ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરતમાં પ્રથમ વાર કરવામાં આવ્યું એન્ટી ડ્રગસ ટેસ્ટ - ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ 31 ડિસેમ્બર 2022

GUJARAT BREAKING NEWS 31 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 31 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Dec 31, 2022, 6:53 AM IST

Updated : Dec 31, 2022, 7:57 PM IST

19:54 December 31

થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ એકશનમાં, પ્રથમ વાર કરવામાં આવ્યું એન્ટી ડ્રગ્સ ટેસ્ટ

સુરત:સુરતમાં પ્રથમ વાર કરવામાં આવ્યું એન્ટી ડ્રગસ ટેસ્ટ. થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ એકશનમાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા ચેક પોઇન્ટ બનાવાયા. એન્ટી ડ્રગસ ટેસ્ટ ચેક પોઇન્ટ કરાયા તૈયાર કરવામાં આવ્યા. વાય જંગશન પાસે વાહનોને રોકી એન્ટી ડ્રગસ ટેસ્ટ કરવામાં આવ્યું.

19:20 December 31

દ્વારકાના સમુદ્રમાં અસ્ત થતો વર્ષનો આખરી દિવસ જોઈ લોકો બોલ્યા બાઈ બાઈ 2022

દ્વારકા: યાત્રાધમ દ્વારકા ખાતેથી મોટી સંખ્યામાં લોકોએ વર્ષનું છેલ્લું સનસેટ જોયું. ભારતના પશ્ચિમ તરફના છેવાડાના સ્થળેથી લોકોએ વર્ષનું છેલ્લું સનસેટ નિહાળ્યું. દ્વારકાના સમુદ્રમાં અસ્ત થતો વર્ષનો આખરી દિવસ જોઈ લોકો બાઈ બાઈ 2022 બોલી રહ્યા હતા. મોટી સંખ્યામાં યાત્રીકોએ દ્વારકાના સમુદ્ર કિનારે આવેલ સનસેટ પોઇન્ટ પરથી સૂર્યાસ્તનો આહ્લાદક નજારો જોવા ઉમટ્યા હતા.

17:52 December 31

BRTS બસમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદ: લો ગાર્ડનથી ગુજરાત કોલેજ જવાના રસ્તે શહીદ કિનારી વાલા બસ સ્ટેન્ડ પાસે બી.આર.ટી.એસ. બસમાં આગ લાગી છે. આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે.

17:48 December 31

જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ચેકપોસ્ટ કરાયું

અમરેલી:અમરેલી જિલ્લામાં 31 ડીસેમ્બરને લઈને પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ચેકપોસ્ટ કરી પોલીસ ખાસ એક્શન મોડમાં આવી છે. નાગેશ્રી રાજુલા,ખાંભા,સાવરકુંડલા વિસ્તારમાં ચેક પોસ્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે.

16:59 December 31

પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સ્વ. શ્રીહિરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ખેડા: આફ્રિકામાં વડતાલધામ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વ. હિરાબાને વ્યાસપીઠ પરથી શ્રદ્ધાંજલિ આપી. સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું આફ્રિકામા પ્રથમ મંદિર તૈયાર થયું છે. આ મંદિરની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા 28-12-22 થી 3-1-23 સુધી ચાલી રહ્યો છે. આ પ્રસંગે વડતાલદેશના ગાદિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ 99 સંતો સાથે વિદેશ સત્સંગયાત્રાએ છે. આજે વ્યાસપીઠ પરથી સરધાર નિવાસી પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સ્વ. શ્રીહિરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સ્વામિનારાયણ મહામંત્રની ધુન કરીને એક સાથે ત્રણ હજાર બિન નિવાસી ભારતીય ભક્તોએ આફ્રિકાની ધરતી પરથી હીરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી છે.

16:29 December 31

જિલ્લાના લિસ્ટેડ બુટલેગરો અને શંકાસ્પદ સ્થળો તેમજ રિસોર્ટ પર ચેકીંગ હાથ ધરાયા

પંચમહાલ: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પંચમહાલ પોલીસ એક્શન માં આવી છે. જિલ્લા પોલીસ વડાએ સઘન ચેકીંગના આદેશ આપ્યા છે. જિલ્લાના લિસ્ટેડ બુટલેગરો અને શંકાસ્પદ સ્થળો તેમજ રિસોર્ટ પર ચેકીંગ હાથ ધરવા આદેશ કરાયા છે. હાલોલ રૂરલ પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અલગ અલગ રીસોર્ટમાં તપાસ હાથ ધરી છે. કેટલા લોકો રોકાયા તેમજ તેઓ દ્વારા કોઇ નશીલા પદાર્થ લાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

15:16 December 31

પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો વધારો

આણંદ: આણંદમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી અમુલ ડેરીએ નવા વર્ષની ભેટ પશુપાલકોને આપી છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. પશુપલાકોમાં અમુલ ડેરીના આ નિર્ણયથી આનંદનો માહોલ છવાયો છે. હાલ પશુપાલકોને પાસેથી ખરીદવામાં આવતા દૂધ માટે પ્રતિ ઇલો ફેટે 780 રૂપિયા ચૂક્તે કરવામાં આવે છે. અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે પશુપાલકોને 20 રૂપિયા ભાવ વધારો આપવાની જાહેરાત કરી છે. પશુપાલકોને કિલો ફેટે 800 રૂપિયા ચુકવવામાં આવશે. હવે 20 રૂપિયા ભાવ વધારો થયા બાદ આ નવી રકમ નવા વર્ષે પશુપાલકોને મળી રહેશે.

15:01 December 31

કડાણા તાલુકાના નાયબ મામલતદાર જ દારુબંધીની બનાવી રહ્યા છે મજાક

મહીસાગર: મહીસાગરમાં દારુની રેલમછેલ જોવા મળી રહી છે. મહીસાગરમાં દારુબંધીના લીરેલીરા ઉડ્યા. દારુબંધીની સરેઆમ મજાક બનાવતા કડાણા મહેસુલી અધિકારીઓ જોવા મળ્યા છે. મહેસુલી અધિકારીનો દારુ પીતા વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. મહીસાગર જિલ્લામાં દારુ બંધીની મજાક ઉડાવતા હોય તેમ મહેસુલી અધિકારી પી રહ્યાં છે. કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાકેશ પરમારનો વિડીઓ વાયરલ થયો છે. દારૂ પીનારા અને વેચનાર બંનેને મહીસાગર પોલીસ નો ડર નથી.

14:22 December 31

ગિરિમથક સાપુતારાની હોટલો સહીત માલેગામની તમામ ટેન્ટ સીટીના બુકિંગ ફુલ

ડાંગ: ગિરિમથક સાપુતારા ખાતે 2022ના વર્ષની વિદાય અને 2023ના નવા વર્ષને આવકાર માટે સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓમાં થનગનાટ જોવા મળ્યો છે. ગિરિમથક સાપુતારાની હોટલો સહીત માલેગામની તમામ ટેન્ટ સીટીના બુકિંગ ફુલ થઈ ગયા છે. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા દારૂની હેરફેર ન થાય તે માટે ડાંગ પોલીસ કર્મીઓની ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈ વાહનો ચેકિંગની કામગીરી પણ હાથ ધરી છે.

14:11 December 31

મંત્રોચ્ચાર સાથે PMના માતાને આપી શ્રદ્ધાંજલિ

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથળના સંત લાલ બાપુએ વડાપ્રધાનના માતૃશ્રીનું અવસાન થયા બાદ શ્રદ્ધાંજલિ આપી. લાલ બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના અવસાન બાદ તેમની આત્માને શાંતિ મળે તે માટે મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

13:12 December 31

સમર્ગ ચોરીનો માલ લઈ અજાણ્યા ચોર ફરાર થઈ ગયા

સુરત:લિંબાયતમાં ચોર ચોરી કરી ભાગ્યો ત્યારે બીજા ચોરે ચોરને ચપુ બતાવી ચોરીનો માલ લુંટી ફરાર થઈ ગયો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરીની ઘટના બની. દુકાન નંબર 422, મીઠીખાડી નુરાની મજીદ પાસે આવેલ કરિયાણાની દુકાનમાં ચોરી થઈ. કરિયાણાની દુકાનનું શટલ ઊંચું કરી અજાણ્યા ચોર શખ્સ રાત્રિ દરમિયાન દુકાનમાં પ્રવેશી ટેબલના ખાનામાં મૂકેલા રોકડ 70,000 હજાર મત્તા ની ચોરી કરી છે. કરિયાણા દુકાન માંથી ચોરી કરી બહાર આવતા બીજા બે અજાણ્યાં ચોર આવી ચપુ બતાવી સમર્ગ ચોરીનો માલ લઈ અજાણ્યા ચોર ફરાર થઈ ગયા છે. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, એક અજાણ્યો ચોર ચોરી કરી બહાર આવતા જ બીજા બે ચોર ચપુ બતાવી લૂંટી જાય છે. લિંબાયત પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

12:55 December 31

મજૂરનું બાળક ખાડામાં પડતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

વડોદરા: વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બાળક ખાડામાં ખાબકયું. મંદિરના બિંબ ભરવા માટે ખાડા કરાયા હતા. 10 થી 12 ફૂટનો ખાડો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. મંજૂરી કામ કરતા મજૂરનું બાળક ખાડામાં પડતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી.

12:40 December 31

ડુમસ ડેવલપમેન્ટમાં 300 કરોડ જેટલો ખર્ચ કરાશે

સુરત:ડુમસ ડેવલપમેન્ટ માટે આજે સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક કરવામાં આવી છે. સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, દર્શના જરદોષ સહિતના ભાજપના નેતા હાજર રહ્યા છે. જેમાં ડુમસ ડેવલપમેન્ટ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ બેઠકમાં ફોરેસ્ટ અધિકારી પણ હાજર રહ્યા હતા. 300 કરોડ ડેવલપમેન્ટ માટે ખર્ચ કરાશે અને 3 મહિનામાં કામગીરી શરૂ કરાશે.

12:21 December 31

સુરતના રાજ્ય શિક્ષણ પ્રધાને સરકારી સાયન્સ કોલેજના લેબનું કર્યું ઉદ્ઘાટન

સુરત:રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલભાઈ પાનશેરીયાએ સરકારી સાયન્સ કોલેજની મુલાકાત લીધી. તેમણે સરકારી સાયન્સ કોલેજના લેબનું ઉત્ઘાટન કર્યું. આપણા વરાછા વિસ્તારમાં બે કોલેજ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા માગણી કરવામાં આવી હતી. તે માંગણી પૂરી કરી દેવામાં આવી છે. તેની એડમિશન પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજે 77 જેટલાં વિદ્યાર્થીઓ BSC સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આજે કેમેસ્ટ્રી લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ભવન તત્કાલ શરૂ કરવાથી એસ.એમ.સીની શાળામાં કોલેજ ચલાવી રહ્યા છીએ. વિપક્ષને ખબર જ નથીકે, વરાછામાં સાયન્સ કોલેજ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માંડ્યા છે. આવનારા પાંચ છ મહિનામાં અમે નવા ભવનનું નિર્માણ કરીશું.

11:57 December 31

દીપડાની માહિતી મળતાં રાજ્યના વન વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન શરૂ

ગાંધીનગર: ગાંધીનગર વાસીઓમાં ચિંતાનો માહોલ છે. સરિતા ઉદ્યાન પાસે વહેલી સવારે રસ્તા પર દીપડો જોવા મળ્યો હતો. દીપડાની માહિતી મળતાં રાજ્યના વન વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં 4 ટીમ ઓપરેશન કરી રહી છે. છેલ્લે વર્ષ 2018માં દીપડો જોવા મળ્યો હતો.

11:48 December 31

ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે: કૃષિપ્રધાન રાઘવજી પટેલ

રાજકોટ:રાજકોટમાં પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ગ્રામ વિકાસ વિભાગ કાર્યક્રમ યોજાયો. કેશ ક્રેડિટ કેમ્પ અને લોન વિતરણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન કૃષિપ્રધાન રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા. ખાતર અને ખેતરમાં વીજળી મામલે રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. જ્યારે ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.

11:12 December 31

નવા વર્ષની ઉજવણીને લઈને જૂનાગઢમાં જોવા મળ્યો પ્રવાસીનો ઘસારો

જૂનાગઢ : નવા વર્ષની ઉજવણીને લઈને જૂનાગઢમાં પ્રવાસીનો ઘસારો જોવા મળ્યો હતો. ગિરનાર રોપવે અને અંબાજી મંદિર પર વિશેષ પ્રમાણમાં પ્રવાસીઓની હાજરી. વહેલી સવારથી જ રોપવે અને ગિરનાર સીડી પર માનવ મહેરામણ જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર વહેલી સવાર થી 20,000 કરતાં વધુ પ્રવાસીઓએ નવા વર્ષના મા અંબાના દર્શન કર્યા હતા. પ્રથમ વખત નવા વર્ષની ઉજવણીને લઈને ગિરનાર પર્વત અને ભવનાથમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો.

11:06 December 31

અમદાવાદની મોદી આઈ કેર હોસ્પિટલમાં લાગી હતી આગ

અમદાવાદ :મોદી આઈ કેર હોસ્પિટલમાં રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 2 ગાડી, 2 એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર હતી. તમામ અધિકારી પણ હાજર હતા. બે લોકોના મોત મામલે તપાસ શરૂ છે.

10:05 December 31

વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં રિંગની ઘટના સામે આવી

વડોદરા :વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં રિંગની ઘટના સામે આવી છે. સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયરનું રેગિંગ કર્યાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીના વાલીઓએ એન્ટીરેગીંગ કમિટીમાં ફરિયાદ કરી છે. ઓર્થોપેડિકના બીજા ત્રીજા વર્ષના સિનિયર હતા. વિદ્યાર્થીઓએ ઓર્થોપેડિક વિભાગના હેડને રજૂઆત કરી. ડોક્ટર સર્વાંગ દેસાઈની રજૂઆત છતાં કાર્યવાહી ન કરાઇ.

09:59 December 31

અમદાવાદમાં CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાયો

અમદાવાદ :અમદાવાદમાં બે વર્ષ પછી ફ્લાવર શો યોજાયો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવ્યો છે. 150 થી વધારે વિવિધ પ્રકારના ફુલો જોવા મળશે. ઓલમ્પિક અને વિવિધ ગેમોનું ખાસ થીમ આધારે ફ્લાવર શો યોજાયો. G20 અને યુ 20 નો પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે.

09:51 December 31

રાજકોટની ગ્લોબલ આયુર્વેદિક કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલમાં જમવામાં જીવજંતુ નીકળ્યા

રાજકોટ :રાજકોટની ભાગોળે આવેલ ગ્લોબલ આયુર્વેદિક કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલમાં જમવામાં જીવજંતુ નીકળવાની ફરિયાદ સામે આવી છે. વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત જમવાનું નહીં આપતા હોવાનું આવ્યું સામે આવ્યું છે. જમવામાંથી ઇયળ, મકોડા જેવા જીવજંતુઓ નીકળતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે NSUI આક્રમક થયું. જિલ્લા કલેકટરને આ મામલે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

09:49 December 31

પલસાણા તાલુકાના તલોદરા ગામના તળાવમાં ડૂબી જતાં 17વર્ષના કિશોરનું થયું મોત

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તલોદરા ગામના તળાવમાં ડૂબી જતાં 17વર્ષના કિશોરનું મોત થયું. બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

09:47 December 31

વલસાડમાં મોડી રાત્રે બોટમાં આગ લાગી ભીષણ

વલસાડ :વલસાડમાં મોડી રાત્રે બોટમાં ભીષણ આગ લાગી હતી. વલસાડના ભાગળ નજીક દરિયા કિનારે બોટમાં કોઈ અગમ્ય કારણ સર આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

07:38 December 31

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ફ્લાવર શો ખુલ્લો મુકાશે, માસ્ક વિના મુલાકાતીઓને નહી મળે એન્ટ્રી

અમદાવાદ :અમદાવાદમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યાથી નાગરિકોને એન્ટ્રી મળશે. 30 રૂપિયામાં જ લોકોને ટિકિટ મળશે. લોકો 150 થી વધારે ફૂલો એક જ સ્થળે નિહાળી શકશે. ફ્લાવર શો માટે એક વર્ટિકલ થીમ તૈયાર કરાઈ છે. બાજરી, જુવાર, મકાઇ, કોદરી જેવા ધાન્યનું પ્રદર્શન જોવા મળશે.

06:53 December 31

નવસારીના વેસ્મા ગામ નજીક કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત

નવસારી :નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 10 લોકોના કરુણ મોત થયા છે. માહિતી મુજબ કારમાં બેઠેલા તમામ 10 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. બસના ડ્રાઇવરને એટેક આવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

06:39 December 31

GTUમાં કુલપતિની નિમણુકને લઈને વિવાદ

અમદાવાદ :રાજ્યની સૌથી મોટી સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU ના કુલપતિની નિમણૂકને લઇ વિવાદ સર્જાયો છે. આજે વર્તમાન કુલપતિ નવીન શેઠની ટર્મ પૂરી થઈ રહી છે. સામાન્ય સંજોગોમાં સર્ચ કમિટીની રચના કરીને નવા કુલપતિની પસંદગી કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ સર્ચ કમિટીની રચના કરાઈ નથી. નવા કુલપતિની નિમણૂક થશે કે નહીં તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. કુલપતિની ટર્મ પૂરી થવાની હોય તેના ત્રણ મહિના પૂર્વે જે તે યુનિવર્સિટી દ્વારા સરકાર સાથે ચર્ચા કરી સર્ચ કમિટી બનાવવામાં આવે છે. સર્ચ કમિટીના સભ્યો ત્રણ નામ સરકાર સમક્ષ રજૂ કરે છે. જેમાંથી કોઈ એકની પસંદગી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ હજુ સુધી જીટીયુ માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. આજ બાબતે કોંગ્રેસ અને AAP ના વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજુઆત પણ કરાઈ છે.

Last Updated : Dec 31, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details