું કે કોઈ નવી પાર્ટી 15 થી 20 ટકા વોટ શેર લે છે તો તે ખૂબ જ મોટી વાત છે.

11:39 December 06

વધુ એક વખત રૂપિયો 24 પૈસા તૂટી 82.09એ પહોંચ્યો

વધુ એક વખત રૂપિયો નીચલા સ્તરે

અમેરિકન ડૉલરની સરખામણીએ રૂપિયો નીચલા સ્તરે

રૂપિયો 24 પૈસા તૂટી 82.09એ પહોંચ્યો

11:20 December 06

મોરબી દુઘર્ટના મામલે ખોટી માહિતી દર્શાવી ટ્વિટ કરનાર TMCના પ્રવક્તાની ધરપકડ

મોરબી દુઘર્ટના મામલે ટ્વિટ કરનાર TMCના પ્રવક્તાની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

ગુજરાતી ન્યુઝ પેપરનું કટીંગ મૂકી ખોટી માહિતી દર્શાવી ટ્વિટ કર્યું હતું

TMCના પ્રવક્તા સાંકેત બોખલેએ કર્યું હતું ટ્વિટ

સાયબર ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી કરી ધરપકડ

આરોપી સાંકેતના પિતા મુંબઈ પોલીસમાં હતા અને NDPSના કેસમાં ધરપકડ થઈ ચુકી છ

09:51 December 06

પંચમહાલના ગોધરામાં ઉમેદવારના નિશાન આગળ બટન દબાવતો વીડિયો વાયરલ, પ્રિઅધિકારીએ નોંધાવી ફરિયાદ

પંચમહાલમાં મતદાનની ગુપ્તતા ન જળવતા પ્રિઅધિકારીએ નોંધાવી ફરિયાદ

ઈવીએમમાં વોટ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગોધરા વિધાનસભા સીટ પરના ઉમેદવારના નિશાન આગળ બટન દબાવતો વીડિયો

આ અંગે ગોધરાએ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાઇ ફરિયાદ

09:10 December 06

​​શાહી ઈદગાહમાં આજે હિન્દુ મહાસભાનું હનુમાન ચાલીસાના પાઠનું એલાન, પોલીસ એલર્ટ

6 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ સંકુલમાં મોટો હંગામો થવાની સંભાવના છે. કારણ કે અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આજે ​​હનુમાન ચાલીસાના પાઠનું એલાન કર્યું છે. આ જાહેરાત બાદ જ શ્રી કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈદગાહની આસપાસના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અને પોલીસ દરેક ખૂણે-ખૂણે ચાંપતી નજર રાખી રહી છે.

09:07 December 06

TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ

TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ

કોલકાતાથી ગુજરાત પોલીસે ધરપકડ કરી

09:04 December 06

મતગણતરીને લઇને અમદાવાદમાં તૈયારીઓ પૂર્ણ, પોલિટેક્નિક ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીને લઇને અમદાવાદમાં તૈયારીઓ પૂર્ણ

શહેરની 1 અને ગ્રામ્યની 5 બેઠકોની મતગણતરીને લઇ પોલિટેક્નિક ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવાયા,

પોલીસ અને CRPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, 8 ડિસેમ્બરે કરાશે મતગણતરી

08:52 December 06

અમદાવાદના જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગ, કુખ્યાત નઝીર વોરા પર અંગત અદાવતમાં ફાયરિંગ

અમદાવાદના જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ

કુખ્યાત નઝીર વોરા પર અંગત અદાવતમાં થયું ફાયરિંગ

પોલીસે બને પક્ષે સામસામે નોંધી ફરિયાદ

નઝીર વોરા અને તેના પુત્ર તથા મોઇન સામે પણ નોંધાઈ ફરિયાદ

આરોપીઓએ તલવાર સાથે કરી બબાલ

વેજલપુર પોલીસે બને ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી

07:41 December 06

G-20 સમિટને લઈને PM મોદીની અધ્યક્ષતામાં મળી સર્વદળીય બેઠક

દિલ્હીમાં મળી સર્વદળીય બેઠક

ભારતમાં યોજાનાર G-20 સમિટને લઈને બેઠક

PM મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

2023માં ભારતમાં યોજાશે G-20 સમિટ

મમતા બેનર્જી-કેજરીવાલની સાથે અન્ય રાજ્યોના CM અને અન્ય નેતાઓ જોડાયા

06:47 December 06

અમદાવાદમાં 16 બેઠક પર 11 ટકા ઓછું મતદાન, નરોડા બેઠક પર 45.25 ટકા મતદાન

  • અમદાવાદમાં 16 બેઠક પર 11 ટકા ઓછું મતદાન
  • સૌથી વધુ બનાસકાંઠા 71.40 ટકા મતદાન
  • સૌથી ઓછું અમદાવાદમાં 58.40 ટકા મતદાન

06:39 December 06

ગુજરાતમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ, 8 ડિસેમ્બરે 1621 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

પ્રથમ તબક્કામાં લગભગ 63.31 % મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી અંદાજે 64.39 % મતદાન નોંધાયું છે. રાજ્યમાં બહુમતી સરકાર બનાવવા માટે 92 બેઠકોની જરૂર પડશે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે.

06:22 December 06

ગુજરાતમાં કમોસમી વરસાદની ભીતિ, 11થી 15 ડિસેમ્બર વચ્ચે થઈ શકે છે માવઠું

ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 64.39 ટકા અંદાજીત મતદાન થયું છે. સૌથી વધુ બનાસકાંઠા 71.40 ટકા તો સૌથી ઓછું અમદાવાદમાં 58.40 મતદાન થયું છે. મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 61 પક્ષો ઉપરાંત અપક્ષો મળીને કુલ 833 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં 69 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

Last Updated : Dec 6, 2022, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details