રાજુલાના રીંગણીયાળા ગામે એક મહિલાનું ખેતી કામ કરતા સમયે મોત થયું છે. કપાસના છોડને કસર કરવાના મશીનમાં કામ કરતી વેળાએ ઘટના બની હોવાનું મનાય છે. રાજુલાની મહિલા લક્ષ્મીબેન હરજીભાઈ બાબરીયા ઉમર 50 ટ્રેક્ટર પાછળ કસર મશીનમાં આવી જતા મોત નીપજ્યું છે. મૃતક મહિલાને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવી છે.
રાજુલા: રીંગણીયાળા ગામે એક મહિલાનું ખેતી કામ કરતા સમયે મોત - ન્યૂઝ લાઈવ અપડેટ
21:15 January 05
રાજુલા: રીંગણીયાળા ગામે એક મહિલાનું ખેતી કામ કરતા સમયે મોત
19:29 January 05
સુરતમાં 70 ગેસ સિલિન્ડર ભરેલા આઈસર ટેમ્પોમાં આગ, મોટી દુર્ઘટના ટળી
સુરતમાં પેટ્રોલ પંપના કર્મચારીઓની બહાદુરીપૂર્વક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ભેસ્તાનમાં પેટ્રોલ પંપ પર 70 ગેસ સિલિન્ડર ભરેલા આઈસર ટેમ્પોમાં આગ લાગતા નાસભાગ મચી હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓએ સહેજ પણ ડર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકી આગને કાબૂમાં લીધી હતી.
19:27 January 05
મહીસાગરમાં 21,28,180 લાખનો ચાઈનીઝ ફીરકીઓનો જથ્થો ઝડપાયો
મહીસાગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. બાલાસિનોર પોલીસે બાતમીના આધારે દરોડા પાડતાં 12,542 નંગ ચાઈનીઝ ફીરકીઓનો જથ્થા સાથે 21,28,180નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જિલ્લામાં અટલો બધો પ્રતિબંધિત અલગ અલગ બ્રાન્ડનો ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ છે.
19:26 January 05
સુરત જિલ્લામાં કરજણ ગામે ભૂસ્તર વિભાગની કાર્યવાહી, 18 લાખનો મુદ્દામાલ કબ્જે
સુરતજિલ્લામાં કરજણ ગામે ભૂસ્તર વિભાગની કાર્યવાહી યથાવત છે. રેતી ચોરો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ભૂસ્તર વિભાગે ત્રણ ટ્રક, છ યાત્રિક નાવડી, 1.25 લાખનો રેતીનો સ્ટોક સહિત 18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
19:12 January 05
આસામની મહિલા વહીદા બેગમની પાકિસ્તાનમાં ધરપકડ, પાકિસ્તાની વકીલે તેના પરિવારને વોટ્સએપ દ્વારા જાણ કરી
આસામની મહિલા વહિદા બેગમ પાકિસ્તાનની જેલમાં ફસાયેલી છે. વહીદા બેગમની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં છે, પાકિસ્તાની વકીલે તેના પરિવારને વોટ્સએપ દ્વારા જાણ કરી છે. વહીદા બેગમની પાકિસ્તાનમાં 25 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી
17:20 January 05
અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવામાં આવ્યું
અમરેલીમાંશાંતાબા મેડિકલ કોલેજને ફાયર સેફ્ટીના અભાવે અમરેલી ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. સીલ મારીને ફાયર વિભાગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ફાયર ઓફિસર દ્વારા અમરેલી શહેરમાં ફાયર સેફ્ટી વગરની બિલ્ડિંગોની તપાસ શરૂ કરવામાં આવી હતી.
17:18 January 05
બારડોલીમાં માથે દેવું થઈ જતા 54 વર્ષીય આધેડે જીવન ટૂંકાવ્યું
બારડોલી: પુત્રની સારવારમાં માથે દેવું થઈ જતા 54 વર્ષીય આધેડે જીવન ટૂંકાવ્યું. ઘાસચારો લેવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ફાંસો ખાઈ લીધો હતો. ત્રણ માસથી બીમાર પુત્રની સારવાર માટે ગ્રામજનો પાસેથી પૈસા ઉઘરાવ્યાં છતાં સાજો નહિ થતા સતત ટેનશનમાં રહેતો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
17:14 January 05
ભાવનગરમાં અશાંતધારાને લઈ વિરોધ રેલી
ભાવનગરમાં અશાંતધારાને લઈ વિરોધ રેલી યોજવામાં આવી હતી. 1000થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. જસોનાથ સર્કલથી રેલી નીકળી કલેકટર ઓફિસ પહોંચી હતી.
16:37 January 05
હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ પર લાગી રોક
ઉત્તરાખંડ:હલ્દ્વાનીમાં હાલ બુલડોઝર નહીં ચાલે. દબાણ હટાવવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે. સુપ્રીમે 7 દિવસમાં દબાણ હટાવવાનો નિર્ણય યોગ્ય નહીં હોવાનું જણાવ્યું છે, હલ્દ્વાનીમાં 4 હજાર મકાન તોડી પાડવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.
16:34 January 05
અમરેલીમાં ધાતરવડી નદી કાંઠેથી 16 વર્ષની તરૂણીની લાશ મળી
અમરેલી-રાજુલાના નવી માંડરડી ગામની ધાતરવડી નદી કાંઠેથી લાશ મળતા ચકચાર મચી હતી. 16 વર્ષની તરૂણીની લાશ મળી આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પથરના ઘા મારેલા નિશાન પણ યુવતીના શરીરે મળી આવતાં હત્યાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
15:44 January 05
જેતપુરમાં આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા રિક્ષા ઊંધી વળી
જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા, જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા રિક્ષા ઊંધી વળી ગઈ હતી, આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
14:47 January 05
સુરતના ઓલપાડમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
સુરતના ઓલપાડમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, શેરડીના ખેતરમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
14:39 January 05
ચાઈનીઝ દોરીનો વેપલો કરનારાઓ સામે પાટણ એલસીબી પોલીસની લાલ આંખ કરી
પાટણ: ચાઈનીઝ દોરીનો વેપલો કરનારાઓ સામે પાટણ એલસીબી પોલીસની લાલ આંખ કરી છે. એલસીબી પોલીસે અલગ અલગ જગ્યાએથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે 24 કલાકમાં ચાઈનીઝ દોરીના 5 કેશ કર્યા હતા.
13:53 January 05
સુરતમાં સરથાણા પોલીસે 0.960 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું
સુરતમાંસરથાણા પોલીસે 0.960 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એમડી ડ્રગ્સ, મોપેડ, બે મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 90 હજારના મુદ્દામાલ સાથે આરોપીને કબ્જે કર્યો હતો. ડ્રગ્સ મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
13:25 January 05
વડોદરામાં ગ્રામ્ય એસઓજીએ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
વડોદરાજિલ્લામાં ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. 1.26 લાખની ચાઈનીઝ દોરીના 420 રીલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
13:16 January 05
ગુજરાતના કોઈ પણ ધાર્મિક સ્થળ પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવશે - હર્ષ સંઘવી
ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મહેમદાવાદ ખાતે પોલીસ દ્વારા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટને ખુલ્લો મુક્યો હતો. ધારાસભ્યો સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. શેત્રુંજય પર્વત વિવાદ મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે જે આજે SITના નામ જાહેર કરવામાં આવશે. પગથિયાં તોડ્યા હતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ગુજરાતના કોઈ પણ ધાર્મિક સ્થળ પર તમામ જગ્યાઓ પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આગામી દિવસોમાં ત્યાં પોલીસ ચોકી અને પોલીસ સ્ટાફ મૂકવામાં આવશે.
12:24 January 05
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24નું 944.02 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 403.34 કરોડના વધારા સાથેનું 944.02 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, વર્ષ 2022-23 માં કુલ 540.68 કરોડનું બજેટ હતું.
12:18 January 05
વડોદરામાં એશિયાના સૌથી મોટા હેરિટેજ કાર શોનો આવતીકાલથી પ્રારંભ
હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં શુક્રવારથી યોજાવાનો છે. આ શો અંતર્ગત સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી વિન્ટેજ કાર રેલી યોજાઇ હતી. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. વિન્ટેજ કાર રેલીને મહારાજા સમરજિતસિંહ ગાયકવાડએ ફ્લેગ ઓફ કર્યું હતું.
12:06 January 05
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન, ગિરનાર રોપ વે બે દિવસ બંધ
ગુજરાતમાંસતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર પણ ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ગિરનાર પર પવનને કારણે પ્રવાસીઓમાં ઘટાડો છે તો હવે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
12:02 January 05
PM નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્ય સચિવો સાથે આજે બેઠકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5-7 જાન્યુઆરીના રોજ યોજાનારી રાજ્યોના મુખ્ય સચિવોની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પીએમ 6 અને 7 જાન્યુઆરી દરમિયાન મંથન સત્રોની અધ્યક્ષતા કરશે. MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ અને કૌશલ્ય વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
11:59 January 05
સુરતના લિંબાયતમાં ત્રીજા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત
સુરત: લિંબાયતમાં ત્રીજા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત નીપજ્યું હતું. કિશોરને ઉંઘમાં ચાલવાની બીમારી હતી. ઊંઘમાં બારી તરફ ધસી જતાં નીચે પટકાયો હતો. કિશોરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
11:49 January 05
સુરતમાં ફિઝિ્યોથેરાપીસ્ટનો આપઘાત, તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો
સુરત:પાલનપુર પાટિયા સ્થિત શ્રી રંગ સોસાયટીમાં રહેતી ફિઝિ્યોથેરાપીસ્ટના આપઘાતની ઘટના સામે આવી છે. તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 27 દિવસ અગાઉ જ લગ્ન થયા હતા. સ્મિમેર હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાયું હતું. સિંગણપોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
11:13 January 05
સાવરકુંડલા કુંડલપુર હનુમાનજી ખાતે હીરાબાની ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો
અમરેલી: સાવરકુંડલા કુંડલપુર હનુમાનજી ખાતે હીરાબાની ભાવાંજલિ યોજાઇ હતી. મેઈન બજારના વેપારીઓને પ્રબુદ્ધ નાગરિકોએ ભાવાંજલિ આપી હતી. ગાયક કૌશિકભાઈ દ્વારા સંગીતની સુરાવલી સાથે કાર્યક્રમ યોજાયો હતો.
11:10 January 05
દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ફતેસિંહ ચૌહાણે આપી સૂચના
પંચમહાલ :કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અધિકારી બાદ હવે સસ્તા અનાજના દુકાનદારોને ચીમકી આપી. કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા. ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે દુકાનદારોને સૂચના આપી. ખોટું કરતા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ફતેસિંહ ચૌહાણે સૂચના આપી.
10:11 January 05
પાલોદ જી.આઇ. ડી.સીમા બની આગની ઘટના
સુરત :પાલોદ જી.આઇ. ડી.સીમા આગની ઘટના બની. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. મોડી રાત્રિએ આગની ઘટના બની હતી. સુમિલોન ફાયર,કામરેજ ફાયર સહિતની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ લીધો હતો.
09:55 January 05
પવનને લઈ પાવાગઢ ખાતે રોપ વે સેવા આજે રહેશે બંધ
પંચમહાલ :વેગીલા પવનને લઈ પાવાગઢ ખાતે રોપ વે સેવા આજે બંધ રહેશે. બે દિવસથી સતત પવન રહેતા રોપ વે સંચાલકોએ નિર્ણય લીધો. ગઈકાલે પવનના કારણે રોપ વે કેટલાક સમય સુધી બંધ રાખવાની સ્થિતિ ઉભી થઇ હતી. યાત્રીકોની સુવિધાને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રોપવેમાં બેસવા માટે આજે લાઈનમાં નહિં ઉભા રહેવા રોપ વે સંચાલકોએ જણાવ્યું હતું.
09:35 January 05
વિધાનસભામાં 'કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ'ને મળી રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકશે.
08:19 January 05
8.1 ડિગ્રી સાથે નલિયા બન્યું ગુજરાતનું સૌથી ઠંડુ શહેર
સતત વધી રહેલી ઠંડીને કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં હાલ ઠંડા પવન સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત છે. બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
07:56 January 05
સુરતમાં દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી
સુરત :સુરતમાં 15 વર્ષના ભગાવી લઈ જઈ તેના ઉપર મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકરવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે. પીડિતાને 25 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરાયો છે. આરોપી મુઝફ્ફર શેખે સગીરાને લગ્નનની લાલચ આપી ભગાવી જઇ ભૂસાવલની આગળ બસમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. આ મામલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પરિવારે દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેને શોધી કાઢયા હતા. આરોપી સામેની ન્યાયિક કાર્યવાહી બાદ કોર્ટે સજાનો હકમ કર્યો હતો.
07:37 January 05
સુરત SOG પોલીસે 1.33 કરોડ રૂપિયાના ગાંજા વોન્ટેડ બે આરોપીની કરી ધરપકડ
સુરત :સુરત SOG પોલીસે 1.33 કરોડ રૂપિયાના ગાંજા વોન્ટેડ બે આરોપીની ધરપકડ કરી. આ બંને સહારા દરવાજા અશોકા હોટેલની પાસે ભેગા થવાની હકીકતો મળતા SOG પોલી બન્ને દબોચી લીધા હતા. આ પેહલા ભરૂચથી ત્રણ આરોપી પકડાયા હતા. 1.33 કરોડના ગાંજા સાથે એમાં આ બંને આરોપીઓ વોન્ટેડ હતા. SOG પોલીસે હાલ આ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
06:25 January 05
રાજુલા: રીંગણીયાળા ગામે એક મહિલાનું ખેતી કામ કરતા સમયે મોત
ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન સહિત દુનિયાના ઘણાં દેશોમાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો સૌથી ખતરનાક સબવેરિઅન્ટ XBB 1.5 હવે ભારતમાં પણ પ્રવેશી ગયો છે. આ સબવેરિઅન્ટ સૌ પહેલા અમેરિકામાં મળ્યો હતો. ભારતમાં પણ તેના પાંચ કેસ આવી ચૂક્યા છે. જેમાં ત્રણ કેસ ગુજરાત, જ્યારે કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક કેસ છે. આ સબવેરિઅન્ટને સૌથી ખતરનાક કહેવાય છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત થનારા 44 ટકા લોકોમાં આ સબવેરિઅન્ટ મળી આવ્યો છે. XBB 1.5ને અત્યારસુધીનો સૌથી ચેપી સબ વેરિઅન્ટ કહેવાઇ રહ્યો છે. તેની ઝડપ પહેલાના વેરિઅન્ટ્સ કરતા 104 ગણી વધારે છે. તે કોરોનાના બે સબ વેરિઅન્ટ્સ ફરીવાર મળવાથી બન્યો છે. નિષ્ણાતો અનુસાર BJ1 અને BM1.1.1 નામના બે કોરોના વેરિઅન્ટ્સ પરસ્પર મળતા તે બંનેના ડીએનએ મળી ગયા હતા અને તેમાં મ્યૂટેશન બાદ XBB 1.5 વેરિઅન્ટ બન્યો છે.