વડોદરા : વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક(Five assembly seats in Vadodara) પૈકીની વડોદરા રાવપુરા વિધાનસભા બેઠક ની વાત કરવામાં આવે તો, છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. છેલ્લી બે ટર્મથી રાજ્ય સરકારના હાલના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક પર ચૂંટતા આવ્યા છે. આ બેઠકનો વિસ્તાર જુના ચાર દરવાજાની અંદરનો જૂનો ગાયકવાડ શાસનનો શહેરી વિસ્તાર કહી શકાય છે. આ વિસ્તારમાં વોટર લોગીનની સૌથી મોટી સમસ્યાનું હજુ પણ નિરાકરણ આવ્યું નથી(Ravpura Baroda Seat Local Problem).
Gujarat Assembly Election 2022 : વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પર સ્થાનિકો કરી રહ્યા છે સમસ્યાઓનો સામનો વિધાનસભા બેઠક પર મતદારો : રાવપુરા વિધાનસભા બેઠકમાં 2,68,088 લાખ મતદારો નોંધાયેલ છે. જેમાં 1,37,079 પુરુષ મતદારો અને 1,30,967 મહિલા મતદારો છે. બેઠકમાં જુદી જુદી જ્ઞાતિઓના મતદારો પણ મહત્ની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. જેમાં અંદાજીત 42,000 મુસ્લિમ, 40,000, પાટીદાર, 60,000 વાણીયા, 50,000 બ્રાહ્મણ, 30,000 મરાઠી અને 46,000 જેટલા અન્ય જ્ઞાતિના મતદારોનો સમાવેશ થયેલ છે.
Gujarat Assembly Election 2022 : વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પર સ્થાનિકો કરી રહ્યા છે સમસ્યાઓનો સામનો બેઠક પર ધારાસભ્યની સ્થિતિ : 1967માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં PSPના એસ.એમ.મહેતાએ કોંગ્રેસના ઉમેદવાર બી.જી. કોન્ટ્રાક્ટરને હરાવ્યા હતા. વર્ષ 1972માં ઠાકોરભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જીત નોંધાવી હતી. વર્ષ 1975માં ભઈલાભાઈ ગરબડદાસે NCO માંથી લડી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરભાઈ પટેલને હરાવ્યા હતા. વર્ષ 1980માં સી.એન.પટેલે જીત મેળવી હતી. સતત પાંચ ટર્મ એટલે કે વર્ષ 1990, 1995, 1998, 2002 અને 2007માં યોગેશ પટેલે ભાજપ તરફથી કમાન સંભાળી હતી. યોગેશ પટેલ આ બેઠક પર સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય રહેનાર અત્યાર સુધીના એકમાત્ર નેતા છે. વર્ષ 2012 અને 2017 માં સતત બે ટર્મથી ભાજપના અને રાજ્ય સરકારના કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક પર જીતી રહ્યા છે.
બેઠક અંગે વિપક્ષનું વલન : વડોદરા શહેર વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, 'આ બેઠક પર જુના ચાર દરવાજા વિસ્તારની અંદરનો ભાગ રાવપુરા વિધાનસભા બેઠકમાં આવે છે. આ વિસ્તાર ગાયકવાડ શાસનમાં સૌથી વેલસેટ સિટીનો ભાગ હતો. આ ગાયકવાડી લાઈનો હજુ પણ બદલાઈ નથી. આ બેઠક પર વર્ષોથી ભાજપનું સાશન છે, પરંતુ આ જૂની લાઈનો હજૂ સુધી બદલાઈ નથી. અત્યારે દૂષિત અને ગંદુ પાણી અહિં આવી રહ્યું છે. આ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ખરાબ પાણીના કોલેરા અને અન્ય રોગોથી એક બે વ્યક્તિનું દર વર્ષે મૃત્યું થાય છે. આ ગંભીર સમસ્યાનું સમાધાન ભાજપ પોતાની સતામાં હજી સુધી લાવી શકી નથી. માત્ર એક બે ઇંચ વરસાદમાં પાણીના તળાવો પણ ભરાઇ જાય છે. આ સમસ્યાના નિરાકારણની વાત તો અલગ પરંતુ સમસ્યા વધુ વિકટ થતી જોવા મળી રહી છે. વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સુવિધાઓની પરિસ્થિતિ ત્યાંની ત્યાંજ છે'.
બેઠક અંગે સ્થાનિકનો મત : સ્થાનિક નિલેશ વસઈકરે જણાવ્યું હતું કે, 'રાવપુરા વિધાનસભા વિસ્તરમાં ગટરના પાણી અને વરસાદી પાણીની સૌથી મોટી સમસ્યાઓ છે. માત્ર થોડાકજ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળે છે. આ બેઠક પર ધારાસભ્ય બદલાય છે, છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાંજ છે. વડોદરાના રાજવી દ્વારા કરવામાં આવેલી ગટર વ્યવસ્થામાં પાલીકા દ્વારા યોગ્ય કામગીરી ન કરવાથી આ વિસ્તારમાં દૂષિત પાણી અને ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો નથી.' કૌશર ખાને જણાવ્યું હતું કે, માત્ર ચૂંટણી આવતા જ નેતાઓ વોટ માંગવા આવે છે પણ સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી. વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ માત્ર વાયદા અને વચનોજ આપે છે, પરંતુ તેનું સમાધાન ક્યારે થતું નથી. આવનારી ચૂંટણીમાં સમસ્યાનું સમાધાન કરી શકે તેવા નેતાઓને વોટ આપશું.