ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નર્મદામાં SOU ખાતે 27 ડિસેમ્બરથી પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત - ટુડે ન્યૂઝ લાઈવ અપડેટ

GUJARAT BREAKING NEWS 25 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 25 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Dec 25, 2022, 6:59 AM IST

Updated : Dec 25, 2022, 10:10 PM IST

21:52 December 25

નર્મદામાં SOU ખાતે 27 ડિસેમ્બરથી પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત

નર્મદામાં SOU ખાતે કોવિડ ગાઇડલાઇન જાહેર

27 ડિસેમ્બરથી પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત

21:44 December 25

તાપી નદીમાં ન્હાવા જતાં 16 વર્ષના કિશોરનું મોત

બારડોલી તાલુકાના વાઘેચા ગામે નદીમાં ડૂબી જતાં 16 વર્ષના કિશોરનું મોત

મિત્રો સાથે મંદિરે ફરવા માટે આવ્યા હતા

તાપી નદીમાં ન્હાવા જતા બની ઘટના

મૃતક કિશોર પલસાણા તાલુકાના જોળવા ગામનો રહેવાસી

21:40 December 25

સુરતમાં ભાજપ દ્વારા ઋણ સ્વીકાર સમારોહનું આયોજન, અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા

સુરતમાં ભાજપ દ્વારા નગરજનોના અભિવાદન સહ ઋણ સ્વીકાર સમારોહનું આયોજન

સી આર પાટીલ તથા કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશ ઉપસ્થિતિ રહ્યા.

ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી જનસભાને સંબોધિત કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનસેલાબ જોઈ ચોંકી ઉઠ્યો હતો: અમિત શાહ

ગુજરાતની જનતા આ વખતે નરેન્દ્ર મોદીને વધાવવા માટે તૈયાર હતી: અમિત શાહ

ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેશે અને રહેવાનો છે: અમિત શાહ

20:54 December 25

કાંકરિયા કાર્નિવલમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન- નરેન્દ્ર મોદીએ કાંકરિયાને અલગ જ રૂપ આપ્યું

કાંકરિયા કાર્નિવલમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન- નરેન્દ્ર મોદીએ કાંકરિયાને અલગ જ રૂપ આપ્યું

દેશના છેવાડાના લોકો સુધી સારી સુવિધા આપી છે

ગુજરાતની જનતાએ ફરી એકવાર વિશ્વાસ ભાજપ પર મૂક્યો છે

કાંકરિયા તળાવ આજ ફરવા માટે ઉત્તમ સ્થળ બન્યું છે

2008થી કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામા આવી હતી

પહેલા કાંકરિયા ખરાબ તળાવ, ગંદકી, તૂટી દીવાલો જોવા મળતી હતી

નરેન્દ્ર મોદીએ આ કાંકરિયાને અલગ જ રૂપ આપ્યું છે

બે વર્ષ પછી કાંકરિયા કાર્નિવલ ઉજવામાં આવી રહ્યો છે.

19:26 December 25

સોલા ભાગવતના ઋષિ કુમારોના મંત્રોઉચ્ચાર દ્વારા કાંકરિયા કાર્નિવલનો શુભારંભ

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022 આજથી શુભારંભ

સોલા ભાગવતના ઋષિ કુમારોના મંત્રોઉચ્ચાર દ્વારા શુભારંભ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ

કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યાં

19:22 December 25

અમદાવાદમાં કાકરીયા કાર્નિવલમાં VVIP બેઠક વ્યવસ્થામાં ઘૂસ્યું શ્વાન

અમદાવાદમાં કાકરીયા કાર્નિવલમાં શ્વાન ઘૂસી જતાં અફરાતફરી

VVIP બેઠક વ્યવસ્થામાં ઘૂસ્યું શ્વાન

મુખ્યપ્રધાનની પણ છે અહીં જ બેઠક વ્યવસ્થા

ધારાસભ્યો અને AMC કોર્પોરેટરોની બેઠક વ્યવસ્થામાં ઘૂસ્યું શ્વાન

18:17 December 25

નડિયાદમાં 7 લોકોએ BSF જવાન અને તેના પરિવાર પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો

નડિયાદમાં BSF જવાનની હત્યા

7 લોકોએ BSF જવાન અને તેના પરિવાર પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો

નડિયાદના વનીપુરામાના યુવાને BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી કર્યો હતો વાયરલ

યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ હુમલો

હુમલામાં BSF જવાનનો પુત્ર ગંભીર રીતે ઘાયલ

ચકલાસી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો

ગતરાત્રીના સુમારે બની ઘટના

18:16 December 25

સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ યથાવત, પઠાણ ફિલ્મના પોસ્ટરો ફાડવામાં આવ્યા

સુરત જિલ્લામાં પઠાણ ફિલ્મનો વિરોધ યથાવત

હિન્દુ સંગઠનો પહોંચ્યા કામરેજના સિગનેટ મોલ પર

રાજ હંસ સિનેમા પર જઈને પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો

પઠાણ ફિલ્મના પોસ્ટરો ફાડવામાં આવ્યા

બહોળી સંખ્યામાં હિન્દુ સંગઠનો કાર્યકરો હાજર રહ્યા

ફિલ્મ ન રજૂ કરવાની અપીલ કરાઇ

સિનેમા પર જય શ્રી રામના નારા લાગ્યા

18:15 December 25

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની આંતરકોલેજ કુસ્તી સ્પર્ધામાં બારડોલીની વિદ્યાર્થીનીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

બારડોલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજની વિદ્યાર્થીનીએ આંતર કૉલેજ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની આંતરકોલેજ સ્પર્ધા સુરત ખાતે યોજાઈ હતી

બારડોલી કોલેજની વિદ્યાર્થીની ધારા પરમારે 72થી76 કિલોગ્રામ વર્ગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

ધારા પુણે ખાતે યોજાનાર આંતર યુનિવર્સિટીની સ્પર્ધામાં વીર નર્મદ યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે

18:12 December 25

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ આજથી શુભારંભ, પ્રથમ દિવસે જ કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022 આજથી શુભારંભ

સોલા ભાગવતના ઋષિ કુમારોના મંત્રોઉચ્ચાર દ્વારા શુભારંભ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવશે

કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યાં

સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વિના મોટાભાગના લોકો જોવા મળી આવ્યા

પ્રથમ દિવસે જ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા

18:10 December 25

રાજકોટના નિર્મલા રોડ પર તિરુપતિનગરમાં ઘરમાં દારૂની મહેફિલ, 2 લોકો ઝડપાયા

રાજકોટના નિર્મલા રોડ પર તિરુપતિનગરમાં ઘરમાં દારૂની મહેફિલ

મહેફિલ ચાલતી હતી તે દરમિયાન સ્થાનિકોએ ઘરમાં લોકો મારી દીધું

8 લોકો માણતા હતા મહેફિલ, 2 લોકો ઝડપાયા

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી

17:45 December 25

કેબિનેટ પ્રધાન પ્રફુલ પાનસેરિયા આવ્યા એક્શનમાં, સ્થાનિકોની ફરિયાદને લઈને અધિકારીઓને કર્યા સૂચનો

સુરતના કામરેજ ધારાસભ્ય અને સરકારના પ્રધાન પ્રફુલ પાનસેરિયા આવ્યા એક્શનમાં

સ્થાનિકોની ફરિયાદને લઈને અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા

લારી ગલ્લાઓનું દબાણ,ટ્રાફિક,ગંદકી વિવિધ મુદ્દે ચર્ચા કરી

કામરેજ ચારરસ્તા પાસે જાહેરમાં શૌચાલય બનાવવાનું પણ કહ્યું

ઝડપી કામગીરી કરવા સૂચન કર્યું

17:02 December 25

વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલે 3.5 કિમી લાંબા બ્રિજનું કર્યું લોકાર્પણ

વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલે સૌથી લાંબા અટલ બ્રિજનું કર્યું લોકાર્પણ

3.5 કિમી લાંબો બ્રિજ રૂપિયા 230 કરોડના ખર્ચે તૈયાર કરાયો

16:59 December 25

તુનિશા શર્મા આપઘાત કેસમાં મુંબઈ પોલીસનો ખુલાસો, લવ જેહાદનો કોઈ એંગલ નથી

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ ગઈકાલે સિરિયલના શુટિંગ દરમિયાન મેકઅપ રુમમાં આપઘાત કરી લીધો હતો. આપઘાત કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ શિઝાન ખાનનું નામ સામે આવતા લવ જેહાદની ચર્ચા શરુ થઈ હતી. મુંબઈ પોલીસના ACP ચંદ્રકાંત જાધવે ખુલાસો કરતાં કહ્યું કે તુનિશાએ આપઘાત જ કર્યો છે. તેના મોત કેસમાં લવ જેહાદનો કોઈ એંગલ નથી.

15:41 December 25

નાતાલને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, હોટેલ-ટેન્ટ સિટી હાઉસફૂલ

આજે દેશભરમાં નાતાલના તહેવારની ઉજવણી

નાતાલની રજાઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો

એક દિવસના 25 હજાર પ્રવાસીઓ નોંધાયા

હોટેલ-ટેન્ટ સિટી હાઉસફૂલ

14:49 December 25

આજથી અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિલનો પ્રારંભ, આજે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ

આજથી અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિલનો પ્રારંભ

31 ડિસેમ્બર સુધી અનેક આકર્ષણો સાથે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

આજે સાંજે 6:30 કલાકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ

રોજ રાત્રે 8 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત

14:26 December 25

મહેસાણાના ધરમપુરમાં પેરાશૂટ ડેમેજ થતા કોરિયન નાગરિકનું મૃત્યુ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધરમપુર ગામે આવેલી પી.જે. પટેલ સર્વ વિદ્યાલયના સષ્ટિપૂર્તિ કાર્યક્રમમાં પુષ્પ વર્ષા માટે બોલાવવામાં આવેલા પેરાશૂટ ડાયવરનું નીચે પટકાતા મોત નીપજ્યું છે. પેરાશૂટ દુર્ઘટનામાં કોરિયન નાગરિકના મૃત્યુ મામલે તપાસના આદેશ આપ્યા છે. કડી પ્રાંત અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

13:24 December 25

મહેફિલ દરમિયાન સ્થાનિકોએ ઘરમાં લોક માર્યું

રાજકોટ: રાજકોટના નિર્મલા રોડ પર એક ઘટના બની છે. તિરુપતિનગરમાં ઘરમાં 8 લોકો દારૂની મહેફિલ માણતા હતા જેમાં 2 લોકો ઝડપાયા. મહેફિલ ચાલતી હતી તે દરમિયાન સ્થાનિકોએ ઘરમાં લોક મારી દીધું અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

12:53 December 25

ગેટની પાસે એક યુવક-યુવતી નમાઝ પઢતા દેખાતા થયો વિવાદ

વડોદરા: વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવાદ થયો. સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની પાસે એક યુવક-યુવતી નમાઝ પઢતા દેખાયા. આ વિડિયો વાયરલ થતા વીએચપીએ સવાલ ઉઠાવ્યા. આ મામલે આવનાર દિવસોમાં વિવાદ વકરી શકે છે. વાયરલ વિડિઓ અંગે હજુ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી. VHPએ માંગ કરી છે કે આ મામલે તાપસ કરવામાં આવે.

12:40 December 25

જમીનના ઝગડામાં હત્યા કરતા ચકચાર મચી ગયો

મહીસાગર:ખાનપુરના રંગેલી ગામે જમીનના ઝગડામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી. ગામમાં આવેલ જમીનના ઝગડામાં હત્યા કરતા ચકચાર મચી ગયો છે. ગામની સિમમાં આવેલ કેનાલ પાસે હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે. બાકોર પોલિસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે.

12:20 December 25

કારીગરોએ મળતીયાઓને બોલાવી માલિક પર કર્યો હુમલો

સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની છે. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કર્યો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે. ચપ્પુ વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો. મારામારીમાં વચ્ચે માલિકના મામા બચાવવા જતા તે પણ ઇજાગ્રસ્ત થયા છે. ત્રણેયને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા ટૂંકી સારવાર દરમ્યાન ત્રણેયના મોત થયા છે.

12:10 December 25

આગમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો

સુરત: સુરત કામરેજના ખોલવડ ગામ પાસે તાપી બ્રિજ પર કારમાં આગ લાગી હતી. કારમાં આગ લગતા અફરા-તફરી મચી ગઈ છે. ગત રાત્રીના શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની છે. કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

11:23 December 25

2023માં જી20ના ઉત્સાહને નવી ઉંચાઈ પર લઈ જવું છે: PM મોદી

વર્ષ 2022 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવનાના વિસ્તરણને કારણે યાદ રહેશે. PM મોદીએ કહ્યું કે, ભૂતકાળનું અવલોકન હંમેશા આપણને વર્તમાન અને ભવિષ્યની તૈયારી માટે પ્રેરણા આપે છે. 2022માં દેશની જનતાની તાકાત, તેમનો સહયોગ, તેમનો સંકલ્પ, તેમની સફળતાનો વિસ્તાર એટલો બધો હતો કે 'મન કી બાત'માં દરેકને સામેલ કરવું મુશ્કેલ બની જશે. 2023માં જી20ના ઉત્સાહને નવી ઉંચાઈ પર લઈ જવું છે. આ આયોજનને જનઆંદોલન બનાવવાનું છે. દેશ સતત નવી ઉંચાઈઓ પર પહોંચશે, G20 વૈશ્વિક વસ્તીના બે તૃતીયાંશ, વૈશ્વિક વેપારનો ત્રણ ચતુર્થાંશ અને વૈશ્વિક જીડીપીનો 85 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે કહ્યું કે, 1 ડિસેમ્બરથી ભારત G-20 જૂથની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ભારત અને દેશના લોકો માટે આ એક મોટી તક છે.

11:12 December 25

આ વર્ષ આપણા માટે ખાસ રહ્યું છે: PM મોદી

PM મોદી 96મી વખતની 'મન કી બાત' કરી રહ્યા છે. PM મોદીએ કહ્યું કે, આ વર્ષ આપણા માટે ખાસ રહ્યું છે. ગુજરાતનો માધવપુર મેળો હોય કે અન્ય કોઈ કાશી તમિલ સંગમ હોય દેશવાસીઓની એકતા જોવા મળી છે. ઓગસ્ટમાં હર ઘર તિરંગા અભિયાનને દેશવાસીઓએ ખાસ બનાવ્યું છે. આ સમયે ઈતિહાસ રચાયો હતો, તેને કોઈ ભૂલી શકશે નહીં.આઝાદીના 75 વર્ષના ઈતિહાસમાં ભારતવાસીઓ રંગાયા હતા. આ અમૃત મહોત્સવ હજુ પણ ચાલતું રહેશે.

2023માં જી20ના ઉત્સાહને નવી ઉંચાઈ પર લઈ જવું છે. આ આયોજનને જનઆંદોલન બનાવવાનું છે. દેશ સતત નવી ઉંચાઈઓ પર પહોંચશે તેમ પણ કહ્યું.

11:04 December 25

ત્રણ લાખથી વધારેની ચોરી કરવામાં આવે છે

સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરમાં ચોરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ભોલેશ્વર વિસ્તારમાં સાત મકાનના તારા તૂટ્યા છે. ત્રણ લાખથી વધારેની ચોરી કરવામાં આવે છે. આ વિસ્તારોમાં ચોરી થતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળે છે.

10:34 December 25

5 ટૂ વ્હીલર ગાડીઓમાં આગ લાગવાથી ઘણા સવાલો ઉભા થયા

સુરત: સુરત વરાછામાં એક ઘટના બની છે. વરાછા રેલ્વે કોલોનીમાં મોડી રાતે એક સાથે 5 ટૂ વ્હીલર ગાડીઓમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ કોલોનીના લોકો દોડી આવ્યા હતા. ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક સાથે 5 ટૂ વ્હીલર ગાડીઓમાં આગ લાગવાથી ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. પાંચ ગાડીઓમાં કેટલાક વ્યક્તિઓએ દ્વારા આગ લગાડવામાં આવી હોય તેવું અનુમાન લગાડ્યું છે. જોકે હાલ આ મામલે ગાડીના માલિકોએ શંકાને આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યું છે.

09:16 December 25

ધારાસભ્ય કુબેર ડિંડોરને તુલા કરેલી નોટબુકોનું ગરીબ બાળકોમાં વિતરણ

મહીસાગર: મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોના અભિવાદન કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરને આદિજાતિ વિકાસ અને શિક્ષણપ્રધાનનું પદ મળતાં કાર્યકરોએ ઉત્સાહથી વધાવ્યા હતા. શિક્ષણપ્રધાનની તુલા કરેલી નોટબુકોનું ગરીબ બાળકોમાં વિતરણ કરવાના હેતુ સાથે ભાજપે શિક્ષણની નોટબુક અને પુસ્તકોથી તેમને તોલ્યા હતા.

09:02 December 25

સિંહ દીપડા વચ્ચે ગ્રામવાસીઓ ભર શિયાળની ઠંડીમાં ખુલ્લામાં સુવા મજબૂર થયા

અમરેલી: સાવરકુંડલાના મિતિયાળા ગામના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. સતત ચાલુ રહેતા ધરતીકંપના આંચકાથી ભયના માહોલ વચ્ચે ગ્રામવાસીઓ જીવી રહ્યા છે. ગીર વિસ્તારમાં સિંહ દીપડા વચ્ચે ગ્રામ વાસીઓ ભર શિયાળની ઠંડીમાં ખુલ્લામાં સુવા મજબૂર થયા છે.

08:45 December 25

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવશે વડોદરા

વડોદરા :રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવશે વડોદરા

આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની જયંતિ

સૌથી લાંબા બ્રિજનું નામ અપાયું અટલ બ્રિજ

મુખ્યપ્રધાન કરશે લોકાર્પણ

સાથે સમા ગાર્ડનનું પણ કરશે લોકાર્પણ

વડોદરાની ઐતિહાસિક ન્યાયમંદિર હેરિટેજ મુખ્યપ્રધાન સુપ્રત કરશે VMC ને

08:08 December 25

રાજકોટ RMC ફૂટ વિભાગનું ચેકીંગ

રાજકોટ RMC ફૂટ વિભાગનું ચેકીંગ

બાલાજી ગૃહ ઉદ્યોગમાંથી અખાદ્યય ખજૂર ઝડપાયો

240 કિલો અખાદ્યય ખજૂર ઝડપાયો

08:06 December 25

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર માટે 700 બેડની વ્યવસ્થા સાથે 200 વેન્ટિલેટર કરવામાં આવ્યા કાર્યરત

જૂનાગઢ :વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતમાં સતર્કતાના પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ સરકાર દ્વારા તમામ હોસ્પિટલને કોવિડ સારવાર માટેની તૈયારીઓના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તે અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સાબદું થયું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોવિડ માટે 700 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને બે આઈસીયુ વોર્ડમાં 200 જેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

08:03 December 25

‘આ લડાઇ સામાજીક નહીં રાજકીય છે’, રીબડા જૂથ સાથે સમાધાનની વાત પર જયરાજસિંહ જાડેજાના પુત્રએ આપ્યુ મોટુ નિવેદન

રાજકોટના ગોંડલ અને રીબડાના જૂથ વચ્ચે વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે રાજપુત સમાજના અગ્રણીએ સમાધાન માટે અપીલ કરી હતી, પરંતુ સમાધાનની વાત પર ગોંડલ જૂથના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહે નિવેદન આપ્યું હતું કે, “રાજપૂત સમાજના અગ્રણીઓ, સંસ્થાઓ સમાધાનની વાત કરતા પહેલા અમારા પરિવાર સાથે વાતચીત કરે, આ લડાઇ સામાજીક નહીં રાજકીય લડાઇ છે.”

07:01 December 25

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની ધરપકડ

ટેલિવિઝનની એક્ટ્રેસ તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તુનિષા શર્માના આત્મહત્યાના મામલે તમામ અપડેટ મીડિયા સાથે શેર કરી છે. પોલીસે કહ્યું છે કે “સિરિયલ ‘અલી બાબા – દાસ્તાન એ કાબુલ’ની અભિનેત્રી તુનીષા શર્માએ ​​24 ડિસેમ્બરની સાંજે તેના શૂટિંગ શેડ્યૂલ દરમિયાન સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આત્મહત્યા અંગેના કેસ અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ, તેની માતાની ફરિયાદને પગલે તુનીશાના કો-સ્ટાર શીજાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તુનીષા શર્માને આત્મહત્યા કરવા માટે પ્રેરવાના આરોપસર શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી છે.”

06:37 December 25

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, કોરોનાના વધતાં કેસ વચ્ચે લોકોને સાવચેત રહેવા અપીલ

અમદાવાદ :ગુજરાતમાં એક તરફ સંભવિત કોરોનાનો ખતરો પ્રવર્તી રહ્યો છે, બીજી તરફ આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક પહેરવા અને ગાઇડલાઇન્સનું પાલન કરવા અપીલ કરી છે.

Last Updated : Dec 25, 2022, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details