ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, કુખ્યાત બુટલેગર જોગીન્દર શર્માની મધ્યપ્રદેશથી ધરપકડ - undefined

GUJARAT BREAKING NEWS 17 NOVEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 17 NOVEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Nov 17, 2022, 6:45 AM IST

Updated : Nov 17, 2022, 7:25 PM IST

19:24 November 17

અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, કુખ્યાત બુટલેગર જોગીન્દર શર્માની મધ્યપ્રદેશથી ધરપકડ

  • અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી,
  • કુખ્યાત બુટલેગર જોગીન્દર શર્માની મધ્યપ્રદેશથી કરી ધરપકડ
  • આરોપી જોગીન્દર વિરૂદ્વ 28 ગુના નોંધાયા છે જેમાંથી 9 કેસમાં હતો વોન્ટેડ

18:02 November 17

આબુ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આબુ રોડ પર બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

17:30 November 17

નીતિન પટેલે ટિકીટને લઈને આપ્યું નિવેદન - 'BJPએ મને કાળો ટીકો કર્યો છે'

નીતિન પટેલે ટિકિટને લઈને નિવેદન આપ્યું હતું કે જેવી રીતે સુંદર બાળકોને નજરથી બચાવવા મા કાળો ટીકો કરે છે તેવી રીતે બીજેપીના નેતાઓ મારી વધી રહેલી લોકપ્રિયતાને જોઇને મને કાળો ટીકો કરી રહ્યાં છે.

17:09 November 17

જ્ઞાનવાપી મુદે વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, હિન્દુ પક્ષની માંગ સાંભળવા યોગ્ય

જ્ઞાનવાપી મુદે વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી છે. વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે મુસ્લિમ પક્ષની માંગને નામંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે હિન્દૂ પક્ષની અરજી સાંભળવા લાયક છે. કોર્ટમાં હિન્દૂ પક્ષ દ્વારા દરરોજ જ્ઞાનવાપી પરિસર ખાતે પૂજા અને દર્શન કરવાની માંગ કરવામાં આવી હતી તો મુસ્લિમ પક્ષે આ માગ સામે વિરોધ દર્શાવતી અરજી કરી હતી.

16:59 November 17

પીપાવાવ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં દેશી દારૂનું દુષણ વધ્યું, પોલીસે પાડી રેડ

અમરેલી- પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંચેયા ગામની સીમમાં રાજુલા પોલીસ રેડ પાડી હતી. રેડ દરમિયાન મોટા જથ્થમાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1 આરોપી સહિત 200 લીટર દેશી દારૂ,19 ડબ્બા ગોળ જપ્ત કર્યો હતો.

16:46 November 17

89 બેઠકો પર થશે પ્રચંડ પ્રચાર, લોકો વચ્ચે જઈશું - પાટીલ

ચૂંટણી પ્રચારના કાર્યક્રમને લઈને સી આર પાટીલનું નિવેદન

"કાલથી 3 દિવસ પ્રધાનો કરશે પ્રચાર"

"89 બેઠકો પર થશે પ્રચંડ પ્રચાર"

"આવતી કાલથી પ્રચારના શ્રી ગણેશ થશે"

"અલગ અલગ વિધાનસભા કાર્યક્રમો થશે"

"અમે કાર્યકર્તાના બળ પર ચૂંટણી લડીએ છીએ"

"અમે પ્લાનિંગ સાથે કામ કરીએ છીએ"

"કેન્દ્રમાંથી 46 મોટા નેતાઓ ગુજરાત આવશે"

"રાજ્યભરમાં આવતીકાલે ભાજપનો ચૂંટણી પ્રચાર"

"પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને ભાજપ તૈયાર"

16:41 November 17

પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને ભાજપ તૈયાર, 89 બેઠકો પર થશે પ્રચંડ પ્રચાર- પાટીલ

પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને ભાજપ તૈયાર, 89 બેઠકો પર થશે પ્રચંડ પ્રચાર- પાટીલ

16:05 November 17

સત્યેન્દ્ર જૈનને મોટો ઝટકો, કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી ફગાવી

AAP ના સિનિયર નેતા સત્યેન્દ્ર જૈનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી ફગાવી છે. 30 મેના દિવસે સત્યેન્દ્ર જૈનની ધરપકડ થઈ હતી. સત્યેન્દ્ર જૈન હાલ તિહાર જેલમાં બંધ છે. આ કેસમાં આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જામીન ન મળવાના કારણે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે.

15:55 November 17

ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ એલર્ટ, 33 તડીપાર શખ્સોની કરી ધરપકડ

  • ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ એલર્ટ
  • ઝોન 6 હેઠળના પોલીસ સ્ટેશન દ્વારા કરાઈ ખાસ ડ્રાઈવ
  • એક જ રાતમાં 13 તડીપાર શખ્સોની કરવામાં આવી ધરપકડ
  • આચારસંહિતા લાગુ થઈ તે પછી કુલ 33 તડીપાર શખ્સોની કરાઈ ધરપકડ
  • તમામ સામે તડીપાર ભંગનો ગુનો દાખલ કરાયો
  • ઝોન 6 DCP ની સૂચનાથી કરાઈ કાર્યવાહી

15:02 November 17

સોમનાથમાં આપના ઉમેદવાર વિરુદ્ધ FIR, ટોલ બુથ પર દાદાગીરી કરવાના કેસમાં નોંધાયો ગુનો

સોમનાથમાં આપના ઉમેદવાર જગમલ વાળા વિરુદ્ધ્ નોંધાઈ FIR

ટોલ બુથ પર દાદાગીરી કરવાના કેસમાં નોંધાયો ગુનો

IPC કલમ 323 અને 504 મુજબ ગુનો નોંધાયો

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

14:44 November 17

રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો, ACBની ટીમે 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

અમરેલી-જાફરાબાદ મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો હતો. રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી 10,000ની લાંચ લેતો ACB ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. રેતીનું ટ્રેક્ટર ચલાવવા માટે લાંચ માંગી હતી.

14:20 November 17

BTP ઉમેદવાર મહેસ વસાવાએ ફોર્મ પરત ખેચ્યું

BTP ઉમેદવાર મહેસ વસાવાએ ફોર્મ પરત ખેચ્યું છે. ભરૂચના ઝધડિયાથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી.

14:08 November 17

અરવલ્લી ભાજપમાં ભડકો, ભાજપના દિગ્જ્જ નેતા અદેસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા

અરવલ્લી ભાજપમાં ભડકો

અદેસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા

ભાજપના દિગ્જ્જ નેતાની નારાજગી

14:04 November 17

કામિનીબાના આરોપ પર જગદીશ ઠાકોરનું નિવેદન, ટિકિટ વેચવાની વાત માત્ર અફવા

કામિનીબાના આરોપ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ટિકિટ વેચવાની વાત માત્ર અફવા છે. સત્યતા હશે તો પગલાં લઈશું.

13:57 November 17

કોંગ્રેસ પર કામિની બાનો મોટો આરોપ, ટિકિટ માટે માંગ્યા 1 કરોડ

  • કોંગ્રેસ પર કામિની બાનો મોટો આરોપ
  • કોંગ્રેસે ટિકિટ માટે માંગ્યા 1 કરોડ
  • દહેગામ વિધાનસભાની પૂર્વ ધારાસભ્ય છે કામિની બા
  • "મેં રૂપિયા ન આપતાં ટિકિટ કપાઈ"
  • "અંતે 50 લાખમાં ડીલ ફાઈનલ કરાઈ"

13:49 November 17

કચ્છ જીએસટી ભવનમાં સીબીઆઇની રેડ, ઓડિટ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ નારણ મહેશ્વરીની ધરપકડ

  • કચ્છ જીએસટી ભવનમાં સીબીઆઇની રેડ મામલો
  • ઓડિટ વિભાગના કર્મચારીની સીબીઆઇએ કરી ધરપકડ
  • એક લાખની લાંચ લેતા ઝડપાયા હતા કર્મચારી
  • ઓડિટ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ નારણ મહેશ્વરીની ધરપકડ

13:43 November 17

કોંગ્રેસ પર કામિની બાએ ટિકિટ માટે પૈસા માંગ્યા હોવાનો લગાવ્યો આરોપ

  1. કામિની બાએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
  2. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાએ લગાવ્યો આરોપ
  3. કોંગ્રેસે ટિકિટ માટે પૈસા માંગ્યા હોવાનો આરોપ

13:21 November 17

સુરતમાં કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર, તેલના ડબ્બા અને ગેસના બોટલ રસ્તા પર મુક્યા

સુરતમાં કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવ્યો હતો. તેલના ડબ્બા અને ગેસના બોટલ રસ્તા પર મુક્યા હતા.

13:15 November 17

કોંગ્રેસના દિગ્જ્જ નેતા દિગ્વિજય સિંહ ગુજરાતની મુલાકાતે, મોરબી દુર્ઘટનાની કરી નિંદા

કોંગ્રેસના દિગ્જ્જ નેતા દિગ્વિજય સિંહ ગુજરાતની મુલાકાતે છે. મોરબી દુર્ઘટના મામલે તેમણે જણાવ્યું કે જ્યારે હું મોરબી ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે પુલ તૂટી પડ્યો તે સમયે ત્યાં કોઈ પોલીસ કે એક કોન્સ્ટેબલ પણ ન હતો. 4 કિમી દૂર ભાજપની મીટીંગ ચાલી રહી હતી, ત્યાં પહોંચતા 10 મિનિટ લાગે છે પરંતુ મીટીંગ ચાલુ રહી. હું તેની નિંદા કરું છું.

12:43 November 17

ગુજરાતમાં 18 નવેમ્બરથી ભાજપનું મહાચૂંટણી અભિયાન, 30થી વધુ ટોચના નેતાઓ અભિયાનમાં જોડાશે

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપની મોટી રણનીતિ
  • 127 બેઠક જીતવા ભાજપની મોટી યોજના
  • 18 નવેમ્બરથી ભાજપનું મહાચૂંટણી અભિયાન
  • 30થી વધુ ટોચના નેતાઓ ચૂંટણી અભિયાનમાં જોડાશે
  • કેન્દ્રીય મંત્રી, CM ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચારમાં ઉતરશે
  • 2017માં 30 ટોચના નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા
  • ગુજરાતમાં આવતીકાલે ભાજપનું શક્તિ પ્રદર્શન
  • પહેલા તબક્કાની તમામ 89 બેઠકો પર ભાજપની જનસભા
  • કેન્દ્રીય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે

12:40 November 17

રાહુલ ગાંધી 21 નવેમ્બરે આવશે ગુજરાત, રાજકોટના શાસ્ત્રી મેદાનમાં જનસભાને કરશે સંબોધન

  • રાહુલ ગાંધી 21 નવેમ્બરે આવશે ગુજરાત
  • રાજકોટના શાસ્ત્રી મેદાનમાં કરશે જનસભા
  • કોંગ્રેસે 3 દિવસ મેદાન ભાડે મેળવવા અરજી કરી

12:21 November 17

PM મોદી અને અમિત શાહ સહિતના 54 નેતા ડોર ટુ ડોર કરશે પ્રચાર

PM મોદી અને અમિત શાહ સહિત 54 નેતા ડોર ટુ ડોર પ્રચાર કરશે. PM મોદી 6 મહોલ્લા-શેરીમાં ઘરે ઘરે જશે. બન્ને તબક્કાના મતદાનના બે દિવસ પહેલા ઘરે ઘરે પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી, અમિસ શાહ, ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ સહિતના ભાજપના 54 નેતા રેલી અને સભા પૂરી થયા બાદ ઘરે-ઘરે પ્રચાર કરશે.

12:14 November 17

સુરતના તમામ બેઠકોના ઉમેદવારોને આપ દ્વારા કોઈ અજાણ્યા સ્થળે ખસેડાયા, ફોર્મ પાછું ન ખેંચે તે માટે લેવાયો નિર્ણય

સુરતના તમામ બેઠકોના ઉમેદવારોને આપ દ્વારા કોઈ અજાણ્યા સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉમેદવારો ફોર્મ પાછું ન ખેંચે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોના ફોન ચાલુ છે પરંતુ લોકેશન શેર કરવામાં આવ્યું નથી.

12:05 November 17

અલ્પેશ ઠાકોર નોંધાવાશે ઉમેદવારી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. CM ભૂપેન્દ્ર પટેલ અલ્પેશ ઠાકોર માટે પ્રચાર કરશે.

12:01 November 17

ડી.જી. વણઝારાએ પ્રજા વિજય પક્ષના 36 ઉમેદવાર કર્યા જાહેર

  • પ્રજા વિજય પક્ષના 36 ઉમેદવાર જાહેર
  • ડી.જી. વણઝારાએ જાહેર કર્યા ઉમેદવાર
  • કુલ 36 ઉમેદવારને અપાઈ ટિકિટ

11:57 November 17

બનાસકાંઠામાં માવજી દેસાઈએ ભાજપના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું, અપક્ષમાંથી લડશે ચૂંટણી

  • બનાસકાંઠામાં માવજી દેસાઈએ આપ્યું રાજીનામું
  • ભાજપના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું
  • અપક્ષમાં ધાનેરા વિધાનસભામાં ઉમેદવારી નોંધાવશે

11:54 November 17

રાજકોટની જસાણી સ્કૂલ પાસે શંકાસ્પદ ફોર્ચ્યુંનર કાર, કારમાંથી મળી આવી 40 લાખની રોકમ રકમ

રાજકોટ: રાજકોટની જસાણી સ્કૂલ પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુંનર કાર મળી આવી હતી. જેમાં અંદાજે 40 લાખ જેવી રકમ રોકડ મળી આવી હતી. મોટા પ્રમાણમાં રોકડ રકમ મળતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.

11:44 November 17

કચ્છમાં GST અધિકારી નારણ મહેશ્વરીને ત્યાં CBIના દરોડા, થઈ શકે છે અટકાયત

કચ્છ: જીએસટી ભવનમાં CBIના દરોડા

જીએસટી ભવનના ઓડિટ વિભાગમાં CBIના દરોડા

GST અધિકારી નારણ મહેશ્વરીને ત્યાં CBIના દરોડા

ચૂંટણી વચ્ચે CBIની રેડથી રાજકારણમાં ગરમાવો

ઓડિટ વિભાગના કર્મચારીની CBI દ્વારા પૂછપરછ

વેપારી સાથે નાણાકીય લેવડદેવડ થઈ હોવાના આધારે તપાસ

11:28 November 17

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાબરકાંઠામાં, ભાજપના ઉમેદવારના નામાંકન પ્રસંગે ઉપસ્થિત

સાબરકાંઠા:ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાબરકાંઠાની મુલાકાતે છે. હિંમતનગર વિધાનસભાના ભાજપના ઉમેદવારના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહેશે.

11:12 November 17

અમદાવાદની નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે કર્યું ગઠબંધન

અમદાવાદ :અમદાવાદની નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કર્યું છે. NCP એ નિકુલસિંહ તોમરને ટિકિટ આપી હતી. છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCP માંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામુ આપવું પડશે. મેઘરાજ દોડવાણી કોંગ્રેસ-NCP ના સંયુક્ત ઉમેદવાર બની શકે છે.

11:01 November 17

કંચન જરીવાલાએ લગાવ્યો આરોપ "કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે"

સુરત : ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માગ કરી છે. સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, "કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે". સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેને લઈને સુરત શહેરનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાક્રમ પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. જીવનું જોખમ હોવાની અરજી કરી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ હવે નવી રાજનીતિ શરૂ થઈ છે. કંચન જરીવાલાએ સ્પષ્ટ લખ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો મને મારી નાખે તેવો ડર છે. લેખિતમાં તેમને પોલીસ કમિશનરને સુરક્ષા માંગવા માટેની અરજી કરી છે. આશ્ચયજનક રીતે કંચન જરીવાલાએ અસલમ સાયકલવાલાના માણસો ઉપર પરોક્ષ રીતે આક્ષેપ કરી દીધો છે.

10:58 November 17

પંચમહાલમાં ધમાલ: કોંગ્રેસ કાર્યકરોએ BJP નેતાઓને ઘેર્યા, પોલીસે હવામાં કરવું પડ્યું ફાયરિંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરાયાનો આરોપ લાગ્યો છે. હાલ કોંગ્રેસના 6 કાર્યકર પર નામ જોગ અને 50ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

10:28 November 17

લોહીના સંબંધો પર ભારે પડ્યું રાજકારણ, પિતા-પૂત્ર વચ્ચે વર્ચસ્વના મુદ્દે તકરારથી રાજકારણમાં ગરમાવો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક દેશના દિગ્ગ્જ રાજકીય વિશ્લેષકો અને રાજકીય પક્ષનું ધ્યાન ખેંચી રહી છે. અહીં ચૂંટણી જંગમાં રાજકીય પાર્ટીઓ નહિ પણ પરિવારના સભ્યો વચ્ચે થવા જઈ રહી છે. ઝઘડિયા બેઠક ઉપર વર્ષ 1990 બાદ એકજ ધારાસભ્ય ત્રણ દાયકાથી ચૂંટાઈને આવ્યા છે. આ બેઠક ઉપર ગુજરાતના નિર્માણથી લઈ અત્યાર સુધી ક્યારેય ભગવો લહેરાયો નથી. આ બેઠક ઉપર છોટુ વસાવા અને તેમના પરિવારે જે રાજકીય પક્ષનો હાથ પકડ્યો તે પાર્ટીના ફાળે બેઠક રહી છે. આ વખતે સંજોગો ખુબ અલગ છે. ચૂંટણીમાં છોટુ વસવાના પરિવારમાં રાજકીય દાવપેચના ભાગલા નજરે પડી રહ્યા છે. જે પરિવારનો નિર્ણય આદિવાસીઓ માટે સર્વમાન્ય રહ્યો છે ત્યાં હાલ એકજ છત નીચે રહેતા ત્રણ પિતા-પુત્રોએ ઉમેદવારી નોંધાવી મતદારોને ચોંકાવી દીધા છે.

10:22 November 17

ધોળકામાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા જ ભડકો, પ્રદેશ પ્રમુખે પૈસા લઈને ટિકિટ વેચી હોવાનો આરોપ

ધોળકાના કોંગ્રેસ ઉમેદવાર તરીકે અશ્વિન રાઠોડનું નામ જાહેર થતા જ ભડકો થયો છે. કોંગ્રેસના ધોળકા તાલુકના પ્રમુખ નરેશ વાઘેલા અને કોળી આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નરેશ વાઘેલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારી રઘુ શર્માએ રૂપિયા લઈને ટિકિટ વેચી હોવાનો આક્ષેપ કર્યો છે. તો ધોળકા બેઠકથી જશુભાઈ સોલંકીને પણ ટિકિટ ન મળતા કોંગ્રેસના આગેવાનોએ રોષે ભરાયા છે.

09:51 November 17

પાદરા બેઠક ઉપરથી નારાજ દિનુ મામાને મનાવવામાં ભાજપ નિષ્ફળ રહેતા અપક્ષ ઉમેદવારી નોંધાવશે

પાદરા બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન રહાી ચૂકેલા દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી નથી. તેથી તેઓ નારાજ છે. દિનેશ પટેલ (Dinesh Patel) ના સ્થાને ભાજપે ચૈતન્ય સિંહ ઝાલાને ટિકિટ ફાળવી છે. હવે આજે દિનેશ પટેલ પોતાના ટેકોદારો સાથે અપક્ષ રહીને ફોર્મ ભરશે.

09:51 November 17

‘આપ’ની કિડનેપિંગ થિયરી પર કંચન જરીવાલાનો જવાબ, ગુજરાતને રાષ્ટ્રવિરોધી પાર્ટી પસંદ નહીં આવે

જરીવાલાના પીછેહઠ પછી, AAPએ બુધવારે સવારે આરોપ લગાવ્યો હતો કે જરીવાલાને ભાજપના ઈશારે અપહરણ કરવામાં આવ્યું હતું અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારનો ડર હોવાથી તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

09:40 November 17

વડોદરા નેશનલ હાઇવે પર હથિયાર વેચવા આવેલ ગેંગને પોલીસે ઝડપી લીધી

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર ચૂંટણી ટાણે જ હથિયાર વેચવા આવેલ ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. એસ.આર.વેકરીયા સવારે સાડા દસ વાગ્યે ગોલ્ડન ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા. બાતમીના આધારે ત્રણ વ્યક્તિઓને અટકાવી થેલો તપાસતા તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ, બે મેગ્જીન સાથે 12 નંગ કારતૂસ અને મોબાઇલ તેમની પાસેથી મળી આવ્યા હતા. પોલીસે આ મામલે દેશી પિસ્તોલ વેચવા આવેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

09:33 November 17

પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પ્રચાર બાબતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયું ધીંગાણું

પંચમહાલ :પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર બાબતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધીંગાણું થયું હતું. કોંગ્રેસના ઉમેવારના પુત્ર સહિત 6 ની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે. 50 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ટોળું વિખેરવા પોલીસ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

09:19 November 17

આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

વડોદરા : આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જેમાં વડોદરા શહેર સયાજીગંજ ભાજપામાંથી કેયુર રોકડીયા, અકોટા બેઠક પરથી ચૈતન્ય દેસાઈ અને માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલ નામાંકન પત્ર ભરશે. કોંગ્રેસમાંથી શાવેરવાડી બેઠક પરથી ગુણવંતરાય પરમાર નામાંકન પત્ર ભરશે. અપક્ષમાંથી ભાજપના ત્રણ માંથી બે બળવાખોર ધારાસભ્યો ભાજપા ઉમેદવાર સામે ભરશે ફોર જેમાં વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ અને પાદરાના દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારી કરશે.

09:09 November 17

નવસારી જિલ્લાના સારવણી ગામમાં ડાંગરના પાકમાં લાગાડી આગ

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામમાં ઘરની બહાર તૈયાર થયેલા ડાંગરના પાકમાં આગ લાગી હતી. ખેડૂતના તૈયાર થયેલા પાકમાં અજાણ્યા શખ્સે આગ લગાવી હોવાનું અનુમાન મનાય છે. ઘરના સભ્યોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કાબુ મેળવ્યા બાદ તપાસ કરતા ડાંગર માંથી ડીઝલની વાસ આવતા આગ ઈરાદાપૂર્વક લગાવવી હોવાનું અનુમાન લગાવ્યું હતું. આગ લાગતા પાક સંપૂર્ણ બળીને ખાખ થયો ગયો હતો.

08:28 November 17

માંજલપુર બેઠકનું કોકડું ઉકેલાયું યોગેશ પટેલે કહ્યું : હું આજે ઉમેદવારી પત્ર ભરવા જઈશ અને ચૂંટણી બહુમતી સાથે જીતીશ

ભાજપનું કોકડું માંજલપુર બેઠક માટે ગૂંચવાયું હતું. જોકે ભાજપે આ બેઠક માટે કોઈ જોખમ ન લેતા જૂના અને પીઢ ઉમેદવાર યોગેશ પટેલ ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, હું આજે માંજલપુર બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈશ. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, હું આજે ઉમેદવારી પત્ર ભરવા જવાનો છું. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મારી ટીકીટ જાહેર કરી છે. યોગેશ પટેલના નામની જાહેરાતને તેમના સમર્થકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.

08:13 November 17

કચ્છ કોંગ્રેસમાં ભંગાણ, ભૂજ, ભચાઉ અને રાપરમાં ક્ષત્રિય આગેવાનો સહિત અનેકના કેસરિયા

ભચાઉના લાકડીયા સહિતના ગામોના કોંગ્રેસી આગેવાનો ભાજપમાં (BJP) જોડાયા બાદ રાપરના ધનીતર,ગણેશપર,કલ્યાણપર, ધોળાવીરા સહિતના ગામોમાં 200થી વધુ લોકો ભાજપમાં જોડાયાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. તો કોળી મતદારોથી પ્રભાવિત બેઠક પર પારકરા કોળી સમાજના આગેવાનોએ પણ આજે ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહને ટેકો જાહેર કર્યો હતો.

07:44 November 17

પંજાબ કિંગ્સની બેટીંગને સુધારશે વસીમ જાફર, ફરી બન્યા કોચ

ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફર ફરી પંજાબ કિંગ્સમાં પરત ફર્યો છે. લગભગ એક વર્ષના લાંબા ગાળા બાદ તે ફરીથી IPL 2023માં આ ટીમનો બેટિંગ કોચ બનશે. એટલે કે પ્રીતિ ઝિન્ટાની ટીમની બેટિંગ સુધારવાની જવાબદારી તેના ખભા પર રહેશે. જણાવી દઈએ કે પંજાબ કિંગ્સ અત્યાર સુધી આઈપીએલ ટાઈટલ જીતી શક્યું નથી. અને, IPL 2023 માં, આ ટીમ તેમની રાહ સમાપ્ત કરવા માંગે છે, જેમાં વસીમ જાફર મોટી ભૂમિકા ભજવી શકે છે.

07:33 November 17

ચૂંટણી પહેલા પોલીસ સતર્ક

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી છે. આ ધરપકડો એકલા અમદાવાદ અને સુરતમાંથી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે.

07:20 November 17

વૈશ્વિક બજારમાં માંગમાં ઘટાડા સાથે ક્રૂડ સસ્તું થયું, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર?

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

07:16 November 17

પોલેન્ડ-NATOએ રશિયાને આપી ક્લીનચીટ, ઝેલેન્સકીએ કહ્યું- અમે મિસાઈલ ચલાવી નથી

યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે પોલેન્ડમાં પડેલી મિસાઈલને લઈને હોબાળો મચી ગયો છે. 15 નવેમ્બરે પોલેન્ડમાં મિસાઈલ પડી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. પોલેન્ડ અને નાટોએ સ્વીકાર્યું છે કે મિસાઈલ જાણી જોઈને છોડવામાં આવી નથી. એ પણ કહ્યું કે, તે કદાચ યુક્રેનની એર ડિફેન્સ મિસાઈલ હતી જે ભટકાઈ ગઈ હતી. જોકે એવું કહેવાય છે કે, આ ઘટના રશિયાના યુક્રેન સામેના યુદ્ધના કારણે બની છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે, પોલેન્ડમાં જે મિસાઈલ પડી તે રશિયાની છે.

07:03 November 17

દેશની બે ખાનગી બેંકોએ FDના દરમાં વધારો કર્યો, ગ્રાહકોને 7 ટકાથી વધુ વ્યાજ મળશે

Axis બેંકે એક મહિનામાં બે વખત FDના દરમાં વધારો કર્યો છે. બીજી તરફ ICICI બેંકે 2 કરોડથી ઓછી રકમની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ બેંકના નવા દર 16 નવેમ્બરથી અમલમાં આવ્યા છે.

06:47 November 17

દાહોદના ઝાલોદમાંથી રદ કરાયેલી 500 -1000ના મૂલ્યની 19 લાખ રૂપિયાની નોટો ઝડપાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બોર્ડર વિસ્તારમાં પોલીસે ચેકીંગ સખ્ત કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ચેકપોસ્ટ પરથી રદ થયેલી 500 – 1000ની નોટો ઝડપાઇ છે. જેમાં પોલીસે કુલ કુલ 18,99,500 રૂપિયાની રદ થયેલી નોટો ઝડપી છે.

06:18 November 17

અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, કુખ્યાત બુટલેગર જોગીન્દર શર્માની મધ્યપ્રદેશથી ધરપકડ

વિધાનસભાની ચુંટણીને લઇને દેવભૂમિ દ્વારકા ખાતે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા એમ બે વિધાનસભાની બેઠક છે. ત્યારે ખંભાળીયાના મોટામાંઢા અને ત્યારબાદ સલાયા ગામની મુલાકાત લીધી હતી. જેમાં ખેડૂતો અને ગ્રામજનો પરિવર્તન ચાહતા હોય તેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે દ્વારકામાં પબુભા 32 વર્ષની શાખ સાચવશે કે કેમ બીજી બાજુ ખંભાળિયામાં ઈસુદાન ઈતિહાસ રચશે કે કેમ તે જોવું રહ્યું !

Last Updated : Nov 17, 2022, 7:25 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details