- અંતિમ તારીખ કરતા પણ 10 વર્ષ જૂની સિસ્ટમના કારણે આગ લાગી
- શ્રેય હોસ્પિટલમાં ફાયરની એલાર્મ સિસ્ટમ ના હોવાનું આવ્યું સામે
- સ્મોક સેન્સર કે સ્પ્રિંકલરના હોવાનું આવ્યું સામે
- બારીના કાચ સ્ક્રુથી ફિટ કરવામાં આવ્યા હતા
- શ્રેય હોસ્પિટલનું મેનેજમેન્ટ અને ભરત મહંતને ઘટના માટે જવાબદાર ઠેરવ્યા
Gujarat Assembly Live Update : સુરત અને વડોદરામાં શહેરમાં ICMR માન્યતા પ્રાપ્ત લેબોરેટરીની સંખ્યા અનુક્રમે 10 અને 12 - ગુજરાત વિધાનસભા
14:13 September 28
અંતિમ તારીખ કરતા પણ 10 વર્ષ જૂની સિસ્ટમના કારણે આગ લાગી
14:13 September 28
શ્રેય હોસ્પિટલમાં આગના બનવાનું કારણ આવ્યું સામે
- ફાયર સેફટીના સાધનો સપ્લાય કરતા ડિલરો કે એજન્સી ના સ્ટેટમેન્ટ પર આધાર રાખી NOC કે ફાયર સેફટી ના સાધનો માટે મજૂરી આપવી નહિ
- યોગ્ય ચકાસણી કરવી - મહેતા પંચ
- રાજકોટમાં વેન્ટિલેટર શોર્ટ શાર્કીટના કારણે લાગી આગ
- શ્રેય હોસ્પિટલમાં આગના બનવાનું કારણ આવ્યું સામે
- પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમના કારણે આગ લાગી હતી
- શ્રેય હોસ્પિટલમાં 15 વર્ષ જૂની પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમ હતી
- 5 વર્ષે પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમ એક્સપયરી થાય
14:12 September 28
ફાયર અને ઈમરજન્સી સેવા ની ભરતી પરનો કાપ ઉઠાવી લેવો જોઈએ
- ફાયર અને ઈમરજન્સી સેવા ની ભરતી પરનો કાપ ઉઠાવી લેવો જોઈએ
- વધતી વસ્તી અને ઝડપી શહેરીકરણના કારણે હયાત ફાયર બ્રિગેડનું વિસ્તરણ કરવાની આવશ્યકતા
- નવા ફાયર સ્ટેશન અને તેના માટે જરુરી માનવબળ અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે લાંબા ગાળાના પગલા લેવા આયોજન
- હોસ્પિટલ સ્ટાફને ફાયર સેફટી ની સમયાંતરે તાલીમ આપવી અને મોકડ્રિલ યોજવી
- હોસ્પિટલ ના ધારા ધોરણોના નોમ્સ ધરાવતા બિલડીગો પર જ હોસ્પિટલ બને તેનું ધ્યાન રાખવું, ફાયર સેફટી અતિ જરૂરી છે
- હોસ્પિટલ જેવા એકમોંમા ગેરકાયદેસર બાંધકામને મંજૂરી ન આપવી
14:11 September 28
ફાયર સર્વિસ માટે આઉટસોર્સિંગ ન કરવા ભલામણ
- ફાયર સર્વિસ માટે આઉટસોર્સિંગ ન કરવા ભલામણ
- નિયમોનું પાલન જરુરી, ખર્ચ સાથે સરખાવી શકાય નહી
- પ્રજા કલ્યાણ મુખ્ય હોવુ જોઈએ
- ફાયર અને ઈમરજન્સી સર્વિસ અગ્રતા ધરાવતી સેવાઓ
- તેમા પર્યાપ્ત સ્ટાફ 24 કલાક તૈયાર રહે તે જરુરી
- ફાયર અને ઈમરજન્સી સેવાઓ માટે તાલીમબદ્ધ સ્ટાફનો અભાવ
- ભરતીના નિયમો કારણે ક્ષતિયુક્ત અથવા ખોટી ભરતી થઈ શકે છે નિતિઅંગે વિચારણા કરવી
14:10 September 28
ગાંધીનગર : ડી એ મહેતા રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ
- ગાંધીનગર : ડી એ મહેતા રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ
- અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય હોસ્પિટલ આગ મામલે રિપોર્ટ
- આરોગ્ય, શહેરી વિકાસ, ઉર્જા પેટ્રોકેમિકલ અને સામાન્ય વહીવટ વિભાગને પંચ ની ભલામણો
- જાહેર આરોગ્ય મુખ્યત્વે રાજ્યની મુખ્ય બાબત
- જાહેર આરોગ્ય અંગે રાજ્યએ હકીકત પ્રત્યે જીવંત અને સભાન રહેવું જોઈએ
- 219 પેજનો અહેવાલ મુકાયો
- રાજ્યમાં મેડિકલ ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નુ અમલ કરવાની પંચની ભલામણ
13:56 September 28
સુરત અને વડોદરામાં શહેરમાં ICMR માન્યતા પ્રાપ્ત લેબોરેટરીની સંખ્યા અનુક્રમે 10 અને 12
- સુરત અને વડોદરામાં શહેરમાં ICMR માન્યતા પ્રાપ્ત લેબોરેટરીની સંખ્યા અનુક્રમે 10 અને 12
13:56 September 28
ગાંધીનગર:રાજકોટ અને અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો
- ગાંધીનગર:રાજકોટ અને અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો
- જસ્ટિસ ડી.એ.મહેતાની ખંડ પીઠે રિપોર્ટ તૈયાર કર્યો
- વિધાનસભા ગૃહમાં રીપોર્ટની કરાઈ રજૂઆત
- રિપોર્ટમાં ખંડ પીઠ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ
- જ્યાં સુધી રેગ્યુલર સ્ટાફ ના આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર સ્ટાફની નિમણુક કરાય
- સરકારી સ્થાનિક તંત્રએ રેગ્યુલર સ્ટાફ ભરવો અને પોતાના જ્યુરિડીક્શન માં અગ્નિ શામક સાધનોની તપાસ કરવી
- રાજ્ય સરકાર રાજ્યની તમામ નર્સિંગ હોમનું રજિસ્ટ્રેશન એક્ટ લાવે,આ રજિસ્ટ્રેશન દરમિયાન નવા કાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ હોવી જોઈએ
- આ નવો કાયદો રાજ્યના શહેરી અને ગ્રામીણ તમામ વિસ્તારોમાં લાગુ પડશે
- બોગસ દાક્તરી પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવા
- રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં ક્લિનિક એસ્ટબ્લિશમેન્ટ કાયદો બનાવે
- સમયાંતરે હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવાની આપવામાં આવી સૂચના
13:52 September 28
નર્મદા યોજના અંતર્ગત ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતે કુલ 7112.81 કરોડ લેણી રકમ નીકળે છે
- નર્મદા યોજના અંતર્ગત ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતે કુલ 7112.81 કરોડ લેણી રકમ નીકળે છે.
- મધ્યપ્રદેશ 4881.36 કરોડ
- મહારાષ્ટ્ર 1683.09 કરોડ
- રાજસ્થાન 548.36 કરોડ
13:51 September 28
રાજ્યમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે મહીસાગર, જંબુસર, ખંભાત, ઝઘડિયા અને સુરેન્દ્રનગરમાં નવી સાઇટ બનશે
- રાજ્યમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે મહીસાગર, જંબુસર, ખંભાત, ઝઘડિયા અને સુરેન્દ્રનગરમાં નવી સાઇટ બનશે
- જેમાં 2.31 કરોડ મેટ્રિક ટન જેટલા ઘન કચરાનો નિકાલ થશે
13:47 September 28
સુરત શહેરના 31 ઓગસ્ટ સુધીમાં 30,23,999 લોકોને કોરોના વેકસિન અપાઈ
- સુરત શહેરના 31 ઓગસ્ટ સુધીમાં 30,23,999 લોકોને કોરોના વેકસિન અપાઈ
- જેમાં 39, 05 ,376 ડોઝ કોવિશિલ્ડના, 2,54,556 ડોઝ કોવેકસીનના, અને 10,313 ડોઝ સ્પુટનિકનો સમાવેશ થાય છે.
- આમ, વેક્સિનેશનમાં સુરત આગળ
- છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીનો પહોંચી વળવા રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ 1100 કરોડ જેટલી રકમ માંગી
- સામે ફક્ત 309 કરોડ મળ્યા જેમાંથી 304 કરોડ જેટલા વપરાયા
13:34 September 28
અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1109 વેપારીઓએ બોગસ બીલિંગથી ખોટી વેરાશાખ મેળવી
- અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1109 વેપારીઓએ બોગસ બીલિંગથી ખોટી વેરાશાખ મેળવી
- જેની રકમ 192 કરોડ જેટલી થવા જાય છે
- જેમાથી 36.5 કરોડની વસુલાત થઈ જ્યારે 155.75 કરોડ ની વસુલાત બાકી
12:13 September 28
ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો કેગનો રિપોર્ટ
- ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો કેગનો રિપોર્ટ.
- આમ ગુજરાતમાં કોરોનાનમાં 3.34 લાખ જેટલા મૃત્યુ થયા ગણાય
- સરકારે કોરોના મૃતકોને સહાય આપવાની જગ્યાએ આંકડાઓ છુપાવે છે.
12:12 September 28
પરેશ ધાનાણી : કોરોના મહામારીમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રની નબળાઇ સામે આવી
- પરેશ ધાનાણી : કોરોના મહામારીમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રની નબળાઇ સામે આવી
- સાબરકાંઠા જિલ્લામાં કોરોનાને કારણે મૃતકોની સંખ્યા ગૃહમાં 235 જણાવાઈ
- પરંતુ કોંગ્રેસને RTI માં સાબરકાંઠામાં માત્ર 05 નગરપાલિકામાં 219 લોકોના મૃત્યુ થયા
- ગૃહમાં સરકારે 3864 લોકોના કુલ મૃત્યુ થયા હોવાનું જણાવાયું, જ્યારે આરોગ્ય વિભાગે 10,081 જણાવ્યું
- 16 હજાર જેટલા બાળકો કોરોનામાં અનાથ બન્યા
- 106 નગરપાલિકામાં RTI મુજબ jan 2019 થી ફેબ્રુઆરી 2021 સુધી 87, 773
- માર્ચ 2020 થી 10 મેં 2021 સુધી1.25 લાખ લોકોના મૃત્યુ
- આ આંકડો ફક્ત 11.25 ટકા વસ્તીમાંથી
11:56 September 28
ગાંધીનગર : 8,33,466 રસીના ડોઝનો બગાડ આ વર્ષના 7 મહિનામાં થયો
- ગાંધીનગર : 8,33,466 રસીના ડોઝનો બગાડ આ વર્ષના 7 મહિનામાં થયો
- જાન્યુઆરી 2021થી જુલાઈ સુધીમાં કોવિશિલ્ડના 5,13,761 ડોઝ રસીના બગડ્યા
- જાન્યુઆરી 2021થી જુલાઈ સુધીમાં કોવેક્સિનના 3,19,705 ડોઝ રસીના ફેલ ગયા
- આ વર્ષના જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 3,19,54,590 રસીના ડોઝ મળ્યા
- આ સાત મહિનામાં 3,32,65,975 ડોઝ લોકોને આપવામાં આવ્યા
11:50 September 28
કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન 36 હજાર પરિવારો સુધી પહોંચાયું : પ્રતાપ દુધાત
- કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન 36 હજાર પરિવારો સુધી પહોંચાયું : પ્રતાપ દુધાત
- કેન્દ્રએ કોવિડ મૃતકોને ચાર લાખ ચૂકવવાનો ઠરાવ કર્યો હતો
- અમારી માંગ મૃતકોને 04 લાખ સહાયની
- મૃતકોના બાળકોને નોકરીની અમારી માંગ
- વિરોધ પક્ષે તેની ભૂમિકા ભજવી કોંગ્રેસ એકઠા કરેલા આંકડા મુજબ 3.24 લાખના ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ
11:47 September 28
કોંગ્રેસ ધારાસભ્ય : સરકાર લોકોને આંકડાના ઝાળમાં ગુમરાહ કરે છે
- કોંગ્રેસ ધારાસભ્ય : સરકાર લોકોને આંકડાના ઝાળમાં ગુમરાહ કરે છે.
- 3864 લોકોના કોવિડમાં મૃત્યુંના આંકડા સરકાર ગૃહમાં જણાવે છે.
- આરોગ્ય વિભાગ 10,084 લોકોના મૃત્યુ આરોગ્ય વિભાગની સાઇટ પર છે.
11:47 September 28
છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે 17, 811 કરોડ રૂપિયાની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી
- છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે 17, 811 કરોડ રૂપિયાની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી
- જેમાં 7369 રૂપિયાની વીજળી અદાણી પાવર મુન્દ્રા પાસેથી,
- 2640 કરોડ રૂપિયાની વીજળી એસ્સાર પાવર પાસેથી
- 503 કરોડની વીજળી ACB ઇન્ડિયા લી. પાસેથી
- 7299 કરોડની વીજળી કોસ્ટલ ગુજરાત પાવર લી. પાસેથી ખરીદાઈ
- યુનિટ દીઠ સૌથી વધુ ભાવે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ પાસેથી ખરીદી
11:46 September 28
ગાંધીનગર :રાજ્યનું જાહેર દેવું જુલાઈ 2021ની સ્થિતિએ કુલ 30,0,959 કરોડ
- ગાંધીનગર :રાજ્યનું જાહેર દેવું જુલાઈ 2021ની સ્થિતિએ કુલ 30,0,959 કરોડ
- 2019 - 20 માં દેવામાં 26,791 કરોડનો વધારો થયો
- 2020-21 માં 33,864 કરોડ નો દેવામાં વધારો થયો
- વિકાસ આયોજનના કામોના કારણે દેવું વધવાના કારણો નાણા વિભાગે જણાવ્યા
- વિધાનસભા સત્રમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે નાણા વિભાગને પુછાયેલા પ્રશ્ન
11:37 September 28
ગાંધીનગર: ખાનગી શાળાનો મોહભંગ
- ગાંધીનગર: ખાનગી શાળાનો મોહભંગ
- ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ
- અમદાવાદ અને ગાંધીનગરમાં બાળકો સરકારી શાળા તરફ વળ્યા
- વિધાનસભા ગૃહમાં સરકારે આપી માહિતી
- 1 જૂન 2020 થી 31 માર્ચ 2021 દરમિયાનના 2 સત્રમાં આવનાર વિદ્યાર્થીઓ
- ધોરણ 2માં 1263 વિદ્યાર્થીઓ નવા આવ્યા
- ધોરણ 3માં 1316 વિદ્યાર્થીઓ આવ્યા
- ધોરણ 4માં 1268 વિદ્યાર્થી
- ધોરણ 5માં 1162 વિદ્યાર્થી
- ધોરણ 6 માં 1047 વિદ્યાર્થીઓ
- ધોરણ 7માં 914 વિદ્યાર્થીઓ
- ધોરણ 8માં 690 વિદ્યાર્થીઓ
- છેલ્લા 2 સત્રમાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવ્યા
- અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર અને ગાંધીનગર ગ્રામ્ય માં સરકારી શાળામાં બાળકોનો પ્રવેશ
11:35 September 28
ગાંધીનગર : સંસદીય લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્યપાલિકાઓને લગતા પુસ્તકનું વિધાનસભામાં વિમોચન કરાયું
- ગાંધીનગર : સંસદીય લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્યપાલિકાઓને લગતા પુસ્તકનું વિધાનસભામાં વિમોચન કરાયું
11:26 September 28
રાજકોટ- અમદાવાદ સિક્સ લેન હાઇવેનું 201 કિલોમીટરમાંથી 115 કિલોમીટરનું કામ પૂર્ણ
- રાજકોટ- અમદાવાદ સિક્સ લેન હાઇવે કોરોના
- જમીન સંપાદન અને વનવિભાગની મંજૂરી મેળવવા જેવા કારણોસર ડેડલાઈન ડિસેમ્બર,2020 સુધી પૂર્ણ ન થઈ શક્યો
- 201 કિલોમીટરમાંથી 115 કિલોમીટરનું કામ પૂર્ણ
- હવે આ કાર્ય 30 જૂન ,2022 સુધીમાં પૂર્ણ થશે
11:25 September 28
ગૃહ શરૂ : ભારત માતાકી જય અને મહાદેવ હરના નારા સાથે તમામ સભ્યો પોતાની જગ્યાએ બેઠા
- ગૃહ શરૂ : ભારત માતાકી જય અને મહાદેવ હરના નારા સાથે તમામ સભ્યો પોતાની જગ્યાએ બેઠા
- રાજ્યમાં કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોની સંખ્યા 211 જયારે બંનેમાંથી એક વ્યકતિ ગુમાવનાર બાળકોની સંખ્યા 10,827
- પ્રથમ કેસમાં 04 હજાર માસિક સહાય, જ્યારે બીજા કેસમાં 02 હજાર માસિક સહાય
10:56 September 28
15 મિનિટ ગૃહ મુલતવી રાખ્યું
- ભાજપના નેતાઓ કોંગ્રેસે હોબાળો કરતા બહાર નીકળ્યા
- 15 મિનિટ ગૃહ મુલતવી રાખ્યું
- છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં ઔધોગિક એકમો દવારા પ્રદુષણ ફેલાવવા મુદ્દે 103 ફરિયાદો મળી
- 45 જેટલા ધારાસભ્યો વેલ્મા હાજર, ગૃહ મુલતવી રહ્યું તેમ છતા પણ પરેશ ધાનાણી તમામ ધારાસભ્યોને વેલ્મા બેસાડીને કરી રહ્યા છે ભાષણ
10:54 September 28
વિધાનસભાની કાર્યવાહી સ્થગિત
ગાંધીનગર : કોરોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસનો વિરોધ
ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ પોસ્ટર દર્શાવીને વિરોધ કર્યો
કોંગ્રેસના તમામ સભ્યો વેલ્મા આવીને વિરોધ કર્યો
તમામ વેલ્મા આવેલ સભ્યોને એક દિવસ માટે સ્પેન્ડ કરવામાં આવ્યા
પ્રશ્નોત્તરી કાળ સુધી ગૃહ મુલતવી
10:53 September 28
પરેશ ધાણાની: મોત પામેલાના વારસદારને રકમ ચૂકવાની નથી તેવી સરકાર જાણ કરી છે
- પરેશ ધાણાની: મોત પામેલાના વારસદારને રકમ ચૂકવાની નથી તેવી સરકાર જાણ કરી છે..
- 14 માર્ચ ઠરાવ કર્યો છે દેશના તમામ ચિફ સેક્ટરીને પત્ર લખીને જણાવ્યું છે કોરોનામાં મરનારા વ્યક્તિના પરિવારના સભ્યોને આર્થિક સહાય આપવી.
- ભારત સરકાર જાહેરાત કરી છે.
- 4 લાખ સહાય નો ઠરાવ કર્યો છે ગુજરાત સરકાર તેનું પાલન કરવા માગે છે કે નહીં
10:52 September 28
પરેશ ધાનાણી : કેન્દ્ર સર્કસરે 4 લાખ સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે
- પરેશ ધાનાણી : કેન્દ્ર સર્કસરે 4 લાખ સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે
- રાજ્ય સરકાર ગુજરાતમાં આ સહાય આપવા માંગે છે કે નહીં ?
10:52 September 28
રાજ્યમાં કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 25,683 મેગાવોટ
- રાજ્યમાં કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 25,683 મેગાવોટ
- છેલ્લા બે વર્ષમાં 1661 મેગાવોટ નો વધારો
10:50 September 28
ગાંધીનગર: અમદાવાદમાં રસીકરણ બાબતે ગૃહમાં બબાલ
- ગાંધીનગર: અમદાવાદમાં રસીકરણ બાબતે ગૃહમાં બબાલ
- રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદ માં 52 ટકા લોકો વેકસીન થી વંચિત છે.
- કુલ 48 ટકા લોકો રસી લીધી છે
- 52 ટકામાં 18 વર્ષ થી નીચેની બાળકોની બાદબાકી કરી નથી
- અમદાવાદમાં 100 ટકા પ્રથમ ડોઝ થયો છે.
- ગૃહને ખોટી માહિતી આપે છે હું તેમને લઈ જઈને બતાવું કે કેટલાક લોકો રસીથી વંચિત છે
- તમે મારી ગાડીમાં બેસો હું તમને અમદાવાદમાં બતાવું કેટલા લોકો વેકસિનમાં બાકી છે.
- 18 વર્ષ થી ઉપર ની સંખ્યા 48 લાખ છે.
10:39 September 28
ગાંધીનગર: 31 ઓગસ્ટ સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 34,61,004 લોકોને કોરોનાની રસી અપાઈ
- ગાંધીનગર: 31 ઓગસ્ટ સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 34,61,004 લોકોને કોરોનાની રસી અપાઈ
- જેમાં 44,87,654 ડોઝ કોવિશિલ્ડ અને 2,29,035 ડોઝ કોવેકસીન અપાઈ
- જ્યારે 7933 ડોઝ સ્પુટનિક રસી અપાઈ
10:39 September 28
ગાંધીનગર : કોરોનામાં સરકારી કર્મચારીના મૃત્યુ બાબતે સવાલ પૂછવામાં આવ્યો
- ગાંધીનગર : કોરોનામાં સરકારી કર્મચારીના મૃત્યુ બાબતે સવાલ પૂછવામાં આવ્યો
- અમદાવાદ કોર્પોરેશનમાં 11 આરોગ્યકર્મીઓના થયા મૃત્યુ
- પ્રતિ મૃતકોને 50 લાખની સહાય આપવામાં આવી
- 1 કર્મચારીઓનો કેસ હજુ પેન્ડિગ
10:38 September 28
ગાંધીનગર :રાજ્યમાં કોરોનામાં એક માતા અને એક પિતા ગુમાવનાર બાળકોની સંખ્યા 10,827
- ગાંધીનગર :રાજ્યમાં કોરોનામાં એક માતા અને એક પિતા ગુમાવનાર બાળકોની સંખ્યા 10,827
- રાજ્યમાં કોરોનાના કારણે માતા અને પિતા બંને ગુમાવનાર બાળકોની સંખ્યા 211
- માતા પિતા બંને ગુમાવનાર ને 4,000 સહાય અને એક પિતા અને એક માતા ગુમાવનાર ને 2,000 સહાય
- વિધાનસભા પ્રશ્નોતરી કાળમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલો સવાલ
10:37 September 28
ગાંધીનગર : રાજ્ય સરકારે બિન અનામત આયોગને રકમ ફાળવી
- ગાંધીનગર : રાજ્ય સરકારે બિન અનામત આયોગને રકમ ફાળવી
- વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં કુલ 47.96 લાખ રૂપિયા વણવપરાયેલા રહ્યા
- વહીવટી કારણો સર પૈસા વપરાયા નહિ હોવાનો સરકાર નો દાવો
- રાજ્ય બિન અનામત આયોગ દ્વારા 2 વર્ષમાં 126.05 લાખ ખર્ચ કરવામાં આવ્યો
- જ્યારે રાજ્ય સરકારે કુલ 174.01 રકમ ની ફાળવણી કરી
10:37 September 28
ગાંધીનગર : રાજ્યમાં અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના વર્ગ 1 ના અધિકારીઓની 24 જગ્યા ખાલી
- ગાંધીનગર : રાજ્યમાં અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના વર્ગ 1 ના અધિકારીઓની 24 જગ્યા ખાલી
- ખાલી જગ્યા સીધી ભરતી, બાઢતિથી ભરવામાં આવશે
- ક્યારે ભરાશે તેનો કોઈ ઉલ્લેખ વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સામાજિક ન્યાય અધિકારીતા તરફથી નથી કરાયો
09:54 September 28
Gujarat Assembly Live Update : સુરત અને વડોદરામાં શહેરમાં ICMR માન્યતા પ્રાપ્ત લેબોરેટરીની સંખ્યા અનુક્રમે 10 અને 12
વિધાનસભા ચોમાસા સત્રનો આજે બીજો દિવસ