ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gujarat Assembly Eletion 2022 : રાજ્યમાં બે તબક્કામાં યોજાશે મતદાન, આ તારીખે આવશે પરિણામ - Voters list

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય (Election Commission of India) ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી છે. 33 જિલ્લાઓમાં સૌથી નાની વયના કર્મચારીઓ કાર્યરત રહેશે. સિનિયર સિટિઝન મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેના થકી તેઓ મતદાન કરી શકશે. એમની સુરક્ષા માટે એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે.

Gujarat Assembly Eletion 2022
Gujarat Assembly Eletion 2022

By

Published : Nov 3, 2022, 12:18 PM IST

Updated : Nov 3, 2022, 8:13 PM IST

નવી દિલ્હીઃગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખ થઈ ચૂકી છે. પ્રથમ તબકકાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જાહેરનામું પ્રસિદ્ધ 10 નવેમ્બરના રોજ થશે. ફોર્મ ફરવાની છેલ્લો દિવસ 17 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યો છે. ફોર્મ ચકાસણી 18 નવેમ્બરના થશે. ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ તારીખ 21 નવેમ્બરના રોજ નક્કી કરાયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી (Election Commission India) પંચે પત્રકાર પરિષદ યોજી છે. મોરબીની ઘટના અંગે ઈલેક્શન કમિશને દૂઃખ વ્યક્ત કર્યું છે. 4.9 મતદાતાઓની સંખ્યા ગુજરાતમાં છે. 18 ફ્બ્રુઆરીએ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે. 3.24 લાખ નવા મતદારો આ વખતે પહેલી વખત મતદાન કરશે.

Gujarat Assembly Eletion 2022

એક મતદાતા માટે ટીમ તૈયારઃજાફરાબાદના સિયાળબેટ ટાપુ પર 457 મતદાતાઓ માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે હવે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવશે. જે 283 મતદાતાઓ માટે છે. ગીરસોમનાથ (District GirSomnath Gujarat) અને માધવપુર વિસ્તારમાં 200થી વધારે મતદાતાઓ છે. જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 9.80 લાખ મતદાતાઓ એવા છે જેની ઉંમર 80થી વધારે છે. બાણેજ દ્વિપ પર 15 મતદાતાની ટીમ એક મતદાતા માટે મત લેવા માટે જશે. 3481 મતદાતા સીદી જાતમાંથી આવે છે. જેઓ આફ્રિકાથી આવ્યા છે. મતદાતાઓની પણ જવાબદારી બને છે કે, તેઓ મતદાન કરે. 4.6 લાખ લોકો પહેલીવાર મતદાન કરશે.

તારીખ 1 અને 5 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 8મી પરિણામ

સિનિયર સિટિઝનઃજ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 9.80 લાખ મતદાતાઓ એવા છે. જેની ઉંમર 80 વર્ષથી વધારે છે. આ તમામ સિનિયર સિટિઝન જે મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકે એમ નથી. એમના મત લેવા માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. જેઓના ઘરે જઈને મતલેવામાં આવશે. સિનિયર સિટિઝન મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેના થકી તેઓ મતદાન કરી શકશે. એમની સુરક્ષા માટે એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. જેઓ મતને સુરક્ષિત પહોંચાડશે. જ્યારે ટ્રાંસજેન્ડરની સંખ્યા વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા વધી છે.

તારીખ 1 અને 5 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 8મી પરિણામ

એપ્લિકેશન તૈયારઃમતદાતાઓ જે તે ઉમેદવારનો રેકોર્ડ ચેક કરી શકશે. જેમાં શિક્ષણથી લઈને એના ક્રિમિનલ રેકોર્ડ સુધીની વિગત રહેશે. સુવિધા એપ્લિકેશન ઉમેદવાર માટે તૈયાર કરવામાં આવી છે. જેમ કે, કોઈ ઉમેદવારને ગ્રાઉન્ડ જોઈતુ હશે તો એને પહેલા એપ્લિકેશન પરથી એપ્લાય કરવાનું રહેશે. જ્યારે આ એપ્લિકેશનની મદદથી ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટની મેથળ પર ગ્રાઉન્ડ સોંપાશે. જે ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ હશે એને ત્રણ વખત અખબારમાં જાહેરાત દેવી પડશે. આ સાથે રાજકીય પક્ષે પણ આ ઉમેદવારને લઈને સ્પષ્ટતા કરવી પડશે. જો ચૂંટણીમાં પૈસા, ડ્રગ્સ કે કોઈ પ્રકારના અન્ય પાવરનો ખોટો ઉપયોગ થાય છે તે નાગરિકો C-Vigil નામની એપ્લિકેશન પરથી આ અંગેની જાણકારી આપી શકશે.

તારીખ 1 અને 5 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 8મી પરિણામ

મતદાન મથકઃગુજરાત રાજ્યમાં કુલમતદાન મથકોની સંખ્યા - 51782 છે. કુલ 182 બેઠકો પર મતદાન કરવામાં આવશે. દિવ્યાંગો માટે 182 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. 1274 મતદાન મથકો એવા છે. જેનું સંચાલન મહિલાઓ થકી કરવામાં આવશે. આ વખતે તમામ મતદાન કેન્દ્રો પર સૌથી નાની વયના કર્મચારીઓને જે તે બુથની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં વસતા સિદ્દી સમુદાય માટે અલગથી ત્રણ મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે.

તારીખ 1 અને 5 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 8મી પરિણામ

ફરિયાદ નિવારણઃજો કોઈ ઉમેદવાર કે મતદાતા કમિશન પંચને ફરિયાદ કરશે તો એ ફરિયાદનો નીવેડો એક જ કલાકની અંદર લાવી દેવાશે. આ માટે ઉમેદવાર કે મતદાતા ઓનલાઈન ફરિયાદ પણ કરી શકે છે. કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદાર નોંધાયા છે. જેમાં 100 વર્ષથી વધારે ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 11800 છે. મતદાન કેન્દ્ર પર જે દિવ્યાંગ મતદારો છે એમને ખાસ વ્હીલચેર આપવામાં આવશે. તમામ બુથ પર પાણી અને ગરમીથી રાહત મળે એ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે. વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે.

ચૂંટણી પર બધાની નજર: ચૂંટણી પંચની ટીમ 16 થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી હતી. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, ચૂંટણી પંચ દિવાળી પછી ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે, પરંતુ એવું કંઈ થયું નથી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને અટકળોનું બજાર ત્યારે ખૂબ જ ગરમ હતું જ્યારે વડાપ્રધાન મોદીની મુલાકાતની ચર્ચા હતી, પરંતુ તેમ છતાં આવું કંઈ થયું ન હતું.

તારીખ 1 અને 5 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 8મી પરિણામ

મોરબી બ્રિજ દુર્ઘટના:મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ચૂંટણીની તારીખ આગળ વધી છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સરકારનું હાલનું ધ્યાન માત્ર અકસ્માત સંબંધિત મુદ્દાઓ પર જ છે. આ પણ બીજું કારણ હોઈ શકે છે. જો રાજકીય સૂત્રોનું માનીએ તો ગુજરાતની 14મી વિધાનસભાની મુદત ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ભલે હજુ તારીખ જાહેર કરવામાં આવી ન હોય, પરંતુ રાજકીય પારો ચોક્કસથી ઊંચકાયો છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી-આપ જંપવાને કારણે ચૂંટણીમાં મુકાબલો રસપ્રદ બની શકે છે. તારીખોની જાહેરાત પહેલા ભાજપ, કોંગ્રેસ, AAP સહિતના પ્રાદેશિક પક્ષો મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજકીય સૂત્રોનું કહેવું છે કે AAP ચૂંટણીમાં ઉતરવાની સાથે કેટલીક બેઠકો પર ત્રિકોણીય સ્પર્ધાની અપેક્ષા છે.

Last Updated : Nov 3, 2022, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details