ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આર્ચરકેર કૌભાંડમાં ઝડપાયેલા વિનય શાહની મિલકત ટાંચમાં લેવાઈ - latest news

GUJARAT BREAKING NEWS 4 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 4 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Dec 4, 2022, 6:26 AM IST

Updated : Dec 4, 2022, 7:46 PM IST

19:42 December 04

આર્ચરકેર કૌભાંડમાં ઝડપાયેલા વિનય શાહની મિલકત ટાંચમાં લેવાઈ

અમદાવાદ: આર્ચરકેર કૌભાંડમાં ઝડપાયેલા વિનય શાહની મિલકત ટાંચમાં લેવાઈ છે. 07 કરોડથી વધુની કિંમતની મિલકતને CID ક્રાઈમે ટાંચમાં લીધી છે. વિનય શાહના 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા અને 4 ફ્લેટ, બે વાહનો, શેર અને બેન્ક એકાઉન્ટ અને દાગીના જપ્ત કરાયા છે. કોર્ટમાંથી તમામ વસ્તુઓની હરાજી અંગે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

19:25 December 04

વડાપ્રધાન મોદીની કમલમાં બેઠક પૂર્ણ

અમદાવાદ:વડાપ્રધાન મોદીની કમલમાં બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ કમલમાં હાજર રહ્યા હતા.

19:20 December 04

ગુજરાત ATSએ 1.770 કિલોગ્રામ MD ઝડપ્યું

વડોદરા: વડોદરાના સિંધરોટમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે. ગુજરાત ATSએ વધુ 1.770 કિલોગ્રામ MD ઝડપ્યું છે. પડકાયેલા આરોપી ભરત ચાવડાએ પુત્ર હર્ષ મારફતે MDની થેલી અશોક પટેલને આપી હતી. પૂછપરછ દરમિયાન વિગત સામે આવતા વડોદરાથી ડ્રગ્સ ઝડપાયું છે. 8.85 કરોડની કિમતનું 1.770 કિલોગ્રામ MD સમતા ચાર રસ્તાથી ઝડપાયું છે. અગાઉ 63 કિલો 616 ગ્રામ તૈયાર MD અને 80 કિલો 260 ગ્રામ લિકવિડ કબ્જે કરાયુ હતું. અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરાઈ હતી. હાલ ડ્રગ્સ સાથે અશોક પટેલની ધરપકડ કરાઈ છે.

18:22 December 04

માલપુરના અણિયોર નજીક વિદેશી દારૂ ઝડપાયો,ભાજપનો દારૂ હોવાના લાગ્યા ગંભીર આક્ષેપ

અરવલ્લી: માલપુરના અણિયોર નજીક વિદેશી દારૂ ઝડપાયો છે. સ્થાનિકોએ જીવ જોખમમાં મૂકી દારૂની ગાડી પકડી ત્યારે ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે સમજાવાના પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોનું તેવર જોઈ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે સ્થળ છોડ્યું. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પાયલોટિંગ કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે. માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે. ભારે ચેકીંગ હોવા છતાં દારૂ ભરેલ કાર કેવી રીતે પસાર થઈ તે તપાસ હાથ ઘરાઈ છે. ભાજપનો દારૂ હોવાના ગંભીર આક્ષેપ પણ લાગ્યો છે.

18:08 December 04

વડાપ્રધાન મોદી કરશે કમલમાં મહત્વની બેઠક

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ ગયા હતા. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક યોજાશે.

17:25 December 04

PM મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાણીપમાં મતદાન કરવાના છે. તે અગાઉ વડાપ્રધાનના સમગ્ર રૂટ ઉપર પીએમના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે રાણીપ ખાતે મતદાન કરશે.

16:40 December 04

મહેસાણાના ખળદા ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

મહેસાણા: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે 5 ડિસેમબરે મતદાન યોજાશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલાં મહેસાણાના ખળદા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતાં તંત્ર દોડતું થયું હતું. ગામમાં ચોરીઓના બનાવો બનતા ગ્રામજનો પરેશાન છે. પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં અંતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.

15:24 December 04

જે લોહીનો ન થાય એ કોઈનો ન થાય જેવા બેનરો સાથે હાર્દિક પટેલનો થયો વિરોધ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો વિરોધ વિરમગામમાં કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. જે લોહીનો ન થાય એ કોઈનો ન થાય, ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, હાર્દિક જાય છે, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં તેવાં અલગ અલગ સૂત્રો લગાવેલાં બેનરો હાલમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં લગાવવામાં આવ્યાં છે.

15:17 December 04

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે રાણીપ ખાતે કરશે મતદાન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાણીપમાં મતદાન કરવાના છે. તે અગાઉ વડાપ્રધાનના સમગ્ર રૂટ ઉપર પીએમના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે રાણીપ ખાતે મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્લીથી મતદાન કરવા માટે અમદાવાદ આવશે.

15:03 December 04

રાજુલાની યુવતી પર પાંચ નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ

અમરેલી: રાજુલાની યુવતી પર પાંચ નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. દુષ્કર્મને કારણે અમરેલી જીલ્લો શર્માસાર થયો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીની ફરિયાદને આધારે પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમોને પકડી પાડ્યા છે.

14:34 December 04

પંચમહાલ જિલ્લાની બે વિધાનસભાના બે ઉમેદવાર પોતાને જ નહિ આપી શકે મત

પંચમહાલ: પંચમહાલ જિલ્લાની બે વિધાનસભાના બે ઉમેદવાર પોતાને જ મત નહિ આપી શકે. કાલોલ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ પોતાને મત નહિ આપી શકે. તેમનો મત અન્ય વિધાનસભા વિસ્તારમાં હોવાથી મત નહીં આપી શકે. આ ઉપરાંત ગોધરાના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ પણ પોતાને મત નહિ આપે શકે.

13:21 December 04

વડોદરામાં ધો. 7ના વિદ્યાર્થીઓની બેગમાંથી મળ્યો દારૂ, ચાર વિદ્યાર્થીઓને સંચાલકે કર્યા સસ્પેન્ડ

વડોદરામાં વિદ્યાર્થીઓની બેગમાંથી મળ્યો દારૂ

ધો. 7ના વિદ્યાર્થીઓની બેગમાંથી મળ્યો દારૂ

વિદ્યાર્થીઓ દારુ અને સિગારેટ સાથે ઝડપાયા

વાલીઓએ પગલા ભરવા કરી રજૂઆત

ચાર વિદ્યાર્થીઓને સંચાલકે કર્યા સસ્પેન્ડ

13:18 December 04

ઈરાનની સરકાર દાયકાઓ જૂના હિજાબના કાયદામાં કરશે ફેરફાર, હિજાબ વિરુદ્ધ બે મહિનાથી ચાલી રહ્યું છે આંદોલન

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ બે મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. એવામાં હવે ઈરાનની ઈસ્લામિક સરકાર લોકોની આ માંગ આગળ હાર માનવા તૈયાર થઈ ગઈ છે. મળતા અહેવાલો અનુસાર સરકારે લોકોની આ માંગ આગળ નમતું મૂકવાનું મન બનાવી લીધું છે અને ઈરાનની સરકારે દાયકાઓ જૂના આ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું જરૂરી છે અને જો તેઓ આમ ન કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

12:53 December 04

અમદાવાદમાં નવરંગ સ્કૂલમાં EVM કીટ ડીસ્પેચીંગની કામગીરી, સુરક્ષા વ્યવસ્થાની કરાઈ સમીક્ષા

અમદાવાદમાં નારણપુરાની નવરંગ સ્કૂલમાં EVM કીટ ડીસ્પેચીંગની કામગીરી

સ્ટ્રોંગ રૂમ ખાતેથી ચુસ્ત સુરક્ષા સાથે કર્મચારીઓને સોંપાશે EVM

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મતદાન અગાઉ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા

12:17 December 04

વડોદરાના રાયપુરા ગામમાં 200થી વધુ લોકોને ઝેરી ખોરાકની અસર, ગોત્રી સરકારી હોસ્પિટલ ખસેડાયા

વડોદરાના રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થતાં હાહાકાર મચી ગયો હતો. પેટમાં દુઃખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો કરનાર તમામ અસરગ્રસ્તોને ગોત્રી સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં 3000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

11:41 December 04

સુરતમાં આવકવેરા ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડા, 7 કરોડની રોકડ રકમ અને જ્વેલરી મળી આવી

સુરતમાં આવકવેરા ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડા

ડામયંડ અને ફાઇનાન્સ ગ્રુપમાં સતત બીજા દિવસે તપાસ થયાવત

7 કરોડની રોકડ રકમ અને જ્વેલરી મળી આવી

કરોડો રૂપિયાના જમીન ખરીદ - વેચાણના ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા

શેર બજારમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું

બે નંબરી હીરાની ખરીદ - વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા

11:37 December 04

વડોદરામાં EVMની ફાળવણી શરૂ, સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત

વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠક માટે EVMની ફાળવણી શરૂ

જિલ્લાના વિવિધ 10 કેન્દ્રો પરથી ફાળવણી

23 હજારથી વધુ પ્રિસાઈડીંગ પોલીસ સ્ટાફ ખડેપગે

સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત

11:00 December 04

FIFA વર્લ્ડ કપમાં લિયોનલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવી આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં

FIFA વર્લ્ડ કપ: લિયોનલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ

આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું

10:51 December 04

દિલ્હી- MCD ચૂંટણીનું આજે મતદાન, કેજરીવાલે કર્યું મતદાન, 7મી ડિસેમ્બરે આવશે પરિણામ

દિલ્હી- MCD ચૂંટણીનું આજે મતદાન

દિલ્હી CM અરવિંદ કેજરીવાલે કર્યું મતદાન

સ્વચ્છ અને સુંદર દિલ્હી માટે મતદાનની કરી અપીલ

7મી ડિસેમ્બરે આવશે પરિણામ

10:38 December 04

વડોદરામાં ડ્રગ્સ ફેક્ટરી મામલે ATS તપાસમાં મોટો ખુલાસો, આરોપીઓએ 100 કિલો ડ્રગ્સ મુંબઈ મોકલ્યું

વડોદરામાં ડ્રગ્સ ફેક્ટરી મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. ATSની તપાસમાં આરોપીઓએ 45 દિવસમાં જ 100 કિલો ડ્રગ્સ મુંબઈ મોકલ્યું હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠકે આ અંગે કબૂલાત કરી છે. હાલ આ ડ્રગ્સ કોને સપ્લાય કરવામાં આવ્યું છે તે દિશામાં ATSએ તપાસ હાથ ધરી છે.

09:38 December 04

વડાપ્રધાન મોદી આજે સાંજે આવશે અમદાવાદ, રાણીપમાં કરશે મતદાન

વડાપ્રધાન મોદી આજે સાંજે આવશે અમદાવાદ

માતા હીરાબા સાથે કરી શકે છે મુલાકાત

આવતીકાલે રાણીપમાં કરશે મતદાન

09:31 December 04

ભાવનગરમાં 'નમો' નામનું વાઇફાઇ ઓપન થતાં પક્ષના ઉમેદવારો ઘટનાસ્થળે, કોંગ્રેસે EVMની સલામતી પર ઉઠાવ્યા સવાલ

ગઈકાલે મોડી રાત્રે ભાવનગરમાં એન્જીનિયર કોલેજ પાસે 'નમો' નામનું વાઇફાઇ ઓપન થતા રાજકીય પક્ષના કાર્યકરોનો જમેલો જામ્યો હતો. સ્ટ્રોંગ​રૂમને મારેલા તાળા ખુલી જવાની ઉમેદવારોને ભીતિ દેખાતા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો અધિકારીઓ સાથે સ્ટ્રોંગ રૂમ પાસે ચકાસણી માટે ગયા હતા. આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમના તાળાને સીલ નહીં માર્યુ હોવાથી લોક ખુલી જવાનો પણ ઉમેદવારોએ શંકા ઉપજાવી હતી.

09:05 December 04

મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર આવતીકાલે મતદાન

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન

મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર યોજાશે મતદાન

2,51,58,730મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

મતદાન માટે EVMની ડિસ્પેચની કામગીરી શરૂ

08:52 December 04

અમદાવાદમાં બાળકોમાં ઓરીના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક, બાળક સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવા તાકીદ

અમદાવાદમાં બાળકોમાં ઓરીના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક

બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવા તાકીદ

આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને લખ્યો પત્ર

08:40 December 04

પોરબંદરમાં ઝેરી દવાવાળી ડોલમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર

પોરબંદરના આદિત્યાણા ગામના વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર

તમામ પોરબંદર સરકારી હોસ્પિટલમાં દાખલ

ઝેરી દવાવાળી ડોલને સાફ કર્યા વિના તેમાં છાશ બનાવતા સર્જાયેલી ઘટના

07:38 December 04

ધર્મ પરિવર્તન મુદ્દે કાયદો બનાવવાનું સમર્થનમાં ગુજરાત સરકાર, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ

ધર્માંતરણના મામલે SCમાં એફિડેવિટ દાખલ

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

જબરદસ્તીથી ધર્મ પરિવર્તન સામે કાયદાનું સમર્થન કર્યું

ગુજરાત સરકારે ધર્મ પરિવર્તન પર કાયદો બનાવવાનું સમર્થન કર્યું

ધર્મ સ્વતંત્રતામાં ધર્મ પરિવર્તનનો સમાવેશ ન થાય

07:31 December 04

ચીનમાંથી લીક થચો હતો કોરોના વાયરસ, વુહાન લેબ સાથે નજીકથી કામ કરી રહેલા વૈજ્ઞાનિકનો દાવો

ચીનની વુહાન લેબ સાથે નજીકથી કામ કરી રહેલા એક વૈજ્ઞાનિકે કોવિડ વાઈરસની ઉત્પત્તિ અંગે મોટો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે કોવિડ વાઈરસ આનુવંશિક રીતે એન્જિનિયર્ડ હતો. તેમણે એવું પણ જણાવ્યું કે આ વાઈરસ વુહાન લેબમાંથી જ લીક થયો હતો. કોરોના મહામારીની શરૂઆતથી જ યુએસ પ્રશાસન આ વાઈરસના લીક માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યું છે. જો કે ચીને હંમેશાં આ આરોપોને નકારી કાઢયા છે. ડૉ.એન્ડ્રયૂ હફે તેમના પુસ્તક ધ ટુથ અબાઉટ વુહાનમાં દાવો કર્યો છે કે કોરોના રોગચાળો ખતરનાક જિનેટિક એન્જિનિયરિંગનું પરિણામ છે. આ લેબને અમેરિકી સરકાર તરફ્થી મોટી રકમનું ભંડોળ પણ મળ્યું હતું.

07:26 December 04

જજોની નિમણૂક મુદ્દે ઉપરાષ્ટ્રપતિનું સુપ્રીમ કોર્ટ પર નિશાન, NJAC એક્ટને રદ કરવા પર સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી અને તે ખૂબ જ ગંભીર મુદ્દો

જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) એક્ટને રદ કરવા પર સંસદમાં "કોઈ ચર્ચા" થઈ નથી અને તે "ખૂબ જ ગંભીર મુદ્દો" છે. સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો, જે લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે, તેને સુપ્રીમ કોર્ટ દ્વારા "નાબૂદ" કરવામાં આવ્યો હતો અને "વિશ્વને આવા કોઈ પગલાની જાણ નથી." બંધારણની જોગવાઈઓને ટાંકીને, ઉપરાષ્ટ્રપતિ જણાવ્યું હતું કે જ્યારે કાયદાનો નોંધપાત્ર પ્રશ્ન સામેલ હોય છે, ત્યારે અદાલતો પણ આ મુદ્દા પર ધ્યાન આપી શકે છે.

07:17 December 04

આજે દિલ્હી- MCD ચૂંટણીનું મતદાન, 250 વોર્ડમાં 1349 ઉમેદવારો મેદાને

આજે દિલ્હી- MCD ચૂંટણીનું મતદાન

સવારના 8 થી સાંજના 5.30 કલાકે થશે વોટિંગ

દિલ્હી નગર નિગમના 250 વોર્ડમાં મતદાન

1349 ઉમેદવારો મેદાને

07:17 December 04

દિલ્હી AIIMS બાદ તમિલનાડુની હોસ્પિટલનો ડેટા થયો લીંક, 1.5 લાખ દર્દીઓની માહિતી વેચાઈ

દિલ્હી AIIMS બાદ વધુ એક હોસ્પિટલનો ડેટા થયો લીંક

હોસ્પિટલના 1.5 લાખ દર્દીઓને ડેટા વેચવામાં આવ્યો

આ ડેટા તમિલનાડુની શ્રી સરન મેડિકલ સેન્ટરનો છે

નામ, જન્મ તારીખ અને સરનામું જેવી માહિતીનો સમાવેશ

06:14 December 04

આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, 833 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો, 14 જિલ્લાની 93 બેઠકો પર થશે મતદાન

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. 14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જેમાં 764 પૂરૂષ અને 69 મહિલા ઉમેદવારો સમાવેશ થાય છે. 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન થશે જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથકો છે. બીજા તબક્કામા 36 હજાર 439 બેલેટ યુનિટનો ઉપયોગ થશે અને 36 હજાર 439 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થવાનો છે.

Last Updated : Dec 4, 2022, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details