ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડોદરામાં કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહ રોડ શો અધૂરો છોડી જતા રહ્યા - today news

GUJARAT BREAKING NEWS 2 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 2 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Dec 2, 2022, 6:46 AM IST

Updated : Dec 2, 2022, 9:49 PM IST

21:43 December 02

કેન્દ્રીય ગૃહપ્રઘાન માંડવી ગેટ પાસે રોડ શો મૂકીને ગાડીમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા

વડોદરા:વડોદરાના પ્રતાપનગર રોડ સ્થિત અપ્સરા સિનેમા પાસેથી રોડ શો શરૂ થયો, ત્યારથી જ અમિત શાહ ઉતાવળમાં હતા. તેમને અમદાવાદ પહોંચવાની ઉતાવળ હોવાથી તેઓ રોડ શોની ગાડીની આગળ ચાલી રહેલા કાર્યકરોને ઝડપી ચાલવા માટે કહેતા જોવા મળ્યા હતા અને તેમની બાજુમાં ઉભેલા નેતાઓને પણ રોડ શોને ઝડપથી પૂર્ણ કરવા અને કાર્યકરોને ઝડપથી ચાલે તેવી સૂચનાઓ આપતા પણ જોવા મળ્યા હતા.

20:21 December 02

આજે રોશની છે તે ગુજરાતની રોશની છે આ પ્રકાશ દેશને નવો પ્રકાશ આપી રહ્યો છે: PM નરેન્દ્ર મોદી

અમદાવાદ: સરસપુરની જાહેરસભા સંબોઘતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસની જે માનસિકતા હતી પોતાની જાતને અને નશાના અહંકારમાં એવા ડૂબેલા હતા કે તેમને દેશની જનતા ઉપર વિશ્વાસ હતો જ નહીં, કોંગ્રેસે કાયદાન નિયમો એવા બનાવ્યા હતા કે બધું સરકારે જ કરે લોકો કાયદામાં જ ઉલજાયેલા રહે, આપણે આ બધું જ કાઢી રહ્યા છે એક પછી એક સફાઈ અભિયાન મારું ચાલુ જ છે. મોદીએ ચાલુ સભામાં બધાને ફ્લેશ લાઈટ કરાવી, ફ્લેશ લાઇટ ચાલુ કરાવી કહ્યું, આજે રોશની છે તે ગુજરાતની રોશની છે આ પ્રકાશ દેશને નવો પ્રકાશ આપી રહ્યો છે.

19:54 December 02

આજે સમગ્ર જગ્યાએ ગુજરાતના મોડલની ચર્ચા ચાલે છે: PM નરેન્દ્ર મોદી

અમદાવાદ: સરસપુરની જાહેરસભા સંબોઘતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે લોકો ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમને મારો વિશેષ આગ્રહ છે કે, તમારા અમને અમારા 25 વર્ષ ઉત્તમને ઉત્તમ થાય તે માટે ભાજપના કમળની વોટ આપજો,હું તમને ગેરંટી આપું છું કે તમારા ઉજળા ભવિષ્યની, આજે સમગ્ર જગ્યાએ ગુજરાતના મોડલની ચર્ચા ચાલે છે,આજે ગુજરાત નમક ઉત્પાદન, રૂફ્ટોપ , સોલર હાઇબ્રીડ પાર્ક બનાવી રહ્યો છે, દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે, આજે પુરી દુનિયામાં સૌથી વધારે હીરા પોલીસ થતા હોય તો આપણે ત્યાં થાય છે, ભારતની નવી ઊંચાઈએ લઈ જવાનું કામ ગુજરાત ખૂબ જ તેજ ગતિથી કરી રહ્યું છે,અહીંયા ભુપેન્દ્રભાઈની સરકાર અને દિલ્હીમાં આપનો સેવક, માટે જ ડબલ એન્જિન નો પાવર જોવા મળે છે.આજે ખૂબ જ સુખદ સંયુગ છે ગુજરાતમાં જ્યારે ચૂંટણી ચાલી રહી છે, જ્યારે ગુજરાતમાં પહેલું મતદાન હતું ત્યારે. વિકાસ થાય એટલે કોંગ્રેસની તબિયત બગડે છે, 2014માં તમે મને આદેશ આપ્યો હું દિલ્હી ગયો, સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે દેશમાં એક નવી ઉર્જા ફરમાવી.

19:48 December 02

આજે પુરી દુનિયામાં સૌથી વધારે હીરા પોલીસ થતા હોય તો આપણે ત્યાં થાય છે: PM નરેન્દ્ર મોદી

અમદાવાદ: સરસપુરની જાહેરસભા સંબોઘતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે,પહેલા ચરણનું મતદાન પૂરું થયું છે, જે લોકો ઉછળીને ને બધું બોલતા હતા એ લોકો ગઈકાલ સાંજથી ચૂપ છે,એ લોકો હવે સમજી ગયા છે કે ગુજરાતમાં આપણો કોઈ મેળ પડે એમ નથી,ગઈકાલ સાંજથી નક્કી થઈ ગયું છે કે, ભારતીય જનતા પાર્ટી અભૂતપૂર્વ વિજય મેળવશે,બે દિવસથી તમે કોંગ્રેસ લોકોના નિવેદન વાંચો અને સાંભળો એ લોકો evm ગાળો બોલી રહ્યા છે,કોંગ્રેસ જ્યારે ઇવીએમને ગાળો બોલવાનું શરૂ કરે ત્યારે સમજી લેવાનું કે એમણે ઉચાળા ભરી લીધા છે,કોંગ્રેસના લોકોનો ખેલ ગુજરાતી પહેલા ચરણમાં જ પતાવી દીધો છે,ચૂંટણીની અંદર મોદીને ગાળો બોલવાની અને મતદાન થાય ત્યારે એવી એમને ગાળો આપવાની.

19:44 December 02

આવતીકાલે સવારે આ ચૂંટણીના પડઘમ પૂરા થશે: PM નરેન્દ્ર મોદી

અમદાવાદ: સરસપુરની જાહેરસભા સંબોઘતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આવતીકાલે સવારે આ ચૂંટણીના પડઘમ પૂરા થશે, એના પહેલા આ ચૂંટણી અભિયાનની આ મારી છેલ્લી સભા છે,સૌથી પહેલા તો હું અમદાવાદનું હૃદય પૂર્વક આભાર માનું છું ગઈકાલે જે રીતે કેસરિયા મહાસાગર આખા અમદાવાદમાં ખૂણે ખૂણે ઝોમ જુસો જોયો, જનતાના દર્શન કરવાનો મોકો મળ્યો અને લાખો લોકોના મને આશીર્વાદ પ્રાપ્ત થયા,માં ભદ્રકાળી અને પૂજ્ય બાબાસાહેબ આંબેડકર એવા અત્યંત પવિત્ર સ્થળે હું માથું નમવા ગયો હતો, આજે પણ હજારો લોકો મને આશીર્વાદ આપવા માટે ઉભા હતા એમનો પણ આભાર માનું છું.

19:42 December 02

PM નરેન્દ્ર મોદી સરસપુરની જાહેરસભા બાદ સરસપુરથી બાપુનગર સુધી બીજો રોડ શો કરશે

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરસપુરની જાહેરસભા પૂર્ણ કરીને 8 વાગ્યા પછી સરસપુરથી બાપુનગર સુધી બીજો રોડ શો કરશે.

18:30 December 02

અમદાવાદમાં ખાનપુરથી સારંગપુર સુઘીનો વડાપ્રધાન મોદીનો રોડ શો શરુ

અમદાવાદ: ખાનપુરથી સારંગપુર સુઘી આજે અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો રોડ શો શરુ થઈ ગયો છે.

18:08 December 02

50 વર્ષીય આનંદ ધનગઢ નામના વ્યક્તિના લેફ્ટ હેન્ડ કરાયા ડોનેટ

સુરત:સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત હાથ (અંગ) દાન કરવામાં આવ્યું. 50 વર્ષીય આનંદ ધનગઢ નામના વ્યક્તિના લેફ્ટ હેન્ડ ડોનેટ કરવામાં આવ્યા છે. 50 વર્ષીય આનંદ ધનગઢ છેલ્લા ચાર દિવસથી સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન ડોકટરો દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. બ્રેઈન ડેડ થતા ડોકટરોએ એમના પરિવારને અંગદાન વિશે માહિતી આપી હતી. અંગદાન વિશે માહિતી આપતા જ તેમના પુત્ર અને પરિવારે અંગદાન કરવાની તૈયારી બતાવી‌ હતી. આનંદા ધનગઢ મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના મૂળ વતની હતા. આજ સુધી ગુજરાતમાં 5 વખત હાથનું દાન કરવામાં આવ્યું છે. ત્રણ વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, બે વખત સુરત કિરણ હોસ્પિટલમાં અને આજે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

17:36 December 02

AAPના સંગઠન પ્રઘાન હાર્દિક પટેલ દારૂની બોટલ સાથે પકડાયો

અમદાવાદ: વટવા વિસ્તારના આમ આદમી પાર્ટીના સંગઠન પ્રઘાન હાર્દિક પટેલ દારૂની બોટલ સાથે પકડાયો. મોટા દારૂના જથ્થા સાથે આમ આદમી પાર્ટીના નેતા દારૂ સાથે ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે હાર્દિક પટેલની ધરપકડ કરી લીધી છે.

17:14 December 02

બિટીપી પાર્ટી છોડી ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચી ગયો

સાબરકાંઠા: ખેડબ્રહ્મા વિધાનસભા પર વધુ એક વાર ભંગાણ થયું છે. વિજયનગર બીટીપીના તાલુકા સદસ્ય બીટીપી છોડી કેસરિયો ઘારણ કર્યો. ખરાડી પ્રિયંકાબેન પ્રવીણભાઈએ બીટીપી પાર્ટી છોડી 100 થી વધુ કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા છે. રાજસ્થાન ઉદેપુર ગ્રામીણના ધારાસભ્ય ફૂલસિંહજી મીણા, ખેડવડા પૂર્વ ધારાસભ્ય નાણાલાલ અસારી,રમેશપટેલ સહિતની ઉપસ્થતિમા ભાજપમાં જોડાયાં. તાલુકા પંચાયત સદસ્ય સહિત 100થી વધુ કાર્યકર્તાઓ બીટીપી છોડી દીઘી. બિટીપી પાર્ટી છોડી ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

17:03 December 02

ગોધરામાં પાંચ બેઠકના હોદ્દેદારો સાથે CR પાટીલે કરી મહત્ત્વની બેઠક

પંચમહાલ: પંચમહાલના ગોધરા ખાતે સી.આર.પાટીલની ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે ખાનગી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બીજા ચરણમાં પંચમહાલ જિલ્લામાં મતદાન યોજાવાનું છે. હવાઈ માર્ગે ગોધરા આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક પદાધિકારીઓ સાથે 1 કલાક સુધી બેઠક કરી હતી.

16:28 December 02

આપણે દુનિયાના લોકોને પણ ભૂખ્યા નથી રહેવા દીધા: PM નરેન્દ્ર મોદી

આણંદ:આણંદના સોજીત્રામાંPM નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું,ભાગલા પાડો ને રાજ કરો એ જ કોંગ્રેસની માનસિકતા છે, આપણે દુનિયાના લોકોને પણ ભૂખ્યા નથી રહેવા દીધા.

16:13 December 02

વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું: PM નરેન્દ્ર મોદી

આણંદ:આણંદના સોજીત્રામાંPM નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું,આ મારું સૌભાગ્ય છે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું. આજે વિશ્વમાં ભારતના સામર્થ્યનો ડંકો વાગી રહ્યો છે.

16:07 December 02

આ એ ભૂમિ છે, જયાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો: PM નરેન્દ્ર મોદી

આણંદ:આણંદના સોજીત્રામાંPM નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું,ભારતીય જનતા પાર્ટી ગુજરાતના વિકાસ અને વિકાસશીલ ગુજરાતનું સપનું લઈને નીકળી છે એને તમે મહોર મારી દીધી છે,આ એ ભૂમિ છે, જયાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો.

15:56 December 02

સરદારને કોંગ્રેસે ક્યારે પોતાના માન્યા નથી: PM નરેન્દ્ર મોદી

આણંદ: વડાપ્રધાન મોદી આણંદના સોજિત્રા ખાતે વિજય સંકલ્પ સંમેલનને સંબોધવાનું શરુ કર્યુ. સાત વિધાનસભા બેઠકના ઉમેદવારને જીત અપાવવા આહ્વાન સરુ થઈ ગયું છે. PM નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું, આણંદ પ્રેરણા અને સંકલ્પની ધરતી છે,સરદારને કોંગ્રેસે ક્યારે પોતાના માન્યા નથી.

15:42 December 02

અપ્સરા સિનેમા પ્રતાપનગર રોડથી જુબેલીબાગ સુધી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો

વડોદરા: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરા શહેરમાં યોજાનાર રોડ-શોમાં પોહચશે. રોડ-શો અપ્સરા સિનેમા પ્રતાપનગર રોડ થી જુબેલીબાગ સુધી યોજાવાનો છે. ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્યાં પહોંચશે.

14:55 December 02

ખાનપુરથી સારંગપુર સુઘી આજે અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો રોડ શો

અમદાવાદ: આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વડાપ્રધાન મોદી ફરી રોડ શો કરશે. ખાનપુરના લકી રેસ્ટોરાંથી શરૂ કરીને વાયા વીજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદિર, આઈ પી મિશન ચાર રસ્તા ખમાસા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, આસ્ટોડિયા, રાયપુર દરવાજા, કાપડીવાડ થઈને સારંગપુર ખાતે રોડ-શો પૂર્ણ થશે.

14:48 December 02

હિંમતનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલની પદયાત્રા શરુ

સાબરકાંઠા: હિંમતનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલની પદયાત્રા શરુ થઈ છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સહિત સમર્થકો કોંગ્રેસની પદયાત્રામાં જોડાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર કમલેશ પટેલ ચાલતા જઈને દુકાનદારોને મળ્યા હતા. રેલીમાં કોંગ્રેસ આવે છે અને કમલેશ પટેલ કામના માણસ ના સુત્રોચ્ચાર પણ થયા હતા.

14:37 December 02

સાબરકાંઠાના ઈડર વિધાનસભા સીટ સર કરવા ભાજપના ઉમેદવારો આવ્યા મેદાને

સાબરકાંઠા: સાબરકાંઠાના ઈડર વિધાનસભા સીટ સર કરવા ભાજપના ઉમેદવારો મેદાને આવ્યા છે. બાઇક રેલી ઈડર શહેરની ગલી રસ્તા પર ફરી ફરી આખરી ચરણમાં પ્રચાર કર્યો હતો. કાર્યકરો હોદેદારો, આગેવાનો સાથે ભાજપના ઉમેદવાર ખૂલ્લી જીપમાં સવાર થઇ લોકોને મત આપવા અપિલ કરી. રમણ વોરા અગાઉ પણ ઈડર વિધાનસભા સીટ પર પાંચ ટ્રમ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઈડર વિધાનસભા સીટ પર કોગ્રેસ ભાજપ વરચે ખરાખરીનો જંગ જામ્યો છે.

14:13 December 02

પાટણમાં વડાપ્રધાન મોદીની જનસભા, કહ્યું- ભરોસાનું બીજું નામ ભાજપ, ભાજપનું બીજું નામ એટલે ભરોસો

પાટણમાં વડાપ્રધાન મોદીની જનસભા

"પાટણ એટલે ભવિષ્યની તસવીર"

"પાટણ એટલે મેળાઓની ધરતી"

"કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે ભાજપ જીતવાનું છે."

13:41 December 02

જામનગર ગ્રામ્ય બેઠકના BSPના ઉમેદવારે ફરી મતદાનની કરી માંગ, બોગસ મતદાનનો આક્ષેપ

જામનગર ગ્રામ્ય બેઠકના BSPના ઉમેદવારે ફરી મતદાનની કરી માંગ

કાસમ ખફીએ બે બુથ પર ફરી મતદાન કરવાની કરી માંગ

બુથ નંબર 221 અને 63 પર ફરી મતદાન કરવાની માંગ

બંને બૂથ પર બોગસ મતદાન થયું હોવાની આક્ષેપ

મતદાનમાં મોટા પ્રમાણમાં ધાંધલી થઈ હોવાની ચૂંટણી પચ સમક્ષ રજૂઆત

12:55 December 02

બનાસકાંઠાના કાંકરેજમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર-કોંગ્રેસે નર્મદા યોજના અટકાવી હતી

બનાસકાંઠાના કાંકરેજમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર

"જેમણે બનાસકાંઠા તરસ્યું રાખ્યું તેને કેમ ભૂલાય"

"આ વખતે પાપ ભૂલતા નહિ"

"કોંગ્રેસને પોતાના સ્વાર્થ દેખાય એ જ કામ કરે છે"

"કોંગ્રેસે નર્મદા યોજના અટકાવી હતી"

"નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને ચાલે છે કોંગ્રેસ"

12:45 December 02

બનાસકાંઠાના કાંકરેજમાં વડાપ્રધાન મોદીનું નિવેદન- "ભાજપની જીત પાક્કી છે"

બનાસકાંઠાના કાંકરેજમાં વડાપ્રધાન મોદીનું નિવેદન

"પ્રથમ તબક્કામાં જનતાએ ભાજપનો ડંકો વગાડી દીઘો"

"અભાવમાં પણ કાંકરેજની ગાયોનો ભાવ ન બદલાય"

"કાંકરેજની ગાયોની વાતો દેશ-વિદેશમાં થાય છે.

"દાડમના કારણે બનાસકાંઠાની ઓળખ વધી"

"બનાસડેરીનો વિકાસ થયો તેનો મને ગર્વ છે"

"ભારત પાસે ગૌવંશની વિરાસત છે તેનો મને ગર્વ છે"

"બનાસડેરીની બ્રાન્ચ મારા કાશીના ગંગાકિનારે છે"

12:33 December 02

અમદાવાદમાં આજે ફરી વડાપ્રધાન મોદીનો રોડ શો, શાહીબાગથી સરસપુર 6 કિમીનો રોડ શો

આજે અમદાવાદમાં ફરી વડાપ્રધાન મોદીનો રોડ શો

સરસપુર વિસ્તારમાં પીએમ મોદી કરશે રોડ શો

શાહીબાગથી સરસપુર સુધી રોડ શો

આશરે 6 કિલોમીટરનો કરશે રોડ શો

બપોરે 3 વાગ્યે વડાપ્રધાન કરશે રોડ શો

12:30 December 02

અમદાવાદના કુબેરનગરમાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા, 63 હજારનો મુદ્દામાલ કબ્જે

અમદાવાદના કુબેરનગરમાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા

સરદારનગર પોલીસે મોબાઈલ, રોકડ સહિત 63 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

12:29 December 02

અમદાવાદમાં નરોડા GIDC માંથી દારૂનો જથ્થો ઝડપાયો, 5 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે

અમદાવાદ: નરોડા GIDCમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસે દારૂની 1010 બોટલો કબ્જે કરી

5 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો

દારૂ ઉતારનાર જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી ફરાર

નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

12:26 December 02

મહેસાણમાં અમિત શાહનું સંબોધન- નર્મદાનું પાણી ગુજરાતને આપવામાં અન્યાય થયો

મહેસાણમાં અમિત શાહનું સંબોધન- નર્મદાનું પાણી ગુજરાતને આપવામાં અન્યાય થયો

"ગુજરાતની ચૂંટણી ભાજપને મજબૂત કરવાની છે"

"કોંગ્રેસ ક્યારેય ગુજરાતની ચિંતા ન કરી"

"આજે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત પહોંચ્યું છે."

"મોદીના પીએમ બન્યા બાદ ગુજરાતમાં શાંતિ સ્થપાઈ "

"તમારો એક મત ગુજરાતને સલામત બનાવાશે"

12:03 December 02

પંજાબ મુખ્યપ્રધાન ભગવંત માનનું નિવેદન- અમે માત્ર હવા વાત નથી કરતા

પંજાબ મુખ્યપ્રધાન ભગવંત માનનું નિવેદન

"અમે માત્ર હવા વાત નથી કરતા"

"અમે ગુજરાતમાં જઈને સરકારી નોકરીની વાત કરીએ છીએ"

"દિલ્હીમાં 8 વર્ષમાં 12 લાખ સરકારી નોકરી આપી છે"

"પંજાબમાં 8 મહિનામાં 20,774 સરકારી નોકરી આપી છે"

"એગ્રિકલચરમાં 1069 નોકરી આપી છે"

"શાળામાં શિક્ષકોને 5233 નોકરી આપી છે"

"પંજાબ 20700 લોકોને સરકારી નોકરી આપી છે"

"અમે વચન આપીએ છીએ અમે રોજગાર આપીએ છીએ"

"61 લાખ લોકોને પંજાબમાં વીજળી આપ્યા"

12:01 December 02

ફરી વિવાદમાં આવી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, JNUની દિવાલો પર જાતિવાદી સૂત્રો લખાયા

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા બાદ હંગામો વધી રહ્યો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ડી પંડિતે આ મામલાને ગંભીરતાથી લેતા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. JNUપ્રશાસને પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. આ સાથે JNU પ્રશાસને કહ્યું કે, 'કેમ્પસમાં આવી અલગતાવાદી ગતિવિધિઓને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. JNU બધાનું છે. JNU ટીચર્સ ફોરમે પણ આની સામે રોષ વ્યક્ત કર્યો છે.

11:30 December 02

બનાસકાંઠાના ડીસામાં મતદારોને ટિફિન આપતો વીડિયો વાયરલ, ભાજપના ખેસ પહેરેલા યુવકોએ વહેંચ્યા ટિફિન

બનાસકાંઠાના ડીસામાં મતદારોને ટિફિન આપતો વીડિયો વાયરલ

ડીસા ભાજપના ખેસ પહેરેલા યુવકો દ્વારા ટિફિન વહેંચ્યા

મજૂરોને ટિફિન આપી પ્રવીણ માળીને મત આપવા જણાવ્યું

ડીસાના એક કોલ્ડ સ્ટોરેજનો વીડિયો હોવાનું સામે આવ્યું

વીડિયો વાયરલ થતા કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા કવાયત

આ વાયરલ વીડિયો બાબતે ETV પુષ્ટિ કરતું નથી

10:56 December 02

વડાપ્રધાન મોદી આણંદના સોજિત્રા ખાતે વિજય સંકલ્પ સંમેલનને કરશે સંબોધન

આણંદના સોજિત્રા ખાતે યોજાશે વિજય સંકલ્પ સંમેલન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને કરશે સંબોધન

સાત વિધાનસભા બેઠકના ઉમેદવારને જીત અપાવવા કરશે આહ્વાન

સંમેલનની તૈયારીઓને આપવામાં આવ્યું આખરી ઓપ

બપોરે 2 વાગ્યા સુધી વડાપ્રધાન સોજિત્રા પહોંચે તેવી શક્યતા

10:05 December 02

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની ધરપકડ

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલો

હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની ધરપકડ

અમેરિકાના કેલિફોર્નિયામાં ધરપકડ

10:03 December 02

2021ના લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં માસ્ટરમાઇન્ડ આતંકી હરપ્રીતસિંહની ધરપકડ

2021ના લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા

માસ્ટરમાઇન્ડ આતંકી હરપ્રીતસિંહની ધરપકડ

મલેશિયાના કુઆલાલંપુરથી કરાઈ ધરપકડ

બ્લાસ્ટમાં એક વ્યક્તિનું થયું હતું મોત

10:01 December 02

ડેડીયાપાડાના નિગટ ગામ પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 વ્યક્તિના મોત

ડેડીયાપાડાના નિગટ ગામ પાસે મોટરસાઇકલ અને ફોરવ્હીલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

અકસ્માતમાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત

09:59 December 02

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતના પ્રવાસે, અરવલ્લીમાં જનસભા સંબોધશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતના પ્રવાસે

અરવલ્લીના ભિલોડામાં અને ગાંધીનગર દક્ષિણ બેઠકમાં જનસભા સંબોધશે

09:42 December 02

વડોદરામાં સિંઘરોટ ડ્રગ્સ ફેક્ટરી પકડવાનો મામલો, તમામ આરોપીઓને 8 દિવસના રિમાન્ડ

વડોદરામાં સિંઘરોટ ડ્રગ્સ ફેક્ટરી પકડવાનો મામલો

5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

હાલમાં તમામ આરોપીઓને 8 દિવસના રિમાન્ડ

રિમાન્ડ બાદ વધુ ખુલાસા થઈ શકે છે

09:21 December 02

તાપીમાં ચૂંટણી ફરજમાં આવેલ બે પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ, નશાની હાલતમાં ઝડપાયા

તાપી જિલ્લામાં ચૂંટણી ફરજમાં આવેલ બે પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ

અંદરો અંદર નશાની હાલતમાં ઝગડો કરતા ઝડપાયા

પીઠાદરા ગામે બુથ પર અંદરો અંદર નશાની હાલતમાં ઝગડો કરતા ઝડપાયા

તાપી પોલીસે કેફી પીણાનો નશો કરેલી હાલતમાં ઝડપ્યા

બંને કર્મચારી અમદાવાદ ગ્રામ્યના હોવાનું સામે આવ્યું

07:10 December 02

વડાપ્રધાન મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ, 4 જગ્યાએ ગજવશે સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા તબક્કા માટે પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના કનકરાજ, પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં જાહેરસભાઓ કરશે. આવતીકાલે 5 વાગ્યે બીજા તબક્કાના પ્રચાર-પ્રસારના પડઘમ શાંત થશે.

06:59 December 02

ઓછા મતદાનથી ઉમેદવારો મૂંઝવણમાં, 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો, ચૂંટણીપંચને કુલ 104 ફરિયાદ મળી

પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો ભારે મૂંઝવણમાં મૂકાયા છે. કુલ 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેમાં નર્મદાના સામોટ, જામનગરના ધ્રાફા અને ભરુચના કેસર ગામમાં એકપણ મત પડ્યો નહોતો. 89 સીટમાંથી સૌથી વધુ ડેડીયાપાડામાં તો સૌથી ઓછું કચ્છની ગાંધીધામ સીટ પર મતદાન થયું છે. મતદારોએ મતદાનમાં રસ ન દાખવતા ઉમેદવારો દોડતા થયા હતા. ઉમેદવારોએ મતદાન કરવા રેકોર્ડેડ ફોન કોલનો મારો ચલાવ્યો હતો. એક વ્યક્તિને ત્રણ ત્રણ કોલ કર્યા હતા. જેમાં નર્મદામાં જમીન પ્રશ્ને અને સામાન્ય સુવિધાના અભાવે બહિષ્કાર તથા અન્ય એક જગ્યાએ સ્ત્રી પુરૂષ મતદાન મથક અલગ ના હોવાથી બહિષ્કાર કરાયો છે. ચૂંટણીપંચને કુલ અલગ અલગ 104 ફરિયાદ મળી છે.

06:16 December 02

અમદાવાદમાં આજે ફરી વડાપ્રધાન મોદીનો રોડ શો, શાહીબાગથી સરસપુર 6 કિમીનો રોડ શો

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 59.24 ટકા મતદાન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સંભવિત 58.33 ટકા મતદાન નોંધાયું છે. આદિવાસી બેલ્ટમાં ભારે મતદાન થયું છે. સૌથી વધારે મતદાન નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 73.02 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછું કચ્છ જિલ્લાના ગાંધીધામમાં 39.80 ટકા મતદાન નોંધાયું છે.

Last Updated : Dec 2, 2022, 9:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details