ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં PM નરેન્દ્ર મોદીનું સંબોધન- પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય - 14 ડિસેમ્બર 2022 સમાચાર લાઈવ

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દર્શનાર્થીઓ માટે AMTSની 250 જેટલી બસો મુકાશે
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દર્શનાર્થીઓ માટે AMTSની 250 જેટલી બસો મુકાશે

By

Published : Dec 14, 2022, 6:46 AM IST

Updated : Dec 14, 2022, 10:17 PM IST

19:51 December 14

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અહીં આવીને મને દિવ્યતાની અનુભૂતિ થઈ છે. મારૂ સૌભાગ્ય છે કે, આ ઐતિહાસિક કાર્યક્રમમાં મને સહભાગી થવાનો મોકો મળ્યો. અહીં અબાલ વૃદ્ધ સૌ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવામાં આવી છે. ભારતની સંસ્કૃતિની અહીં ઝાંખી જોવા મળી રહી છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે. દુનિયાભરમાંથી લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામીને શ્રદ્ધાજંલિ આપવા માટે આવશે. આ નગરમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના જોવા મળે છે. આપણા સંતોએ વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે.

18:04 December 14

વડાપ્રધાન મોદીએ અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી નગરને ખુલ્લું મુક્યું

પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરી છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાન હાજર રહ્યા હતાં.

16:44 December 14

રઘુ દેસાઈ તેમના વાણી વિલાસ અને પૈસાના અભિમાનને કારણે હાર્યા છે: ભચાભાઈ આહીર

પાટણમાં રાધનપુર કોંગ્રેસના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી

રઘુ દેસાઈએ ગતરોજ આપેલા નિવેદનોને લઈને આગેવાનોએ યોજી પત્રકાર પરિષદ

રઘુ દેસાઈ તેમના વાણી વિલાસ અને પૈસાના અભિમાનને કારણે હાર્યા છે: ભચાભાઈ આહીર

રઘુ દેસાઈને ભાજપના આગેવાનો કાર્યકરો પર વધારે ભરોસો હતો: ભચાભાઈ આહીર

રઘુ દેસાઈ ભાજપના આગેવાનો સાથે જોડાયેલા હતા: ભચાભાઈ આહીર

રઘુ દેસાઈના પ્રતિનિધિત્વમાં રાધનપુર વિધાનસભામાં સહકારી માળખાની એક પણ ચૂંટણી થઈ નથી: ભચાભાઈ આહીર

16:31 December 14

ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી

ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી

વિધાનસભાનું સત્ર તા.19 અને 20 ડિસેમ્બરના રોજ મળશે

તા. 19 મી એ તમામ ધારાસભ્યો લેશે શપથ

તા. 20 મી એ મળશે એક દિવસનું સત્ર

ગવર્નર હાઉસ દ્વારા બહાર પડ્યું જાહેરનામું

16:06 December 14

વડાપ્રધાન મોદી પહોચ્યા અમદાવાદ એરપોર્ટ, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી પહોચ્યા અમદાવાદ એરપોર્ટ

એરપોર્ટ પર પીએમ મોદીનું કરાયું સ્વાગત

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

16:03 December 14

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ઇન્ફેક્શન લાગવાનો મામલે 7 અધિકારીની ટીમની રચના

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ઇન્ફેક્શન લાગવાનો મામલે રાજય સરકાર દ્વારા 7 અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે,.

તપાસ ટીમ સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ રાજય સરકારને રિપોટ સોંપશે.

14:57 December 14

ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડની જાહેરાત

ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડની જાહેરાત

2021નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રસિદ્ધ વાર્તાકાર 'મોહન પરમાર'ને એનાયત કરવામાં આવ્યો

2021નો યુવા ગૌરવ પુરસ્કાર 'રામ મોરી'ને એનાયત કરવામાં આવ્યો

14:55 December 14

અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, શ્યામલ વિસ્તારમાં વરસાદી છાંટા

અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ

સેટેલાઈટ, વસ્ત્રાપુર, શ્યામલ વિસ્તારમાં વરસાદી છાંટા

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની કરાઈ છે આગાહી

14:08 December 14

ખેડૂતોને રીંગણાના સારા ભાવ મળે તે માટે બારડોલી વિભાગ ગૌસેવા સમિતિ આગળ આવી

બારડોલી: ખેડૂતોને રીંગણાના સારા ભાવ મળે તે માટે બારડોલી વિભાગ ગૌસેવા સમિતિ આગળ આવી છે. ગૌસેવા સમિતિએ 8000 કિલો રીંગણા એક મણના 100 રૂપિયા ભાવે ખરીદી કરી. ગૌસેવા સમિતિએ ગ્રાહકોને 10 રૂપિયે કિલોના ભાવે વેચાણ કર્યું. વેચાણથી આવેલી રકમ ગૌસેવા માટે વાપરવામાં આવશે.

13:57 December 14

સુરતના કામરેજના વાવ ગામે હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

સુરત: કામરેજના વાવ ગામે હત્યાની ઘટના બની છે. હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. યુવકના શરીરે તિક્ષણ હથિયારના ઘા મળી આવ્યા. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લીધો છે. મૃતક યુવક મધ્ય પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું પરંતુ તે સુરત ખાતે નોકરી કરતો હતો. હત્યા પાછળનું કારણ હજુસુઘી અકબંધ છે. પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

13:35 December 14

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિગ કમિટીની મિટિંગમાં, 1 કરોડથી વધુના કામની દરખાસ્તને મંજૂરી

રાજકોટ: રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિગ કમિટીની મિટિંગ મળી. આધાર કાર્ડ માટે 17 લાખથી વધુના ખર્ચે કોર્પોરેશન નવી કીટની ખરીદી કરશે. કમિટીએ 1 કરોડથી વધુના કામની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી. ચૂંટણી બાદ પહેલી સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ ચેરમેનએ નિવેદન આપ્યું કે, રાજકોટ રામ વન ખાનગી સંસ્થાને સોંપવાની કોઈ વાત કે દરખાસ્ત નથી. રામ વન ખાતે માત્ર ફૂડ કોર્ટ માટે ટેન્ડર પ્રક્રિયા નિયમ મુજબ શરુ. રામ વનનું સંચાલન કોર્પોરેશન નિયમ મુજબ જ કરશે.

13:27 December 14

કેબિનેટ પ્રધાન કુબેરભાઈ ડિંડોરજી રૂપાલ ગામ પહોંચી સ્કૂલના બાળકો જોડે સંવાદ કર્યો

મહીસાગર: આજરોજ કેબિનેટ પ્રધાન કુબેરભાઈ ડિંડોરજી પોતાના ફેમિલી સાથે રૂપાલ ગામ પહોંચ્યા. તેમણે વરદાયની માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ ત્યાં હજાર રહ્યા. ત્યાર બાદ તેમણે મંદીર પાસે આવેલી વરદાયની હાઇસ્કૂલની મુલાકાત લીધી. હાઇસ્કૂલના સ્ટાફ ગ માનનીય કુબેર ડીંડોરનુ તથા ધારાસભ્ય રીટાબેન પટેલનું સ્વાગત કરવામા આવ્યું. માનનીય પ્રઘાને સ્કૂલના ધોરણ-9નાં બાળકો જોડે સંવાદ કર્યો.

12:50 December 14

કચ્છની RTO કચેરીમાં ફરી એજન્ટનો ત્રાસ વઘ્યો

કચ્છ: કચ્છની RTO કચેરીમાં ફરી એજન્ટનો ત્રાસ વઘ્યો છે. RTO ઇન્સ્પેકટર અને એજન્ટ વચ્ચે બબાલ થતા RTOમાં માહોલ ગરમાયો છે. એજન્ટ અને RTOના અધિકારી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ. RTO અધિકારી પોલીસ ફરિયાદ નોંધાવશે.

12:45 December 14

અમરેલીના ઇશ્વરીયા ગામે નવ નિયુક્ત ઘારાસભ્યનું ભવ્ય સ્વાગત કરાયું

અમરેલી: અમરેલીના ઇશ્વરીયા ગામે ઘારાસભ્યનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમરેલીના ઘારાસભ્ય કૌશિક વેકરીયા ઘારીના ઘારાસભ્ય જે.વી. કાકડીયા લાઠીના ઘારાસભ્ય જનક તળાવીયા ઇશ્વરીયા પહોચ્યા.

12:37 December 14

અમદાવાદના જમાલપુર ઓવરબિજ નીચે યુવક પર છરી વડે થયો જીવલેણ હુમલો

અમદાવાદ: અમદાવાદના જમાલપુર ઓવરબિજ નીચે યુવક પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના બની છે. બહેરામપુરામા રહેતો યુવક ચાર રસ્તા પાસે મીઠાખડી દુકાનમા નોકરીએ જવા માટે શટલ રિક્ષાની પતિક્ષા કરી રહ્યો હતો, તે જ સમયે અજાણ્યા યુવકે છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. રોનક સોલંકી નામનો ૨૩ વષઁનો યુવક લોહીલુહાણ હાલતમા જમાલપુર છીપા હોસ્પિટલ ઈજાગ્રસ્ત હાલતમા દોડી ને સારવાર માટે જાતે ગયો, પરંતુ હોસ્પિટલએ સારવાર કરવાની ના પાડતા પરિજનોને ફોન કરી ને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો. રોનકને છરીના અનેક ઘા વાગતા પુષ્કળ લોહી વહ્યી ગયું, તેની નાજુક હાલતમાં LG હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરુ કરીને ઓપરેશન હાથ ધયુઁ.

12:28 December 14

અમરેલીમાં નશામાં ધૂત વ્યક્તિએ ગેરશબ્દો બોલતા સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

અમરેલી: નશામાં ધૂત વ્યક્તિએ ગેરશબ્દો બોલતા સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો છે. વડીયા મગળવારી ગુજરી બજારમાં ખેતમજૂર નશામાં ધૂત વેપારીને અપશબ્દો બોલ્યો હતો. વડીયાના ભૂખલી સાથરી ગામમાં દારૂનું વહેંચાણ થતું હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાયું છે. ખેતમજૂર ગેરશબ્દ બોલતા સ્થાનિકોએ વિડિઓ બનાવી વાયરલ કર્યો. દારૂના દુષણને ડામવા માટે રાહદારીઓ દ્વારા વિડિઓ બનાવી વાયરલ કર્યો.

12:24 December 14

અમરેલી શાંતાબા હોસ્પિટલમાં દર્દીઓને લાગ્યું ઇન્ફેક્શન

અમરેલી: અમરેલી શાંતાબા હોસ્પિટલમાં દર્દીઓને ઇન્ફેક્શન લાગવાનો મામલો સામે આવ્યો છે. અમરેલી સુપ્રીટેન્ડટ ડો.આર.એમ.જીતિયાએ બચાવ પૂર્ણ પ્રતિક્રિયા આપી. દર્દીઓએ કાળજી ન રાખી હોવાને કારણે આ ઇન્ફેક્શનની ઘટના બની છે. 11 દર્દીઓના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આંખના ઓપરેશન કર્યા હતા. આરોગ્યપ્રઘાને મોડી રાત્રે તપાસના આદેશ આપ્યા બાદ સિવિલમાં દોડધામ મચી ગઈ. તમામ દર્દીને પરત શાંતાબા હોસ્પિટલમાં બોલાવવા સૂચના આપવામાં આવી છે. હજુ સુધી દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં નથી પહોંચ્યા. આજે આરોગ્ય વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમ તપાસ માટે અમરેલી પોહચી શકે છે.

12:18 December 14

નવનિયુક્ત રાજ્યના પ્રધાન કુંવરજી હળપતિ માતા-પિતા વિનાની આદિવાસી યુવતીની વ્હારે આવ્યા

સુરત:નવનિયુક્ત રાજ્યના પ્રધાન કુંવરજી હળપતિ માતા-પિતા વિનાની આદિવાસી યુવતીની વ્હારે આવ્યા. માંડવીના વઘનેરા ગામની માતા પિતાની છત્રછાયા ગુમાવનાર યુવતી અકસ્માતમાં ભોગ બની હતી. યુવતી કોલેજમાં અભ્યાસ માટે જતી હતી તે દરમિયાન બસ માંથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. સારવારનો મોટો ખર્ચ આવી પડતાં દાદા તથા સગા સંબંધીઓ ચિંતિત થયાં હતા. સારવાર લઈ રહેલી આદિવાસી યુવતીને સારવાર માટે આર્થિક સહાયની જરૂરિયાતની જાણ થતાં જ પ્રધાન કુંવરજી હળપતિ યુવતીની વ્હારે આવ્યા અને તેમણે સારવાર લઈ રહેલી આદિવાસી યુવતીને આર્થિક સહાય આપવાની ખાતરી આપી.

12:10 December 14

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની અંબાજી ખાતે પહોંચ્યા

અંબાજી: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની અંબાજી ખાતે પહોંચ્યા છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કુમકુમ તિલક અને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. ભૂપેન્દ્ર પટેલના ધર્મ પત્ની હેતલબેન પટેલ અંબાજી ખાતે આવ્યા હતા. પારીવારિક મહિલા અગ્રણીઓ સાથે હેતલબેન પટેલ અંબાજી ખાતે આવ્યા. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી. ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યપ્રધાન બનતા માતાજીના આશીર્વાદ લેવા હેતલબેન પહોંચ્યા. મંદિરના મહારાજ દ્વારા તેમને પૂજા કરાવવામાં આવી. માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી. ચાચર ચોકમાંથી ગબ્બર અખંડ જ્યોતનાં દર્શન કર્યા.

12:05 December 14

ખેડાના કપડવંજ ખાતેથી SOG પોલીસે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

ખેડા: કપડવંજ તાલુકાના ભુતીયા ગામેથી SOG પોલીસે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેડા જિલ્લા SOG પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. કપડવંજ ભુતીયા તાબે કૃપાજીના મુવાડામાંથી અલગ અલગ બે સર્વે નંબરના ખેતરમાંથી ગાંજાનો પાક ઉભો ઝડપી પાડ્યો છે. આશરે 550 કિલો જેટલો ગાંજો જેની મૂળ કિંમત 54,98,000 જેટલી થાય છે, આ મુદ્દા માલ સાથે ખેતર માલિક માનસિંહ સોમાભાઈ ઝાલાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ખેતર માલિક શંકરભાઈ સોમાભાઈ ઝાલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

11:59 December 14

પંચમહાલ અને દાહોદની હદમાં આવેલા લવારીયા ગામમાં રીંછનો આંતક જોવા મળ્યો

પંચમહાલ:પંચમહાલ અને દાહોદ જિલ્લાની હદમાં આવેલા લવારીયા ગામમાં રીંછનો આંતક જોવા મળ્યો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગામના વિવિધ વિસ્તારમાં રીંછે દોડધામ કરી ચાર વ્યક્તિઓ અને 3 બળદને કરડી ઈજાઓ પહોંચાડી છે. 3 ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા છે. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રીંછ હાલ પંચમહાલના ગજાપુરા ગામની સીમમાં ઝાડીમાં સંતાઈ ગયું છે. ગામના લોકો એકત્રિત થયા અને રીંછને ભગાવવા કોશિશ કરી રહ્યા છે.

11:09 December 14

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે વૈષ્ણોદેવી અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું

અમદાવાદ: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે વૈષ્ણોદેવી અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું.

10:55 December 14

સુરતના પાંડેસરામાં ચાલુ ટેમ્પામાં ચડીને રોકડા રૂપિયાની થઈ ચોરી

સુરત:પાંડેસરામાં ચાલુ ટેમ્પામાં ચડીને રોકડા રૂપિયા 2 લાખ 16 હજારની બેગની ચોરી કરવામાં આવી. ચાલુ ટેમ્પામાં મોપેડ સવાર યુવક ચડી ગયો હતો. ટેમ્પો ચાલકને અન્ય ટેમ્પો ચાલકે જાણ કરતા જાણકારી મળી. જોકે ટેમ્પો ચાલક ઉભો રહે તે પહેલા જ યુવક બેગ લઈ અન્ય સાથી સાથે બાઈક ઉપર ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનામાં પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવીના આધારે ત્રણ રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા. આ ત્રણેય ચોર સુરત ઉપરાંત ગાંધીનગર અમદાવાદ અને સુરતના રાંદેર અમરોલીમાં અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયા છે.

10:23 December 14

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે 35 જેટલા ઘેટાંના થયા મૃત્યુ

જામનગર: ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે 35 જેટલા ઘેટાંના મૃત્યુ થયા. નથુવડલા ગામમાં માલધારીના ઘેટાને રાત્રે કોઈ જનાવરે ફાડી ખાધા. અંદાજે 35 જેટલા ધેટાના મોત નિપજતાં અરેરાટી મચી ગઈ હતી. ઘેટાના મોત નિપજતાં માલધારીઓમાં શોકની લાગણી હતી.

10:00 December 14

સુરતમાં ભાઈ સાથે ઝઘડો થતાં બહેને ગુમાવ્યો જીવ

સુરત:સુરત શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ યથાવત છે. સચિન વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો. ભાઈ બહેન સાથે ઝઘડો થતાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઝેર પીને આપઘાત કર્યો. હાલ આ મામલે સચીન પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

09:40 December 14

સુરતમાં ટ્રાફિક જવાન સામે સાયબર ક્રાઇમમાં નોંધાયો ગુનો

સુરત:સુરતમાં ટ્રાફિક જવાન હિરેન જેતાની સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. બેલેટ પેપર પર આમ આદમી પાર્ટીના ચિન્હ પર ખરાની નિશાની કરી ટ્વીટર પર મૂક્યું હતું. આમ આદમી પાર્ટીને મત આપવા જણાવ્યું હતું.

09:05 December 14

સોશિયલ મીડિયા પર લાંછન કરતી પોસ્ટ કરવા બદલ સાયબર ક્રાઈમે નોંધ્યો ગુનો

અમદાવાદ: અમદાવાદમાં એક શિક્ષિકાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પતિના ટીકી નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અજાણી વ્યક્તિએ બિભસ્ત ગાળો લખી. ફરિયાદીની દીકરીને પ્રેમ કરતો હોવાની બદનામી ભરી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી. ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા જાન થી મારી નાખવાની ધમકી આપી. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

09:01 December 14

મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો વચ્ચે બબાલ થઈ

વડોદરા: દશરથ ગામમાં ચૂંટણીની અદાવતમાં અથડામણ થઈ. મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો વચ્ચે બબાલ થઈ છે. દશરથ ગામમાં બે મહિલા વિશે મજાક કરતા મામલો બીચક્યો હતો. આ અથડામણમાં અનેક સમર્થકોને ઈજા થઈ હતી. બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધાઈ હતી.

08:54 December 14

ગોધરામાં વ્હોટસેપમાં પાકિસ્તાન ઝીંદાબાદના વિડિયો મુકવા પડ્યા ભારે

પંચમહાલ:ગોધરાના એક યુવકને વ્હોટસેપ સ્ટેટસમાં પાકિસ્તાન ઝીંદાબાદ સહિતના વિડિયો મુકવા ભારે પડ્યા છે. SOGએ IPC કલમ 153 A અને આઇટી એક્ટ હેઠળ યુવક સામે ફરિયાદ નોંધી છે. ગોધરાના સાતપુલ વિસ્તારમાં રહેતા વસીમ ભટુક દ્વારા પોતાના મોબાઈલમાં વોટ્સએપ સ્ટેટ્સ મુકવામાં આવ્યું હતું. સ્ટેટ્સમાં પાકિસ્તાન દેશની તરફેણ કરતો વિડિઓ મૂકી પાકિસ્તાન ઝીંદાબાદનું લખાણ લખવામાં આવ્યું હતું. સ્ટેટ્સ થકી લોકોની લાગણી દુભાય અને જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ થાય એ બાબતે ગોધરા B ડીવીઝન પોલીસ મથકે SOGએ ફરિયાદ નોંધાવી.

08:48 December 14

અમદાવાદમાં ચાંદખેડામાંથી દારૂનો જથ્થો પકડાયો

અમદાવાદ: ઝોન 2 સ્ક્વોડે ચાંદખેડામાંથી દારૂનો જથ્થો પકડ્યો છે. કલોલથી ગાડીમાં ચાર હજારથી વધુ બોટલ ભરી લાવનાર વ્યકિત ઝડપાયો છે. કલોલનો દારૂ આપનાર આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

07:00 December 14

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવશે અમદાવાદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો કરશે પ્રારંભ

અમદાવાદ: અમદાવાદના ઓગણજમાં આવતી કાલે 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપશે. ત્યારે આજે વડાપ્રધાન મોદી ગુજરતમાં આવશે. આજે 14 ડિસેમ્બરે PM મોદી ફરી અમદાવાદ આવશે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તેમના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. આજે 14 ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે મહોત્સવનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે.

06:31 December 14

ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી

અમદાવાદ: અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો ઓગણજ પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર આ લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી બસો ફાળવવામાં આવી છે.

Last Updated : Dec 14, 2022, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details