- વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ આહીરને ચૂંટવામાં આવ્યા
- કોંગ્રેસમાંથી અનિલ જોશીયારાએ ઉપાધ્યક્ષ તરીકે નામાંકન કર્યું હતું
- પરેશ ધાનાણીની બાજુમાં ઉપાધ્યક્ષને આપવામાં આવી જગ્યા
Gujarat Assembly LIVE UPDATE : ગાંધીનગર: વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ આહીરને ચૂંટવામાં આવ્યા - Gujarat assembly news
![Gujarat Assembly LIVE UPDATE : ગાંધીનગર: વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ આહીરને ચૂંટવામાં આવ્યા Gujarat Assembly LIVE UPDATE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13186700-thumbnail-3x2-kkkk.jpg)
16:12 September 27
વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ આહીરને ચૂંટવામાં આવ્યા
16:12 September 27
કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો ભુપેન્દ્ર સરકાર પર પ્રહાર
- સરકાર કોરોના મૃતકોને લઈને નિર્દય : વિરજી ઠુમ્મર
- ભેંશ મરે તો 50 હજાર અપાય છે. તો માણસ માટે કેમ 50 હજાર : વિરજી ઠુમ્મર
16:06 September 27
વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા બન્ને પક્ષો આમને સામને
- અધ્યક્ષની ટિપ્પણી : ગયા સેશનમાં આપવામાં આવી હતી શ્રદ્ધાંજલિ
- કોરોનામાં મરણ પામનાર લોકોને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવાની વિપક્ષ નેતાએ કરી હતી માંગ
- મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં નિવેદન, "શ્રદ્ધાંજલિ માટે યોગ્ય સમય નથી"
- રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, "હજી ત્રીજી લહેર ગઈ નથી"
- કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ ન પાઠવતા કોંગ્રેસના સભ્યોએ કર્યું વોક આઉટ
- ભાજપના ધારાસભ્ય શ્રદ્ધાંજલિ ન જોડાયા
- કોંગ્રેસે શરમ કરો શરમ કરોના નારા લાગ્યા
15:17 September 27
કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખનો અમદાવાદમાં સાયબર ફ્રોડને લઈને પ્રશ્ન
- અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 241 સાયબર ફ્રોડના ગુન્હા નોંધાયા
- જેમાં 291 શખ્સોની ધરપકડ કરાઈ
- ફક્ત 2 વ્યક્તિઓને 1.19 લાખ પરત મળ્યા
- 22.03 કરોડ જેટલી રકમ વિકટીમોને ચુકવવાની બાકી
13:50 September 27
ગાંધીનગર : છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 96 ફિલ્મોના શૂટિંગ થયા
- ગાંધીનગર : છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 96 ફિલ્મોના શૂટિંગ થયા
- કોરોના જેવી પરિસ્થિતિમાં પણ ફિલ્મોના શૂટિંગ ચાલુ રહ્યા
- 1 સપ્ટેમ્બર 2019થી 31 ઓગસ્ટ 2020 સુધીમાં માત્ર 23 ફિલ્મોના શૂટિંગ થયા
- 1 સપ્ટેમ્બર 2020 થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં 96 ફિલ્મોના શૂટિંગ થયા
- ગુજરાતી, હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોના શૂટિંગ પણ થયા
- અમદાવાદ, કચ્છ, રાજકોટ, આણંદ, દ્વારકા જેવા હોટ ફેવરિટ સ્થળો છે શૂટિંગ માટે
- વિધાનસભામાં ધારાસભ્ય સુખરામ રાઠવાએ પ્રવાસન મંત્રીને પૂછ્યો પ્રશ્ન
13:48 September 27
છેલ્લા બે વર્ષમાં ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર પરથી દારૂની 390584 બોટલ પકડાઈ
- છેલ્લા બે વર્ષમાં ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર પરથી દારૂની 390584 બોટલ પકડાઈ, કુલ 780 લોકોની ધરપકડ
13:47 September 27
ગાંધીનગર ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન હાથ ધરી હેરોઇન પકડયું છે: સંઘવી
- ગાંધીનગર ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન હાથ ધરી હેરોઇન પકડયું છે: સંઘવી
- વિરજીભાઈ પોલીસનું મોરલ ડાઉન કરવાનું કામ ગૃહમાં કર્યું છે..સંઘવી
- ગુજરાતના પોલીસ જવાનોએ 72 કલાક જીવ જોખમમાં રાખી ઓપરેશન પાર પડ્યું
- કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો
- ગૃહપ્રધાન હર્ષ સંઘવીને જવાબથી કોંગ્રેસ ધરસભ્યોનો હોબાળો
13:46 September 27
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં તડીપારના 1620 હુકમો અને પાસાના 5402 હુકમો કરાયા
- ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં તડીપારના 1620 હુકમો અને પાસાના 5402 હુકમો કરાયા
- અમદાવાદ શહેરમાં અનુક્રમે સૌથી વધુ 350 અને 2477 હુકમો
- ઉપરોક્ત હુકામોમાંથી હાઇકોર્ટે અનુક્રમે 37 અને 3447 હુકમો રદ્દ કર્યા
13:45 September 27
ગાંધીનગર : 21,000 કરોડનું ડ્રગ અદાણી પોર્ટ માથી કરવામાં આવ્યુંએ શરમની વાત
- ગાંધીનગર : 21,000 કરોડનું ડ્રગ અદાણી પોર્ટ માથી કરવામાં આવ્યુંએ શરમની વાત
- લુખ્ખા તત્વો પોલીસને ધોકાવી નાખે છે, પોલીસને સરકારે પટ્ટાવાળા બનાવી દીધા
- કોંગ્રેસનો હોબાળો, બીજેપીના નવા પ્રધાનોને હોબાળો મચાવી દબાવવાનો પ્રયાસ
13:45 September 27
ખાધતેલમાં ભાવ વધારો: વિધાનસભામાં રજૂ પ્રશ્ન
- ખાધતેલમાં ભાવ વધારો: વિધાનસભામાં રજૂ પ્રશ્ન
- જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાનો પ્રશ્ન
- છેલ્લા એક વર્ષમાં ખાધતેલોમાં ભાવ વધારો.
- સિંગ તેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં સપ્ટેમ્બર 2020 થી 2021 સુધી પ્રતિકીલોએ અનુક્રમે 18 , 32 અને 19 નો વધારો
- જો કે સપ્ટેમ્બર માસમાં ભાવ વધુ વધ્યા
13:44 September 27
ગાંધીનગર: 72 કલાકમાં ગુજરાતમાં ઓપરેશન પાર પાડી હેરોઇન પકડવામાં આવ્યું
- ગાંધીનગર: 72 કલાકમાં ગુજરાતમાં ઓપરેશન પાર પાડી હેરોઇન પકડવામાં આવ્યું
- 7 થી વધુ ઇરાનીઓને 30 કિલોથી વધુ હેરોઇન સાથે પકડી પાર પાડવામાં આવ્યા
- વીરજી ઠુમર પોલીસના જવાનોનું મોરલ તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે
- હર્ષ સંઘવી બોલવા ઉપસ્થિત થતા કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવી તેમને બોલવા ના દેવાનો પ્રયાસ.
13:44 September 27
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પૂછ્યો પ્રશ્ન
- પરેશ ધાણાની: 19 અને 20 માં 15 ટકા ખરીદી કરી જ્યારે વર્ષ 2020 અને 21 માં 3.5 ટકા ખરીદી કરી કૃષિ મત્રી ટેકા માટે બિલ ગૃહમાં લાવે.
- મગફળી ખરીદીમાં કૌભાંડ , બારદાન ખરીદવાના કૌભાંડ
- મગફળીમાં ધૂળઢેફા ઉમેરવાના કૌભાંડને બાદમાં મગફળી સેન્ટરો બાળી નાંખવા મુદુદે
- કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પૂછ્યો પ્રશ્ન
- રાઘવજી પટેલ એનો સંતોષકારક જવાબ નહી આપી શકતા
- વિપક્ષના નેતા પરેશ ધાનાણી બોલવા ઉભા થયા
13:43 September 27
ગાંધીનગર : રાજ્યના 509 માછીમારીઓ હજુ પાકિસ્તાનમાં
- ગાંધીનગર : રાજ્યના 509 માછીમારીઓ હજુ પાકિસ્તાનમાં
- 31 જુલાઈ 2021 સુધીમાં 509 જેટલા માછીમારો પાકિસ્તાનના કેદ
- રાજ્ય સરકાર આપ્યો જવાબ
- 509 માછીમારો અને 1141 બોટ પાકિસ્તાન દ્વારા કબજે કરવામાં આવી
- 509 માછીમારો માંથી વર્ષ 2019-20માં 8 તથા વર્ષ 2020-21માં 10 એમ કુલ 18 રજુવાત કેન્દ્ર સરકારમાં કરાઈ
- છેલ્લા 2 વર્ષમાં 376 માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા
- જ્યારે છેલ્લા 2 વર્ષમાં એક પણ બોટ મુક્ત થઈ નથી
13:42 September 27
ગાંધીનગર : રાજ્યના પોલીસ કર્મીઓને કરવામાં આવશે ટેકનોલોજીથી સજ્જ
- ગાંધીનગર : રાજ્યના પોલીસ કર્મીઓને કરવામાં આવશે ટેકનોલોજીથી સજ્જ
- રાજ્યમાં 10,000 બોડી કેમેરા ખરીદવામાં આવશે
- વિધાનસભા ગૃહમાં રાજ્યગૃહપ્રધાન આપ્યો લેખિતમાં જવાબ
- બોડી કેમેરા સીધા કનેક્ટ હશે પોલીસના સર્વરમાં
13:41 September 27
નીમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ : પૂર્વ અધ્યક્ષ જેવા સીમા ચિન્હ આપ્યા છે તે મને મદદ રૂપ થશે
- નીમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ
- આજે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ છે
- એમના જ જન્મ દિન નિમિત્તે હું પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમણુંક થઈ છે.
- પ્રથમ વખત ગુજરાતમાં મહિલા અધ્યક્ષ તરીકે નિમણુંક થઈ છે.
- પૂર્વ અધ્યક્ષ જેવા સીમા ચિન્હ આપ્યા છે તે મને મદદ રૂપ થશે
- 4609 દિવસ પીએમ મોદી વિધાનસભા ગૃહમાં હાજર રહ્યા હતા.
13:41 September 27
જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય તેવા વિસ્તારમાંથી તમે આવો છો : નાયબ પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ
- નાયબ પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ : આપે લાંબી મજલ કાપી છે.
- જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય તેવા વિસ્તારમાંથી તમે આવો છો
- વિપક્ષને અભિનંદન કે સર્વાનુમાટે અધ્યક્ષ ની નિમણુંક કરાઈ
- આજે અધ્યક્ષ નવા અને સરકાર પણ નવી એટલે ગૃહમાં ફૂલ ગુલાબી વાતાવરણ જોવા મળી રહ્યું છે
13:38 September 27
ગાંધીનગર : વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રથમ મહિલા અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા
- ગાંધીનગર : વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રથમ મહિલા અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા
- વિધાનસભા ગૃહમાં આપ્યા અભિનંદન
- મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યા અભિનંદન
- "આજે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ અને આજે જ ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ બન્યા છે તે માટે અભિનંદન." : રાજેન્દ્ર ત્રિવેદી
- શૈલેષ પરમાર : ગુજરાત વિધાનસભાની પરંપરા મુજબ અધ્યક્ષનું સર્વોચ પદ છે
- ભાજપ સરકાર આવી છે ત્યારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની વાત આવી છે ત્યારે વિપક્ષે ટેકો આપ્યો છે.
- 1995 થી 2021 ની 26 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે એક મહિલા તરીકે પુરૂષ પ્રધાન દેશમાં સંઘર્ષ કરવો અને પદ ધારણ કારવુંએ અભિનંદન પાત્ર છે.
13:37 September 27
ગાંધીનગર: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું ગૃહ શરુ થતા પહેલા ધારાસભ્યોને માર્ગદર્શન
- ગાંધીનગર: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું ગૃહ શરુ થતા પહેલા ધારાસભ્યોને માર્ગદર્શન
- ભાજપના દંડકની ઓફિસમાં સી. આર.ના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યોની બેઠક
- વિપક્ષના હલ્લા બોલનો મજબૂતાઇથી જવાબ આપવા પાટીલે ધારાસભ્યોને લેસન આપ્યા
- સીઆર પાટિલ વિધાનસભા ગૃહની કામગીરી નિહાળશે
- પ્રેશક ગેલેરીમાંથી નવા પ્રધાન મંડળની ગૃહની કામગીરી નિહાળશે
13:33 September 27
Gujarat Assembly LIVE UPDATE : ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાં કરશે વિરોધ
- ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાં કરશે વિરોધ
- રાજ્યમાં કોરોનામ મરણ પામનાર લોકોને સહાય આપવા બાબતે કરશે વિરોધ
- કોંગ્રેસની વિધયક દળની બેઠકમાં રણનીતિ તૈયાર કરાઈ
- મૃતક પરિવારને 4 લાખની સહાય આપવાની માગણી સાથે કરશે વિરોધ