ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમદાવાદમાં કોરોનાને લઈ હેલ્થ વિભાગ એલર્ટ, એક્શન પ્લાન તૈયાર - undefined

GUJARAT BREAKING NEWS 22 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 22 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Dec 22, 2022, 7:07 AM IST

Updated : Dec 22, 2022, 7:46 PM IST

19:42 December 22

સુરતમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ સાથે ઓળખ પરેડ

સુરતમાં પોલીસ કમિશ્નર દ્વારા અનોખો પ્રયાસ

છેલ્લા 5 વર્ષ દરમિયાન અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ સાથે ઓળખ પરેડ

શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી આવા આરોપીઓને ભેગા કરવામાં આવ્યા

ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી તેમજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે ઓળખ પરેડ

માણસો ઓળખે તેમજ તેમની હાલની ગતિવિધિ અંગે માહિતી એકત્રિત કરવા માટે ઓળખ પરેડ

19:41 December 22

ભાવનગરઃ ચીનથી આવેલ યુવાન કોરોના પોઝિટિવ

ભાવનગરઃ ચીનથી આવેલ યુવાન કોરોના પોઝિટિવ

યુવકની બે વર્ષની ભત્રીજી પણ પોઝિટિવ

2 દિવસ પહેલા ચીનથી આવ્યો હતો યુવક

યુવક બાદ હવે તેની ભત્રીજીનો રિપોર્ટ પોઝિટિવ

બંન્નેના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલાયા

18:31 December 22

અમદાવાદમાં કોરોનાને લઈ હેલ્થ વિભાગ એલર્ટ, એક્શન પ્લાન તૈયાર

અમદાવાદમાં કોરોનાને લઈ કોર્પોરેશનની તૈયારીઓ

અમદાવાદ હેલ્થ વિભાગ એલર્ટ, એક્શન પ્લાન તૈયાર

AMC હેલ્થ અધિકારી ડૉ.ભાવિન સોલંકીનું નિવેદન

"બેથી ત્રણ માસમાં સિંગલ ડિજિટમાં કેસ આવે છે "

"AMC દ્વારા ટેસ્ટિંગ સુવિધાઓ ઊભી કરાઇ છે"

"દરેક અર્બન સેન્ટરમાં ટેસ્ટિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે"

"SVP ખાતે બેડ તૈયાર કરવામાં આવ્યા છે"

"લોકોને માસ્ક પહેરવા અપીલ છે"

"હાલ અમદાવાદમાં 8 એક્ટિવ કેસ છે"

"8માંથી બે દર્દીને દાખલ કરવામાં આવ્યા છે"

"વેક્સિન પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે"

17:59 December 22

PM મોદીએ કોરોનાની સમીક્ષા બેઠક યોજી, કોરાના સંક્રમણને અટકાવવા ચર્ચા કરાઈ

  • કોરોના પર PM મોદીએ બેઠક યોજી
  • અમિત શાહ અને મનસુખ માંડવિયા બેઠકમાં હાજર રહ્યા
  • બેઠકમાં કોરાના સંક્રમણને અટકાવવા ચર્ચા કરાઈ

17:56 December 22

અમદાવાદ BRTS કોરિડોરમાં પ્રવેશવું હવે પડશે મોંઘું

અમદાવાદ BRTS કોરિડોરમાં પ્રવેશનાર સામે થશે કાર્યવાહી

ટ્રાફિક પોલીસ અને BRTS દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી

BRTS કોરીડોરમાં ચાલતા વાહનચાલકો સામે કરી આંખ લાલ

મેમ્કો ચાર રસ્તા ખાતે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ

એક દિવસમાં 41 વાહનો ડીટેઇન કરી 14500 દંડ વસૂલવામાં આવ્યો

17:46 December 22

સુરત રેલ્વે સ્ટેશન નજીક સિટી બસમાં આગ લાગી, જાનહાનિની કોઈ ઘટના નહિ

સુરત રેલ્વે સ્ટેશન નજીક સિટી બસમાં લાગી આગ

જોકે બસ ખાલી હોવાથી કોઈ જાનહાનિની કોઈ ઘટના નહિ

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો

17:36 December 22

અમદાવાદમાં બે વર્ષ બાદ યોજાશે કાંકરીયા કાર્નિવલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે લોકાર્પણ

અમદાવાદમાં બે વર્ષ બાદ યોજાશે કાંકરીયા કાર્નિવલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ

આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર યોજાશે

કાંકરીયા કાર્નિવલમાં ત્રણ સ્ટેજ રહેશે

4 કરોડની આસપાસ ખર્ચ યોજાશે કાંકરિયા કાર્નિવલ

20 વોચ ટાવર તૈયાર કરવામાં આવ્યો છે.

17:00 December 22

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક

પ્રથમ કેબિનેટ બેઠકમાં આવનારા ૫ વર્ષ માટેનું તબક્કાવાર આયોજન

પ્રથમ 100 દિવસ અને ત્યારબાદ 200 દિવસ, 1 વર્ષ થી 5 વર્ષ સુધીનું આયોજન

દ્વારકાને કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે

આરોગ્ય કાર્ડની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવશે

રાજ્યના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ફ્રી પ્રાપ્ત થાય તે બાબતે સરકારે આયોજન હાથ ધર્યું.

16:46 December 22

અમદાવાદમાં કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર કેસ મામલે પોલીસે ઇન્જેક્શન સહિતના પુરાવા એકત્ર કર્યા

અમદાવાદમાં કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર કેસનો મામલો

પોલીસે ઘટના સ્થળેથી ઇન્જેક્શન સહિતના પુરાવા એકત્ર કર્યા

યુવતીની માતાએ જોઈ લેતા ચંપાબેન વાળાને પણ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દીધી

ભારતી વાળાને ઓપરેશન કરાવવા માટે કેટામાઇનનું ઇન્જેક્શન આપ્યું હતું

આરોપી મનસુખે ચંપાના દાગીના બુટ્ટી અને ચેઇન લઈ લીધા હતા

કાગડાપીઠ પોલીસે આરોપી મનસુખની કરી ધરપકડ

16:36 December 22

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં પરીક્ષા દરમિયાન ચોરી થતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વધુ એક બેદરકારી આવી સામે

પરીક્ષા દરમિયાન ચોરી થતાનો વીડિયો આવ્યો સામે

યુવકે પરીક્ષા દરમિયાન મોબાઈલથી બનાવ્યો વીડિયો

વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

16:30 December 22

ACBએ પોલીસ કોન્સ્ટેબલને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

દારૂના ગુનામાં આરોપીની અટકાયત કરી કાર જમા લીધી હતી

જમા લીધેલી કાર છોડાવવા બદલ 1 લાખ રૂપિયાની માગ કરી હતી

અંતે ભારે રકઝક બાદ 50 હજાર આપવાનું નક્કી થયું હતું

ફરિયાદીએ ACBને જાણ કરતા કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો

16:28 December 22

દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટિંગ કેન્દ્રો ફરી કાર્યરત કરાયા

દ્વારકામાં કોરોનાની દહેશત વચ્ચે દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ સજજ

દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટિંગ કેન્દ્રો ફરી કાર્યરત કરાયા

ખંભાળિયા હોસ્પિટલ ખાતે 150 બેડનો 49 વેન્ટિલેટર સાથેનો કોવિડ વોર્ડ શરૂ કરાયો

કોવિડ અંગે જરૂરી દવા તેમજ ઇંજેકશન બાબતે પણ આરોગ્ય તંત્રે તૈયારી પૂર્ણ કરી

16:25 December 22

ધારાસભ્યો અને સાંસદ સભ્યોને મળવા માટેનો અલગ સમય ફાળવવામાં આવ્યો

ધારાસભ્યો અને સાંસદ સભ્યોને મળવા માટેનો અલગ સમય ફાળવવામાં આવ્યો

મંગળવારે સવારે 10 કલાક થી 12.30 કલાક સુધી MLA/MP માટેનો ટાઇમ રિઝર્વ કરવામાં આવ્યો

સોમવાર અને મંગળવારે તમામ પ્રધાનોને હાજર રહેવાની આપી સૂચના

જ્યાં સુધી મુલાકાતીઓ બંધ ના થાય ત્યાં સુધી પ્રધાનોએ ઓફિસમાં હાજર રહેવું પડશે.

16:23 December 22

વિપક્ષી નેતાએ AMC દ્વારા આયોજિત કાંકરીયા કાર્નિવલ અને ફલાવર શોને લઈને મેયર અને AMCને પત્ર લખ્યો

અમદાવાદ: AMC દ્વારા આયોજિત કાંકરીયા કાર્નિવલ અને ફલાવર શોને લઈને વિપક્ષી નેતાની માંગ

વિપક્ષી નેતાએ લખ્યો મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા AMC તંત્ર અને સાશકો સમજી વિચારીને નિર્ણય કરે - વિપક્ષ

સંભવિત મોટી ભીડને જોતા તમામ તકેદારીના પગલાં લેવા જરૂરી - વિપક્ષ

અમે એકેય ઈવેન્ટનો વિરોધ કે સમર્થન નથી કરતા,પણ ભૂતકાળને જોતા તકેદારી રાખવી જોઈએ

અમને આશા છે કે નાગરિકોના હિતમાં નિર્ણય લેવાશે - વિપક્ષ

15:40 December 22

ગોંડલ અને રીબડા જૂથની બબાલમાં અનિરૂધ્ધસિંહ સહિત સામે સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ગોંડલ અને રીબડા જૂથની બબાલમાં રિબડાના અનિરૂધ્ધસિંહ સહિત સામે સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના યુવાને નોંધાવી તાલુકા પોલીસમાં ફરિયાદ

ઘટનામાં 323, 506(2), 114, 341, 504 આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે

15:39 December 22

બહાર દેશોથી વધતાં જતા કોરોના કેસને અટકાવવા તંત્ર એક્શન મોડમાં

કોરોના મુદ્દે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ

બહાર દેશોથી વધતાં જતા કોરોના કેસને અટકાવવા તંત્ર એક્શન મોડમાં

કલેકટર કચેરી ખાતે મિટિંગ યોજી ઓનલાઇન અપાયું માર્ગદર્શન

કોરોના ઇમિક્રોન વાયરસ ફેલાવો અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક

14:36 December 22

કોરોનાને લઈને રાજકોટ સિવિલ તંત્ર એલર્ટ, 100 બેડનો કોવિડ વિભાગ તૈયાર

રાજકોટ: કોરોનાને લઈને રાજકોટ સિવિલ તંત્ર એલર્ટ

સિવિલ હોસ્પિટલમાં ફરી કોવિડ વિભાગ શરૂ કરવામાં આવ્યો

100 બેડનો કોવિડ વિભાગ તૈયાર કરવામાં આવ્યો

વર્ગ 1થી લઈને 4 સુધીના તમામ કર્મચારીઓને સૂચના આપવામાં આવી

ઓક્સિજન પ્લાન્ટ સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી

સિવિલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા આપવામાં આવી સૂચના

14:33 December 22

સુરતમાં UPSCની તૈયારી કરતી કિશોરીને યુવાને આપી એસિડ ફેંકવાની ધમકી

સુરતમાં UPSCની તૈયારી કરતી કિશોરીને ધમકી

રિલેશન રાખવા માટે યુવાન દબાણ કરતો હતો

એસિડ ફેંકવાની ધમકી આપતો હતો

ડીડોલી પોલીસે આરોપીની કરી ધરપકડ

14:21 December 22

સુરત જિલ્લા પંચાયત અને સુરત જિલ્લા ભાજપના માજી પ્રમુખ સુરેશ પટેલનું નિધન

સુરત જિલ્લા પંચાયત અને સુરત જિલ્લા ભાજપના માજી પ્રમુખ સુરેશ પટેલનું નિધન

બે દિવસ પૂર્વે આવ્યો હતો બ્રેન સ્ટ્રોક

સુરત જિલ્લા સહકારી અને રાજકીય ક્ષેત્રને મોટી ખોટ

સુરત જિલ્લામાં ભાજપને ઉભી કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું

13:07 December 22

ગુજરાતમાં વિદેશથી આવેલ વ્યક્તિ કોરોના પોઝિટિવ નોંધાતા મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં વિદેશથી આવેલ વ્યક્તિ કોરોના પોઝિટિવ નોંધાતા મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ

જિલ્લામાં બેડ સહિત ઓક્સિજન પ્લાન્ટની કરાઈ વ્યવસ્થા

જિલ્લામાં આવેલ તમામ ઓક્સિજન પ્લાન્ટનું કરાયું મોકડ્રિલ

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ માં કરાયો વધારો

દરરોજ 200 થી વધુ લોકોના લેવામાં આવે છે સેમ્પલ

933 બેડ ની સુવિધા સાથે 533 ઑક્સિજન બેડ પણ કાર્યરત

વિદેશથી આવતા પ્રવાસીઓની હિસ્ટરી લઈ શંકાસ્પદ લોકોનું ટેસ્ટિંગ કરી કરવામાં આવશે સ્ક્રીનિંગ

જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝ 100 ટકા પૂર્ણ

પ્રિકોશન ડોઝ 67 ટકા લોકો એ લોધો

12:45 December 22

ભરૂચમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં ભયાનક આગ

ભરૂચ: અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં ભયાનક આગ

કેમિકલ ભરેલા બેરાલોના ગોડાઉનમાં લાગી આગ

દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા

આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

એક કામદાર ઈજાગ્રસ્ત થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો

11:46 December 22

સમગ્ર વિશ્વમાં કોરોનાથી 24 કલાકમાં 1400 લોકોનાં મોત

વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો

PM મોદીની અધ્યક્ષતામાં આજે હાઇલેવલની બેઠક

દેશમાં કોરોનાની સ્થિતિની કરશે સમીક્ષા

સમગ્ર વિશ્વમાં કોરોનાથી 24 કલાકમાં 1400 લોકોનાં મોત

વિશ્વભરમાં કોરોના વેરિયન્ટનો ભય

11:46 December 22

વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટનો ભય, PM મોદીની અધ્યક્ષતામાં આજે હાઇલેવલની બેઠક

ચીન, અમેરિકા અને ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. આથી, ભારત સહિત વિશ્વના અનેક દેશો કોરોનાના વધતા જતા કેસોને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. આથી આજે દેશમાં PM મોદીની અધ્યક્ષતા હેઠળ દિલ્હી ખાતે હાઇલેવલ બેઠક યોજાશે. જેમાં સમગ્ર વિશ્વ તથા દેશમાં કોરોનાની સ્થિતિ તેમજ તૈયારીઓને લઇને મહત્વની ચર્ચા કરાશે.

11:45 December 22

અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો

  • કોરોનાના ડરથી બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો
  • અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર લોકોની ભીડ
  • ચીનની સ્થિતિ જોતાં બૂસ્ટર ડોઝ જરૂરી

11:45 December 22

રાજ્યમાં કોવિડના કેસો ન વધે તે માટે ગુજરાત સરકાર ઍલર્ટ

  • વિદેશમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ ગુજરાત સરકાર ઍલર્ટ
  • રાજ્યમાં કોવિડના કેસો ન વધે તેના માટે યોગ્ય પગલાં લેવા સૂચન
  • અધિક નિયામક આરોગ્યનો તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને આદેશ

11:34 December 22

અમદાવાદમાં મણીનગરની કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યા મામલો

  • અમદાવાદમાં મણીનગરની કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યા મામલો
  • છેલ્લા કેટલાય સમયથી મૃતક ભારતી કરાવતી હતી સારવાર
  • એક કાનની સારવાર સફળ રહેતા બીજા કાનની સારવાર શરૂ કરાવી
  • કેટામાઈનનુ ઈન્જેક્શન આપતા ગણતરીના સમયમાં ભારતીનું થયુ મોત
  • ભારતીના મોત બાદ માતા ચંપા બેનને આપ્યું ઈન્જેક્શન
  • ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર મનસુખ ગેરકાયદે કરતો સારવાર
  • સીસીટીવી બંધ કરી દર્દીઓની સારવાર કરતો હતો

11:30 December 22

રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલ યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

  • રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલ યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • યાજ્ઞિક રોડ, જાગનાથ વિસ્તારમાં નોંધાયો કોરોનાનો કેસ
  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ

11:17 December 22

સુરતમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવી દેતા મચી ચકચાર

સુરત :સુરતમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવી દેતા ચકચાર મચી ગઈ છે. કચકચથી યુવતી ત્રાસી જતા સબંધ તોડી નાખ્યો હતો. યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાય હતી. પોલીસે આરોપી રામસિંગની ધરપકડ કરી છે.

11:13 December 22

રાજકોટની માતૃશ્રી વિરભાઈ મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓની જાતીય સતામણી

રાજકોટ : રાજકોટની કાલાવડ રોડ પર આવેલ માતૃશ્રી વિરભાઈ મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓની જાતીય સતામણીના મામલે કોલેજ પ્રશાસન દ્વારા પ્રોફેસર સંજય તેરૈયાને સસ્પેન્ડ કર્યા છે.

09:45 December 22

રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નલિયાનું તાપમાન આજે 8.4 ડિગ્રી નોંધાયું

કચ્છ :રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નલિયાનું તાપમાન આજે 8.4 ડિગ્રી નોંધાયું છે. નલિયાનો પારો ફરી સિંગલ ડિજિટમાં છે. પશ્ચિમ કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ભુજનું 12 ડિગ્રી અને કંડલાનું 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

09:35 December 22

ભાવનગરમાં ચીનથી આવેલ વ્યક્તિ કોરોના પોઝિટિવ

ભાવનગર :ચીનથી આવેલ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે. ભાવનગર મનપાએ રેપીડ પોઝિટિવ બાદ રિપોર્ટ મોકલ્યો છે. ગાંધીનગરથી આવ્યા બાદ રિપોર્ટમાં ખુલાસો થશે. શહેરમાં આજથી રોજના ફરજિયાત 500 ટેસ્ટ કરવામાં આવશે. 14 આરોગ્ય સેન્ટર પર રિપોર્ટ રોજના કરવામાં આવશે.

09:29 December 22

થાન પાલિકાના મહિલા પ્રમુખ, પત્રકાર સહિત 4 વ્યક્તિ સામે નોંધાઈ ફરીયાદ

સુરેન્દ્રનગર : થાન પાલિકાના મહિલા પ્રમુખ, પત્રકાર સહિત 4 વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઈ. થાન પાલિકાના વોર્ડ નંબર 4ના સદસ્યને પાલિકાના મહિલા પ્રમુખના કહેવાથી ત્રણ વ્યક્તિએ લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. અગાઉ પાલિકાના મહિલા પ્રમુખ સાથે રોડ બાબતે વોર્ડ નંબર 4ના સદસ્યને બોલાચાલી થઈ હતી જે બાબતનું મનદુઃખ રાખી માર મારવામાં આવ્યો હતો. રોકડ રકમની અને જરૂરી કાગળોની લૂંટ પણ કરવામાં આવી.

09:20 December 22

શું સહમતિ સાથે સંબંધ બનાવાની ઉંમર 18 વર્ષથી ઓછી હશે? કેન્દ્ર સરકારે આપ્યો મોટો જવાબ

કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે તે સહમતિથી સેક્સ માટેની વય મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરી રહી નથી. મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં આ વાત કહી છે. હકીકતમાં, રાજ્યસભામાં કેન્દ્ર તરફથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ સહમતિથી સંભોગની ઉંમર ઘટાડવાનું વિચારી રહ્યા છે. તેના જવાબમાં કેન્દ્રીય પ્રધાને કહ્યું છે કે, આનો સવાલ જ ઊભો થતો નથી.

08:52 December 22

બાળકને 6 વર્ષ પૂર્ણ થયા હશે તો જ મળશે પહેલા ધોરણમાં પ્રવેશ

રાજ્યના શિક્ષણ વિભાગ ( State Education Department )દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ-1 માં પ્રવેશ લેવા માટે વયમર્યાદા છ વર્ષની નક્કી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા 2020માં જ આ અંગેનો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે આગામી સત્ર જૂન 2023 થી લાગુ પડશે. જો તમે તમારા બાળકને આગામી શૈક્ષણિક વર્ષમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરવા મોકલવા માંગો છો, પરંતુ 1 જૂન 2023ના રોજ તેને 6 વર્ષ પૂર્ણ નથી થતા તો તમારે બાળકના શાળા પ્રવેશને લઈ વધુ એક વર્ષ રાહ જોવી પડશે, કારણ કે નવી શૈક્ષણિક નીતિ મુજબ પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. એમાં એક દિવસ પણ ખૂટતો હશે તો બાળકે પહેલા ધોરણમાં પ્રવેશ માટે એક વર્ષ રાહ જોવી પડશે.

08:45 December 22

સુરતના પલસાણામાં દીપડાનું વાહન અડફેટે થયું મોત

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા નજીક રસ્તો ક્રોસ કરી રહેલા દીપડાનું વાહન અડફેટે મોત થયું. ભૂતપોર પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર 53 પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી. વન વિભાગે દીપડાના મૃતદેહનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.

07:39 December 22

છેલ્લા 8 વર્ષમાં સરકારે ખાનગીકરણ દ્વારા 4 લાખ કરોડ ઊભા કર્યા, જાણો ક્યાંથી આવ્યા કેટલા રૂપિયા

સરકારે પારાદીપ ફોસ્ફેટ, IPCL અને ટાટા કોમ્યુનિકેશનમાં શેષ હિસ્સો વેચીને 472 કરોડ, 219 કરોડ અને 8847 કરોડનું ભંડોળ એકત્ર કર્યું. તેની મદદથી કુલ 9538 કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારે એર ઈન્ડિયા સહિત 10 કંપનીઓનું વ્યૂહાત્મક વેચાણ પણ કર્યું હતું. નાણા મંત્રાલયે કહ્યું છે કે, 2014થી છેલ્લા આઠ વર્ષમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણની મદદથી 4 લાખ કરોડનું જંગી ભંડોળ એકત્ર કર્યું છે. છેલ્લા આઠ વર્ષમાં સરકારે જાહેર ક્ષેત્રના સાહસોમાં મોટા પાયે વ્યૂહાત્મક વેચાણ કર્યું છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આઠ વર્ષમાં સરકાર 59 કેસમાં વેચાણ માટે ઓફર (OFS) લઈને આવી હતી, જેની મદદથી 1.07 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETFના દસ હપ્તા લાવવામાં આવ્યા અને વેચાણની મદદથી સરકારે કુલ 98949 કરોડ એકત્ર કર્યા છે.

07:31 December 22

ભાયાવદરમાં જાહેરમાં છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી

રાજકોટ : ઉપલેટાના ભાયાવદરના ચક્કરચોકમાં જાહેરમાં છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ભાયાવદરમાં પાનના ગલ્લાવાળા વ્યક્તિએ પિતા પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. પિતા-પુત્રને ઇજાઓ પહોંચતા પિતા ગંભી રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગયો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત પુત્રએ હુમલો કરનાર વ્યક્તિ સામે ભાયવાદર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

07:21 December 22

રિબડાના સ્થાનિકોએ પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી

રાજકોટ :રીબડા ખાતે થયેલ બબાલ બાબતે વાયરલ મેસેજ બાબતે અનિરુદ્ધ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી હતી. અનિરુદ્ધસિહે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની બબાલ રીબડા ખાતે થઈ નથી. રાજકોટના ગોંડલની બબાલ બાબતે ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. તારીખ 22 ડિસેમ્બરના રોજ જયરાજસિંહ જાડેજા રિબડા જશે તેવું પણ જણાવ્યું હતું. રિબડાના સ્થાનિકોએ પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી.

07:17 December 22

દિલ્લીમાં કોરોનાથી એક દર્દીના મોત બાદ કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક

દિલ્હી : દિલ્હી સરકાર કોવિડ-19ની સ્થિતિ પર નજર રાખી રહી છે અને મુખ્યપ્રધાને આરોગ્ય વિભાગને સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ સુનિશ્ચિત કરવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી અન્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા બાદ બુધવારે રાજધાની દિલ્હીમાં કોવિડથી એક દર્દીનું મોત થયું છે. દિલ્હીમાં લાંબા સમય બાદ કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 21 ડિસેમ્બરે કોરોનાના 5 નવા કેસ આવ્યા અને 1 દર્દીનું મૃત્યુ થયું, જોકે કોરોના સંક્રમણ દર માત્ર 0.19% છે. છેલ્લા 24 કલાકમાં 2642 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 8 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં હાલમાં કોરોનાના 27 સક્રિય કેસ છે, જેમાંથી 19 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને 3 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. 3 કેન્ટોનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે.

06:32 December 22

રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલ યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

આજે પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે પ્રધાનોને ખાતાની ફાળવણી કરાયા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ પ્રથમ બેઠક રહેશે જેમાં સરકાર પોતાના પ્રથમ 100 દિવસના કાર્યોનો રોડમેપ તૈયાર કરશે. સાથે જ કોરોનાની દહેશત અને નવા વેરિઅન્ટને લઈ ચર્ચા થશે. તો કેબિનેટમાં પ્રધાનો પોતાના વિભાગની યોજનાઓ અંગે ચર્ચા કરશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. ખાસ કરીને આરોગ્ય અને ગૃહ વિભાગના કાર્યોની ચર્ચાને પ્રાથમિકતા અપાય તેવી શક્યતા છે.

Last Updated : Dec 22, 2022, 7:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details