નવી દિલ્હી: ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સતત બીજા દિવસે રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના કામકાજનું નિરીક્ષણ (delegation will again visit Delhis schools) કરી રહ્યું છે. જે બાદ ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ (Gujarat BJP delegation in Delhi) આજે સાંજે 4:00 કલાકે દિલ્હી ભાજપના પ્રદેશ કાર્યાલયમાં એક મોટી પત્રકાર પરિષદ યોજીને દિલ્હી મોડલનું સત્ય સૌની સામે રજૂ કરશે. આગલા દિવસે ગુજરાત ભાજપના પ્રતિનિધિમંડળે તુગલકાબાદ ઓખલા સ્લમ વિસ્તાર અને ભાટી ખાણ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો:અમિત શાહ 1 જુલાઈએ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, એ પછી શરૂ થશે રથયાત્રા
દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારી અને પ્રવક્તા આદિત્ય ઝા ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે રહેશે અને તેમને દિલ્હી સરકારની કામગીરીથી વાકેફ કરશે. દિલ્હીના ગરમાગરમ રાજકીય વાતાવરણ વચ્ચે ભાજપ અને AAP વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. દરમિયાન, આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના દિલ્હી મોડલની ચકાસણી અને નિરીક્ષણ કરવા ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું છે.
આ પણ વાંચો:દહીં, પનીરના ભાવમાં થશે મોટો ફેરફાર, જાણો GST લાગ્યા બાદ શું થશે અસર
ગુજરાત ભાજપના પ્રતિનિધિમંડળે ગઈકાલે દિલ્હીમાં ઘણી શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સની મુલાકાત (Delhis schools and Mohalla clinics today) પણ લીધી હતી. આજે ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ તેના પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં ઘણી શાળાઓ, મોહલ્લા ક્લિનિક્સ અને હોસ્પિટલોનું નિરીક્ષણ કરશે. જે બાદ ગુજરાત ભાજપ સાંજે 4:00 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે.